________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
દિવો બાહ્યપદાર્થની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ (પ્રકાશથી જ) પ્રકાશે છે. અને ઘડાને પ્રકાશે છે તો દીવાનું અસ્તિત્વ છે? અને ઘડો લઇ લ્યો, તો અંધારું થઇ જાય દીવામાં? કોશિશ કરી જોજો ! અંધારું નહિ થાય કેમ કે ઘડાને આધારે દીપક નથી ને દીપકને આધારે ઘડો નથી.
તેમ બાહ્યપદાર્થની સમીપતામાં પણ ઘડાની હાજરી ન હોય ત્યારે પણ, ઘડાની હાજરી હોય ત્યારે પણ “પોતાના સ્વરૂપથી પ્રકાશે છે' આહા...હા...હા ! એને ઘટપટની અપેક્ષા નથી.
જંગલમાં રહીને અમૃતચંદ્ર આચાર્ય કાંઇ કામ કર્યા છે!! અદભુતથી અદ્દભુત કોઇ ચમત્કારિક કામ કર્યા છે !!
“એમ પોતાના સ્વરૂપથી પ્રકાશતા એવા એને ' એટલે દીવાને, હજી તો આ દષ્ટાંત ચાલે છે! “એવા તેને” (એટલે) દીવાને, “વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્ય પદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી”- ઘડો હોય કે ઝેરી સર્પ હોય. આહા..હા....હા! કે કોલસા કાળા સામે હોયને આવો ( ઝળહળતો ) પ્રકાશનો પુંજ હોય! કોલસાને પ્રકાશે તો કાંઇ પ્રકાશમાં જરી પણ અંધારું થઇ જતું હશે? કાળપ આવતી હશે (પ્રકાશમાં) ? આહાહા ! (શ્રોતા:) નિસ્બતજ નથી કાંઇ જ્યાં? (ઉત્તર) હું, સંબંધ જ નથી. (શ્રોતા:) ઇ કાળું છે ઇ ઝેરીલું છે એની સાથે શું લેવા દેવા ! (ઉત્તર) ઠીક !!
હવે ઇ દીવાના પ્રકાશની સામે, બીજો દીવો મૂકી ઘો! આહાહા! એને એકબીજાને પ્રકાશવાનું છે જ નહીં! પોતાને પ્રકાશવાનું છોડ..તો બીજાને પ્રકાશે. (ન્યાય સમજ) પોતાને પ્રકાશવાનું છોડ તો અંધારું થઇ જાય, દીવાનો નાશ થઇ જાય.
આહા...હા ! પ્રકાશક અને પ્રકાશ્ય અંદરમાં આ દીવામાં છે. દીવો પ્રકાશક છે અને બાહ્યપદાર્થો એનું પ્રકાશ્ય છે એમ છે નહીં, એમ આત્મા જ્ઞાતા છે અને શેય બહાર છે એનું? એનું ય બહાર હોય જ નહીં, છે જ નહીં પછી ક્યાંથી હોય? (શ્રોતા ) બરાબર, સત્ય વાત છે.
આહાહા ! “મનોહર કે અમનોહર ઘટપઘટાદિ' પછી આવી વાત એને ખ્યાલમાં ન આવે ને..પછી ક્રિયાકાંડમાં ચડી જાય જીવો! કે આવી સૂક્ષ્મ વાત!
અરે ! આત્માની પરમ સત્ય વાત છે, પામી જવાની છે આ વાત! આ ગાથા... ના ભાવથી. પૂર્વે અનંતા જીવો સમ્યક પામ્યા'તા, વર્તમાનમાં પામે છે. આ ગાથાના નિમિત્તે અને ભવિષ્યમાં ય પામશે એવી આ ગાથા છે!
આહાહા! “પરને જાણતો નથી એમાં મિથ્યાત્વ ગળે છે અને સ્વને જાણે તો મિથ્યાત્વ ટળે છે! આહા! અને પરને હું જાણું છું તો મિથ્યાત્વ દઢ થાય છે આહ.. હા.હા! રેશમની ગાંઠ અને માથે તેલનું ટીપું! રેશમની ગાંઠ નહીં છૂટે. ન બેસે તો વિચાર કરવો ! આ ગાથાને ફરી ફરી જોવી આહા! આ ગાથામાં...એવો અતિશય છે, જિનવાણી છે! એવો અતિશય છે કે તમને “પરની જ્ઞાતાબુદ્ધિ' છૂટી જશે. અને આત્મા સાક્ષાત્ અનુભવમાં આવી જશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com