________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨
તા. ૧૮-૯-૯૧ જામનગર પ્રવચન નં. ૬ આજે “સંયમ ધર્મ” નો દિવસ છે. દશલક્ષણ (પર્વનો છઠ્ઠો દિવસ “ઉત્તમ સંયમ” નો છે. આત્મ સ્વભાવની શ્રદ્ધાજ્ઞાનપૂર્વક શુભાશુભ ઇચ્છાઓને રોકીને, આત્મામાં એકાગ્ર થવું એ પરમાર્થે “ઉત્તમ સંયમ ધર્મ છે. અને જ્યારે એવો વીતરાગ ભાવ ન થઈ શકે ત્યારે સમ્યક શ્રદ્ધાજ્ઞાનપૂર્વક, અશુભ રાગને છોડીને છ કાય જીવોની રક્ષાનો જે શુભરાગ હોય છે તેને વ્યવહાર સંયમ (ધર્મ) કહેવામાં આવે છે.
હવે, આચાર્યદેવ સંયમધર્મનું વર્ણન કરે છે. જેનું ચિત્ત દયાથી ભીંજાયેલું છે અને જે સમિતિમાં પ્રવર્તમાન છે તથા ઇન્દ્રિય-વિષયોનો ત્યાગ છે, એવા મુનિવરોને “સંયમ ધર્મ' છે તેમ મહામુનિઓ કહે છે. જેઓને આત્મભાનપૂર્વક વીતરાગભાવરૂપ અકષાય કરૂણા પ્રગટી છે, તેમને કોઈ (પણ) પ્રાણીને દુઃખ દેવાનો વિકલ્પ જ થતો નથી ! તેથી તેમનું ચિત્ત, દયાથી ભીંજાયેલું છે તેમ કહેવામાં આવે છે. રાગભાવ તે ખરેખર હિંસા છે, કેમકે તેમાં પોતાના આત્માનાં ચૈતન્યપ્રાણ હણાય છે! હિંસાનો અર્થ કર્યોઃ રાગની ઉત્પત્તિ તે જ ખરેખર હિંસા છે. હિંસાનો અર્થ કરે છે કે પોતાના ચૈતન્ય પ્રાણનો તેમાં ઘાત થાય છે, વીતરાગ ભાવ તેમાં હણાઈ જાય છે, માટે ખરેખર- નિશ્ચયથી હિંસા તો એટલી જ છે કે રાગની ઉત્પત્તિ થવી ! તે જ ખરેખર હિંસાભાવ છે. તેથી તેમાં સ્વજીવની દયા આવી–વીતરાગભાવ જ તે સાચી દયા છે, કેમકે તેમાં સ્વ કે પર કોઈ જીવોની હિંસાનો ભાવ નથી. એવી વીતરાગી દયાથી જેનું ચિત્ત ભીંજાયેલું છે, તે મુનિવરોને “ઉત્તમ સંયમ ધર્મ' છે. અને સંપૂર્ણ વીતરાગભાવ ન હોય ને રાગની વૃત્તિ ઊઠે ત્યારે પાંચ સમિતિમાં પ્રવર્તવારૂપ શુભભાવ હોય છે, તેને પણ સંયમ ધર્મ” કહેવાય છે.
પરમાર્થે તો વીતરાગભાવ તે, ધર્મ છે, રાગભાવ ધર્મ જ નથી. ઇન્દ્રિયના વિષયોનો કે જીવહિંસાનો વિકલ્પ મુનિને હોય જ નહીં, પરંતુ જોઇને ચાલવું ઇત્યાદિ પ્રકારના શુભ વિકલ્પ આવે, એને પણ છોડીને-તોડીને (આત્મ) સ્વભાવ તરફ ઢળવાનો પ્રયત્ન વર્તે છે, જેટલે અંશે વિકલ્પનો અભાવ કર્યો તેટલે અંશે વીતરાગી સંયમ ધર્મ છે.
શ્રીમદ્ રાજચંદ્રજી “અપૂર્વ અવસર' માં કહે છે:સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો; એ પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો.
સંયમનો અર્થ કર્યો કેઃ રાગની ઉત્પત્તિ ન થવી અને ઇન્દ્રિયજ્ઞાન તરફનું વલણ છૂટી જવું તેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com