________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૯૦ આત્મા. એ અનુપચરિત છે વ્યવહાર, ભેદમાં પણ (આત્માની) અનુભૂતિ થતી નથી, તો સ્વપરનો પ્રકાશક છે એવા ઉપચરિત સદ્દભૂત વ્યવહારમાં તો અનુભૂતિ ક્યાંથી થશે? એના માટે પંચાધ્યાયી” કહે છે કે “અર્થ વિકલ્પ જ્ઞાનમ્ પ્રમાણમ્” એ દષ્ટાંત આપ્યું છે. અર્થવિકલ્પજ્ઞાનું પ્રમાણમ્” અર્થ એટલે સ્વ-પરના વિભાગ પૂવર્ક-આખું વિશ્વ! એનું અવભાસ-પ્રતિભાસન એવા આકાર એનું નામ જ્ઞાન છે. ઇ તો દષ્ટાંત આપ્યું છે એમ કહે છે.
એ દષ્ટાંતથી તું સમજી લે કે ઉપચરિત સભૂત વ્યવહાર ને આત્માનો સ્વભાવ નથી, પ્રમાણજ્ઞાનમાં જાય છે ઇ! જેમ અર્થ વિકલ્પજ્ઞાન પ્રમાણનો વિષય છે એમ ઉપચરિત સદભૂત વ્યવહાર બે, અને જાણતા-જાણતા-પરને જાણે, ઉપચરિતમાં એમ છે પાછું ! સ્વને જાણવાનું છોડીને (એકલા) પરને જાણે તો તો અજ્ઞાન છે.
આ તો “નય છે. અને નયમાં એમ છે “ઉપચરિત સદભૂત વ્યવહાર નય” (એટલે કે) પોતાને જાણતાં જાણતાં પરને જાણે એ ઉપચરિત સદભૂત વ્યવહાર છે. અને એનો જો નિષેધ નહીં કરે....તો લખે છે કે એ તો “જ્ઞય-જ્ઞાયકનો સંકરદોષ' એને થઈ ગયો. ભ્રાંતિ થઈ ગઈ બેની એકતાની!! આ બધું શાસ્ત્રમાં છે.
આહા...! કાંઇ પોતાની મેળે, કાં બે-ચાર ભાઈઓએ ભેગા થઈને એનો સ્વાધ્યાય કરવો જોઈએ. કલાકનો ટાઈમ કાઢવો જોઈએ, મુંબઈ હોય તો રવિવારે ભેગાં થાય, આંહીયા તો ગમે ત્યારે ભેગા થાય ને ચર્ચા કરે ! પણ કોને પડી છે? કોને આમાં, કોને કહેવું? આહા.....! માટે આત્માનું હિત કરવાનું...ખરેખર! મને તો....આ કાળ પાક્યો લાગે છે! કે આત્મા પરને જાણતો નથી ને જાણનારને જ જાણે છે, એ વાત અંતરથી જો ઊગી જાય અંતરથી ઊઘડી જાય અને અંતરથી નીકળી જાય (પરને જાણું તો છું) એ નીકળી જાય, શલ્ય છૂટી જાય અને આત્માનો અનુભવ થઈ જાય!
પરને જાણતો નથી (એવો અભિપ્રાય થાય કે) ત્યાં તો જાણનારો જણાઈ જાય છે! વજુભાઈ? પરને જાણતો નથી હું એટલામાં તો જાણનારો જણાય જાય છે.
અહાહા ! બસ! એટલામાં જ જાણનારો જણાઈ જાય? કે હા. પરને જાણતો નથી ઈ શલ્ય ગયું! ઇન્દ્રિયજ્ઞાન રોકાઈ ગયું. અને જાણનારો જણાય છે ત્યારે અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થઈ જાય છે! આ હા! આત્માને...અનુભવ સિવાય....કોઈ ધાર્મિક ક્રિયા છે નહીં. ગમે એટલી માથાફોડ કરે, તપ કરે, વ્રત કરે, દયા, દાન, કરુણા-કોમળતા, મંદિરો બંધાવે, જાત્રા કાઢે...મોટી ! સંઘપતિ થાય, પચ્ચીસ લાખ ખર્ચ ! હુરામ ધર્મનો છાંટો એમાં આવતો હોય તો! એમાં કરમ છે, ધરમ નથી! ઈ કર્મચેતનાના પરિણામ છે, જ્ઞાન ચેતના એમાં નથી.
આહા...! તો પછી કરવું કે ન કરવું? કે કરવું તો...સ્વભાવમાં નથી. હવે પરને જાણવું ય તારા સ્વભાવમાં નથી. આંહીયા તો એની વાત છે “કરવું” તો ગયું. (સમયસાર) ૩૨૦ ગાથામાં કર્તબુદ્ધિ તો છોડાવી જ દીધી! હું? હવે ૨૭૧ (કળશમાં) કહે છે કે તારા જ્ઞાનનું કોઈ (પર) શય નથી. એકબાજુ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com