________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
પ૬ (ત્યારે) કોઈ એમ કહે કે: “ઉપયોગ” તો એક સમયમાં એક હોય ને! એવા તર્ક તો આવે વિદ્વાનોને ! સામાન્યને ન આવે, વિદ્વાનોને આવે ભાઈ ! (તેમને કહ્યું) જે ઇન્દ્રિયજ્ઞાનનો “ઉપયોગ” છે ત્યારે આત્માને જાણવાનો “ઉપયોગ” નથી, પણ એક જ્ઞાનલક્ષણ એવું પ્રગટ થાય છે કે જેમાં આત્મા જણાયા જ કરે છે.
જ્યારે શાસ્ત્રમાં લખ્યું છે, ત્યારે (તેની) ખબર તો છે કે પાંચ ઇન્દ્રિયના વિષયની પ્રવૃત્તિ તો ચાલુ છે અજ્ઞાનીને (અને) એ કાળે આત્મા જણાય છે એમ લખ્યું, સૌને સદાકાળ નિરંતર ભગવાન આત્મા જણાય છે! જ્યારે રોટલી, દાળ, ભાત, શાક જમતો હોય ત્યારે? કે, જાણવાનું બંધ કરે છે જ્ઞાન આત્માને જાણવાનું! તો બે ક્રિયા થઈ કે નહીં? ઈન્દ્રિયજ્ઞાનની ક્રિયા જુદી ને આત્મજ્ઞાનની ક્રિયા જુદી. આત્મજ્ઞાનમાં આત્મા જણાય છે ને ઇન્દ્રિયજ્ઞાનમાં પર જણાય છે.
આત્માને ભૂલીને હું એને જાણું છું ( બસ!) જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું! હું એને જાણું છું (તો) એ જ્ઞાન ન રહ્યું! હું મને જાણું છું ને ઇન્દ્રિયજ્ઞાન એને જાણે છે, એમ પણ (જ્ઞાનીને) સવિકલ્પદશામાં છે, નિર્વિકલ્પ ધ્યાનમાં તો ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર બંધ થઈ જાય છે. પછી “એને જાણે છે” એવો વ્યવહાર પણ રહેતો નથી. વાત અપૂર્વ છે! ભવના અંતની વાતો છે!! ભવ એટલે દુઃખ.
કાલે એક ભાઈ આવ્યા હતા, બેઠા છે ને! બહુ પ્રશંસા કરતા હતા. અહાહા ! આ ગાથા ખલાસ! અને બધાને સમજાય એવું છે, એમ કહ્યું! આ વાત જ અમે તો સાંભળી નથી કોઈદિ'! આ વાત તો નવી દેખાય છે!
છે તો જૂની..પણ એ પ્રકારના ઉપાદાનની તૈયારી નહીં-ભાગ્ય નહીં, એટલે કાન ઉપર આવી નહોતી! અત્યારે ઉપાદાન જાગ્યું છે અને એવું ભાગ્ય પણ (શ્રોતાઃ તાળીઓ પાડે છે.)... એને જેમ છે તેમ સમજાવા લાગે ! આ વાત તો ઊંચી છે, સમજવા જેવી છે! અરે! એટલું આવે ને તોય ઘણું છે! અરે ! એટલું આવે ને કે આ વાત તો અપૂર્વ છે, આ તો સમજવા જેવી છે. અહા ! એટલે જિનવાણીનો મહિમા આવે, અને જિનવાણીમાં આવું કહ્યું છે, એવું મારું સ્વરૂપ મેં સાંભળ્યું તો મારો (પોતાનો ) મહિમા આવવા લાગે છે.
મહાભાગ્યશાળી ચક્રવર્તી કરતાં પણ પુષ્ય વધી જાય ત્યારે જિનેન્દ્ર ભગવાનની વાણી કાન ઉપર આવે છે! આ સર્વજ્ઞભગવાનની વાણી છે, ત્રણ લોકના નાથની વાણી આવી છે અહીંયાં (વિદેહથી)......ઈ વાણીને લઈને આવ્યા આપણા માટે અને,
સીમંધર ભગવાનના શ્રીમુખથી નીકળ્યું કે આ રાજકુમાર ભરતક્ષેત્રમાં જઇને કુંદકુંદવાણીનો પ્રચાર-પ્રસાર કરશે, એટલે ગુરુદેવે એમ કહ્યું કે એનો અર્થ એ થયો કે “મને સીમંધર ભગવાને અહીં મોકલ્યો છે... અહાહ આ વાત મલાડમાં કાનો કાન સાંભળેલી છે હોં? વાયા, વાયા નથી. યોગ એવો કોઈ થઈ ગયો, એવો યોગ પ્રગટ થઈ ગયો!
અહાહા! કુંદકુંદ ભગવાન તો ત્યાંથી વાણી સાંભળીને આવ્યા, પણ તેઓશ્રી પણ સીમંધર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com