Book Title: Hirde me Prabhu Aap
Author(s): Jayant Modh
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 8
________________ વિભાગીકરણ કરેલ છે. આ પ્રકાશનના સમુચ્ચય કાર્યકલાપમાં તેઓશ્રી તરફથી અમૂલ્ય માર્ગદર્શન અને વિશિષ્ટ સહયોગ દરેક તબક્કે પ્રાપ્ત થયાં છે. વળી અમારી વિનંતીને માન આપીને આ ગ્રંથની પ્રસ્તાવના લખી આપેલ છે; જે બદલ પ્રકાશન સમિતિ તેમને ધન્યવાદ પાઠવીને અંતઃકરણપૂર્વક આભાર માને છે. આ ઉપરાંત પ્રસ્તુત ચરિત્રનાં છેલ્લાં છ વર્ષનાં આલેખનમાં, સુશ્રી બિંદુબહેન પારેખ (રાજકોટ)ના સહયોગની અને સાભાર નોંધ લઈએ છીએ. આ આલેખનમાં ગૂજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના નિયામક ડૉ. ઉષાબહેન ઉપાધ્યાયે પણ ઉપયોગી અને નિર્ણાયક સૂચનો કરીને અમોને ઉપકૃત કરેલ છે; જેને અમો અમારું સૌભાગ્ય માનીને સાભાર કૃતાર્થતા અનુભવીએ છીએ. પંદર મહિના પહેલાં, ન્યૂયૉર્કમાં જ શ્રી પ્રફુલભાઈ લાખાણી પરિવારે ગુરુભક્તિથી પ્રેરાઈને આ ગ્રંથના પ્રકાશનખર્ચમાં સિંહફાળો આપવાની પોતાની ઇચ્છા સંસ્થાની પ્રકાશન સમિતિના કેટલાક સભ્યો સમક્ષ વ્યક્ત કરી હતી. તેને અનુરૂપ, ગ્રંથના પ્રકાશનને સર્વાંગસુંદર બનાવવા તેઓશ્રીએ અંગત રસ લઈને, ભાવપૂર્ણ પ્રેમપરિશ્રમ કરેલ છે; જે અભિનંદનીય અને ધન્યવાદને પાત્ર છે. વળી, તેઓશ્રીએ આ ગ્રંથનું પ્રિન્ટિગ કલાત્મક અને સમયસર થાય તેની સંપૂર્ણ કાળજી અને જવાબદારી પણ લીધેલ છે. સંસ્થાના સિનિયર અને શ્રદ્ધાવાન મુમુક્ષુ દંપતી પુષ્પાબહેન જયંતીભાઈ શાહ (લંડન)નો પણ અર્થસહયોગ સંસ્થાને મળેલ છે. વળી આ ગ્રંથના પ્રકાશનમાં જેમનો વિશિષ્ટ સહયોગ અને ભક્તિભાવપૂર્ણ યોગદાન રહ્યું છે તેવા આદરણીય શ્રી અશોકભાઈ પી. શાહ, શ્રી પ્રવીણભાઈ વી. મહેતા, શ્રી ચંપકભાઈ પરમાર્થી તથા શ્રી નરસિંહભાઈ પ્રજાપતિ પણ ધન્યવાદને પાત્ર છે. અંતમાં, ટાઇપસેટિંગ માટે શ્રી ભગવતસિંહ ઝાલા તથા પેઇજસેટિંગ અને સમયસર કલાત્મક રીતે પ્રિન્ટિંગ કરી આપવા માટે, શ્રી અમીતભાઈ શાહ (ડ્રીમ ગ્રાફિક્સ)ના પણ અમે આભારી છીએ. ૫-૧૧-૨૦૬, કાર્તિક સુદ પૂનમ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ-મંગળ દિન સાહિત્ય પ્રકાશન સમિતિ (શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્ર, કોબા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 244