________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
એ દાકતરનું કહેવું માને કે ત્રણે ’ક દિવસે તાવ ઊતરી જશે.
(તેમ) જ્ઞાનીઓ કહે છે કે પર્યાયમાં, મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર છે (તે ) સમયવર્તી છે, ત્રિકાળવર્તી નથી માટે નીકળી જશે. સ્વભાવનું અવલંબન લેતાં એનો અભાવ ચપટીમાત્રમાં થઇ જશે-ક્ષણમાત્રમાં ( અભાવ થઇ જશે.)
(
આહા...! ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર. (શ્રીમદ્દરાજચંદ ) આહા...! અનાદિનું મિથ્યાત્વ હતું. ( એ ભાઈ ?) એ પર્યાયમાંથી મિથ્યાત્વ જતાં કેટલા દિવસ લાગતા હશે ? (શ્રોતાઃ) એક ક્ષણ ! (ઉત્તર:) એક ક્ષણ-સમયમાત્ર! આહા...હા ! મિથ્યાત્વની ચિંતા છોડી દે, આત્માનો સ્વભાવ કેવો છે એનું રટણ કર! આપો આપ મિથ્યાત્વનો....અભાવ થઇ જશે! જે સ્વભાવને ભૂલે છે એની પર્યાયમાં રાગ હોય, રાગની રુચિ કરે ત્યાં સુધી રાગ હોય, પણ રાગની રુચિ છોડીને સ્વભાવનું લક્ષ કરે, ત્યારે પર્યાયમાં વિભાવભાવનો અભાવ થઇ, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ પ્રગટ થાય. એવો પર્યાયનો સ્વભાવ છે, પર્યાયમાં લાંબો ટાઈમ નહીં રહે!!
૧૦
અહા...હા! આવા ગુરુ મળ્યા! આવી જિનવાણી તને મળી! આહા...હા! આવા સમયસાર આદિ શાસ્ત્ર મળ્યા ! કુંદકુંદ આચાર્ય ને અમૃતચંદ્રઆચાર્ય જેવા સંતો મળ્યા !
અને એને સમજાવનારા, ઉપકારી જ્ઞાની ગુરુ મળે, અને એને સંસા૨ ૨હે, એમ ન બને ! આહા...હા ! ( સદ્) ગુરુની ઓળખાણ થાય અને ગુરુ કહે એમ કરે (માને) અને સંસા૨ ૨હે, એમ બનવાનું નથી. આહ....હા !
આરાધનાના દિવસો છે ને આ તો! (લોકો રાડો પાડે) હાય! હાય! અમે મિથ્યાદષ્ટિ, અરે ! અમે ભગવાન છીએ એમ લ્યો ને!! એ મિથ્યાદષ્ટિ ને શું કામ યાદ કરો છો ? (કા૨ણ કે ) તમે મિથ્યાદષ્ટિ તો છો નહીં, તમે તો ભગવાન આત્મા છો !! (કહાન ) ગુરુદેવે શું કહ્યું ? “ ભગવાન આત્મા છે બધાય ” આહા...હા !
(
આ વિભાવને યાદ કરે છે બોલો! આહા...હા ! કોઇ નિર્ધન હોય, એ નિર્ધન દશા કાયમ રહે, એમ ઇચ્છે? અહાહા! થોડાક ટાઇમમાં સારું થઇ જશે. (કોઇ) બ્રાહ્મણ આવીને કહે-જ્યોતિષ કહે કે છ મહિનામાં તારા પુણ્યનો ઉદય થશે, તો એનું માને! અને સંતો કહે છે કે વધારેમાં વધારે છ મહિના અભ્યાસ ક૨, તો તને સમ્યગ્દર્શન થશે, એવા મોટા જ્યોતિષનું તું માનતો નથી! આહા...! ત્રિકાળવર્તી સર્વજ્ઞ ભગવાન અને એના સંતો! એ મોટા જ્યોતિષી છે અને એ જ્યોતિષ ફરે નહીં. આહાહા !
આ ચારિત્ર (ધર્મ ) ના દિવસો છે આ, મુનિરાજને ઉત્તમ ક્ષમા હોય છે. અહીંયાં હવે સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય એના માટે સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર સમયસારનો છે અને એની ગાથા ૩૭૩ થી ૩૮૨ એવી દશ ગાથા લેવાનો (વાંચવાનો) ભાવ-સ્વાધ્યાય કરવાનો ભાવ આવ્યો છે. એની ઉપર મથાળું છે, ગાથા જે છે ને! હરિગીત એની ઉ૫૨ મથાળું (એટલે ) શીર્ષક, શું આમાં આવવાનું છે, એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com