________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭
પ્રવચન નં. – ૩ હું અહીં આવ્યો ત્યારે, સામાન્ય-વિશેષ બે પડખાની વાત કરી (હતી) શરૂઆતમાં જ. એ સામાન્ય પડખું છે જેને જીવતત્ત્વ કહેવામાં આવે છે. જેને પરમાત્મ તત્ત્વ કહેવામાં આવે છે, જેને અંત:તત્ત્વ કહેવામાં આવે છે, જે શુદ્ધાત્મા ઉપાદેય તત્ત્વ છે! તે તો ત્રણેકાળ શુદ્ધ! શુદ્ધ! શુદ્ધ! પરિપૂર્ણ પરમાત્મા છે. તેને કર્મનો સંબંધ થયો નથી, તેને રાગનો સંબંધ થયો નથી, તેથી આત્મા અકારક, અવેદક, અકર્તાપણે ( સદા) રહ્યો છે. પૂર્વે રહ્યો હતો, વર્તમાનમાં રહ્યો છે અને (ભવિષ્યમાં) ભાવિકાળે પણ એના સ્વરૂપને છોડશે નહી. “નિજ ભાવને છોડે નહીં? અકર્તા ને!! અને અકર્તા, કર્તા થાય નહીં, ધ્યાનમાં રાખજો!!
આ, બે (પ્રકારની) ભૂલની વાત ચાલે છે. અહીં બીજા પ્રકારની ભૂલ, (દશગાથામાં) આવશે. પણ (તેની) પહેલાં, પહેલા પ્રકારની ભૂલનું પહેલાં સ્પષ્ટીકરણ કરવામાં આવે છે.
આત્મા જ્ઞાતા હોવા છતાં કર્તા માને છે, આત્મા જ્ઞાતા હોવા છતાં “રાગાદિનો હું કર્તા છું” અને “રાગ મારું કર્મ છે” એ કર્તા બુદ્ધિની ભૂલ છે તે પહેલી છે. છે જ્ઞાતા અને માને કર્તા! એ કર્તા માને છે તો પણ સામાન્ય પડખું છે અકર્તાનું એ અકર્તાને છોડીને, શાયકને છોડીને એ રાગનો કર્તા થતો નથી, ત્રિકાળી દ્રવ્ય નિષ્ક્રિય છે. અને એ રાગમાં પ્રવેશ કરતો નથી.
(આત્મા) રાગને કેમ કરતો નથી? કે “તરૂપો ન ભવતિ' એ પુણ્ય-પાપરૂપે થતો નથી. માટે પુણ્ય-પાપનો આત્મા, ત્રણેકાળ, એક સમય માત્ર પણ, એ કર્તા બની શકતો નથી. અકર્તા રહ્યો છે, અકર્તાપણું છોડે તો કર્તા થાય છે! પણ અકર્તાપણું (કદી) છોડતો નથી.
પણ, જે “હું અકર્તા-જ્ઞાયક-જ્ઞાતા છું” એવા સ્વભાવને ભૂલી જાય છે સમયે, સમયે ! અને પરિણામમાં, રાગાદિ દેખીને-રાગાદિની ક્રિયા, પકારક (પણે) એ પરિણામમાં થાય છે. ક્રિયાના કારક, પરિણામમાં છે. નિષ્ક્રિયના કારક આત્મામાં છે.
આહા....હા ! આત્મા ત્રણેકાળ નિષ્ક્રિય હોવાથી...બંધ મોક્ષની ક્રિયાથી રહિત છે. એ આત્માને ભૂલે ત્યારે, એની પર્યાયમાં જે રાગાદિ થાય છે એને “હું કરું છું” એવી એક કલ્પના (માન્યતા) અજ્ઞાની કરે છે, તેથી એ વિશેષ અપેક્ષાએ કદાચિત્ કર્તા થાય છે! કથંચિત્ નહીં, કથંચિત્ કહેશો તો કાયમ રહી જશે અને કદાચિત્ લેશો (સમજશો) તો એક સમય પૂરતો રહેશે, બીજા સમયે રાગનો અકર્તા પણ થઈ જશે !
કથંચિત્ અને કદાચિત્માં મોટો ફેર છે. આહ - હા! રમેશભૈયા, કદાચિત્ અને કથંચિમાં બડા ફેર હૈ, તફાવત હૈ. - આમ તો એ શાસ્ત્રી ને મોટા પંડિત કહેવાય, પણ અમારી પાસે તો એ બાળક જ છે ને!
આહાહા! શું કહ્યું પ્રભુ! સાંભળ, રાગનો કર્તા વિશેષ અપેક્ષાએ થાય છે. સામાન્ય અપેક્ષાએ અકર્તા રહીને, વિશેષ અપેક્ષાએ કર્તા થાય છે. “હું કર્તા છું એમ એને પ્રતિભાસે છે” - તે અપેક્ષાએ, વિશેષ અપેક્ષાએ, અજ્ઞાની રાગનો કર્તા થયો છે. કહે છે એ પણ કદાચિત્ છે. કદાચિત્ એટલે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com