________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
પ્રવચન નં. – ૪ અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતો કે “તું મને સાંભળ–કોઈ શબ્દ નીકળે, એ એમ કહેતો નથી, અજ્ઞાનીને કે “તું મને સાંભળ' અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને એટલે પોતાને જાણવાનું છોડીને, શ્રોત્ર ઇન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને જાણવા જતો નથી. એ શ્રોત્રઇન્દ્રિયનો વિષય છે, એ શબ્દ કાનનો વિષય છે, કાન તો આ દ્રવ્ય ઇન્દ્રિય-જડ છે, એ નિમિત્તપણે છે, નૈમિત્તિકપણે ભાવેન્દ્રિય છે અહીંયા ઊઘાડ છે, એ ઊઘાડનો જે વિષય છે ભાવઇન્દ્રિયનો જે વિષય છે શબ્દ! તે જ્ઞાનનો વિષય નથી, જ્ઞાનનો વિષય (તો) આત્મા છે. અને ભાવ ઇન્દ્રિયનો વિષય શબ્દાદિ છે. વિષય ભેદે મોટો ભેદ નામ તફાવત છે. આત્માનું જ્ઞાન શબ્દને જાણતું નથી અને શબ્દસંબંધીનું જે જ્ઞાન થાય તે આત્માને જાણતું નથી.
એવા બે (પ્રકારના જ્ઞાન) વચ્ચે, બેનો વિષય ભિન્ન ભિન્ન છે, બેયનો વિષય જ જુદો છે, જ્ઞાનનો વિષય એકલો આત્મા છે અને ઇન્દ્રિયજ્ઞાનનો વિષય એકલો કર્ણ, શબ્દ આદિ સ્પર્શ વગેરે છે! (કહ્યું ને) શ્રોત્રઇન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને (ગ્રહવા-જાણવા જતો નથી). જ્ઞાનમાં એ શેય નથી થયું, શબ્દ છે ને એ જ્ઞાનનું “ય ” થયું નથી ! એ ભાવેન્દ્રિયનું
જ્ઞય' છે. શબ્દને ગ્રહણ કરે છે ભાવેન્દ્રિય ! ભાવેન્દ્રિય કહે છે શબ્દને કે “તને જાણી લઉં”પણ, મારા પરમાત્મા ( જ્ઞાયક ) સુધી તું નહીં પહોંચી શકે ! અને મારા પરમાત્મા (એક જ્ઞાયક ભાવ) પોતાને જાણવાનું છોડી અને તને જાણવા બહાર આવશે નહીં, એ ઢાલ તરીકે રહે છે. (જેમ કે) તલવારની રમઝટ બોલતી હોય તો તલવારનો ઝાટકો (વાર) ઝીલવા માટે આડી ઢાલ રાખી દીએ, ઢાલ ઉપર ઘા આવે, પણ અહીં (પોતા પર) ઘા એનો ન આવે ! એમ હું ચોકીદાર (રક્ષક) તરીકે કામ કરું છું, મારા પરમાત્મા તો અદરમાં બિરાજમાન છે. તેની સામે એકવાર જોઈ લે.
એ તને જાણે એવો એનો (સ્વભાવ) ધર્મ નથી, ને તારા ધર્મમાં એ નથી કે મારા પરમાત્માના જ્ઞાનનું જ્ઞય થાય, એ (પર) જ્ઞાનનું ય થાય તો ભાવેન્દ્રિયનું ( જ્ઞય) થાય! જ્ઞાનનું જ્ઞય તો “જ્ઞાયક એકલો આત્મા જ છે.'
એ શબ્દ જ્ઞય તો ખરું ને? શબ્દ જ્ઞાનનું જ્ઞય નથી, ઇન્દ્રિયજ્ઞાનનું જ્ઞય છે. આમાં (ગાથામાં) લખેલું છે એનો અર્થ ચાલે છે, “શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને” (એટલે કે) શબ્દ ક્યાં સુધી આવ્યો? એની મર્યાદા, શબ્દને કોણ સાંભળે છે? કે ભાવઇન્દ્રિય એને જાણે છે- સાંભળે છે.
આહાહા! અંદર પરમાત્મા બેઠેલો છે-ચિદાનંદ આત્મા! શુદ્ધચૈતન્ય ઘન! એમાં એક ઉપયોગ લક્ષણ” છે (હરક્ષણે) પ્રગટ થાય છે, એ “ઉપયોગમાં ઉપયોગ છે” તેથી ઉપયોગ ઉપયોગને જાણે છે, ઉપયોગ શબ્દને જાણતો નથી. “શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ભગવાન આત્મા જાણવા જતો નથી.
ચોખ્ખો પાઠ છે, ભેદજ્ઞાનની ગાથા છે. આહા! અતીન્દ્રિય જ્ઞાનમયી આત્મા ભિન્ન અને ઇન્દ્રિયજ્ઞાન ભિન્ન! આહા! પરસમ્મુખ થયેલું જ્ઞાન ભિન્ન અને સ્વસમ્મુખ થયેલું જ્ઞાન ભિન્ન! (બન્ને) ભિન્ન ભિન્ન છે, એના વિષય જુદા છે. એ તો બે-ત્રણ દિવસ ચાલી ગાથા હવે આગળ, આ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com