________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫
,
પ્રવચન નં. - ૩ સાઈડથી વાત કરી, હવે આ સાઈડથી વાત કરે છે, આચાર્ય ભગવાન! ‘અને આત્મા પણ આ બધા આત્માની વાત ચાલે છે (માત્ર) અરિહંત અને સિદ્ધની વાત નથી. બધા આત્માનો સ્વભાવ, આત્માને જાણવાનો છે. અને ૫૨ને જાણવાનો નથી.-નથી, નથી, નથી ને નથી!
ત્યારે, કોણ જાણે છે ૫૨ને ? કે ઇન્દ્રિયજ્ઞાન, બીજો, બીજાને જાણે છે. હું મને જાણું છું, બીજો બીજાને જાણે છે! બે ભાગલા પાડી નાખને! ઇન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય જ્ઞાન વચ્ચેના (સાંધ છે ત્યાં પ્રજ્ઞાછીણી પટકને!) તારું કામ થઈ થશે! ઈદ્રિયજ્ઞાનમાં અહંબુદ્ધિ કરી છે, કર્તબુદ્ધિ કરી છે (માને છે) કાં રાગ મારો, કાં (પરનું) જ્ઞાન મારું! આહા! એ જ્ઞાન નથી પણ શેય છે, મોહરાજાએ એનું નામ કહ્યું જ્ઞાન! અને સર્વજ્ઞભગવાને એનું નામ કહ્યું જ્ઞેય ! આહા....હા! એ શેયને, જ્ઞાન માનવું તે અજ્ઞાન છે, એ શેયને જ્ઞાન માનવું તે અજ્ઞાન છે. અને જ્ઞાનને, જ્ઞાન જાણવું તે સમ્યજ્ઞાન છે!!
.
આહાહા! સારા દિવસો છે ને આ! લગ્નનાં દિવસો છે ને આ તો, “શિવરમણી ૨મના૨ તું તુંહી દેવનો દેવ ”–બધાને ધરમ કરવો છે ને! આ ધરમની વાત ચાલે છે. હું ૫૨ને જાણું છું-તે ધરમ નથી, કરમ છે. (શ્રોતાઃ) અપૂર્વ રીતે આવે છે. (શ્રોતાઃ) અપૂર્વ રીતે આવી રહ્યું છે! (ઉત્તરઃ ) ભેદજ્ઞાન છે, ઇન્દ્રિયજ્ઞાન અને આત્મજ્ઞાન વચ્ચે ભેદજ્ઞાન ચાલે છે. ( શ્રોતાઃ) અખંડ છે ને! બરાબર, અખંડ !
(કહે છે) · અને આત્મા પણ...' ઓલો તો કહેતો નથી કે ‘તું મને જાણ ’ અને આત્મા પણ ......અહીંથી લીધું વે, ઓલું નિમિત્તથી વાત કરી, હવે ઉપાદાનથી વાત કરે છે. કે.... ઉપાદાનમાં શું શક્તિ છે? ઉપાદાનમાં ૫૨ને જાણવાની શક્તિ નથી ? (કે) નથી.
(તો) ઉપાદાનમાં શું શક્તિ છે? (કે) આત્માને જાણવાની શક્તિ છે. ૫૨ને
જાણવાની શક્તિ નથી ? અને રાગને ક૨વાની શક્તિ નથી એમ ? આહા ! ૫૨ને જાણવાની શક્તિ આત્મામાં નથી. આવી જા અંદર!! વ્યવહારે જાણે છે, વ્યવહારે જાણે છે, વ્યવહારે જાણે છે-ઈ તો ઘણું આવશે ! એટલે શું ?
વ્યવહારે જાણે છે, એટલે કોણ જાણે છે? તેનું સ્પષ્ટીકરણ કરો, ‘કોથળામાં પાંચશેરી ’ ન ચાલે હવે ! ‘ કોથળામાં પાંચશેરી' એટલે ? શું બનાવ બન્યો ? કે એક ભાઈને કોઈની સાથે વેરઝેર હશે, તો તેણે એક ખાલી કોથળામાં પાંચશેરી નાખી. પાંચશેરી એટલે લોખંડનું વજન જોખવાનું હોય છે, અનાજ જોખવાનું તોલું-તોલું! મંડયો મારવા, ઓલો રાડો પાડવા મંડયો, મારે છે–મને મારે છે! આજુબાજુવાળા કહે: શું કામ મશ્કરી કરે છે, ઈ તો બિચારો ખાલી કોથળો તને મારે છે? એમાં રાડો કેમ શેની પાડે છે? અરે! ભાઈ ૨હેવા ઘો તમે જુઓ તો ખરા કોથળામાં ( કંઈક) છે. તેમાં વળી કોઈ ડાહ્યો માણસ હશે કે આ રાડો પાડે છે તો જોઈએ તો ખરા કોથળામાં કાંઈ છે કે નહીં? અને કોથળામાં જોયું તો પાંચશેરી (તોલું ), વાંસો ભાંગી ગયો મારો!
આહા.....હા! એમ, આત્મા ૫૨ને જાણે છે! જાણેલો પ્રયોજનવાન! જાણેલો પ્રયોજનવાન ! પણ... કોણ જાણે છે ૫૨ને, એ તો નક્કી ક૨! ( એને ૫૨ને) આત્મજ્ઞાન જાણે છે કે ઇન્દ્રિયજ્ઞાન જાણે છે? આહા! ૫૨સન્મુખ થયેલું જ્ઞાન, ૫૨ને જાણે છે કે સ્વસન્મુખ થયેલું જ્ઞાન, ૫૨ને જાણે છે ? બે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com