________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫
પ્રવચન નં. - ૧ નીકળે છે (પુદ્ગલથી) અજ્ઞાની આત્મા પણ એનો કર્તા નથી, પરિણમાવનાર નથી, પુદ્ગલ પરિણમે છે બિચારાં ! એ જે નિંદાનો ને સ્તુતિનો એને વિકલ્પ ઊડ્યો, એ વિકલ્પ એમાં નિમિત્ત છે, ઉપચારથી આત્માને નિમિત્ત કહેવાય (એ પણ) અજ્ઞાનીના આત્માને, પણ ખરેખર એનો વિપાક કરતો નથી. એ ભગવાન આત્મા છે. અને શબ્દની પર્યાય નિંદા ને સ્તુતિરૂપે આવે છે, એ પુદ્ગલો પરિણમે છે. એ નિંદા અને સ્તુતિરૂપે ઓલો અજ્ઞાની જીવ પરિણમતો નથી. અજ્ઞાની તો એના અજ્ઞાનભાવે પરિણમે છે. અને પુદ્ગલો એ પરિણમે છે. નિંદા ને સ્તુતિરૂપે.
જીવ, નિંદાના શબ્દરૂપે કે સ્તુતિના શબ્દરૂપ-જડરૂપે અજ્ઞાનીનો આત્મા પણ પરિણમતો નથી. આહા..હા ! એ શબ્દનો કર્તા પણ અજ્ઞાનીનો આત્મા નથી. કદાચિત્ એ અજ્ઞાનભાવને એક સમય પૂરતો કરે તો કરો ! પણ શબ્દરૂપે તો પરિણમે (નહીં એ શબ્દનો સ્વામી નથી.) એ પોતે પુદ્ગલ શબ્દરૂપે પરિણમે છે નિંદા ને સ્તુતિનો જે શબ્દ આવ્યો પર્યાય, એ પુદ્ગલ પરિણમે છે સામે! તેમને સાંભળીને-એટલે તેનું લક્ષ કરીને. અજ્ઞાની જીવ! શબ્દ પડયો છે (ગાથાર્થમાં) અજ્ઞાની જીવ, “મને કહ્યું –એમ માનીને!
તને કહ્યું તો નથી. પણ જાણે મને કહ્યું છે, આ જાણે મને કહે છે-આહાહા! “એમ માનીને'—કહ્યું તો નથી એને, અને ઇ કહેતો નથી શબ્દ કે તું મારી સામે જો, પણ અજ્ઞાની સ્વભાવને ભૂલીને, લક્ષ એનું કરે છે કે જાણે મને કહ્યું! (માને છે કે મને કહ્યું, એમ માનીને આહાહા! શબ્દ કહેતો નથી બીજાને શબ્દ (રૂપે) તો પુદ્ગલ (છે) પરિણમે છે. શબ્દપર્યાય, સ્વતંત્રપણે, (પરિણમે છે.) એ શબ્દથી જ બધાને રોષ થાય, ક્રોધ થાય તો મુનિરાજને પણ થવો જોઇએ અને સર્વજ્ઞભગવાનને ય જ્ઞાનમાં તો આવે છે શબ્દના પરિણામ, તો એને પણ ક્રોધ આવવો જોઇએ અને કાં રાગ આવે સ્તુતિના વચનથી, પણ એમ કેમ થતું નથી?
કે જ્ઞાની, એને જાણતો નથી. અને જે એને જાણે છે એ આત્માનું જ્ઞાન નથી. અલૌકિક ગાથા છે. આહા...હા! “મને કહ્યું ” એમ માનીને, કલ્પના કરે છે કે મને કહ્યું ! આમ મને કહ્યું, મને કહ્યું આ, મને કહે છે-મને કહે છે, મને એણે કહ્યું, મેં એને કહ્યું, મેં સાંભળ્યું કાનોકાન ! આહા....હા! એમ માનીને રોષ તથા તોષ કરે છે (એટલે કે) રાગ અને દ્વેષ કરે છે. ગુસ્સે થાય છે ને કાં ખુશી થાય છે. કાં એકદમ પીત્તો ફાટી જાય, કેમ મને કહ્યું આ?
બાપુ! તને કહ્યું નથી! તને ક્યાં કહ્યું છે ? અને જે સાંભળે છે એ કાન તારા નથી, તું તો કાન વગરનો છો ! સાંભળવાનું સાધન તારી પાસે નથી, કાનનો આત્મામાં અભાવ છે. એનાથી સૂક્ષ્મ (વાત), જે આંહી કાન પાસે ભાવ ઇન્દ્રિયનો ઉઘાડ છે ને આહાહા ! એને સાંભળ્યું છે મેં ક્યાં સાંભળ્યું છે! એનું ગ્રહણ ભાવ ઇન્દ્રિયજ્ઞાન કરે છે ભાવ ઇન્દ્રિયનો વિષય છે.
એ આત્માનો અને આત્માના જ્ઞાનનો વિષય નથી. આ ઊંચા પ્રકારનો; (માલ છે.) ઊંચા દિવસો છે ને આરાધનાના!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com