________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીસદ્ગુરુદેવાય નમઃ શ્રી પરમાત્મને નમઃ
શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮૨
તા. ૨૩-૯-૧૯૯૧ જામનગર પ્રવચન નં.-૧૦
આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. ગાથાની છેલ્લી ચાર લીટી બાકી છે. લગભગ ટીકાનું સ્પષ્ટીકરણ થઈ ગયું છે. છેલ્લી ચાર, છ લીટી બાકી છે. આ ગાથામાં ઇન્દ્રિયજ્ઞાન અને (અતીન્દ્રિય જ્ઞાનમયી) ભગવાન આત્મા આ બે વચ્ચેના ભેદજ્ઞાનની વાત ચાલે છે. જે પ્રકારે (શુદ્ધાત્મા) રાગથી ભિન્ન છે તેમ ઇન્દ્રિયજ્ઞાનથી ભિન્ન છે. જ્ઞાયકથી તો ઇન્દ્રિયજ્ઞાન સર્વથા ભિન્ન છે અને જ્ઞાન (ઉપયોગ લક્ષણ) ભિન્ન છે. જેમાં જ્ઞાયક જણાય છે એવી જ્ઞાનની પર્યાયથી પણ ઇન્દ્રિયજ્ઞાન સર્વથા ભિન્ન છે, બન્ને પરસ્પર ભિન્ન છે. ઇન્દ્રિયજ્ઞાનમાં આત્મજ્ઞાનનો અભાવ અને આત્મજ્ઞાનમાં ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ છે, બે ય તત્વ પરસ્પર ભિન્ન છે.
(આ દશ ગાથામાં) પાંચ બોલ-શબ્દ, રૂપ, રસ, ગંધ ને કાય (સ્પર્શ) અને દ્રવ્ય, ગુણ આ (મળીને) સાત (બોલ) તે આત્મજ્ઞાનનો વિષય નથી તેમાં પાંચ (બોલ) ઇન્દ્રિયજ્ઞાનનો વિષય અને તે સ્થળ છે અને દ્રવ્ય, ગુણ તે રૂપી-અરૂપી એ બુદ્ધિનો-મનનો વિષય છે (જરી સૂક્ષ્મ છે) એ પાંચ ને બે સાત, તે આત્માનો વિષય (ધ્યેય) નથી, આત્મજ્ઞાનનો વિષય (ધ્યેય) નથી. શબ્દનું જે જ્ઞાન થાય છે તે આત્માનું જ્ઞાન નથી, શબ્દ પછી રૂપ લીધું, વર્ણ-વર્ણનું જે જ્ઞાન થાય છે તે આત્માનું જ્ઞાન નથી. પછી ગંઘ-ગંઘનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્માનું નથી. અને રસનું જે જ્ઞાન થાય/રસ તો આત્માની ચીજ નથી પણ રસને જાણનારું જે બહિર્મુખ ઇન્દ્રિયજ્ઞાન એ જ્ઞાન પણ આત્માનું નથી, પછી સ્પર્શ ઇન્દ્રિય લીધી. ટાઢી-ઊની અવસ્થા જે પુદ્ગલના પરિણામ..જે ટાઢી-ઊની છે તે તો આત્માની ચીજ નથી પણ ઠંડીને ગરમ (એવી) અવસ્થાને જાણનારું જે જ્ઞાન છે તે જ્ઞાન આત્માનું નથી.
તે જ્ઞાન શેયનું છે તેથી ઇન્દ્રિયજ્ઞાન પણ શેય જ છે, તેમાં જ્ઞાનનો અંશ નથી!
(એ) પાંચ બોલમાં સ્થૂળ વાત કરી (પાંચ ઇન્દ્રિયોની) પછી બે સૂક્ષ્મ બોલ ઉતાર્યા, એ બુદ્ધિનો (મનનો) વિષય છે. સિદ્ધભગવાનના આઠ ગુણ છે ને! આત્મા અને જાણતો નથી. સિદ્ધભગવાનના ગુણોને જાણનારું ઇન્દ્રિયજ્ઞાન-મન છે. પરપદાર્થની સન્મુખ થયેલું જે ઇન્દ્રિયજ્ઞાન, તે આત્માનું જ્ઞાન નથી. અરિહંતના છેતાલીસ ગુણો છે, એ ગુણોનું જે જ્ઞાન થાય છે, તેની સન્મુખ થયેલું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. એ તો ઇન્દ્રિયજ્ઞાન છે. બુદ્ધિનો વિષય છે. પંચપરમેષ્ઠિને આત્મા જાણતો નથી. પંચપરમેષ્ઠિને જાણનારું જ્ઞાન જે પ્રગટ થાય છે, મનમાનસિકજ્ઞાન તે આત્માનું (જ્ઞાન એટલે આત્મજ્ઞાન) નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com