________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી ૫૨માત્મને નમઃ શ્રી સદ્ગુરુવે નમઃ
શ્રી સમયસાર ગાથા
તા. ૧૬-૯-૯૧ જામનગર પ્રવચન નં. ૪
આ ઉત્તમ ક્ષમાદિ ધર્મોનું આરાધન સમ્યગ્દર્શનપૂર્વક થઈ શકે છે. આ ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધીના દિવસોને ‘દશલક્ષણ પર્વ' કહેવાય છે, ને તે જ પર્યુષણ પર્વ છે. નિગ્રંથ સંત મુનિવરોને સમ્યગ્દર્શન-જ્ઞાન પૂર્વક ‘ઉત્તમ સત્ય ધર્મ’ કેવો હોય એનું વર્ણન શ્રી પદ્મનંદી આચાર્યદેવ કરે છે. ઉત્કૃષ્ટ જ્ઞાનને ધારણ કરનારા મુનિવરોએ પ્રથમ તો મૌન જ રહેવું જોઈએ, એટલે કે પરમસત્ય આત્મસ્વભાવની એકાગ્રતામાં રહીને બોલવાનો વિકલ્પ જ ન થવા દેવો જોઈએ, અને જો વિકલ્પ ઊઠે તો એવા વચન બોલવા જોઈએ કે જે સદાય સ્વપરને હિતકારી હોય, અમૃત સમાન મિષ્ટ હોય અને સત્ય હોય-મીઠાં વચન હોય અમૃત તુલ્ય ! સ્વ-પરનો ઘાતક થાય એવો ભાવ, એવા શબ્દો મુનિવરોને એ દશામાં ઉત્પન્ન જ થતા નથી. એવા ભાવોને ‘વ્યવહાર સત્ય' કહેવાય અને (નિજ) સ્વરૂપમાં લીન થઈને કાંઈ અંતર્જલ્પ કે બહિર્જલ્પના ભાવો જ ન ઉત્પન્ન થાય, નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માનું વેદન (સ્વસંવેદન ) આવે એને ‘નિશ્ચય સત્યધર્મ' કહેવામાં આવે છે.
હવે, આ ચારિત્રના ભેદો છે દશ! એ દશ ભેદ ચારિત્રના છે, ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન છે. અને સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય એના પછી ચારિત્ર આવે, સમ્યગ્દર્શન પ્રગટ થયા વિના, કોઈ પણ જીવને ચારિત્રની દશા આવી શકતી જ નથી, એ ત્રિકાળ નિયમ છે. (તેથી ) તો આપણા ઉપકારી (પૂજ્ય ) ગુરુદેવે, સમ્યકચારિત્રનું કારણ (એવું ) સમ્યગ્દર્શન શું ચીજ છે? એનો વિષય શું છે? અને એ કેમ પ્રગટ થાય? એનો વિષય (ધ્યેય) મુખ્યપણે આપ્યો ! એમાં સમ્યગ્દર્શન પ્રગટ ન થવામાં (કારણ ) જે અજ્ઞાનભાવ, એ અજ્ઞાનભાવના બે ભેદ છે, એક ‘૫૨નો હું કર્તા છું’ અને બીજું ‘૫૨નો હું જ્ઞાતા છું’–એ બે ભૂલ છે.
.
કર્તાબુદ્ધિ છોડાવવા માટે તો આખા સમયસારની રચના કરી (કર્તાકર્મ અધિકા૨ આખો રચ્યો !) હવે આ ‘સમયસાર' પૂર્ણાહુતિના આરે આવીને ઊભું છે ત્યારે આચાર્ય ભગવાનને એક વિચાર આવ્યો કે, હવે જ્ઞાતાબુદ્ધિ કેમ છૂટે, એની ગાથા મારે રચવી જોઈએ (એ વિકલ્પના કારણે ) આ ગાથા રચના ૩૭૩ ગાથાથી ૩૮૨ ગાથા સુધી કરી. એનું (આપણે ) અધ્યયન ચાલે છે. (તેમાં) ૩૭૩, ૭૪ અને ૩૭૫ મી ગાથાઓ ચાલે છે, એનો અન્વયાર્થ:( ગાથા-૩૭૫ )
“
“અશુભ અથવા શુભ શબ્દ તેને એમ નથી કહેતો કે ‘તું મને સાંભળ; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), ક્ષોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા (જાણવા ) જતો નથી.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com