________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવપુજા
[તેની જરૂરિયાત અને મહત્તા ]
આચાર્ય મહારાજ શ્રી વિજ્યપધસૂરિજી અહીં દેવ' શબ્દથી થા જિનેશ્વર દેવા જ લેવા, બીજા નહિ, કારણ કે જેઓ નિર્મળ સ્વરૂપ એટલે સ્વાભાવિક પૂર્ણતાને પામ્યા હોય, તે જ પુરૂષે બીજા જીવોને નિર્મલ સ્વરૂપી બનાવી શકે છે, એટલે કે સ્વાભાવિક પૂર્ણ તારૂપ ગુણને પમાડી શકે છે. આ વાત અનુભવસિદ્ધ છે, કારણ કે પોતે દરિદ્ર હોય તે બીજાને કઈ રીતે ધનવંત બનાવી રાંક ?
જેમ. મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશાં તીર્થકર વિચરે છે તેમ અત્યારે અહીં તો કરો વિચરતા નથી, માટે તેમના વિરહકાલમાં (૧) પ્રભુદેવના આગમ અને (૨) પ્રભુ પ્રતિમા, આ બેના આલંબનથી સંસાર સમુદ્રને પાર કરી શકાય છે. અહીં જે બે આલંબને બતાવ્યાં તેમાં પ્રભુદેવના આગમથી શ્રી જિન પ્રતિમા–મોક્ષ માર્ગ વગેરેની બિના જાણી શકાય છે અને એ જાણીને નિર્દોષ સાધના કરી આત્મહિત સાધી શકાય છે. આ મુદ્દાથી પ્રભુ દેવના આગમને જિનપ્રતિમાની પહેલાં કર્યો છે.
દરેક ક્રિયા વિધિપૂર્વક કરવાથી યથાર્થ અને સંપૂર્ણ ફળ આપી શકે છે. જેમ મંત્ર સિદ્ધિમાં મંત્ર મહાપ્રભાવક હોય, પણ જે વિધિની ખામી હોય તો મંત્રસિદ્ધિ થાય છે નહિ. એમ પ્રભુ દેવની પુન કરવામાં પણ વિધિ નળવવી જ જોઈએ. આ બાબતમાં સૌથી પહેલાં પ્રતિમાની જરૂરિયાત ખાસ કરીને જણાવવી જોઈએ, એટલે તે બિના ટૂંકામાં આ પ્રમાણે જાણવીઃ
પ્રશ્ન-ઐતિમાં શું ચીજ છે ?
ઉત્તર–વિચરતાં તાર્થ કર દેવને આળખવાનું અપૂર્વ સોધન પ્રભુદેવની પ્રતિમા છે. એટલે જે તીર્થંકર પ્રભુની પ્રતિમા હાય, તેમણે સાધેલા મોક્ષમાર્ગની અને તેમના આદર્શ જીવનની વિચારણા કરવામાં પ્રભુદેવની પ્રતિમાં એ પ્રશસ્ત આલંબન ગણાય છે. પૃ કર્યા પહેલાં પણ પ્રભુ પ્રતિમાના દર્શન કરનારા ભવ્ય છવાને હૃદયમાં વીતરાગની ભાવના જાગે છે, અને પરમ સાત્વિક આનંદનો અનુભવ થાય છે. એટલું જ નહિ પણ તેઓ અંતરંગ શત્રુઓને જીતવામાં પણ અમુક અંશે ફતેહમંડ નીવડે છે. એટલું જરૂર યાદ રાખવું કે વીતરાગની પૂજા કરતી વખતે આકૃતિની પૂજા કરાય છે, પણુ આરસના પત્ય તરફ કે તેની કારીગરી તરફ લક્ષ્ય રાખીને પૂજા કરવામાં આવતી નથી.
પ્રશ્ન-પ્રતિમાની જરૂરિયાત માનવામાં વિશિષ્ટ કારણે કયાં ક્યાં છે ?
ઉત્તર-સમજણની માટીમાં રહેલા આત્મહિતેચ્છુ દરેક મનુષ્યની ફરજ છે કે માનવ જંદગીના ધ્યેય તરફ લેય રાખીને શુભ પ્રવૃત્તિ કરવી. માનવ જીંદગીનું ધ્યેય એ છે
For Private And Personal Use Only