Book Title: Ek Abhivadan Occhav Ek Goshthi
Author(s): Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 20
________________ જૈન ગૂર્જર કવિઓ' : વિમોચન અને પૂર્ણાહુતિ-સમારોહ અહેવાલ કાન્તિભાઈ બી. શાહ, કીર્તિદા જોશી શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સંયોજિત અને શ્રી જયંત કોઠારી સંશોધિત જેન ગૂર્જર કવિઓનો વિમોચન તથા પૂર્ણાહુતિ સમારોહ તા. ૧૯ જાન્યુઆરી ૧૯૯૭ને રવિવારના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈના ઉપક્રમે, શ્રી આંબાવાડી છે. મૂ. જૈન સંઘના આતિથ્ય-સહયોગમાં પૂજ્ય આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી, પૂજ્ય આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી તથા પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજીની પાવન નિશ્રામાં યોજવામાં આવ્યો હતો. - સવારે ૯-૩૦ વાગ્યે કાર્યક્રમનો આરંભ થાય ત્યાં સુધીમાં તો આમંત્રિત વિદ્વાનો, પૂજ્ય સાધુ-સાધ્વીજીઓનો સમુદાય અને શ્રાવક-શ્રાવિકાસંઘની ઉપસ્થિતિથી આંબાવાડીનો ઉપાશ્રય ખીચોખીચ ભરાઈ ગયો હતો. શુભારંભ : કાર્યક્રમનો શુભારંભ પૂજ્ય ગુરુભગવંતોના મંગળાચરણથી થયો. તે પછી ખાસ વડોદરાથી પધારેલા સંગીતકાર શ્રી જયદેવભાઈ ભોજક અને એમના સાથીદારોએ રાગ મિશ્રખમાજમાં સ્વ. અનંતરાય ઠક્કર (શાહબાઝ) રચિત ‘વ્યોમમાં વિહરતાં યોગિની શારદા.” એ સરસ્વતીગાન કરીને સમગ્ર વાતાવરણને ભક્તિસંગીતથી તરબોળ કરી મૂક્યું. .દીપપ્રાકટ્ય : આજના ગ્રંથવિમોચનકાર વિદ્વદ્વર્ય શ્રી કેશવરામ કા. શાસ્ત્રીને હાથે દીપપ્રાકટ્યની વિધિ કરવામાં આવી. સમારંભના અતિથિવિશેષ કવિશ્રી સુરેશ દલાલ અને શ્રી જયસુખલાલ મો. દેશાઈ પણ આ વિધિમાં જોડાયા. સ્વાગત : - ત્યાર પછી શ્રી આંબાવાડી છે. મૂ. જૈન સંઘના પ્રમુખશ્રી ચીનુભાઈ શાહે આ સંઘને આંગણે પધારેલા સૌ આમંત્રિતોનું સ્વાગત કરી, આવો જ્ઞાનપ્રકાશનો રૂડો અવસર પોતાને આંગણે યોજાઈ રહ્યો હોવા અંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તે પછી આ સમારોહના સંયોજક પ્રા. કાન્તિભાઈ બી. શાહે આ સમારોહમાં પધારેલા સૌ મહેમાનો, આમંત્રિત વિદ્વાનોનું સ્વાગત કરી, જેને માટેનો આ સમારોહ છે તે આકરગ્રંથ “જૈન ગૂર્જર કવિઓ' અને એના સંપાદનકાર્ય પાછળ રહેલી તપશ્ચર્યાની પાર્શ્વભૂમિકા રજૂ કરતાં જણાવ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130