Book Title: Ek Abhivadan Occhav Ek Goshthi
Author(s): Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 128
________________ મહાયશ જ માંડ્યો. જીવનને તે સત્કાર્યથી ઉજાળ્યું અને અમર બનાવ્યું. તેઓને જાણે પોતાનું જીવનકાર્ય જડી ગયું, અને તેને સંપૂર્ણ સમર્પિત થઈને તેઓએ મધ્યકાલીન જૈન સાહિત્યના ઇતિહાસનો અખંડ દીવો પ્રગટાવ્યો. થોડા કાળમાં તેની શગ સંકેરવાની અને તેમાં ઘી પૂરવાની જરૂર પડી. તો શ્રી જયંતભાઈએ એ પુણ્ય કાર્ય એમની આગવી કુશળતાથી એવી રીતે કર્યું કે દીવાની જ્યોત વધુ પ્રકાશમાન થઈ અને અજવાળું દૂર સુધી ફેલાયું. ઉજાશ એવો તો પથરાયો કે તેમાં રહેલી ઝીણામાં ઝીણી વસ્તુ-વીગતો હસ્તામલકવત્ સ્પષ્ટ દેખાવા લાગી. જયંતભાઈને પણ પોતાના ઉત્તર જીવનને શણગારવાનું એક વિશેષ કાર્ય મળી ગયું. ‘જૈન ગૂર્જર કવિઓ’ના જૂના ત્રણ ભાગ (ને ચાર ગ્રંથ) જોયા પછી નવા દશ ભાગને જોઈએ ત્યારે લાગે કે જયંતભાઈ મોહનભાઈના માનસપુત્ર છે. મોહનભાઈએ અહીં આવું શા માટે લખ્યું છે/હશે, આ વાત આ રીતે કેમ મૂકી છે તે બધું જાણે કે જયંતભાઈએ પરકાયપ્રવેશની વિદ્યા સાધીને જાણ્યું હોય. આવાં કામોને શકવર્તી કામ કહેવાય. તેને કાળનો કાટ લાગતો નથી. તેમાં હજુ ઉમેરવાનું અન્ય કોઈના હાથે બનશે પરંતુ તેને કોરાણે મૂકવાનું નહીં બને. જેને મધ્યકાલીન સાહિત્યમાં કશુંય જોવું હશે, નોંધવું હશે, કામ કરવું હશે તેને આના વિના નહીં જ ચાલે તેવું આ કામ બન્યું છે. આવાં ઘણાં કામો આદર્યાં અધૂરાં રહે છે. પણ આ તો આદરીને તેને પરિપૂર્ણ કર્યું છે; કહો કે એક તપ પૂર્ણ થયું. આનો ઓચ્છવ કરીએ. ‘જૈન ગૂર્જર કવિઓ', બીજી આવૃત્તિ, ભા.૧૦ પુરોવચન, દીપોત્સવ, સં.૨૦૫૨ પ્રધુમ્નસૂરિ સર્જક તથા સર્જનની પુનઃપ્રતિષ્ઠા મો. ૬. દેશાઈ એ one man university છે. જે કાર્ય આજની સાધનસામગ્રીથી સભર પરિસ્થિતિમાં પણ એક આખી સંસ્થા કે વિશ્વવિદ્યાલય જ કરી શકે તેવું કાર્ય ટાંચાં લગભગ નગણ્ય – સાધનો દ્વારા આ વ્યક્તિએ એકલા હાથે કરી બતાવ્યું છે. ‘જૈન ગૂર્જર કવિઓ’ના નવા સંપાદનના દશ ગ્રંથોનું જરા નિરાંતે અવલોકન કરીએ તો જયંતભાઈની શોધકર્દષ્ટિ, ચીવટ અને હાથમાં લીધેલ કાર્યના એકાદ અક્ષરને પણ અન્યાય ન થઈ જાય તે માટેની સક્ષમ જાગૃતિ, તેમાં અક્ષરેઅક્ષરે જોવા મળશે. મો. દ. દેશાઈ જેવા પોતાના મૂર્ધન્ય અને બહુશ્રુત જૈન વિદ્વાનને તથા તેના શકવર્તી સર્જન-સંશોધનકાર્યને જૈન સમાજ લગભગ ભૂલી ગયો હતો તેવે ટાણે જયંતભાઈએ આ ગ્રંથશ્રેણીના પુનરુદ્ધાર દ્વારા સર્જક તથા સર્જનની પુનઃપ્રતિષ્ઠા કરી છે અને દાયકાઓ સુધી આપણે આ સર્જનને તથા સર્જકને ભૂલીએ નહીં તેવી યોજના કરી આપી છે તે બદલ સમગ્ર જૈન સમાજે જયંતભાઈને વધાવવા જોઈએ. આ બૃહત્ કાર્ય સાદ્યંત પાર પાડવાનું બીડું ઝડપીને મો. દ. દેશાઈનું સુયોગ્ય તર્પણ કરનાર સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પણ પૂરા આદર સાથે શતશઃ ધન્યવાદ આપવા ઘટે. શીલચંદ્રસૂરિ ‘જૈન ગૂર્જર કવિઓ’, બીજી આવૃત્તિ, ભા.૧૦, પુરોવચન, તા.૬-૧૨-૧૯૯૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130