________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક મૂર્તિનો લેખ
સંગ્રાહક
મુનિરાજ શ્રી યોાભદ્રવિજયજ
વિક્રમ સંવત ૧૯૯૬ના કારતક વિદે ૩ તા. ૩૦-૧૧--૩૯ના દિવસે ખંભાતમાં માણેકચોકમાં આવેલ રોડ શ્રી નગીનદાસ મુસળચંદની ખાલી જમીનમાં મકાનના પાયે ખાતાં બે કાઉસિંગયા, યક્ષયક્ષિણીને પરિવાર તથા શ્રી ચક્રેધરી દેવીની સ્મૃતિ અને ફણા સાથે આરસનુ એક પરિકર મળી આવેલ.
એ પરિકર ઉપર નીચે પ્રમાણે લેખ મળે
सं. १६६९ वर्षे आषाढसित त्रयोदशीदिने उकेशज्ञातीय सो. तेजपाल भार्या तेजलदे नाम्न्या स्वश्रेयसे श्रीपार्श्वनाथपरिकरः कारितः । प्रतिष्ठितश्च तपागच्छे श्रीविजय सेनसूरिभिः । श्रीः । पं. मेरुविजयः प्रण (म) तितराम् । सकलसंघाय मंगलं भूयात् ।
અર્થાત્~~~“સંવત ૧૬૬૯ ના અષાડ સુદી ૧૩ ના દિવસે ઉકેશ જ્ઞાતિના સે. તેજપાળની ભાર્યા તેજલદેવીએ પોતાના આત્માના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનના પરિકર કરાવ્યો અને તપાગચ્છીય શ્રી વિજયસેનસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી. પન્યાસ મેરુવિજ્યજી પ્રણામ કરે છે. સમસ્ત સધનુ કલ્યાણ થાએ.”
આ લેખમાં ગામના નામને નિર્દેષ નથી. જો એ હાત તે મૂળે આ પરિકર ક્યા સ્થળને હશે તે નણી શકાત.
સમાચાર
પ્રતિષ્ઠા—(૧) પંચેડ ( માલવા )માં પોષ વદ પાંચમે પ્રતિષ્ઠા કરવામાં આવી. આ વખતે પૃ. ૫. ચંદ્રવિજયજી આદિ પધાર્યા હતા. (૨) અજિમગજમાંના પોષ સુદી બારસે શ્રીનેમિનાથ ભગવાનના જુના દેરાસરની પ્રતિષ્ઠા થઋ. (૭) દુધરેજ (કાડિયાવાડ)માં પેાષ વદ ૧ શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસગે પુ. મુ. યતવિજયજી આદિ પધાર્યા હતા.
દીક્ષા—[૧] પુનામાં કાર્તિક વદ ૧૦ પુ. આ. વિજય પ્રેમસૂરીશ્વરજીએ કારટાજીના રહીશ શેઠ પુનમચંદ હીરાચંદને દીક્ષા આપી. દીક્ષિતનું નામ રત્નાંકવિજયજી રાખીને મુ. તિલેાકવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [૨] ઊંઝામાં કારતક વદી ૧ પૂ. પં. તિલકવિયએ માલવાડાના શેઠ હજારીમલ ચુલાને પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. તેમનું નામ વિદ્યાવિજયજ રાખ્યું. [૩] કરાડામાં પૃ. આ. વિજયલક્ષ્મસૂરિજીએ માગસર સુદી ૩ કાટાનિવાસી નેમચદભાઇને દીક્ષા આપી. દીક્ષિતનુ નામ કનવિજયજી રાખીને મુ. કાર્તિવિજયના શિષ્ય બનાવવામાં આવ્યા. [૪] કપડવંજમાં પૂ. આ.
For Private And Personal Use Only