________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૯
પ્રવચન નં. - ૧૫ તેમ' એક આત્મા બીજા આત્માને આ મારું કામ કરી દે, હાથ પકડીને કહે તેમ ! દીવાને...
હવે, દીવાનો દાખલો આપે છે. “દીવાને સ્વપ્રકાશમાં, અર્થાત્ બાહ્યપદાર્થોને પ્રકાશવા કોઇ કાર્યમાં જોડતો નથી. દીવાનો પ્રકાશ ઘટ-પટને જાણવા જતો નથી. જેમ એક જીવ બીજાનો હાથ પકડીને કામ કરાવે છે એમ દીવાને સ્વપ્રકાશનમાં અર્થાત્ બાહ્યપદાર્થોને પ્રકાશવાના કાર્યમાં, આહા! આમ તો પ્રચલિત વાત છે કે “દીવો' કોને કહેવાય? કે “સ્વ-પર પ્રકાશક ” બસ! ઈ હાલ્યું! આહા..હા!
(આંહીં કહે છે) “દીવાને સ્વપ્રકાશનમાં...જોડતો નથી કે તું મને પ્રકાશ ! ઘડો કહેતો નથી આહાહા! બધા રાત્રે, બીજા પદાર્થો હોય છે કોઇ પદાર્થ દીવાને (કહેતા નથી) લાઇટ આવી, હવે તો એને પ્રકાશને? લાઇટ નહોતી ત્યાં સુધી ન પ્રકાશે!
આહા..હા! ઇ શલ્ય ગરી ગયું છે “ પર પ્રકાશક' નું! પરના પ્રકાશકનું એક મોટું શલ્ય છે. એનું દષ્ટાંત આપું એટલે ખ્યાલ આવે !
એક અમિતગતિ આચાર્ય થઇ ગયા છે. સમર્થ આચાર્ય એક હજાર વર્ષ પહેલાં! એને એવું એક દષ્ટાંત આપ્યું! “દીવાનું'-પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય! એમ એક દીવામાં ત્રણ ધર્મો રહેલા છે. અભેદપણે!! ભેદથી વાત કરે છે. પ્રકાશક એટલે દીપક, પ્રકાશ એટલે એની પર્યાય, પ્રકાશ્ય એટલે એ પ્રકાશમાં...દીવો છે દ્રવ્ય છે એમાં...(પ્રકાશમાં) પ્રકાશે છે એટલે પ્રકાશ્ય થઇ ગયું!
પ્રકાશક પોતે પ્રકાશ્ય થાય છે. “પ્રકાશક” પોતે “પ્રકાશનું પ્રકાશ્ય થઈ જાય છે. બે ધર્મો છે દીવામાં!“પ્રકાશકપણું” પણ છે અને એ “પ્રકાશનો પ્રકાશ્ય” પણ થાય છે “પ્રકાશ” એને પણ પ્રસિદ્ધ કરે છે. પ્રકાશ પ્રકાશને તો પ્રસિદ્ધ કરે, દીવાને પણ પ્રકાશ પ્રસિદ્ધ કરે છે, એનામાં ય પ્રકાશ્ય નામનો ગુણ છે. પ્રકાશની પર્યાયમાં “પ્રકાશ” નામનો ધર્મ પણ છે અને
પ્રકાશ્ય ” ધર્મ પણ પર્યાયમાં છે. પણ એ “પ્રકાશ”નો ધર્મ છે “પ્રકાશ્ય ” એ પર્યાયમાં તો છે પણ એના ગુણ અને દ્રવ્યમાંય એ ફેલાણો છે. વ્યાપક છે પ્રકાશ્ય! એટલે એ પ્રકાશ, દ્રવ્યગુણ-પર્યાયને ત્રણેને પ્રકાશે છે.
સમજી ગયા? આવી અંદરની સ્થિતિ છે. દીવાના પ્રકાશનો દાખલો આપે છે. (આચાર્ય દેવ!) કરુણા કરીને! સમજાવવું છે એને “આ” !! આ દશ ગાથા ! દશ ગાથાનો “મર્મ” નીકળશે હમણાં આમાંથી !!
હવે, કહે છે કે આ મૂર્ખાઓ....તો જો ! દીવો તો જે અભિન્ન છે પ્રકાશથી...દીવો ! એ એને પ્રકાશ કરી રહ્યો છે અને એને બદલે લોકો એમ કહે છે (માને છે) કે આ પ્રકાશ, ઘટપટને પ્રકાશે છે. દીવાનો પ્રકાશ ઘટપટને પ્રકાશે છે. જે ભિન્ન છે અને પ્રકાશે!! અને અભિન્ન છે એને ન પ્રકાશે? અમને તો આશ્ચર્ય થાય છે!!
આ દીવાની વાત જડ (દીવાની) વાત છે! તું તો ચેતન છો. જડનો આવો સ્વભાવ છે, પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય એ ત્રણ ધર્મો, અભેદપણે એક દીવામાં, એક સમયમાં રહેલા છે. તો કહે છે (દીવાથી) ભિન્ન છે એ દીવાના પ્રકાશમાં આ બધું તને દેખાય છે! અને એ ‘ટયુબલાઇટ' તને દેખાતી નથી ? કહે “ના” ટયુબલાઇટ દેખાતી નથી! એક ગુરુને પચાસ શિષ્ય હતા અને એને/આ દાખલો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com