________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન સંયમધર્મ કહે છે, નિશ્ચયથી તો તે જ છે. હવે એ મુનિરાજને ચારિત્રદશા પ્રગટી, એની (પહેલા) પ્રથમ એને સમ્યગ્દર્શન પ્રગટ થયું હતું. સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન પ્રગટ થાય છે પછી તેને કાંતો તે જ ભવમાં અને કાં એકાદ-બે ભવ પછી, તેમને ચારિત્રદશા આવે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
એ સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય? અને મિથ્યાદર્શન કેમ જાય? તેનો એક પ્રકાર ( વિધિ) સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આચાર્યદવ સમજાવે છે–ગાથા ૩૭૩ થી ૩૮ર છે.
મૂળ વાત છે. મૂળમાં ઘા! મોહને જીતવાનો ઉપાય! ઇન્દ્રિયજ્ઞાનને જીતતાં મોહ જીતાય છે! એવી આ એક અપૂર્વ ગાથા છે!! તેમાં ગુણભેદ અને પર્યાયભેદ જે દેખાય છેજણાય છે. તે કહેશે. અહા ! હવે અહીંયા પોતામાં ઉતારવાનું છે. બે બોલ–ગુણ અને દ્રવ્ય ! છ દ્રવ્ય અને છ દ્રવ્યના ગુણમાં ઉતાર્યું. હવે એક (આ) આત્મા છે. એ આત્મામાં જ્ઞાન. દર્શન, ચારિત્ર (આદિ) ના ગુણભેદ છે, (એટલે ) ગુણો છે પણ ભેદ ઉપર લક્ષ જાય છે, તો રાગી પ્રાણીને રાગ થયા વિના રહેતો નથી. અને ગુણભેદને જાણનારું આત્માનું જ્ઞાન નથી.
આત્મજ્ઞાન, અભેદ-સામાન્ય પોતાના શુદ્ધાત્માને છોડીને, ગુણભેદ કે પર્યાયભેદને જાણવા જતું નથી. અર્થાત્ (આત્મા તેને ) જાણતો જ નથી.
ત્યારે, ગુણભેદ તો હોય છે ને! પર્યાયભેદો તો હોય છે, તો આત્મા એને નથી જાણતો? તો એને કોણ જાણે છે? આચાર્ય ભગવાન કહે છે એ બુદ્ધિનો વિષય છે! એ જ્ઞાનનો-આત્મ જ્ઞાનનો અતીન્દ્રિયજ્ઞાનનો વિષય નથી. ગુણભેદ અને પર્યાયના ભેદો છેચૌદગુણસ્થાન-માર્ગણાસ્થાન, જીવસમાસ એ જે પર્યાયના ભેદો છે અથવા નિશ્ચયરત્નત્રયના પરિણામના જે ભેદ કે વ્યવહારરત્નત્રયના પરિણામના ભેદો અથવા નવતત્ત્વના પર્યાયભેદો, એ આત્મજ્ઞાનનો વિષય નથી. આત્મજ્ઞાનનો વિષય તો એકલો ત્રિકાળી સામાન્ય શુદ્ધ આત્મા છે.
જેના લક્ષે જ્ઞાન થાય એ જ જ્ઞાનનો વિષય હોય ”; “જેના લક્ષે રાગ થાય, એ જ્ઞાનનો વિષય ન હોય ? આત્મજ્ઞાનનો વિષય (તો) એકલો, સામાન્ય ચિદાનંદ આત્મા જ છે, એનો વિષય ગુણભેદ નથી, એ ગુણભેદને અને પર્યાયભેદને વિષય કરનાર “બુદ્ધિ' છે બુદ્ધિનો વિષય છે મનનો વિષય છે, આત્મજ્ઞાનનો એ વિષય નથી. અથવા અતીન્દ્રિય જ્ઞાનનો એ વિષય નથી.
આહા ! ગુણભેદ ને પર્યાયભેદ, એ મનનો વિષય છે. માટે હવે એ “બુદ્ધિગોચર” ગુણને આત્મા જાણવા જતો નથી. એનો વિષય જ નથી. એ ઇન્દ્રિયજ્ઞાનનો વિષય છે, ઇન્દ્રિયજ્ઞાન પોતે વિભાવ છે, આત્માનો સ્વભાવ નથી. વિભાવનો વિષય વિભાવ છે. ઇન્દ્રિયજ્ઞાન, ખંડજ્ઞાન, બુદ્ધિ, મન એ પોતે વિભાવ છે, તેથી એનો વિષય પણ વિભાવ એટલે વિશેષભાવ છે! વિશેષભાવ એટલે ગુણભેદ અથવા પર્યાયના જે ભેદો જણાય છે અથવા જે જાણે છે એ આત્મજ્ઞાન નથી જાણતું એને! આત્મજ્ઞાનનો વિષય તો સ્વભાવજ્ઞાનનો વિષય તો, (આત્મ) સ્વભાવ છે, અને વિભાવજ્ઞાનનો વિષય વિભાવ ( અર્થાત્ ) વિશેષ (ભાવ જે) ગુણભેદો અને પર્યાયભેદો છે, કેમકે વિભાવ એટલે ઇન્દ્રિયજ્ઞાન, મન, બુદ્ધિ-જેનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com