________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૪૬ નથી માટે આલોચના છે અને ભવિષ્ય-કોઈ કાળે (જાણીશ નહીં) શરીર રહેશે ત્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાન છે ને શબ્દ પણ રહેશે, સાધક છે ને! ત્યારે પણ-અમારું જ્ઞાન શબ્દને નહીં જાણે. આહા..હા !
સાધક ગયા! દિવ્યધ્વનિ સાંભળવા. ચોથા ગુણસ્થાનવાળા –પાંચમાવાળા. દિવ્યધ્વનિ બહુ સરસ આવી. તમે સાંભળ્યું? બધા કહે હા, સાંભળ્યું બરાબર સાંભળ્યું, કાન દઈને સાંભળ્યું! જ્ઞાનીને (સાધકને) પૂછે છે તમે સાંભળ્યું? એક મિનિટ તો જવાબ ન દીધો. (પછી કહે છે) “સાંભળનારે સાંભળ્યું છે એમ મેં જાણ્યું છે—સાંભળનારે...સાંભળ્યું છે એમ હું જાણું છું!
ઇ...? સાંભળનાર જુદો છે? અને તમે જુદા છે? કહે, હા..અમે બેય જુદા છીએ. જુદે જુદાં...કાંઇ લેવા-દેવા નહી અમારે સાંભળનાર સાથે ! દિવ્યધ્વનિ સાંભળે છે, સાંભળનાર જુદો, એને સાંભળનારો જુદો! અને આત્માને જાણનારું જ્ઞાન જુદે જુદું છે, જેને ભેદજ્ઞાન વર્તી રહ્યું છે! આહા!
જુઓ! એક એવો બનાવ બન્યો. દષ્ટાંત તો ઓછા આવે છે મારી પાસે, તો ય આજે આવે છે. કહી દઉં! કોઇ એક મુનિરાજ હતા અને સો, બસો એમના શિષ્યો હતા, અને દિવ્યધ્વનિ સાંભળવા માટે સમોસરણ (સમવસરણ) તરફ જઇ રહ્યા હતા તેમાં વચ્ચે (એક) ગુફા આવે. ઇ ગુફામાં એમના શિષ્ય ધ્યાનમાં બેઠા હતા. એના જ શિષ્ય ગુરુના. ગુરુને એમ થયું કે આપણા શિષ્ય છે અહીંયાં...તો એમણે બે શિષ્યને મોકલ્યા કે તમે એને કહો કે અમે જાત્રા કરવા જઇએ છીએ-ભગવાનનાં દર્શન, તીર્થકર દેવાધિદેવનાં! કે તમે એને કહો કે જોડાવું હોય તો (ગુરુની સાથે જવું હોય તો) આવે. બેય શિષ્ય ગયા ન્યા. નમસ્કાર કરી બેઠા. ધ્યાનમાંથી બહાર આવ્યા મુનિરાજ ભાવલિંગી સંત-નિત્ય આનંદના ભોજન કરનાર, શુદ્ધ ઉપયોગી એને મુનિ કહેવાય. થોડીક વાર બેઠા પછી, પહેલા બેય નમસ્કાર કરીને કહે છે: આપણા ગુરુ પધારે છે (સીમંધર ભગવાન પાસે) અને અમને અહીં મોકલ્યા છે. સીમંધર ભગવાન પાસે ત્યાં સાક્ષાત્ ) દર્શન કરવાને વાણી (દિવ્યધ્વનિ) સાંભળવા..પધારો! કહે. ભલે હું ત્યાં આવું એમાં કોઈ પ્રશ્ન નથી. પણ...જે મને અહીંયાં જણાય છે, ઇ ત્યાં જ જણાશે ! મારા શેયમાં કોઇ ફરક પડવાનો નથી.
બેય મુનિરાજ કહે આ શું? શું વાત કરે છે? ભાવલિંગી ત્રણેય હોં? આહા...! નિકટભવી ! હમણાં એને કેવળજ્ઞાન થવાનું છે એવા જીવો ત્રણેય. એની વાત ચાલે છે. હું ત્યાં આવું તો ત્યાં મારો આત્મા જણાશે ને અહીંયાં પણ મારો આત્મા જણાશે ! લ્યો મુનિ આવું બોલે ! જોય તો મારું ફરવાનું નથી. તમો કહો તો ચાલું! એટલે એમને ચોંટ લાગી ગઈ. “અઠે દ્વારકા !' કરીને બેસી ગયા બેય ! ત્યાંને ત્યાં! આહા..હા ! આ વાત અપૂર્વ લાગે છે કહે! એ તો જામી ગયા! ત્યાં કોઈએ પૂછ્યું કે અમારાં ત્રણ શિષ્યો છે ઇ ક્યારે અહીંયાં પધારશે ? અરે ! એમને તો કેવળજ્ઞાન થઇ ગયું કહે ! આહા..હા ! (શ્રોતા ) ઓહોહો!
એ જ્ઞય ફર્યા કરે ને તો સાતમામાંથી છઠું આવે. અને શેય ફરે નહીં તો...સાતમાંથી આઠમું એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com