SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ (૧૦) શ્રી વિશાળ જિન સ્તવન દેશી લો૨ની અથવા સીરોહી] ધાતકી ખંડે હો કે પશ્ચિમ અરધ ભલો, વિજચાનયરી હો કે વપ્ર તે વિજય તિલો; તિહાં જિન વિચરે હો કે સ્વામી વિશાળ સદા, નિત નિત વંદુ હો કે વિમલાકંત મુદ્દા. ૧ નાગનરેસર હો કે વંશ ઉદ્યોતક, ભદ્રાએ જાયા હો કે પ્રત્યક્ષ દેવતરૂ; ભાનુ લંછન હો કે મિલવા મન તલસે, તસ ગુણ સુણિયા હો કે શ્રવણે અમી વરસે. ૨ આંખડી દીધી હો કે જો હોએ મુજ મનને, પાંખડી દીધી હો કે અથવા જો તનને; મનહ મનોરથ હો કે તો સવ તુરત ફળે, તુજ મુખ દેખવા હો કે હરખીત હેજ મળે. ૩ આડા ડુંગર હો કે દરીયા નદીય ઘણી, પણ શક્તિ ન તેહવી હો કે આવું તુજ ભણી; તુજ પાય સેવા હો કે સુરવર કોડિ કરે, જો એક આવે હો કે તો મુજ દુ:ખ હરે. ૪ અતિ ઘણું રાતી હો કે અગ્નિ મજીઠ સહે, ઘણણું હણીયે હો કે દેશ વિયોગ લહે પણ ગિરૂઆ પ્રભુશું હો કે રાગ તે દુરિત હરે, વાચક જશ કહે હો કે ધરીએ ચિત્ત ખરે. પ Jain Education International 2010_Ğ2 ગુર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy