________________
૧૨૦
(૧૦) શ્રી વિશાળ જિન સ્તવન
દેશી લો૨ની અથવા સીરોહી]
ધાતકી ખંડે હો કે પશ્ચિમ અરધ ભલો, વિજચાનયરી હો કે વપ્ર તે વિજય તિલો; તિહાં જિન વિચરે હો કે સ્વામી વિશાળ સદા, નિત નિત વંદુ હો કે વિમલાકંત મુદ્દા. ૧ નાગનરેસર હો કે વંશ ઉદ્યોતક, ભદ્રાએ જાયા હો કે પ્રત્યક્ષ દેવતરૂ; ભાનુ લંછન હો કે મિલવા મન તલસે, તસ ગુણ સુણિયા હો કે શ્રવણે અમી વરસે. ૨ આંખડી દીધી હો કે જો હોએ મુજ મનને, પાંખડી દીધી હો કે અથવા જો તનને; મનહ મનોરથ હો કે તો સવ તુરત ફળે, તુજ મુખ દેખવા હો કે હરખીત હેજ મળે. ૩
આડા ડુંગર હો કે દરીયા નદીય ઘણી, પણ શક્તિ ન તેહવી હો કે આવું તુજ ભણી; તુજ પાય સેવા હો કે સુરવર કોડિ કરે, જો એક આવે હો કે તો મુજ દુ:ખ હરે. ૪ અતિ ઘણું રાતી હો કે અગ્નિ મજીઠ સહે, ઘણણું હણીયે હો કે દેશ વિયોગ લહે પણ ગિરૂઆ પ્રભુશું હો કે રાગ તે દુરિત હરે, વાચક જશ કહે હો કે ધરીએ ચિત્ત ખરે. પ
Jain Education International 2010_Ğ2
ગુર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org