Book Title: Ek Abhivadan Occhav Ek Goshthi
Author(s): Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 126
________________ એકેએક વીગતને તેમણે ચકાસીચકાસીને આપણી સામે ધરી છે. પાંચ-સાત મિત્રોની સહાયથી આ શુષ્ક કાર્ય એ આનંદપૂર્વક કરી શક્યા છે. આ સૂચિગ્રંથ હવે ગુજરાતીઓને મારવામાં આવતું મહેણું ભાંગશે. મરાઠી-બંગાળી વિદ્વત્તા જેવી વિદ્વત્તા ગુજરાતીમાં જોવા ન મળે એવી ગુજરાતીની અને અગુજરાતીની માન્યતા. આવો ગ્રંથ હવે ભારતીય ભાષાઓ સમક્ષ જ નહીં પણ અંગ્રેજી-જર્મન જેવી ભાષાઓ સામે આપણે ગૌરવભેર ધરી શકીએ એમ છીએ. ગુજરાતમિત્ર, તા.૮-૧૦-૧૯૯૦ તથા ૧૭-૨-૧૯૯૨માંથી સંકલિત શિરીષ પંચાલ પ્રથમ પંક્તિનું ઐતિહાસિક સાધન મોહનલાલ દલીચંદ દેશાઈએ સાહિત્ય અને ઇતિહાસના ક્ષેત્રે જે પુરુષાર્થ કર્યો તેને ભગીરથ કહ્યા વિના ચાલે તેવું નથી. આપણો વિદ્યાસંસાર જો ગુણજ્ઞ હોય તો આપણી કોઈ યુનિવર્સિટીમાં એમના નામની શિક્ષાપીઠ સ્થાપવી જોઈએ. જૈન ગૂર્જર કવિઓ'માં સંગ્રહાયેલી સામગ્રીમાં કેટકેટલું વૈવિધ્ય છે ! અહીં દર્શન છે, સંસ્કૃતિ છે, ઇતિહાસ છે, સમાજદર્શન છે અને ગુજરાતી ભાષાના વિકાસની તો બહુરત્ના ખાણ છે. ‘મિરાતે અહમદી’ની પ્રસ્તાવનામાં પ્રસિદ્ધ ઇતિહાસકાર પ્રા. જદુનાથ સરકારે કહ્યું છે કે ભારતના સર્વ પ્રદેશોમાં ઐતિહાસિક સાધનોની સંખ્યા અને વૈવિધ્યની બાબતમાં ગુજરાત સૌથી વધુ સમૃદ્ધ છે. આવી ઐતિહાસિક સામગ્રીમાં ‘જૈન ગૂર્જર કવિઓ'નું સ્થાન પ્રથમ પંક્તિમાં લેખાય. વર્ષોથી આ મહત્ત્વનો મહાગ્રંથ અપ્રાપ્ય હતો. પ્રા. જયંતભાઈ કોઠારીએ મહાપરિશ્રમ લઈને તેની નવી સંશોધિત અને સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરીને ગુજરાતનાં વિવિધ ક્ષેત્રોના અભ્યાસીઓ ઉપર ઉપકાર કર્યો છે. દાયકાઓ પહેલાં જેમ મોહનલાલ દલીચંદ દેશાઈએ ભગીરથ સંશોધનપ્રવૃત્તિ કરીને તેનાં મિષ્ટ ફળ ગૂર્જરી સરસ્વતીના મંદિરે ધર્યાં હતાં તેમ એવો જ ભગીરથ સંશોધનયજ્ઞ કરીને જયંતભાઈએ મૂળથીયે વધુ મિષ્ટ એવાં સુફળ ગુર્જરી સરસ્વતીના મંદિરે ધર્યાં છે. મહાવીર જૈન વિદ્યાલયે આ જ્ઞાનયજ્ઞ કરીને અસામાન્ય ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ગુજરાત, દીપોત્સવી અંક, વિ.સં.૨૦૪૪માંથી સંકલિત ધનવંત ઓઝા ગુજરાતનું ભારતને પ્રદાન આ સંદર્ભગ્રંથ ભારતીય ભાષાસાહિત્યના અભ્યાસીઓને પણ ખૂબ ઉપયોગી છે. આ ગ્રંથપ્રકાશનને હું ગુજરાત તરફથી ભારતને એક આદર્શ સંદર્ભગ્રંથના પ્રદાનરૂપ ઘટના ગણું છું. પરબ, ઑગસ્ટ ૧૯૮૮ બળવંત જાની ગ્રંથાલયોની સમૃદ્ધિ વધારનાર આકરગ્રંથ આપણી શિક્ષણસાહિત્યસંશોધનની સંસ્થાઓનાં ગ્રંથાલયોની સમૃદ્ધિ ન કેવળ પુસ્તકોની સંખ્યાને આધારે, પરંતુ જૈન ગૂર્જર કવિઓ' જેવા આકરગ્રંથો એમણે સાચવ્યા છે કે કેમ તેને લઈને જ મૂલવી શકાય. પ્રબુદ્ધ જીવન, તા.૧-૨-૧૯૮૭ કાંતિભાઈ બી. શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130