________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭
પ્રવચન નં. – ૧ છે નહીં, રવિચંદને કહે તો કહે એમાં તારે શું લેવા દેવા ! તને લેવાદેવા શું? તું તો રવિચંદ છો નહીં તું તો આત્મા છો. આત્મા અરૂપી છે, ઈ તો જાણતો નથી મારા આત્માને, કહે ક્યાંથી મને? અને એને જાણવાનું જ્ઞાન તો મારી પાસે નથી (તો પછી) કહે ક્યાંથી કે હું જાણું છું. હું તો મારા આત્માને જાણતાં પરિણમું છું બસ! આહા..હા! “એનો ગુણ તારાથી અન્ય છે તો હે! અજ્ઞાની જીવ! “તસ્મા” હું અજ્ઞાની જીવ! કરુણા કરીને કહે છે હે, અજ્ઞાની પ્રાણી ! માથે ઓઢી લીધું મફતનું તે, કજિયો કો'ક નો આહા....હા !
હે! અજ્ઞાની જીવ, તને કાંઈપણ કહ્યું નથી ! આહાહા! એણે તો તને કાંઈ કહ્યું નથી. તો કોને કહ્યું છે? રવિચંદને કહ્યું, તો રવિચંદ તો મારું સ્વરૂપ છે નહીં, એ તો આનું (શરીરનું ) નામ છે કોથળાનું, હું તો રવિચંદ છું નહીં, હું તો ભગવાન આત્મા છું અને ભગવાન આત્મા અરૂપી અમૂર્તિક! એ મારા આત્માને જાણતો નથી તો મને કેવી રીતે કહી શકે ઈ ? એની આંખ વડે તો હું જણાયું નહીં, એની આંખ વડ તો આ કોથળો જણાય છે. આ કોથળાનું નામ રવિચંદ છે તને કાંઈ કહ્યું નથી.
હે! અજ્ઞાની જીવ, તને તો કાંઈ કહ્યું નથી. તો (તે) કહે આ પ્રત્યક્ષ પાંચ માણસની વચ્ચે મારી આબરૂ પાડીને મને કહ્યું! કે તને તો કાંઈ કહ્યું નથી. હે! અજ્ઞાની જીવ!
આ જગતથી જુદી વાત છે! આ જગત-અજ્ઞાની જીવો, એના જે વ્યવહાર હોય, એનાથી જુદી વાત છે!
(કહે છે કે, તને કાંઈ પણ કહ્યું નથી. હું અજ્ઞાની જીવ! અમને ખબર છે, અમને ખબર છે તું ઊભો છો ને સામેથી શબ્દ નીકળ્યો, અને એણે શબ્દ કાઢયા એમ પણ અમે જાણું પણ અમે તો એમ જાણીએ છીએ કે તને તો કાંઈ કહ્યું નથી. બે જણા તમે ઊભા” તા ને ત્રીજો હું જુદો ઊભો હતો જ્ઞાની કહે. આહા ! તેં શું કામ માથે લઈ લીધું કે આ મને કહ્યું
એમ.
આ શાંતિનો ઉપાય છે! આપણી શાંતિ, આપણે શોધવાની છે.
(ઓહોહો !) તને કાંઈ પણ કહ્યું નથી ! તું અજ્ઞાની થયો થકો મને કહ્યું, મને કહ્યું, મને કહ્યું, મને કહ્યું, મને કહ્યું એમ હું માને છે ઈ તારું અજ્ઞાન છે. તને તો કાંઈ કહેતા નથી શબ્દ ! કે તું મને ગ્રહણ કર-જાણ. તું રોષ શા માટે કરશ! એના પ્રત્યે તું શા માટે ગુસ્સો કરશ! આહાહા ! તને તો કાંઈ કહ્યું નથી. તું તો જ્ઞાતા, આત્મા છો! અને એ જ્ઞાતાનું શેય પણ નથી. તું એને જાણતો ય નથી. એને જાણનારું તો ઇન્દ્રિયજ્ઞાન જુદું છે. ઇન્દ્રિયજ્ઞાનથી જુદું જ્ઞાન એ આત્માનું છે એ જ્ઞાન તો આત્માને જાણે છે ને ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે.
આહાહા ! બહુ વાતો હજી આ ગાથા (માં તો) સામાન્ય કથન છે. પછી ત્રીજી ગાથાથી મૂળ (વાત) શરૂ થશે. મૂળ શું કહેવું છે આચાર્ય ભગવાનને, એ ત્રીજી ગાથાથી આવશે. જુઓ! તું રોષ-ગુસ્સો શા માટે કરશે એની ઉપર? આહા! મને કાંઈ કહ્યું નથી! તને કાંઈ કહ્યું નથી. મને કાંઈ કહ્યું નથી તો મારે ગુસ્સો કરવાનું, કારણ કાંઈ છે નહીં.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com