Book Title: Ishtopadesh Author(s): Pujyapadswami, Kalyanbodhisuri Publisher: Jinshasan Aradhak Trust View full book textPage 8
________________ I ઉપન્યાસ | ઉત્તર ગુજરાતની એ વિહારયાત્રા હતી. ઈડર મુકામે દિગંબરીય શાસ્ત્રસંગ્રહનું નિરીક્ષણ કરતા આ ગ્રંથના સૌ પ્રથમદર્શન થયાં. વાંચન કરતાં મન અધ્યાત્મમાં તરબોળ બન્યું. પછી તો આ ગ્રંથ કંઠસ્થ કરી લીધો. લગભગ રોજ ગ્રંથનું પારાયણ ચાલું થયું. આ ગ્રંથ પર એક ટીકા લખવાની ભાવના થઈ. આ વાતને લગભગ દોઢ વર્ષ જેવો સમય થયો, ત્યારે વિહારયાત્રામાં લેખન માટેની આધારસામગ્રી ખૂટી પડી, વિચાર કરતાં આ ગ્રંથ યાદ આવ્યો. કંઠસ્થ કરેલી ગાથાઓ પરથી વૃત્તિસર્જન ચાલુ કર્યું, જે આજે અંતિમરૂપમાં આપની સમક્ષ પ્રસ્તુત છે. મૂળાકાર શ્રીપૂજયપાદસ્વામી દિગંબર જગતમાં આદરણીય સ્થાન ધરાવે છે. તત્ત્વાર્થ સૂત્રની દિગંબરીય પ્રાચીનતમટીકા સર્વાર્થસિદ્ધિની રચના તેમણે કરી છે. તેમનો અન્ય ગ્રંથ સમાધિતંત્ર/સમાધિશતક છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ તેનો ગુજરાતી પદ્યાનુવાદ (સમાધિશતક) કર્યો છે. એ ગ્રંથ પણ અધિકારી વાચક વર્ગ પરિશીલન કરવા યોગ્યPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 186