Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 7
________________ જ્ઞાન પુષ્પાંજલિ સંપાદકીય છેe - 90990 મૃતિવિશેષાંકના પાના ઉપર નજર નાખતાં એમ લાગે છે કે વિદ્વત્તા, સ્વભાવ અને ૯ વાત્સલ્યથી સ્વ. પંડિતજીએ ચતુર્વિધ શ્રીસંઘમાં ઘણી ચાહના મેળવી હતી. પ્રશ્નોનું સમાધાન આપવામાં કુશાગ્ર બુદ્ધિ હતી. અભ્યાસના વિષયોનું ઊંડાણ હતું. અનુભવ અજબ-ગજબનો હતો. હી રજૂઆત તર્કબદ્ધ રહેતી, સત્ય કહેવામાં ઘણી નિર્ભયતા હતી આવું ઘણું બધું હોવા છતાં પંડિતજી છે વિનમ્ર, સરળ, ગંભીર હતા. પૂ. આચાર્યભગવંતશ્રીએ લખ્યું કે સ્વ. પંડિતજી ભાભરના ભૂષણ નહિ પરંતુ ભારતના આભૂષણ હતા તે યથાર્થ છે. શ્રી સંઘોના અને શુભેચ્છકોના પ્રસંગે પ્રસંગે ઘણા ઘણા પ્રયાસો થયા હતા છતાં પંડિતજી બાહ્ય સન્માનથી દૂર રહ્યા. આમ છતાં સમ્યજ્ઞાન-દાતાઓનું શ્રી સંઘમાં ગૌરવ ભર્યું સ્થાન હોવું જ જોઈએ અને તેઓ સદા નિશ્ચિત રહે આવું કોઈ આયોજન કરવું જ જોઈએ આ મક્કમ-પણે માનતા અને પૂ. આચાર્યભગવંતોને પણ જણાવતા. પ્રસંગે પ્રસંગે જાહેર સમારંભોમાં ટકોર પણ કરતા હતા. સદા નિઃસ્પૃહ સ્વ. પંડિતજીનું તેમની હયાતીમાં અને હયાતી બાદ અનોખું સન્માન થયું તે પ્રસંગ ઉપર દષ્ટિપાત કરીએ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરિજી મ. સાહેબને પોતાના વિદ્યાદાતા અને માર્ગદર્શક સ્વ. પંડિતજી પ્રતિ સવિશેષ આદરભાવ હતોમારી ગિરિવિહાર, પાલિતાણાની રજતજયંતિ મહોત્સવ પ્રસંગે પૂ. આ. ભગવંતશ્રીની પ્રેરણાથી ગિરિવિહાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ હૃદયના ઉમળકા સાથે પં. પ્ર. શ્રી છબીલદાસભાઈને ૪ ગિરિવિહાર-ધર્મશાળાનો એક બ્લોક અર્પણ કરી અનોખું (અદ્વિતીય) સન્માન કર્યું હતું, સ્મૃતિ વિશેષાંકના પરિશિષ્ટવિભાગમાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્વર્ગવાસ બાદ ખંભાતની નગરપાલિકાએ પંડિતજીનું ખંભાતમાં જ્યાં નિવાસસ્થાન હતું તે દાદાસાહેબ પોળના ચોકનું વ્યાકરણ વિશારદ પં. શ્રી છબીલદાસભાઈ સંઘવી ચોક આ 6e નામ આપી મરણોત્તર સન્માન દ્વારા એક વિદ્વાન્ પુરુષને અંજલિ આપી હતી. સ્મૃતિ વિશેષાંકમાં 6 આવા તો અનેક પ્રસંગો નિહાળવા મળશે માત્ર વિદ્વાન્ જ નહિં પરંતુ તાત્ત્વિક, આધ્યાત્મિક અનુભવપૂર્ણ જ્ઞાની હતા, ક્રિયારુચિ હતી સ્વાધ્યાયમય જીવન હતું, આચારસંપન્ન પુણ્યાત્માઓ પ્રતિ હૈયામાં ઘણો આદર હતો.' ક ૧૨૦૦૦૦ ૨૦૦૯ - જેવી ૫ Jal:Education international

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 188