Book Title: Gyanthi Gyannu Bhedgyan
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 307
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૮૪ જ્ઞાનનો ! પોતાના સ્વરૂપથી જ જાણે છે, આમ જે ન માને અને હું પરને જાણું છું તો જ્ઞાનનું અજ્ઞાન થઇ જાય છે-ઇન્દ્રિયજ્ઞાન (ઉત્પન્ન) થાય છે-ઇન્દ્રિયજ્ઞાન એટલે અજ્ઞાન (અ.જ્ઞાન) પોતાના સ્વરૂપથી જ જાણે છે આમ પોતાના સ્વરૂપથી જાણતા એવા આત્માને પોતાના સ્વરૂપથી -પોતાના સ્વભાવથી જાણતા, જાણનાર આત્માને “પોત-પોતાના સ્વભાવથી જ પરિણમતા' સામા પદાર્થની વાત કરે છે. બાહ્ય પદાર્થો પોત-પોતાના સ્વભાવથી પરિણમે છે. એની હારે આ આત્માને કાંઇ લેવા-દેવા કે સંબંધ નથી. આત્મા જ્ઞાનરૂપે પરિણમે છે અને જડ એના ભાવે પરિણમે છે “પોત-પોતાના સ્વભાવથી જ પરિણમતા'-પલટતા! ટકીને પલટે છે પુદ્ગલ પણ ધ્રુવ છે, અને એમાં ઉત્પાદ-વ્યય પણ થયા કરે છે. પરિણામ થયા જ કરે છે તો કહે છે કે પરિણમતા શબ્દાદિક કિચિંમાત્ર પણ વિકાર કરતા નથી. અહીંયાં (પોતે) જ્ઞાનરૂપે પરિણમે છે, અને પુદ્ગલ એના ભાવરૂપે પરિણમે છે. બેયનું પરિણમન પૃથક પૃથક છે. તો પણ આત્માના જ્ઞાનમાં એ વિકાર ઉત્પન્ન કરવામાં, કર્તા ય થતો નથી કે કારણ પણ થતો નથી. એક પદાર્થના કારણે બીજામાં વિકાર થાય, એમ ત્રણકાળે બનતું નથી. શું કહ્યું? અહીંયાં શું કહેવા માગે છે? કે આત્મા પોતાને જાણવા રૂપે પરિણમે છે. અને પુદ્ગલાદિ દ્રવ્યો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (આદિ) એની પર્યાયરૂપે પરિણમે છે. એનું પરિણમન એનાથી અભિન્ન છે. આત્માનું પરિણમન આત્માથી અભિન્ન છે. તેથી બે પદાર્થ સર્વથા એક-બીજાથી ભિન્ન છે. તેથી કોઇના કારણે કોઇ પરિણમે છે અને આના કારણે આ થાય છે ને આના કારણે આ થાય છે એમ કારણ-કાર્યના સંબંધનો પણ સ્વભાવમાં અભાવ છે. આહાહા! કહે છે “પરિણમતા શબ્દાદિક કિંચિત્માત્ર પણ વિકાર કરતા નથી” આત્માના જ્ઞાનમાં આ રાગ ઉત્પન્ન થાય, એમાં એ કારણ નથી. કર્તા તો નથી પણ કારણ નથી પણ જો કારણ હોય તો નિત્ય પુદગલ પરિણમે છે. અને નિત્ય અહીંયાં જ્ઞાન પરિણમન થાય છે. તો એને (આત્માને) કાયમ માટે રાગ થવો જોઇએ પણ એના પરિણમનને કારણે અહીંયાં રાગ થતો નથી. એ પદાર્થ ભિન્ન છે, આ પદાર્થ ભિન્ન છે. બે પદાર્થ જ સ્વતંત્ર છે. એક બીજાને કર્તા-કર્મ સંબંધ નથી, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી, અને જ્યારે જ્ઞાન આત્માને જાણે છે પરને જાણતું નથી, તો..તો જ્ઞાતા યનો સંબંધ પણ વિલય પામી જાય છે. આહાહા! ત્યારે ઉપયોગ અભિમુખ થઇને આત્માના દર્શન કરે છે. આ જણાય છે..આ જણાય છે. આને કરું છું...એમાં હું નિમિત્ત ને મારા પરિણામમાં ઓલું નિમિત્ત હું જ્ઞાન ને એ શેય! હું જ્ઞાનને એ જોય! એવો ક્યાંય પણ ખૂણે-ખાંચરે પરની સાથે સંબંધ રાખ્યો તો એને આત્મજ્ઞાન ઉદય પામતું નથી-અસ્ત તો છે, ઉદય પામતું નથી. “પરિણમતા શબ્દાદિક કિંચિત્માત્ર પણ વિકાર કરતા નથી” રાગની ઉત્પત્તિનું કારણ એનું પરિણમન નથી. રાગની ઉત્પત્તિનું કારણ...પોતાના સ્વભાવને ભૂલે અને પરને પોતાનું માને, તો રાગ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309