________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૩
- ૧
પ્રવચન નં. દેહ, દેહમાં રહી જાય છે, ૫૨સત્તાવલંબીજ્ઞાન ૫૨માં ૨હી જાય છે ને અનુભવ થઇ જાય છે. આહા ! ગૃહસ્થીને ( આત્માનો ) અનુભવ થાય.
‘બન્ને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી પરિણમે છે' જડ-પુદ્દગલ, શબ્દરૂપે પરિણમે છે અને આત્મા, પોતાને જાણવારૂપે પરિણમે છે. આવી સ્થિતિ છે, આ સ્થિતિનું વર્ણન છે. આમ ‘આત્મા ૫૨ પ્રત્યે ઉદાસીન-સંબંધ વિનાનો છે' આહા....! આત્માને, શબ્દની સાથે, જ્ઞાતા જ્ઞેયના સંબંધનો અભાવ છે. એની સાથે જ્ઞાતા-Âય સંબંધ ક્યારે થાય ? કે આંહીથી જ્ઞાતાñય સંબંધ છૂટે તો એની સાથે જ્ઞાતાશેય સંબંધ થાય. આત્મા જ્ઞાતા ને શબ્દની પર્યાય મારું જ્ઞેય, એમ છે નહીં.
શબ્દની પર્યાય જો શેય બનાવીશ તો શબ્દની પર્યાય, તારું કર્મ થશે! જે શેય થાય ઇ કર્મ થાય, માટે મારા જ્ઞાનનું જ્ઞેય તો મારો ભગવાન આત્મા છે, મારા જ્ઞાનનું જ્ઞેય શબ્દ નથી. આહા... હા...હા !
આરાધનાના ઊંચા દિવસોમાં, બધો ઊંચો જ માલ હોય, રોટલા રોટલી તો રોજ મળે, સમજી ગયા !! પણ મિષ્ટાન્ન તો સારા દિવસે મળે. આ મિષ્ટાન્ન છે!! આહાહા !
કહે છે કેઃ આત્મા, ૫૨ પ્રત્યે ઉદાસ છે એવો એનો સ્વભાવ છે. ૫૨ને લક્ષ કરીને જાણે, એવો એનો સ્વભાવ નથી. ૫૨૫દાર્થો-લોકાલોક જણાય ભલે... પણ એને જાણે નહીં. શબ્દ જણાય ભલે, પણ શબ્દને જાણે નહીં. ( આત્મા ) સ્વપ૨પ્રકાશક છે ને ! બેનો પ્રતિભાસ થાય છે જ્ઞાનની પર્યાયમાં, શાયકનો પ્રતિભાસ છે ને શબ્દનો પ્રતિભાસ તો થાય છે. પણ... હું શબ્દને જાણું છું એ અજ્ઞાની બની જાય છે, અને જાણનાર જણાય છે એ જ્ઞાની થઇ જાય છે!
પછી, શબ્દનો પ્રતિભાસ થાય છે એમ દેખીને એને વ્યવહારે જાણે છે એમ કહેવાય છે (કથનમાત્ર છે). અથવા ઇન્દ્રિયજ્ઞાન એને જાણતું દેખીને, આત્મા એને જાણે છે એમ કહેવામાં આવે છે. વાત જરા સૂક્ષ્મ છે. પણ સમજાય, સૂક્ષ્મનો અર્થ: ન સમજાય એવું નથી, સૂક્ષ્મ એટલે ઉપયોગને બીજે ન જવા દેવો અને પોતાની માન્યતાને પોટલું વાળીને એક બાજુ રાખી દેવું. પોતાની માન્યતા છે ને (અભિપ્રાય છે ને ) ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માન્યું છે ને, ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માનીને બેઠો છે! ઇ જ્ઞેય છે, અજ્ઞાન છે. આહાહા! ઇન્દ્રિયજ્ઞાનના ઉદયથી અતીન્દ્રિયજ્ઞાનનો નાશ થાય છે, બાધક તત્ત્વ છે ઇ ઘાતક છે. એતો અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. આત્મા ૫૨ને જાણે છે ઇ. સદ્દભૂત (વ્યવહા૨ે ) ય નથી.
(આત્મદ્રવ્ય તો ) સંબંધ વિનાનો તટસ્થ છે. તોપણ અજ્ઞાની જીવ, આમ હોવા છતાં, સ્વભાવ તો આવો છે (સર્વસંબંધ રહિત ) તોપણ અજ્ઞાની પ્રાણી, સ્પર્શ આદિને સારાં-નરસાં માનીને-સ્પર્શઆદિને જુએ તો આ ઠીક ને આ અઠીક! એને જોવે તો ઠીક-અઠીક લાગે ને! પણ એને જુએ નહીં ને જાણનારને જુએ તો? તો રાગ-દ્વેષની ઉત્પત્તિ નહીં થાય. ‘માટે એ તો એકલું અજ્ઞાન છે આવા અર્થની ગાથાઓ હવે કહેશે.
હવે બધા એક સાથે એ ગાથા બોલો. હરિગીતમાં છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com