________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુ જ રા ત ની પ્રાચીન જૈન મૂર્તિઓ
લેખક:–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ આબૂ ઉપરની દેવ મહેલાતોમાં, ગિરનાર પરનાં મોટાં ઉઠાવનાં દહેરાસરમાં કે સગુંજ્ય પરનાં વિવિધ ઘાટનાં જિનમંદિરમાં મધ્યકાલીન ( અગિયારમા સૈકાથી પંદરમા સૈકા સુધીની ) જિનમૂર્તિએ સંખ્યાબંધ મળી આવે છે, પરંતુ દશમા સૈકા પહેલાંની મૂર્તિઓ હેવાનું મારી જાણમાં નથી. કેઈ મહાશયની જાણમાં હોય તે તેમને જનતાની જાણ સારૂ પ્રસિદ્ધ કરવા મારી નમ્ર વિનંતી છે.
આ લેખ લખવાને મારો આશય ગુજરાતમાંની દશમા સૈકા પહેલાંની જેમ મૂર્તિઓ કયે કયે સ્થળે છે અને કઈ કઈ સાલની છે તે જણાવવાનું છે.
ગુજરાતની જેનમૂર્તિઓમાંથી સૌથી પ્રાચીન જેનમૂર્તિઓ કે જેની સંખ્યા ચાર છે, તે વડોદરા રાજ્યના વિજાપુર નજીકના મહુડી ગામના કોટયાર્ક મંદિરની જમીનનું દોઢેક વર્ષ પર ખેદકામ કરાવતાં ત્યાંના મહંતને મળી આવી હતી, જેમાંની એક મૂર્તિ હાલમાં કેટયાર્ક મંદિરની પાસે આવેલી મહંતની માલીકીની ઓરડીમાં ભીંતની સાથે સીમેન્ટથી સજજડ કરી દેવામાં આવેલી છે અને બાકીની ત્રણ મૂર્તિએ વડોદરા રાજ્યના પુરાતન સંશોધન ખાતાની કચેરીની ઓફિસની તીજોરીમાં છે. - આ ચાર મુતિઓનાં ચિત્રો વડોદરા રાજ્યના પુરાતન સંશોધન ખાતાના ઈ. સ. ૧૯૩૭-૩૮ ના રિપોર્ટમાં ચિત્ર પ્લેટ ૪ અ, ૫ અ, ૫ બ અને ૬ અમાં છપાવવામાં આવેલાં છે, અને પ્રસ્તુત રિપોર્ટમાં પુરાતન સંશોધન ખાતાના વડા અધિકારી માન્યવર ડે. હીરાનંદ શાસ્ત્રીજી ( જેઓના હાથ નીચે હું છેલ્લા ત્રણ વર્ષથી પુરાતન સ્થાપત્ય, ચિત્રો તથા મૂતિઓનો અભ્યાસ કરતો હતો, ) એ આ ચારે મૂર્તિઓ. દેખીતી રીતે તે જેન હોવા છતાં, બૌદ્ધ તરીકે સાબીત કરવા પ્રયત્ન કરેલ છે.
માન્યવર શાસ્ત્રીજી આ લેખ સાથે ચિત્રમાં આપેલી મૂતિની ઓળખાણ આપતાં રિપિટના પાના ૬ અને પેરેગ્રાફ ૧૩ માં જણાવે છે કે –
"The principal imaye, (Pl. IVa) which is the largest of - • તાજેતરમાં મારા તરફથી પ્રસિદ્ધ થનાર “ભારતના જૈન તીર્થો અને તેનું શિલ્પ, થાપત્ય " એ નામમાં પંથમાંનું એક પ્રકરણ અત્રે રજુ કર્યું છે.
For Private And Personal Use Only