Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 8
________________ આ ગ્રંથના અધ્યયન દ્વારા ગુરુના મહિમાને જાણીને તેમના પ્રત્યે પરમ બહુમાન પ્રગટાવીને ભવ્ય જીવો શીધ્ર સંસારસાગરના પારને પામે એ જ શુભભાવના. આ સંપૂર્ણ ગ્રંથના રચના-સંકલન-સંપાદનમાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તેની ક્ષમા યાચું છું અને વિદ્વાનોને તે સુધારવા પ્રાર્થના કરું છું. જામનગર, - પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ જેઠ વદ ૧૩, આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી વિ.સં. ૨૦૭૦, મહારાજાનો શિષ્યાણ બુધવાર. મુનિ રબોધિ વિજય + મા નાસિ ગીવ તુનું, પુનરામ સુહેરા निउणं बंधणमेयं, संसारे संसरंताणं ॥ હે જીવ! તું આ સંસારને વિષે પુત્ર, સ્ત્રી વગેરે મને સુખના હેતુ થશે એમ જાણ નહીં, કારણ કે સંસારમાં ભ્રમણ કરતા જીવોને એ પુત્ર, સ્ત્રી વગેરે ગાઢ બંધનનું કારણ છે. तं किंपि नत्थि ठाणं, लोए वालग्ग-कोडिमित्तंपि । जत्थ न जीवा बहुसो, सुहदुक्ख-परंपरा पत्ता ॥ લોકમાં વાળના અગ્રભાગના અસંખ્યાતમા ભાગ જેટલું પણ એવું કોઈ સ્થાન નથી કે જ્યાં જીવો ઘણી વાર સુખ-દુઃખની પરંપરાને ન પામ્યા હોય. मा सुअह जग्गिअव्वे, पलाइअव्वंमि कीस वीसमेह ? । तिन्नि जणा अणुलग्गा, रोगो अ जरा अ मच्चू अ॥ | હે જીવો ! જાગવાને ઠેકાણે સૂઈ ન રહો. જ્યાંથી નાસી જવું જોઈએ ત્યાં વિસામો ખાવા કેમ બેઠા છો? કારણ કે રોગ, જરા અને મૃત્યુ એ ત્રણ જણા તમારી પાછળ પડી ગયા છે. जं कल्ले कायव्वं, तं अज्जं चिय करेह तुरमाणा। बहुविग्यो हु मुहुत्तो, मा अवरण्हं पडिक्खेह ॥ જે કાલે કરવા યોગ્ય છે તેને આજે જ જલ્દીથી કરો, સાંજના સમયની રાહ ન જુઓ, કારણ કે મુહૂર્ત ઘણા વિપ્નોવાળુ છે. उवलद्धो जिणधम्मो, न य अणुचिण्णो पमायदोसेणं । હા ! નવ ! ગરિક ! સુવતું પ વિસૂરિસ્થિતિ છે હે જીવ! તને જિનધર્મ મળ્યો, પણ પ્રમાદના દોષથી તે તેનું આચરણ ન કર્યું, અરે ! આત્મવૈરી ! (પોતાના દુશ્મન) પરલોકમાં તું ખૂબ ખેદ પામીશ.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 402