________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
४४ ત્યારે, ચોવીસે કલાક ઈ (આત્મા) શું કરે છે? કે જ્ઞાનદ્વારા આત્માને (પોતાને) જાણ્યા કરે છે! આત્મા આત્માને જાણવારૂપે જ પરિણમે છે, આબાલ ગોપાલ-સૌને ભગવાન આત્મા જણાયા કરે છે.
અહા ! શબ્દને સાંભળતો નથી, શબ્દને સાંભળવાનાં કાનનો (આત્મામાં) અભાવ છે. અને શબ્દને જે ગ્રહણ કરે છે (તે) ઇન્દ્રિયજ્ઞાન-ભાવૅન્દ્રિય ગ્રહણ કરે છે એટલે એને જાણે છે. ભાવેન્દ્રિયનો જે ઉઘાડ છે ને અહીંયા (કાન આગળ) અહીંનો, એ એને સાંભળે છે, પણ હું એને જાણતો નથી.
(જો) તને બતાવ્યો સાંભળનાર-એનો જાણનાર તને બતાવ્યો કે ભાવેન્દ્રિય અને જાણે છે (છતાં) પણ ભાવેન્દ્રિય વડે આત્માને શબ્દનું જ્ઞાન થતું નથી, “આત્માનું જ્ઞાન” છોડ તો “શબ્દનું જ્ઞાન” થાય, પણ આત્મા તો આત્માને જાણવાનું કદી છોડતો નથી આહા...હા! અપૂર્વ ચીજ છે!!
(આત્માનું) ઉપયોગ લક્ષણ છે, એ લક્ષણમાં આત્મા નિરંતર જણાયા કરે છે જો એ ઉપયોગ, આત્માને જાણવાનું છોડી દે તો તો આત્મા અજીવપણાને પામે. અજીવ તો થતો નથી. અનાદિનું અજ્ઞાનથી ઇંદ્રિયજ્ઞાન ઉત્પન્ન થયેલો ભાવ છે એ શબ્દને જાણે તો જાણો ! પણ, હું શબ્દને જાણતો નથી.
(હું તો) શબ્દથી ભિન્ન, શબ્દને જાણનાર ભાવ-ઈન્દ્રિયથી પણ ભિન્ન, હું તો અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા છું! મારા ઉપયોગ વડે, મારા આત્માને જાણું છું!! ઇન્દ્રિયજ્ઞાનને (હું) જાણતો નથી, ને ઇન્દ્રિયજ્ઞાનના વિષયને પણ જાણતો નથી. આ શું? આ કયારની વાત કરો છો? આહાહા! સિદ્ધ અવસ્થાની વાત કરો છો? કે અરિહંત દશા થાય તેની વાત કરો છો ? એને ભાવદ્રિયનો અભાવ છે અરિહંતને ! એ તો બરાબર છે, પણ અહીં તો ભાવ ઈદ્રિયનો સદુભાવ છે (તેથી) પણ ભાવેન્દ્રિય એને જાણે છે ને?
ભાવ ઇન્દ્રિય અને અતીન્દ્રિયજ્ઞાનમય આત્મા, એ બે વચ્ચે અત્યંત અભાવ છે! ભાવ ઇન્દ્રિય, (પરને) જાણે તો જાણો, એના પર છોડી દો ને! ભાવઈન્દ્રિય ઉપર!
આહા ! જાણીને લખે છે ને! હું તો મને જાણ્યા કરું છું આહાહા! મને જાણવાનું છોડીને અને ભાવ ઇન્દ્રિયના ખંડજ્ઞાન વડે, હું શબ્દને જાણવા જતો નથી. એટલે “જાણતો જ નથી” અને એમ માને છે કેઃ “હું મારા જ્ઞાન વડે શબ્દને જાણું” તો તો ભાવ ઇન્દ્રિય અને આત્માને એક કર્યા-આખા વિશ્વની એકતા થઈ ગઈ, શબ્દની સાથે એકતા થઈ ગઈ, કાનની હારે એકતા થઈ ગઈ, (અજ્ઞાની આમ) શબ્દની હારે એકતા ને ભાવ ઇંદ્રિયહારે એકત્વબુદ્ધિ કરીને બેઠો છે.
આ વિભક્ત કરવાનો પાઠ છે આહા! એ કહે છે: “શબ્દ કહેતો નથી કે “તું મને સાંભળ”- મફતનો હાથે કરીને દુઃખી થાય છે! (શ્રોતા) (પંચકલ્યાણક વખતે આ વાત આવી હતી) આ હતું ને! ઈ. તો આવ્યા જ કરે ! ભેદજ્ઞાન તો આવ્યા જ કરે ! બે જ વાત છે, કર્તબુદ્ધિ છોડ ને જ્ઞાતા બુદ્ધિ છોડ! કર્તા બુદ્ધિનો નિષેધ ચાલે છે. જનરલ સમાજમાં પણ (પરની) જ્ઞાતા બુદ્ધિ છોડવાનો પાઠ ય ઓછા શાસ્ત્રમાં-ઓછું ( ક્યાંક) છે, પણ છે ખરું!
(શબ્દ) તને એમ કહેતો નથી કે તું મને સાંભળ'-આ ઓલી સાઈડથી વાત કરી, હવે આ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com