________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૩
પ્રવચન નં. – ૧૩ સ્વતંત્રપણે, એક ક્ષેત્રમાં (જીવ-પુદ્ગલ) જાય ત્યારે ધર્માસ્તિકાયનો એ અસાધારણ ગુણ એને નિમિત્ત છે. એને ગતિ હેતુત્વ કહેવામાં આવે છે. એ ગતિમાં-હેતુ-ગતિમાં નિમિત્ત થાય! એવો એક ગુણ ધર્માસ્તિકાયમાં છે, અહીંયાં (એટલે આત્મામાં-જ્ઞાનમાં) નથી. ઇ....એમ કહેતું નથી કેઃ “તું મારી સામે જો” અને આત્મા પણ. એ બુદ્ધિગોચર ધર્માસ્તિકાયના ગુણને (જાણવા જતો નથી.) એ બુદ્ધિગોચર છે, બુદ્ધિ અને ગ્રહણ કરે છે –બુદ્ધિ અને જાણે છે.
બુદ્ધિ અને જ્ઞાન ભિન્ન છે! જે બુદ્ધિ અને જ્ઞાનને એક માને છે, બુદ્ધિને જ જ્ઞાન માનેમનને જ જ્ઞાન માને, તે અજ્ઞાની બની જાય છે.
અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા અને ઇન્દ્રિયજ્ઞાન એ સર્વથા ભિન્ન ભિન્ન છે. અનાદિથી ભિન્ન ભિન્ન છે. એકત્વને પામતું જ નથી. આહા...હા! આ જૈનદર્શન!! અપૂર્વ દર્શન છે, અસાધારણ દર્શન છે!
અહા ! મનનો વિષય જુદો અને જ્ઞાનનો વિષય જુદો! મનમાં જ્ઞાન નથી ને જ્ઞાનમાં મન નથી ! મનમાં બધા નયોના વિકલ્પ ઉત્પન્ન થાય છે!
| (જુઓને !) વિચાર આવે છે ને! તે મનનો ધર્મ છે. વિચાર છે જ્ઞાનનો ધર્મ નથી વિચાર” ઇ મનનો ધર્મ છે, ઇ...માનસિક દોષ છે, માનસિક (વિચાર) દોષ છે! જ્ઞાનનો ધર્મ તો આત્માને જાણવાનો છે. કોઈ અપૂર્વ બેસતા વર્ષની ‘આ’ બોણી છે. ખ્યાલ રાખે તો કામ થાય એવું છે! અહા ! મોટા દિવસે તો સારું ભોજન હોય ને! આજે બદામનો મેસુબ પીરસાય છે! લોટનો મેસુબ તો ઠીક, પણ બદામનો મેસુબ છે!!
(શ્રોતા ) (મોંઘવારી છે તેથી બદામનો મેસુબ મળતો નથી.)
(ઉત્તર) વાત સાચી છે, ત્રણે કાળ આ વાત મોંધી છે ને મોંધી રહેવાની છે. એમ સમયસારમાં લખ્યું છે. વ્યવહારનો ઉપદેશ તો તમે ઠામ-ઠામ-ઠેક ઠેકાણે મળશે, પણ શુદ્ધનયનો ઉપદેશ વિરલ અને ક્યાંય-ક્યાંક ! ઠેક-ઠેકાણે નહીં મળે. બદામનો મેસુબ જ્યાં ત્યાં મળે ? અહાહા ! ક્યાંક જાય તો જુવારના રોટલા, પછી કાંઈક સારું ઘર હોય તો બાજરાના રોટલા, એનાથી સારું ઘર હોય તો ઘઉંની રોટલી, એનાથી સારું ઘર હોય તો શીરો ! એનાથી સારું ઘર હોય તો લોટનો મેસુબ! પણ....બદામનો મેસુબ તો ક્યાંક ક્યાંક કોઈ વખતે કોઈ ઠેકાણે મળે !!
આહાહા! એમ શુદ્ધનયનો ઉપદેશ વિરલ છે. ક્યાંક ક્યાંક છે! આહા...હા ! એતો (પૂજ્ય) ગુરુદેવના પ્રતાપે વાત બહાર આવી, બાકી શુદ્ધનયનો ઉપદેશ તો અસ્ત થઈ ગયો હતો. પણ......હવે ગુરુદેવના પ્રતાપે ઉદય થયો છે. પણ....(ઉદય પામેલો આ ) ઉપદેશ કોઈ દિ હવે, કોઈ કાળે અસ્ત થવાનો નથી. ક્યાંક ક્યાંક, ખૂણે-ખાંચરે, ખાનગીમાં/પબ્લીકમાં નહીં તો ખાનગીમાં પણ એનો ઉદય રહેશે. પણ એ બદામના મેસુબની જેને ઈચ્છા હશે, એને મળશે. આહાહા! આત્માર્થીનું કામ છે-મોક્ષાર્થીનું કામ છે. ધનઅર્થી અને માનઅર્થીનું આમાં કામ નથી.
આચાર્ય ભગવાન કહે છે કે મનના જેટલા તારા કલ્લોલ ઊઠે છે! વિકલ્પ ઊઠે છે! (કે) આ......
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com