________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧
પ્રવચન નં. – ૩ થઈ ગયા અને તેનો ગુણાકાર કરતાં કોઈ પચ્ચીસ લાખ કહે છે, આપણે તો જે હોય તે (પરંતુ) સિદ્ધ થઈ ગયા હ? આ બે હજાર વર્ષમાં.
એલા! પાંત્રીસ લાખ થઈ ગયા ને તું રહી ગયો! એલા, તને હવે ચાનક ચડતી નથી ! આહા ! વીર્યશક્તિ એની બિડાઈ ગઈ છે, કર્તબુદ્ધિએ અને (પરની) જ્ઞાતા બુદ્ધિએ ! (હું પરનો જ્ઞાતા) ઈ આત્મા નથી બોલતો. તો ઈ કોણ બોલે છે? હું જ્ઞાતા છું ને વિશ્વનો (જગતનો) એમ આત્મા બોલે નહીં, આત્મા એમ જાણે પણ નહીં, ઈ મોહરાજા ઈ અજ્ઞાન એમ બોલે છે, હું એનો જાણનાર છું ઈ...અજ્ઞાન છે.
તું જ્ઞાતા પણ નથી એનો! આ સૂક્ષ્મ વાત છે! બીજો બોલ છે ને એનો ઈ જરા સૂક્ષ્મ છે! અજમેરાભાઈ! આ દશ ગાથા એટલા માટે લીધી, આહા! પચાસ વરસ થઈ ગયા ગુરુદેવને! સ્થળ કયાં સુધી કહેવું! કાલે એક બહેન આવ્યા હતા ઘરે, આહા! ભાઈ, અમારે સૂક્ષ્મ વાત જ સાંભળવી છે, સ્થૂળ વાત હવે સાંભળવી નથી, વાત સાચી છે બહેન!
આહા! ત્રીજો શ્લોક (ગાથા) ચાલે છે, ચાલ્યો હતો પણ ફરીને, “અશુભ અને શુભ શબ્દ' –એક કર્તાપણાનું ભૂતડું અને એક (પરના) જ્ઞાતાપણાનું ભૂતડું! બે ભૂત વળગ્યા છે (અનાદિથી). એક ધ્યાનાવિષ્ટ અને એક ભૂતાવિષ્ટ, શાસ્ત્રમાં આવે છે ને! (કર્તાકર્મ અધિકાર ગાથા ૯૬)
અશુભ અથવા શુભ શબ્દ-શબ્દ પુદ્ગલની પર્યાય છે, શબ્દ ઈ ધની પર્યાય છે, અશુભ અથવા શુભ શબ્દ, તને એમ નથી કહેતો, શબ્દ નીકળે છે ને! બહારમાં કોઈ તારા સગાં-વહાલાં, કોઈ તારા મિત્રો, કોઈ તારી ટીકા કરનાર દુશ્મન-ગમે તેવા શબ્દો બોલે, આહા! હું શબ્દ સાંભળતો જ નથીને! તેથી મને તો સમતા વર્તે છે. હું શબ્દ સાંભળું અને મને એ શબ્દ કહ્યો, એમ શબ્દનો હું સ્વામી થાઉં તો તો મને રાગ-દ્વેષ થઈ આવે, પણ હું સાંભળતો જ નથી. ત્યારે (શબ્દને) સાંભળે છે કોણ? અમને સાંભળનારો બતાવો ! તો હું સાંભળનાર નથી ( એમ સમજીને) અહીં અંદરમાં આવી જઈશ. સમજાય છે?
(સગુરુએ કહ્યું:) રાગનો કર્તા આત્મા નથી, ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે રાગનો કર્તા (કોણ છે તે) કોઈ બતાવો! તો હું અકર્તામાં આવી જઈશ, સ્વીકાર કરી લઈશ. ત્યારે આચાર્ય ભગવાન કહે છે, રાગનો કર્તા પર્યાય છે, તે તને બતાવું છું, હવે તો સ્વીકાર કરી લે અકર્તાનો! પરિણામનો કર્તા પરિણામ છે, એના પકારકથી સ્વઅવસરે થાય છે, આત્મા એનો કર્તા નથી!
આહા ક્રિયાના કારક પર્યાયનાં, પક્કરક છે એ પર્યાયમાં તત્સમયમાં છે. કર્તા, એ પર્યાય, કર્મ, એ પર્યાય....કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ–બધા પકારક અભેદપણે એક પર્યાયમાં છે. અભેદપણે એક પર્યાયમાં (ષકારક) છે. ભેદથી સમજાવે છે કે આને કર્તા કહેવાય ને આને કર્મ (એમ) પર્યાયમાં કર્તાકર્મના છ ભેદ છે (કારકના). અભેદથી તો ભેદ દેખાતો નથી, અભેદથી તો એમાં એ છ ભેદ દેખાતા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com