________________
૬૪ દમયંતીબેને માગશર સુદ ૧ના દિવસે સાંજે દૂધ મેળવ્યું. તેમાંથી બનેલા દહીંમાથી
માગસર સુદ ૨ના છાશ બનાવી તે છાશના માગસર સુદ ત્રીજે થેપલા બનાવ્યા. માગસર સુદ ચોથે તે થેપલાને સેકીને ખાખરા બનાવ્યા. પોષ સુદ ૧ના દિવસે તે ખાખરાનો ભૂકો કરી ચેવડે બનાવ્યો. પોષ વદ ૧૨ના દિવસે ચેવડ ખાઈને પૂરો
કર્યો. આમ કરવા જતા કઈ પ્રક્રિયામાં વસ્તુ અભક્ષ્ય બની ? ૬૫ અંજનાબેને કા. સુદ ૧૩ના દિવસે બનાવેલો મોહનથાળ કયાં સુધી ખવાય. ૬૬ કલાવતીબેને અષાઢ સુદ ૧૨ના દિવસે બનાવેલા ખાખરા કયારે અભક્ષ્ય બને ? ૬૭ બારવ્રતધારી પુંડરીકભાઈએ મા.સુ. ૧૪ના દિવસે એકાસણામાં ભૂલથી કોથમીર
નાંખીને ઉકાળેલી દાળ અને દહીંમાં બનાવેલા થેપલા ખાધા તો તેમને કયો
દોષ લાગ્યો ? ૬૮ ત્રિશલાબેને ચે. સુ. રના દિવસે કોથમીર નાંખીને બનાવેલી કડકપૂરી કયારે અભક્ષ્ય
બને? ૬૯ ધનતેરસને દિવસે બનાવેલી કાજુકતરી ઉપર ૧૦ દિવસ બાદ ફૂગ વળી ગઈ, તે
કાજુકતરી કયારે અભક્ષ્ય બને? ૭૦ સુમતિભાઈએ શત્રુંજયની છ ગાઉની યાત્રા કર્યા પછી નીચે ઊતરીને પાલમાં
માખણવાળી છાશ પીધી તો તેમણે ભક્ષ્ય કે અભક્ષ્ય છાશ પીધી? નીચેના વ્યકિતઓએ પોતાના પ્રસંગ માટે પસંદ કરેલી વાનગીઓમાં કોઈ ચીજ આભાય
કે અનુચિત હોય તો તે ચીજું માત્ર નામ લખો. ૭૧ પર્યુષણ પછીના રવિવારે ચૈત્યપરીપાટીમાં પધારેલા ભાવુકોની ભક્તિ માટે
શ્રીયકભાઈએ તાજો દૂધપાક, પૂરી, મગની છૂટી દાળ અને મેથીની ભાજીના
ભજિયાં બનાવ્યા. ૭૨ સુદર્શનભાઈએ શંખેશ્વરજી તીર્થમાં ચે. સુ. ૧૪થી સામુદાયિક અટ્ટમ કરાવવાનું
નકકી કર્યું. ઉત્તરપારણા માટે ખજૂરપાક, ગુંદરપાક, કેળાની વેફર, ખાટા ઢેકળા
બનાવ્યા. ૭૩ ચોમાસામાં શ્રી નમસ્કાર મહામંત્રના સામુદાયિક એકાસણા કરાવવાનો લાભ
શ્રેણિકભાઈએ લીધા તે માટે તેમણે મગની દાળનો શીરો, જામફળનું શાક, ભજિયા,
આગલા દિવસે ફોર્ડને તુરત તળેલી બદામ બનાવી.. ૭૪ પોતાના પિતાજીના સ્વર્ગવાસ નિમિત્તે સિદ્ધાર્થભાઈએ સ્વામિવાત્સલ્ય કરવાનો નિર્ણય કર્યો. તે માટે તેમણે શુદ્ધ બાસુંદી, પૂરી, ખમણ, ઢોકળા, શેકેલા પાપડ
બનાવ્યા. ૭૫ મુંબઈના એક યુવક મંડળે ફા. સુ. ૧૩ના દિવસે શત્રુંજયની છ ગાઉની યાત્રા
પ્રસંગે ભક્તિના પાલમાં દહીં થેપલાંની સાથે સાદા વઘારેલાં મરચાં, પાપડ, લીંબુનું શરબત, વરીયાળી રાખ્યા.