Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 5
________________ ( જ્ઞાન પુષ્પાંજલિ ) શ્રીપ્રભુદાસભાઈથી માંડીને અનેક પંડિતવર્યા માત્ર વિદ્વાન જ નહોતા; એ સાચા અર્થમાં સમ્યગુજ્ઞાની શ્રુતજ્ઞાનદાતા હતા. આની પાછળ સમ્યગદર્શન-જિનશાસનની અવિહડ શ્રદ્ધાનું એક જોમ પડેલું છે. એ જોમ આપણા પંડિતવર્યોમાં હતું અને આજે વિદ્યમાન પંડિતોમાં પણ જોવા મળશે. એટલે આવા વિશિષ્ટ જ્ઞાની પંડિતજી માત્ર “વિદ્વતશિરોમણી” હતા એટલું જ માત્ર એમના માટે પુરતું નથી; તેઓશ્રી જિનશાસનના સિદ્ધાંતોના અવિહડ અનુરાગી અને આત્મપરિણતજ્ઞાની હતા. બધો જ આધાર પરિણતિ ઉપર છે. એવા ઘણા વિદ્વાનોના દૃષ્ટાંતો પણ આપણી પાસે છે; જેઓ દેશ-વિદેશમાં પણ ખ્યાતનામ બન્યા હોય, છતાં અંગત જીવનમાં એમની વિદ્વત્તા માત્ર મહત્વાકાંક્ષી અને વિષયપ્રતિભાસ રૂપ જ બની હોય; કારણ કે સમ્યગદર્શનની દઢતા વિનાનું ગમે તેટલું જ્ઞાન પણ આત્મપરિણત ક્યાંથી બને? જો કે આ વાત સહુના અંતરમાં હશે જ. અને આપણે સહુ તો એને અવશ્ય સ્વીકારીએ જ એમાં કોઈ બે મત નથી. પંડિતજી સાથેના વાર્તાલાપમાં આ અંગે ઘણીવાર સાંભળવા મળેલું. પંડિતજી સાથે સત્સંગ કરવાની પવિત્ર ક્ષણો ઘણીવાર પ્રાપ્ત થઈ એ મારું પોતાનું પણ સૌભાગ્ય સમજું છું. ભાભર જેવા બનાસકાંઠાના ગામઠી વિસ્તારમાં છતાં શ્રદ્ધાસંપન્ન પરિવારમાં જન્મેલા છબીલદાસભાઈ માતા જેકોરબેન અને પિતા કેશરીભાઈના પનોતા પુત્ર આવા ખ્યાતનામ અને સુદૃઢસમ્યગ્દર્શની વિદ્વાન્ બનશે એવી એમના માતા-પિતાને પણ ક્યાંથી કલ્પના હોય ? એમના બંધુ શ્રીલહેરચંદભાઈ સંઘવીએ પણ શ્રુતજ્ઞાનદાતા તરીકેની જ સફળ કાર્યવાહી અપનાવી છે. એમના પુત્રો, પરિવાર બધા જ ખૂબ વિનય-વિવેક અને ધર્મશ્રદ્ધાસંપન્ન છે. એ પંડિતજીના સંસ્કારની સુવાસ છતી કરે છે. જીવનના અંત સુધી બસ શ્રુતજ્ઞાનદાનની જ લગની જાળવી રાખનાર પંડિતવર્યો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ જાણવા, સાંભળવા મળશે. આ ગ્રંથની આ પણ વિશેષતા છે કે એવા પંડિતવર્યોના નામસ્મરણ પણ મૂક્વામાં આવ્યા છે. જેવા કે સ્વ. પંડિતજીના વિદ્યાગુરુ તથા માર્ગદર્શક સુશ્રાવક જિનશાસનરત્ન પં. પ્ર. શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખ, સહાધ્યાયી .વર્ય શ્રી શિવલાલભાઈનેમચંદભાઈ શાહ-પાટણ, પ.વર્ય શ્રી પુખરાજજી અમીચંદજી તપ અને સંયમ પ્રત્યેની એમની શ્રદ્ધા અને દેઢમનોબળના દર્શન તો અમને વિ.સં. ૨૦૫૬ના પાલિતાણાના ચાતુર્માસમાં નજરે જોવા મળ્યા. એકવાર પૂછ્યું કે પંડિતજી ! આ કાળમાં આપણે દીક્ષા લઈને ઉત્કૃષ્ટ ચારિત્ર પાલન કરવાનું સત્ત્વ જાગૃત કરી શકતા નથી, પરંતુ તપ, વ્રત, ક્રિયા-અનુષ્ઠાનયુક્ત ઉત્કૃષ્ટ શ્રાવકધર્મનું જીવન જીવીએ તો ભાવ સાધુતાનો સ્પર્શ થાય કે કેમ? અને એટલે આવો ઉચ્ચ શ્રાવકધર્મ કદાચ સાધુપણાની સમકક્ષ કે તેનાથી પણ સાધનામાં વિશેષ ૩ sain ducation interPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 188