Book Title: Jain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫-૬] દેવપૂજા [૨૧૧] અને સંયમમાં પ્રેમ ધારણ કરીને પરમ ઉલાસથી આપે સંયમને ગ્રહણ કરીને અને તેની નિર્મલ સાધના કરીને દુનિયાના જીવોને એ બેધપાઠ શીખવ્યો કે- “ખરું સુખ ત્યાગદશાની જ સાધના કરવાથી મળી શકે છે, અને ભોગમાં સુખ છે જ નહિ, એથી તે ભયંકર રોગની પીડા ભોગવવી પડે છે. પાધિની પૂર્ણતા બીજાની પાસેથી માગી લાવેલા ઘરેણાંના જેવી છે. જેમ માગી લાવેલાં ઘરેણાં પિતાની પાસે હોય, છતાં તે તે પારકાં જ ગણાય, એમ પરોપાધિની પૂર્ણતા પણ ખરી રીતે પોતાની કહેવાય જ નહિ, અને તે લાંબા કાળ સુધી ટકતી પણ નથી.” તથા ભયંકર ઉપસર્ગના પ્રસંગે પણુ વૈર્ય રાખીને શુકલ ધ્યાનના ભેદોને વ્યાવીને કેવલજ્ઞાન પામ્યા. સમવસરણમાં વિરાજમાન થઈને ચાર મુખે મધુરી દેશના દઇને ઘણાએ જેને મુકિતમાર્ગને મુસાફર બનાવ્યા. છેવટે યોગનિરોધ કરીને મુક્તિના સુખ પામ્યા. ધન્ય છે આપના આદર્શ જીવનને ! હે જવ, પ્રભુદેવ જે રસ્તે મુક્તિપદ પામ્યા તે રસ્તે જલદી જરૂર પ્રયાણ કરજે.” પ્રતિમામાં અને પત્થરમાં આટલે જ ફરક છે, એમ નહિ, પરંતુ વિચાર કરતાં બીજી રીતે પણ બહુ જ તફાવત જણાશે. એક સાદા કાગળમાં અને સરકારી નોટનાં કાગળમાં કાગળપણું સરખું છતાં સાદા કાગળની કંઈ પણ કીંમત ઉપજતી નથી, અને સરકારી છાપવાળા નેટના કાગળની હજાર કે તેથી પણ વધુ રૂપિયા જેટલી કીંમત ઉપજે છે. એ પ્રમાણે હીરા માણેક વગેરે ઝવેરાતમાં પણ સમજી લેવું. તેમજ માતામાં અને પોતાની પરણેલી સ્ત્રીમાં સ્ત્રીપણું સરખું છતાં દરેકના પ્રત્યે જુદી જુદી ભાવના ગર્ભિત પ્રવૃત્તિ થાય છે. એટલે માતામાં પૂજ્યપણાની અને બેનમાં કે પુત્રીમાં અનુક્રમે બેનપણાની તથા પુત્રી તરીકેની લાગણી હોય છે. સ્ત્રીમાં પ્રેમવૃત્તિને અનુસરતી લાગણી વગેરે હોય છે. આ બીના ધ્યાનમાં રાખનાર સમજુ ભવ્ય દેવી પત્થરને અને મુતિને એક કહેશે જ નહિ. આ પ્રસંગે યાદ રાખવા જેવું પત્થરની ગાયનું દૃષ્ટાંત એ છે કે–એક માણસ જંગલમાં ચાલ્યો જતો હતો. રસ્તામાં ચાલતાં ચાલતાં તેણે જોયું કે એક ખેડતને જમીન ખેદતાં ખેદતાં પત્થરની ગાય મળી. તે જોઇને એક મુસાફરે પૂછયું આ શું છે ?” ત્યારે પેલા ખેડુતે કહ્યું “આ પત્થરની ગાય છે. જેમ આ ગાયને ચારપગ, આંચળ, બે શિંગડાં વગેરે હોય છે, તેમ સાચી ગાયને પણ એ બધું હોય છે. આંચળમાંથી દૂધ નીકળ, તે પીવાથી ભૂખ અને તરસ મટે છે. આ પ્રમાણે કહેલી બીના યાદ રાખીને તે મુસાફર ત્યાંથી આગળ ચાલ્યા. બહુ દૂર જતાં જતાં રસ્તામાં તેને ભૂખ અંને તરસ લાગી. બાજુબાજુ તપાસ કરતાં તેને ભાગ્યથાગે સાચી ગાય મળી. આ મુસાફરે પહેલાં પત્થરની ગાય જોઈ હતી તેથી તેણે સાચી ગાયને તરત ઓળખી લીધી. અને દેહીને દુધ પી લીધું. જેથી ખ અને તરસને મટાડી દીધી. અને તે દટનગર જલદી પહોંચી ગયા. અહીં દષ્ટાંત પૂરું થયું. તેની ઘટના (સમજૂતી) ટૂંકામાં આ પ્રમાણે જાણવી-પૂજક ભવ્ય હવા મુસાફરની જેવા જાણવા અને પત્થરની ગાય જેવી જિનપ્રતિમા જાણવી. મુસાફર જેમ જંગલમાં ફરે છે તેમ સંસારીછો સંસારમાં રખડે છે. જેમ મુસાફરનું ગેય ઈષ્ટ્રનગર જવાનું છે તે ભવ્ય નું ગેય મોક્ષ નગરે પહોંચવું ( 10 પાનું ૨૧૨) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52