Book Title: Gyanthi Gyannu Bhedgyan
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 301
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૨૭૮ જ્ઞાન થાય (એવો અભિપ્રાય છે) ત્યાં સુધી અતીન્દ્રિયજ્ઞાન અસ્ત રહે છે-ઉદય થતું નથી. આ બુદ્ધિગમ્ય વિષય છે, આ અંધશ્રદ્ધાનો વિષય નથી. (લોકોને) આ....કઠણ પડે છે. બીજો બોલ. પહેલો બોલ તો બરાબર છે એક દ્રવ્યથી બીજા દ્રવ્યના પરિણામ ઉત્પન્ન થઈ શકતા નથી. ત્યાં સુધી તો આવ્યો...પણ આંહીયા જ્ઞાન પ્રગટ થાય-અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય (નિરંતર ઉપયોગ પ્રગટ થાય) પછી તો એ (પરપદાર્થો) શેય થાય કે નહીં? (જણાય કે નહીં?) પહેલા જ્ઞય થાય તો ભ્રાંતિ ! પણ પછી ય થાય કે નહીં? એ પછી એને “જ્ઞય” કહેવું તે વ્યવહાર છે લે! એને “જાણે છે” એમ કહેવું એ વ્યવહાર છે. આહા...વ્યવહારનો અર્થ: “એમ છે નહીં” આ, આ સંત બતાવે છે. કે: જ્ઞાનનું જગતમાં કોઇ શેય નથી! mય હોય તો એક પોતાનો આત્મા છે. ધ્યેય પણ આત્મા અને શેય પણ આત્મા ને જ્ઞાન પણ આત્મા! આત્મા...આત્મા.... આત્માને આત્મા સિવાય જગતમાં કાંઇ દેખાતું નથી. અંતર્મુખ દષ્ટિ વડે જ્યારે આત્મા આત્માને જાણશે ત્યારે આ બધા “ભેદોનો ” ઉકેલ આવી જશે. જ્યાં સુધી આત્મા પોતાને અનુભવતો નથી, ત્યાં સુધી અનેક પ્રકારની એની મિથ્યાબદ્ધિ રહી જાય છે. વીટંબણાઓ પણ આવી પડે છે. “આમ હશે કે આમ હશે કે આમ? બસ! આમ હશે કે આમ હશે? નિર્ણય કરી શકતો નથી. અને જ્યાં (આત્માનો) અનુભવ થયો અને અનુભવકાળમાં કોઇ “જ્ઞય જણાયું નહીં' આહા..હા! શરીર જણાતું નથી. સિંહ ફાડી ખાય... મુનિરાજને! આહા! એના જ્ઞાનનું ઝેય સિંહ નથી ! આહા... હા! સિંહ જણાતો નથી! એમના જ્ઞાનમાં તો ત્રિકાળી પરમાત્મા (નિજજ્ઞાયક) જણાઈ રહ્યો છે ! આહા...! એવી અંતરદૃષ્ટિ જેને હોય એને બહારના પદાર્થો–ગમે તેવા ફેરફારો થાય, પણ એ મારા જ્ઞાનનો વિષય જ નથી પછી મારે ક્યાં ચિંતા કરવાની રહી! એના માટે એક સાડત્રીસ નંબરનો શ્લોક છે. એ બતાવું તમને (સ. સાર. શાસ્ત્રમાં ) [ શનિની] वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंसः। तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी नो दृष्टाः स्युष्टमेकं परं स्यात्।।३७।। હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ – જે વર્ણાદિક અથવા રાગમોહાદિક ભાવો કહ્યા તે બધાય આ પુરુષથી (આત્માથી) ભિન્ન છે તેથી અંતષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી, માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે-કેવળ એક ચૈતન્યભાવસ્વરૂપ અભેદરૂપ આત્મા જ દેખાય છે. અજીવ અધિકારમાં ૩૭ નંબરનો શ્લોક છે. જે અગાઉ કહેવાઇ ગઇ (વાત કરી) ટીકાકારે. (અમૃતચંદ્ર આચાર્ય) સંક્ષિપ્તમાં એક શ્લોક બનાવે છે. આ ર૯ બોલના બધા ઉકરડા લીધાને! વર્ણાદિકમાં ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવસમાસ બધા ભાવો એમાંવર્ણાદિકમાં સમાઇ ગયા. વર્ણાદિક વર્ણ+ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309