________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૨
નથી. જાગૃત અવસ્થા જુદી ચીજ છે. અને સ્વપ્ન જુદી ચીજ છે. જાગૃત અવસ્થામાં તો અમારો શુદ્ધાત્મા એક જ જણાય છે. આ કાંઈ જણાતું નથી. એવો જવાબ આપ્યો. એ વાત આમાં કરી છે. તે ઉત્તમ માર્દવને કેમ ધા૨ે અર્થાત્ અવશ્ય ધારણ કરે છે. નિરભિમાન દશાને જ્ઞાનીઓ આત્માને આશ્રયે (પ્રગટ કરી ) અને માનકષાયનો ક્ષય કરી નાખે છે. (પ્રથમ) ઉપશમ, ક્ષયોપશમ અને છેલ્લે શ્રેણીમાં ક્ષય થઈ જાય છે. ક્ષપક શ્રેણી માંડે, ત્યારે (સંજ્વલન ) માન કષાયનો અર્થાત્ ક્રોધ-માન-માયા-લોભ ચારેય કષાયનો અભાવ થઈ, યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
અહીં મુખ્યપણે મુનિની અપેક્ષાએ કથન છે. ઉત્તમ ક્ષમા વગેરે દશ ધર્મો છે. તે સમ્યક્ચારિત્રના ભેદો છે. સમ્યગ્દર્શન (સમ્યક્) જ્ઞાનનો ભેદ નથી. પરંતુ મુનિરાજને સ્થિરતા (સ્વરૂપમાં ) આવી છે તેની અંદરના ભેદો છે. સમ્યગ્દર્શન વગર ધર્મ હોય નહીં. શરીર, મન, વાણીની ક્રિયા આત્મા કરી શકતો નથી. તેનાથી આત્મા જુદો જ છે. દયા, (દાન) ભક્તિ, કે વ્રત વગેરે શુભરાગતે ધર્મ નથી. તેમજ (શુભરાગ) ધર્મમાં મદદગાર નથી.
આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે; દર્શન સ્વરૂપ છે. આવો આત્મા વિકાર રહિત છે. ક્રોધ-માન-માયા-લોભ એ બધાં પરાશ્રિત વિભાગ પર્યાયના એક સમયના ધર્મો છે. (તે) (વિભાવભાવ) ભગવાન આત્મામાં નથી. આમ પોતાના નિશ્ચય સ્વભાવની ઓળખાણ વડે, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રગટ કર્યાં પછી વિશેષ સ્વરૂપ-સ્થિરતાથી, રમણતાથી ચારિત્રદા પ્રગટે છે. તે દશામાં ધર્મીજીવને એવી આત્મસ્થિરતા હોય છે કેઃ જાતી, કુળ, વગેરેનાં અભિમાનનો વિકલ્પ પણ ઊઠતો નથી.
હું પૂર્વે રાજા હતો એવો વિકલ્પ (સાધકને ) એને ઊઠી શક્તો નથી. એનું નામ ઉત્તમ માર્દવ ધર્મ છે. એવા કોઈપણ પ્રકારના વિભાવના વિકલ્પો-કષાયના ( ભાવો ) ઉત્પન્ન થતા નથી. કેમકે એકતાબુદ્ધિ તુટી ગઈ છે. ત્રણ કષાયના અભાવ પૂર્વક સ્થિરતા થઈ છે. અને (સાધક) ને થોડો રાગ આવે છે એના પ્રત્યે ઉદાસ છે. એના પ્રત્યે ઉપેક્ષા છે. એની એને અપેક્ષા હોતી નથી.
એવી ચારિત્રદશા કેમ પ્રગટ થાય એનામાટે આ સમયસાર શાસ્ત્રની રચના થઈ છે. ચારિત્ર છે તે સાક્ષાત્ મોક્ષનું કારણ છે. ચારિત્ર એટલે શુદ્ધોપયોગ. પાંચ મહાવ્રત એ ચારિત્ર નથી. પરંતુ શુદ્ધાત્મામાં સમ્યગ્દર્શન-જ્ઞાન પૂર્વક અંદર રમણતા-લીનતા-સ્થિરતા એવી વીતરાગી દશાને ભગવાન ચારિત્ર કહે છે. એ સાક્ષાત્ મોક્ષનું કારણ છે. અને ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને એ સમ્યગ્દર્શનનું કારણ ભેવિજ્ઞાન છે. એ ભેદિવજ્ઞાનની ગાથા આપણે લેવાની છે. ભેદજ્ઞાનથી અભેદનો અનુભવ થતાં એને આત્મા જેવો છે એવો અંતર્મુખ દશામાં જણાઈ જાય છે, પ્રત્યક્ષ થાય છે; (અને ) આનંદનું વેદન (ત્યારે) આવે છે.
(આવા ) સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનનું લક્ષણ શું છે! એનું ચિન્હ શું છે? એનું એંધાણ શું છે? (તો કહે છે) કેઃ આત્મા આનંદની મૂર્તિ છે તેની અંદર લીન થતાં, એને અવસ્થામાં પર્યાયમાં ! ( જે ) આત્મામાં શક્તિરૂપે આનંદ રહેલો છે તે પર્યાયમાં થોડો વ્યક્ત થઈ જાય છે. નમૂનો આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com