Book Title: Jain Sahitya Samaroha Guchha 4
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 6
________________ સંપાદકીય ‘જૈન સાહિત્ય સમારોહ (અહેવાલ અને નિબંધો)' ગુચ્છ-૪ નામનો આ ગ્રંથ પ્રગટ થાય છે એ મારા માટે બહુ આનંદનો અવસર છે. ‘જૈન સાહિત્ય સમારોહ’ ગુચ્છ-૧ ૧૯૮૫માં અને ગુચ્છ-૨ ૧૯૮૭માં પ્રગટ થયા હતા. ત્યારપછી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિ અનિયમિતપણે ચાલતી રહી હતી, એટલે ગુચ્છ-૩ અને ગુચ્છ-૪ના પ્રકાશનનું કાર્ય વિલંબમાં પડી ગયું હતું. સદ્ભાગ્યે છેલ્લાં ત્રણેક વર્ષથી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિ ફરી નિયમિત બની છે. તેથી ગુચ્છ-૩ અને ગુચ્છ૪ના પ્રકાશનનું કાર્ય સરળ બન્યું છે. મારા મિત્ર અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટના ચેરમેન શ્રી વસનજી લખમશી શાહે આ પ્રવૃત્તિને ફરી નિયમિત કરવા માટે સક્રિય રસ લઈને વહીવટી જવાબદારી સ્વીકારી લીધી છે. એથી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિને અને ગુચ્છના પ્રકાશનને નવો વેગ સાંપડ્યો છે. ગયે વર્ષે માર્ચ, ૧૯૯૪માં કચ્છમાં બોંતેર જિનાલય ખાતે બારમો જૈન સાહિત્ય સમારોહ યોજવામાં આવ્યો હતો. ત્યારપછી તેરમો જૈન સાહિત્ય સમારોહ માર્ચ ૧૯૯૫માં રાજગૃહી (બિહાર) ખાતે યોજવામાં આવ્યો હતો. આમ અત્યારસુધીમાં તેર જેટલા સાહિત્ય સમારોહ યોજાઈ ગયા છે. ગુચ્છ-૧ અને ગુચ્છ-૨માં સાતમા જૈન સાહિત્ય સમારોહ સુધીના અહેવાલો અને પસંદ કરાયેલા નિબંધો આપવામાં આવ્યા છે. ગુચ્છ-૩માં આઠમાથી બારમા સુધાના તેમજ આ ગુચ્છ-૪માં તેરમા જૈન સાહિત્ય સમારોહના અહેવાલો આપવામાં આવ્યા છે. જૈન સાહિત્ય સમારોહના ગુચ્છના પ્રકાશન માટે નિબંધો, અભ્યાસલેખો વગેરેની પસંદગીની બાબતમાં એવું ધોરણ રાખવામાં આવ્યું છે કે સામાન્ય રીતે દરેક લેખકનો એક જ નિબંધ લેવામાં આવે. ગુચ્છ-૧ અને ગુચ્છરના પ્રકાશન વખતે આવો જ નિયમ રાખવામાં આવ્યો હતો. એક રીતે આ નિયમ ઇષ્ટ છે, કારણ કે આવાં પ્રકાશનોમાં ખર્ચ ઠીક ઠીક થતો હોય છે અને વળતરની ખાસ અપેક્ષા હોતી નથી. Jain Education International (v) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 155