________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૮૮ વીતરાગતા એ ધર્મ છે, વીતરાગ ભાવ એ ખરેખર ધર્મ છે અને ધર્મી એવા જ્ઞાનાનંદ પરમ આત્માનાજ આશ્રયે એ ધર્મો પ્રગટ થાય છે, પરના આશ્રયે એ ધર્મો પ્રગટ થતાં નથી.
આવી ચારિત્ર દશા મુનિરાજને મુખ્યપણે દશ ધર્મો હોય છે, ગૌણપણે શ્રાવક અને અવિરત સમ્યગ્દષ્ટિને પણ હોય છે, એવા ઉત્તમ દિવસો છે.
આહાહા! પરની સામે જોવાનું સર્વથા બંધ કરી દે! આહાહા! પરને તો તું જાણતો નથી, એટલે પરને જોવાનું બંધ કરી દે એમ પણ અમે હવે કહેતા નથી, અમે તો એમ કહીએ છીએ કે તારા પરિણામને પણ જોવાનું બંધ કરી દે! પરિણામ, એ આત્મજ્ઞાનનો વિષય નથી, પરિણામ એ બુદ્ધિનો વિષય છે.
કેમ એ જ્ઞાનનો વિષય નથી? કે, પરિણામના લક્ષે અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થતું નથી. માટે જેના લક્ષે જ્ઞાન પ્રગટ થાય છે તે જ જ્ઞાનનો વિષય હોય! પરિણામના લક્ષે જ્ઞાન પ્રગટ ન થઈ શકે, એ તો અતીન્દ્રિયજ્ઞાન તો.........આત્માના આશ્રયે થાય છે.
માટે-પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે! પરિણામને જાણવાનું સર્વથા બંધ કરી દે! અને પરિણામથી ભિન્ન જે શુદ્ધાત્મા! અંદરમાં બિરાજમાન છે, શુદ્ધિચૈતન્યઘન પરમ આત્મા, તેને અંદરમાં જઈનેતેનું લક્ષ કર તો ભવનો અંત આવશે
બાકી તો બહારની ક્રિયા, એ તો શુભભાવ છે, બંધનું કારણ છે. ભાઈ ! અહા ! એ તો અનંત વાર કર્યું ને નવમી નૈવેયકે ગયો! એ કોઈ અપૂર્વ નથી, શુભાશુભ (ભાવ) એ કોઈ અપૂર્વ ચીજ નથી. નારકીના ભાવ કરતાં પણ અસંખ્ય અનંત ગુણા ભવ કરી સ્વર્ગમાં ગયો! તો સ્વર્ગમાં તો શુભભાવ થાય ત્યારે જાય છે, તો એ કાંઈ (શુભભાવ) અપૂર્વ વાત નથી.
એનો મોક્ષ કેમ ન થયો? એ.....આત્માને જાણવાનું એણે છોડી દીધું અને પર જાણવા રોકાઈ ગયો અને કાં (પરનું) કરવા રોકાઈ ગયો!! (પરને) કાં કરવાની બુદ્ધિ ને કાં જાણવાની બુદ્ધિ-બે પ્રકારના દોષો, એ દશ ગાથામાં હવે આવે છે.
ચારિત્રનું કારણ સમ્યગ્દર્શનશાન છે “વારિત્ર વસ્તુ ઇમ્પો' ખરેખર ચારિત્ર તે જ ધર્મ છે અને એ મોહ-ક્ષોભ રહિત આત્માના પરિણામ છે, ચારિત્ર સાક્ષાત્ કારણ છે મોક્ષનું! અને સમ્યગ્દર્શન-જ્ઞાન પરંપરા મોક્ષનું કારણ છે! માટે પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ અજ્ઞાનીએ અને પછી જ ચારિત્રની સ્થિરતા આવે છે, એવો અબાધિત નિયમ છે. હવે, એ સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય ? અને પ્રગટ થયા પછી ચારિત્ર જરૂર આવે જ, આવ્યા વગર રહેતું નથી, ચારિત્ર એટલે સ્વરૂપમાં ઠરવું. ચારિત્ર એટલે શું? “સ્વરૂપે ચરણમ્ ઈતિ ચારિત્રમ્' સ્વરૂપમાં જમવું-ઠરવું-લીન થવું એનું નામ પરમાત્મા ચારિત્ર કહે છે. પાંચ મહાવ્રતના પરિણામ એ વ્યવહાર-ચારિત્ર છે, અથવા એ ચારિત્રનો મળ અને મેલ છે. એ વ્યવહાર ચારિત્ર એ બંધનું કારણ છે.
એ સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય? એની ગાથા છે. અજ્ઞાની જીવને સંબોધે છે. આટલું આટલું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com