________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૧
પ્રવચન નં. – ૧૫ લખતા જાય અને કાં કહેતાં જાય! એવી અપૂર્વ વાત, આપણા ઉપર ધર્મપિતાનો પુત્ર છે! આ ધર્મપિતાનો પત્ર જે આવ્યો છે, ઇ આપની સમક્ષ વાંચી સંભળાવું છું. પત્ર આવ્યો છે આહા !
કોઈની હારે ચર્ચા કરવા જેવી વાત નથી. કારણ કે બીજાને બેસતું ન હોય, તો તરત જ.તમારું પરિપકવ જ્ઞાન ન હોય. અને તમે એને કાંઈ જવાબ ન આપી શકો અને એ “તર્ક કરીને તમને પાડી દેશે” માટે આહા..! સવારે વાત કરી તી! એ વાત થોડી ક નીકળી હતી સવારે!
કેઃ કોઈ આત્મા એમ વિચારે કે હું શુદ્ધ છું, એક છું, અભેદ છું, સામાન્ય ટંકોત્કીર્ણ છું, મુક્તાત્મા છું, કર્મનો બંધ મને થયો નથી, કર્મનો બંધ થાય તો....ઉદયમાં આવે, ઉદયમાં આવે તો હું જોડાઉં..પણ એ હું નહીં, એવું મારું સ્વરૂપ નથી.
એમ કોઈ દ્રવ્યસ્વભાવનો “પ” લઈને વિચાર કરે તો એ નિશ્ચયાભાસી થતો નથી. પણ (એ તો) નિશ્ચયના પક્ષમાં આવી ગયો છે એ અલ્પકાળમાં...“પક્ષાતિક્રાંત” થઈને ભાઈ! આત્માનો અનુભવ કરશે!
નિશ્ચયાભાસીનું લક્ષણ” સવારે કહ્યું હતું કે હોય દુઃખ (પોતાની પર્યાયમાં) ને માની ત્યે આત્મિક સુખ! હોય મતિ-શ્રુત અને માને કેવળજ્ઞાન...તો નિશ્ચયાભાસ કહેવાય, પણ ‘ત્રિકાળીદ્રવ્ય' જેવું છે એવું વિચાર કરે અા..હા! “શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું “કર વિચાર તો પામ' (શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું) આનો વિચાર કરજે...એ સ્વભાવનો વિચાર કરજે ! સ્વભાવનો વિચાર કરતાં કરતાં વિભાવ ગળે છે ને સ્વભાવનો અનુભવ કરતાં વિભાવ ટળે છે!(પહેલાં ગળે ને પછી ટળે !)
માટે..(મુમુક્ષુઓએ) કોનું સાંભળવું ને કોનું ન સાંભળવું...એ પણ વિવેકની બહુ જરૂર છે. અહાહા ! બીજાને સારું લાગે એવાં કામો કર્યા, પણ પોતાનું સારું કેમ થાય? એને “લક્ષમાં લીધું નહીં. આહા...હા! ચાલો સાંભળવા જાઈએ, બીજાને સારું લાગશે! અહા...હા! પણ તારું બુરું થાય છે ઈ તો જો તું!! ગુરુદેવ ફરમાવી ગયા છે. ફરમાવી ગયા છે..જગજાહેર!! પણ મેં માથે ઓઢી લીધું છે કે, મને કહી ગયા છે ગુરુદેવ!
કે હે ભવ્ય આત્મા! જો તારી પાસે “સ” આવ્યું હોય...તો સની તું જાહેરાત કરજે ! સમાજમાં વિઘટન થાય, એની તું પરવા કરીશમાં! કેમ કે બે મત તો રહેવાના છે! અજ્ઞાનીનો અજ્ઞાનમય, જ્ઞાનીનો જ્ઞાનમય !
માટે તું દાંડી પીટીને કહેજે! એવા શબ્દો છે ગુરુદેવના! સમાજમાં બે ભાગ પડી જાય, “સ” નું પ્રતિપાદન કરતાં તો ડરીશમાં તું!! પ્રતિપાદન કરજે! અને એ ઝીલનારા હશે જ, નીકળે જ!!ન નીકળે એમ બને નહીં.
આપણે આ આત્માનો સ્વભાવ જે છે. ઇ “જાણવાનો છે? આત્માનો સ્વભાવ જ્ઞાનને જ્ઞાનનો સ્વભાવ, આત્માને જાણવું એમ છે! પરને જાણવું એમ તો નથી..નથી ને નથી!! પણ સ્વ-પારને જાણવું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com