________________
જૈન ગૂર્જર કવિઓ : વિમોચન અને પૂર્ણાહુતિ-સમારોહ અહેવાલ
તેમાંથી કેટલાક વિશિષ્ટ સંદેશાઓનું વાચન કરી બાકીના સંદેશા પાઠવનાર મહાનુભાવોનો નામોલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમના શુભેચ્છા-સંદેશા મળ્યા તેમનાં નામો આ પ્રમાણે છે :
ડૉ. રણજિત પટેલ (અનામી), પ્રા. ભૂપેન્દ્ર ત્રિવેદી, પ્ર. સી. એન. સંઘવી, પ્ર. મુકુંદરાય ડી. ભટ્ટ, શ્રી જયંત પાઠક, શ્રી ઉશનસ્, શ્રી મંજુબહેન ઝવેરી, શ્રી રતિલાલ ‘અનિલ', ડૉ. રમેશ શુક્લ, ડૉ. ચંદ્રકાન્ત શેઠ, પ્રિ. દિલાવરસિંહ જાડેજા, ડૉ. ધીરેન્દ્ર મહેતા, પ્રા. જશવંત શેખડીવાલા, ડૉ. વિજય શાસ્ત્રી, શ્રી માવજી સાવલા, શ્રી રમણીકલાલ પરીખ, શ્રી પાર્શ્વ, શ્રી નવનીત કે. ડગલી, ડૉ. માલતી શાહ.
અનામીએ એમના લાક્ષણિક સંદેશામાં જણાવ્યું હતું કે :
શ્રી કોઠારીના વિરલ કાર્યનો વિચાર કરતાં મને મહાભારતનો એક પ્રસંગ યાદ આવે છે. કૌરવસેનાને વીર અભિમન્યુ એકલે હાથે હંફાવે છે એ વાત સંજય ધૃતરાષ્ટ્રને જ્યારે કહે છે ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે, “સંજય ! આ સમાચાર સાંભળીને મારું હૃદય લજ્જા અને આનંદની મિશ્ર લાગણી અનુભવે છે.' અર્ધો ડઝન ઉપરાંતની આપણી યુનિવર્સિટીઓ ને યુનિ.ઓમાં ક્રિકેટ ઇલેવન જેટલો વિભાગીય સ્ટાફ હોવા છતાં પણ વર્ષોથી જે કાર્ય ન થઈ શક્યું એ માટે લજ્જા; અને વીર અભિમન્યુની જેમ એકલે હાથે શ્રી કોઠારીએ એ કરી બતાવ્યું એનો વિરલ-વિમલ આનંદ... લલિત સાહિત્યના કેટલાક સર્જકો આવા કાર્યને કટાક્ષ ને કરડાકીમાં “પશુશ્રમ' કહેતા હતા, પણ આ તો પશુપતિનો જ્ઞાનયજ્ઞ છે.”
શ્રી ઉશનસે લખ્યું, “પ્રા. કોઠારી જેનું સંપાદન કરે તે પ્રકાશન પરિપૂર્ણતાની છાપ ધારણ કરે છે એવી જે છાપ છે તેને આ પ્રસંગ દઢાવશે એવી મને આશા છે.”
શ્રી જયંત પાઠકે જણાવ્યું, “આવાં મોટાં ને મહત્ત્વનાં કામ ઉપાડી તેમને સુપેરે પૂર્ણ કરવાની તમારી શક્તિને જાણું છું. આવા વિદ્યાકીય કાર્યથી તમે માત્ર જૈન સાહિત્યની જ નહીં, સમગ્ર ગુજરાતી સાહિત્યની સેવા કરી રહ્યા છો, તમને તે માટે ધન્યવાદ ઘટે છે.”
શ્રી માવજી સાવલાએ લખ્યું, “તમારા જેવા આવો જ્ઞાનયજ્ઞ પ્રજ્જવલિત રાખી રહ્યા છો એમાં તમારી જીવનશક્તિઓ સતત હોમાતી જોઈ રહ્યો છું. તમારા જેવા થોડાક વિદ્યાનિષ્ઠ ભેખધારીઓ જગતને દરેક યુગમાં મળતા રહો' એ સિવાય બીજી અનુમોદનાના શબ્દો સૂઝતા નથી.” પ્રાસંગિક ભૂમિકા :
આ પછી ડૉ. રમણલાલ ચી. શાહે સમારોહની પ્રાસંગિક ભૂમિકા રજૂ કરતું વક્તવ્ય આપ્યું હતું. એમના વક્તવ્ય અગાઉ પ્રા. કાન્તિભાઈ બી. શાહે
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org