Book Title: Jain Sahitya Samaroha Guchha 4 Author(s): Ramanlal C Shah Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 5
________________ (૪) સોનગઢ, (૫) માંડવી (કચ્છ), (૬) ખંભાત, (૭) પાલનપુર, (૮) સમેતશિખર, (૯) પાલિતાણા, (૧૦) બોંતેર જિનાલય (કચ્છ), (૧૧) ચારૂપ (પાટણ), (૧૨) બોંતેર જિનાલય (કચ્છ) અને (૧૩) રાજગૃહી એમ તેર જેટલા જૈન સાહિત્ય સમારોહ યોજવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિને મળેલા ઉત્સાહભર્યા સહકારની એ પ્રતીતિ કરાવે છે. જૈન સાહિત્ય સમારોહની બેઠકોમાં રજૂ થયેલા નિબંધોમાંથી પસંદ કરેલા નિબંધો ગુચ્છ-૧, ગુચ્છ-૨ અને ગુચ્છ-૩ તરીકે ગ્રંથરૂપે અગાઉ પ્રકાશિત થઈ ગયા છે. હવે આ ગુચ્છ-૪ પ્રકાશિત થાય છે એ અમારા માટે અત્યંત હર્ષની વાત છે. આ ગુચ્છ-૪ના સંપાદનની જવાબદારી જૈન સાહિત્ય સમારોહના સંયોજક ડૉ. રમણલાલ ચી. શાહે સ્વીકારી છે અને માનાર્હ કાર્ય કરી આપ્યું છે એ બદલ અમે એમના ઋણી છીએ અને એમને ધન્યવાદ આપીએ છીએ. આ ગુચ્છ-૪માં જે જે લેખકોના લેખો પ્રગટ કરવામાં આવ્યા છે તે તે લેખકોનો પણ અમે આભાર માનીએ છીએ. આ ગ્રંથના મુદ્રણ કાર્યની જવાબદારી ડૉ. શિવલાલ જેસલપુરાએ સ્વીકારી છે અને પ્રેસકોપી શ્રી ચીમનલાલ એમ. શાહ – “કલાધરે' તૈયાર કરી આપી છે એ માટે અમે તેઓ બંનેના પણ આભારી છીએ. અમને આશા છે કે જૈન સાહિત્ય સમારોહની આ પ્રવૃત્તિ ઉત્તરોત્તર વિકસતી રહેશે અને એ દ્વારા જૈન સાહિત્યના અભ્યાસ તથા સંશોધનના ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય થતું રહેશે. મુંબઈ : શ્રાવણ સુદ ૧૫ સં. ૨૦૧૧ વસનજી લખમશી શાહ ચેરમેન, શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ (iv) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 155