________________
મર્મ આ છે – મિથ્થામતિ – ગુણવર્ણનાને અતિચાર કહ્યો છે, તે એકાંત અભિનિવેશ અને પરમત પ્રત્યે દ્વેષ ધારણ કરનારા મિથ્થામતિ સમજવા. પણ સ્વભાવથી જ દયાળુ, વિનીત, (દયાશીલ) દાનશીલ આદિની રુચિવાળા અને નિષ્કામ બુદ્ધિથી ત્યાગ, તપ, પરોપકાર આદિ સત્કર્મોને કરનારા માર્ગાનુસારી મતિવાળા મિથ્થામતિ સમજવા નહિ, કારણ કે એ બધા ગુણો મંદ મિથ્યાત્વવાળી અવસ્થામાં જ સંભવે છે અને એવા જીવો સધર્મની પ્રાપ્તિ માટેની પાત્રતા ધરાવવાવાળા માન્યા છે. એવા પાત્ર જીવોની સ્વાભાવિક ધર્મરુચિ પ્રશંસાને પાત્ર તથા અનુમોદનીય છે.
અનુમોદન મનથી થાય છે અને પ્રશંસા વચનથી. (જ) થાય છે, તેથી પ્રશંસા વખતે એટલો વિવેક રહેવો જોઈએ કે જેથી મુધવર્ગ પરદર્શનીનો ભક્ત ન બને અથવા પરદર્શનની અગ્નિહોત્રાદિ તથા. પંચાગ્નિ તપ આદિ સાવદ્ય ક્રિયાઓમાં ધર્મબુદ્ધિવાળો, ન બને. બાકી જે પ્રસંગોએ પોતાના કે પરના ગુણાનુરાગની વૃદ્ધિનું કારણ બને તેમ હોય તે પ્રસંગોએ પરદર્શનીના ક્ષમા, દાન, શીલ આદિના ગુણોની પ્રશંસાને તો ધર્મ ઉન્નતિનું કારણ કહ્યું છે કે અહો જિન પ્રવચન કેટલું ગુણગાહ છે ! મિથ્યાષ્ટિના ગુણની પ્રશંસાને જે અતિચારરૂપ ગણાવી છે, તેનો મર્મ શું છે, તેની સ્પષ્ટતા આટલાથી થશે તેમ માનું
– પં શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ પ્રેરક પત્રપરિમલ' પુસ્તક, પૃ. ૩૧)
સમ્યક્તના સડસઠ બોલ સ્વાધ્યાય
૩૩૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org