________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૬૪ આહા...હા! સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા બિરાજતા હોય ને?
તેનું લક્ષ છોડી, આત્માનું લક્ષ કરવું આહા...હા...હા! તે ભેદજ્ઞાન છે! અને તેનું ફળ વીતરાગતા છે. ભેદજ્ઞાનનું ફળ રાગ ન હોય. વિતરાગતા હોય. જેટલા સિદ્ધ થયા, તેઓ ભેદવિજ્ઞાનથી થયા છે ને! તે ચારિત્રનો અધિકાર આ ચાલે છે, પાંચમો દિવસ (છે) શૌચધર્મનો !
હવે, એ ચારિત્રદશા પ્રગટ થવા પહેલાં જીવને સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે, એ સમ્યગ્દર્શન-જ્ઞાન કેમ પ્રગટ થાય? તેનો ઉપાય કુંદકુંદઆચાર્ય ભગવાને સમયસારમાં છેલ્લે સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર” પૂર્ણાહુતિને આરે છે શાસ્ત્ર, ત્યારે ૩૭૩ થી ૩૮૨ ગાથા દસ ગાથાઓમાં છેલ્લે અપૂર્વ વિધિ ભેદજ્ઞાનની બતાવી છે. (ખરેખર તો) આખું સમયસાર (ચારસો પંદરેય ગાથા) ભેદજ્ઞાનથી (ભરેલી) છે. તેમણે પોતે પ્રતિજ્ઞા કરી છે “હું એકત્વવિભક્ત આત્માને જણાવીશ” (એટલે કે) અનંતગુણોથી એકત્વ-એકપણું અને પરભાવ અને પદ્રવ્યથી વિભક્ત નામ જુદાપણું-એવી વાત હું તમને કહીશ, એ ઠેઠ જે પ્રતિજ્ઞા લીધી છે ને તે ઠેઠ અહીં ૩૮ર ગાથા સુધી પ્રતિજ્ઞાનું પાલન કરતા આવ્યા છે!
અહીં ઇન્દ્રિયજ્ઞાનથી, અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા ભિન્ન છે, તેવું ભેદજ્ઞાન છે. જેમ રાગથી આત્મા ભિન્ન છે એમ ઇન્દ્રિયજ્ઞાનથી પણ આત્મા ભિન્ન છે. કયારે? કે રાગના સદ્દભાવ વખતે (પણ) આત્મા રાગથી ભિન્ન છે! અને ઇન્દ્રિયજ્ઞાનના સદ્ભાવ વખતે પણ આત્મા ઇન્દ્રિયજ્ઞાનથી ભિન્ન છે!
એ રાગ અને ઇન્દ્રિયજ્ઞાન અંદર લક્ષ કરવામાં નડતું નથી. કેમ...? શિષ્યનો પ્રશ્ન (સ. સાર) ચૌદમી ગાથામાં આવ્યો કે આ પાંચ ભાવો છે તે વિદ્યમાન છે ( શિષ્યની જિજ્ઞાસા:) કર્મથી બંધાયેલો છે, નર-નારકાદિ પર્યાયો છે, ગુણભેદ દેખાય છે, આ અગુસ્લઘુગુણના વિશેષભાવો પણ પ્રગટ વધઘટવાળા દેખાય છે અને રાગથી અત્યારે મારો આત્મા સહિત છે, તે કાળે (શુદ્ધ) આત્માનો અનુભવ કેમ થઈ શકે ? એનાં સદ્દભાવ વખતે (શુદ્ધ) આત્માનો કેમ અનુભવ થાય? એમ શિષ્યનો પ્રશ્ન આવ્યો.
તેનો ઉત્તર અપૂર્વ આપ્યો. કે એ બધા ભાવો આત્મામાં, અભૂતાર્થ હોવાથી (શુદ્ધાત્માની) અનુભૂતિ થઈ શકે છે. (અર્થાત્ ) શુદ્ધ આત્મામાં એનો અભાવ છે. તું શુદ્ધઆત્માનું લક્ષ કર ને....! જે એ (ભાવો) સહિત હશે તો તો એનું લક્ષ પણ સાથે આવશે, પણ (અનુભૂતિ થતાં) એનું લક્ષ છૂટી જાય છે ને એકલા આત્માનું જ લક્ષ થાય છે–સામાન્ય નું તેથી અમે અનુભવથી કહીએ છીએ કે ભગવાન આત્મામાં (એ) પાંચભાવનો અભાવ છે એટલે (શુદ્ધ) આત્માનો અનુભવ થઈ શકે છે.
આહા ! તેમ ઇન્દ્રિયજ્ઞાન સભાવમાં પણ, ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ છોડીને (અતીન્દ્રિય) આત્માનો અનુભવ થઈ શકે છે. અને અનુભવ પછી ઇન્દ્રિયજ્ઞાન તો રહેશે થોડો કાળ, કેવળજ્ઞાન નહીં થાય ને ત્યાં સુધી (સાધનદશામાં) ઈન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર રહેશે.
(પહેલાં-અજ્ઞાનદશામાં) એકલો ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર હતો. હુવે ભેદજ્ઞાન થઈને અનુભવ થયો, તો એક બીજો અતીન્દ્રિયજ્ઞાનમાં આત્મા જણાય એવો (અતીન્દ્રિયજ્ઞાનનો) વ્યાપાર ચાલુ થઈ ગયો !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com