________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
કે મેક્ષમાર્ગની સાધના કરીને પિતાના આત્માને નિજ ગુણ રમણતામય બનાવે.
કે દેવે વ્યાવહારિક દૃષ્ટિએ વિશિષ્ટ શક્તિને ધારણ કરે છે, છતાં તેઓ માનવ જંદગીનું ધ્યેય સાધી શકતા નથી. પણ મનુષ્ય ધારે તો તે અવશ્ય સાધી શકે છે. આવા આવા અનેક મુદ્દાઓથી માનવ જીંદગી ઉત્તમમાં ઉત્તમ ગણાય એમાં નવાઈ શી? તે એય ધ્યાન (આત્મતત્વની વિચારણું)ને આધીન છે. ધ્યાનમાં ટકવા માટે પ્રશસ્ત ( કમ નિર્જરાના સાધનરૂપ) આલંબનની સેવન જરૂર કરવી જોઈએ. શ્રી વીતર શાસનમાં ઘણાં પ્રકારનાં પ્રશસ્ત આલંબને જણાવ્યાં છે, તેમાં પ્રભુ પ્રતિમાની પૂવનને પણ જણાવી છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે-જ્યાં સુધી જીવ નિરાલંબન સ્થિતિને પોપ્ય થયો નથી, ત્યાં સુધી પ્રભુ પ્રતિમાની પૂજા વગેરે ઉત્તમ આલંબનોની સેવના કરવી જ પડે છે. આમાંથી એમ પણ સમજવાનું મળે છે ક–નિરાલંબન સ્થિતિને પમાડનારી પ્રતિમા છે. અને ઉત્તમ સંસ્કારની જમાવટ કરવાને માટે પ્રતિમાની જરૂરિયાત બહુ જ છે. કારણ કે ઉત્તમ સંસ્કાર અહીં જે પડ્યા હોય તો તેવા સંસ્કાર આવતા ભવમાં ઉદય આવે છે. એમ થતાં અનુક્રમે આત્મોન્નતિના માર્ગે ચાલીને નિર્મળ સાધ્ય સિદ્ધિ કરી શકાય છે. સૂક્ષ્મબિંદુ [Point] અને બાદબાકીનાં દૃષ્ટાંત પણ ચાલુ પ્રસંગને બહુ જ ટેકો આપે છે. સૂક્ષ્મબિંદુ [Point]ની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે
-તેને લંબાઈ પહોળાઈ ન હોય. છતાં સૂક્ષ્મદર્શક યંત્રથી તે મોટા સ્વરૂપે પણ દેખી શકાય છે. એ પ્રમાણે નિશાળમાં અભ્યાસ કરતાં બાળકને હિસાબ લખાવતાં માસ્તરે કહ્યું કે–પચીસમાંથી પચીસ બાદ કરે છે તે જવાબમાં ૨૫-૨૫=૦૦ એ પ્રમાણે લખીને બાલક શિક્ષકને જણાવે છે કે ૨૫માંથી ૨૫ બાદ કરમાં કંઈ ન રહે. શિક્ષક—કંઇ ન રહે” એમ કહે છે, ને આ બે મીડાં કેમ મૂક્યાં છે ? બાળક–એ તો ‘કંઈ ન રહે' એમ જણાવવાને બે મીડાં મૂક્યા છે.
આ બે દષ્ટાંતમાંથી સમજવાનું એ મલે છે કે- જે વસ્તુ નથી” તેને (અભાવને) પણ જણાવવાને માટે આકૃતિની જરૂરિઆત છે, તે પછી જે તીર્થંકરદે થઈ ગયા છે, તેમની આકૃતિ ( પ્રતિમા ) તે જરૂર જોઈએ જ. તીર્થકર દેવો થયા નથી, એમ તા કહેવાય જ નહિ, કારણ કે તેમના જીવનચરિત્રને જણાવનાર ઘણાં ગ્રંથ હાલ પણ હયાત છે.
પ્રશ્ન-પ્રતિમા તે એક વાતને પત્થર છે, તેની પૂજા કરવાથી શું લાભ થાય ?
ઉત્તર-જે કે પત્થરપણું ઉપરની દૃષ્ટિએ બંનેમાં સરખું દેખાય છે, છતાં ઘણું અપક્ષાએ બંનેમાં જુદા પણ જણાય છે. એક સાધારણ પત્થરને જોઈને વીતરાગ આકૃતિની ભાવના જાગતી નથી, અને પ્રભુની પ્રતિમાને દેખતાં મન સ્વસ્થ બને છે, કધાય પાતળા પડે છે, અને આ પ્રમાણે ભાવને પ્રકટે છે કે-“ પ્રભો, આપના વન કલ્યાણકના પ્રસંગે કેન્દ્ર મહારાજે બહુમાનથી શકસ્ત કરીને આપને સ્તુતિ કરી, તથા જન્મકલ્યાણકના પ્રસંગે મેરૂ પર્વતની ઉપર ચેસઠ ઈન્દ્ર વગેરે દેવોએ એક કરોડ સાઠ લાખ કલશેવ પરમ ઉલ્લાસથી ૨૫૦ અભિષેક કર્યા, ત્યાર બાદ અનુક્રમે મેટી ઉંમરે રાજયાદિ અવસ્થાન પામ્યા તાપણ આપ તેની સાહ્યબીમાં આસનિભાવ રાખે નહિ,
For Private And Personal Use Only