Page #1
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
સંપાદક : કાન્તિભાઈ બી. શાહ
UÔ Ôષ્ઠ કવિ
片
માદક અને સંયોજક માલાલ દલીચંદ દેશાઈ
શ્રી મહાવીર જન વિધાલય મુક
ત
g
Page #2
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ
સંપાદક કાન્તિભાઈ બી. શાહ
શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ
.
Page #3
--------------------------------------------------------------------------
________________
Ek Abhivadan-Ochhav, Ek Goshthi
Ed. Kantibhai B. Shah, Shri Mahavira Jaina Vidyalaya, Mumbai, 1998
પહેલી આવૃત્તિ : ઓક્ટોબર ૧૯૯૮
નકલ ઃ ૫૦૦
પૃષ્ઠસંખ્યા ઃ ૧૪ + ૧૧૦
કિંમત : રૂ. ૬૦.૦૦
પ્રકાશક :
ખાંતિલાલ ગો. શાહ, પ્રકાશભાઈ પ્ર. ઝવેરી સુબોધરત્ન ચી. ગાર્ડી
મંત્રીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઑગસ્ટ ક્રાન્તિ માર્ગ,
મુંબઈ ૪૦૦ ૦૩૬
ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય
જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦૦૦૧ ફોન ઃ ૫૩પ૯૮૬૬
મુદ્રક ઃ ભગવતી ઑફસેટ
૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા,
અમદાવાદ-૩૮૦૦૦૪
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સંયોજિત અને શ્રી જયંત કોઠારી સંશોધિત જૈન ગૂર્જર કવિઓની બીજી આવૃત્તિ ભાગ ૮-૯-૧૦નો વિમોચન અને સમગ્ર શ્રેણીની પૂર્ણાહુતિ સમારોહ પૂજ્ય આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી, પૂજ્ય આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી અને પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજીની નિશ્રામાં તા. ૧૯-૧-૯૭ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલય(મુંબઈ)ના ઉપક્રમે શ્રી આંબાવાડી જે. મૂ. જૈન સંઘના આતિથ્થસહયોગમાં યોજવામાં આવ્યો હતો.
આ સમારોહનો વિસ્તૃત અહેવાલ અહીં રજૂ કરવા સાથે “જૈન ગૂર્જર કવિઓ' ગ્રંથની સમીક્ષાઓ તેમજ સમારોહની ‘ગોષ્ઠિની બેઠકમાં “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યવારસાના જતન અને પ્રકાશનના પ્રશ્નો વિશે વંચાયેલા નિબંધો અને તે ઉપરની ખુલ્લી ચર્ચા આ પુસ્તકમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે. લેખસામગ્રીને અંતે હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે જેને લઈને આ પુસ્તક સવિશેષ ઉપયોગી બનવાની આશા
આ પુસ્તક-પ્રકાશનની પ્રેરણા માટે પૂજ્ય આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીના અમે ઉપકારી છીએ. આ પુસ્તકના માર્ગદર્શક વિદ્વદ્વર્ય શ્રી જયંતિભાઈ કોઠારીનો, પુસ્તકનું સંપાદનકાર્ય ચીવટપૂર્વક સંભાળવા માટે ડૉ. કાન્તિભાઈ બી. શાહનો, પુસ્તકની લેખસામગ્રીના સહયોગી સૌ વિદ્વાનોનો તેમજ આ પુસ્તકના પ્રકાશનકાર્યમાં જેમની પણ નાનીમોટી સહાય પ્રાપ્ત થઈ છે તે સૌનો અમે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય,
ખાંતિલાલ ગો. શાહ ઑગસ્ટ ક્રાન્તિ માર્ગ,
પ્રકાશભાઈ પ્ર. ઝવેરી મુંબઈ-૪૦૦ ૦૩૬
સુબોધરત્ન ચી. ગાર્ડ ૧૯-૯-૧૯૯૮
મંત્રીઓ
Page #5
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય નિવેદન
શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ ઈ.સ.૧૯૨૬થી ૧૯૪૪ના સમય દરમિયાન જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૧-૨-૩ ક્રમશઃ પ્રગટ કરીને વિ.સં.ના ૧૩મા શતકથી માંડી ૧૯મા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિઓની એમની કૃતિઓ સહિત વર્ણનાત્મક વિસ્તૃત હસ્તપ્રતસૂચિના વિરલ એવા આકરગ્રંથની ભેટ ધરી હતી. એમનું આ વિઘાતપ પૂરાં ૩૩ વર્ષ ચાલ્યું. એ પછીના ગાળામાં આ મહત્ત્વનો સંદર્ભગ્રંથ અલભ્ય બન્યો હતો.
+
શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)એ આ ગ્રંથની સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિનું સંપાદનકાર્ય પ્રા. જયંતભાઈ કોઠારીને સોંપ્યું. એમણે ગંભીર માંદગી જેવા ભારે અવરોધની વચ્ચે પણ શાસ્ત્રીય સૂઝ અને ચોકસાઈપૂર્વક ગ્રંથસામગ્રીની શુદ્ધિવૃદ્ધિ કરીને, નવી સૂચિઓ આપીને કે એની પુનઃર્વ્યવસ્થા યોજીને આ મહત્ત્વના સંદર્ભગ્રંથનું ૧થી ૧૦ ભાગમાં નવસંસ્કરણ કરી આપ્યું. ગ્રંથના પુનઃસંપાદનનું જયંતભાઈનું આ વિદ્યાતપ ૧૯૮૬થી '૯૬ સુધી ચાલ્યું.
તા.
આવા વિરલ વિદ્યાતપની પૂર્ણાહુતિનો તો ઓચ્છવ કરવાનો હોય એવી ભાવના પૂજ્ય આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીના હૃદયમાં સ્ફુરી. એના લસ્વરૂપે ૧૯ જાન્યુઆરી ૧૯૯૭ના રોજ પૂજ્ય આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આ. શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને પૂજ્ય આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજની પુનિત નિશ્રામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)ના ઉપક્રમે, આંબાવાડી શ્વે. મૂ. જૈન સંઘના આતિથ્યસહયોગમાં જૈન ગૂર્જર કવિઓ'ના ભાગ ૮-૯-૧૦ના વિમોચનનો અને સમગ્ર શ્રેણીનો પૂર્ણાહુતિ-સમારોહ યોજવામાં આવ્યો. આ નિમિત્તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યવારસાના જતન અને પ્રકાશનના પ્રશ્નો' વિશે એક ગોષ્ઠિનું પણ આયોજન કરવામાં આવ્યું.
આ પુસ્તકમાં સમારોહનો વિસ્તૃત અહેવાલ, ‘જૈન ગૂર્જર કવિઓ' ગ્રંથ વિશે રજૂ થયેલાં સમીક્ષાત્મક વક્તવ્યો, ‘ગોષ્ઠિમાં વંચાયેલા નિબંધો અને નિબંધવાચન પછીની ખુલ્લી ચર્ચાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અહીં પુસ્તકના વિષયને ઉચિત એવી હસ્તપ્રતભંડારો/ જ્ઞાનમંદિરોની સૂચિ પણ તૈયાર કરીને સામેલ કરવામાં આવી છે. જે આ પુસ્તકની ઉપયોગિતામાં વધારો કરશે એવી શ્રદ્ધા છે.
પુસ્તકને અંતે, અગાઉ પ્રગટ કરાયેલી, જૈન ગૂર્જર કવિઓ'ની પ્રથમ અને દ્વિતીય આવૃત્તિના પરિચય અને અભિપ્રાયો રજૂ કરતી પુસ્તિકાને પણ પુનર્મુદ્રિત કરવામાં આવી છે.
જેમની નિશ્રામાં આ સમારોહ યોજાયો અને જેમની પ્રેરણાથી આ પુસ્તકનું પ્રકાશન થઈ શક્યું તે પૂજ્ય ગુરુભગવંતોનો, પ્રકાશક સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનદ મંત્રીશ્રીઓનો, પુસ્તકપ્રકાશનમાં મહત્ત્વનું માર્ગદર્શન પૂરું પાડનાર
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રા. જયંતભાઈ કોઠારીનો, પુસ્તકના સદ્યોગી સૌ વિદ્વાનોનો, હસ્તપ્રતભંડારો/જ્ઞાનમંદિરોની સૂચિ તૈયાર કરવામાં કેટલીક મહત્ત્વની માહિતી પૂરી પાડનાર લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના લિપિનિષ્ણાત શ્રી લક્ષ્મણભાઈ ભોજક અને આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબાના નિયામક શ્રી કનુભાઈ શાહનો, યોગ્ય સમયમર્યાદામાં મુદ્રણકાર્ય પૂરું કરી આપવા માટે શારદા મુદ્રણાલયના શ્રી રોહિતભાઈ કોઠારીનો અને ભગવતી ઓફસેટના શ્રી ભીખાભાઈ પટેલનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અમદાવાદ
કાન્તિભાઈ બી. શાહ ૧૪-૯-૧૯૯૮
Page #7
--------------------------------------------------------------------------
________________
સાર્થક શ્રમને ઉમળકાભર્યો આવકાર
જ્ઞાનના ક્ષેત્રે બહુ ઉપયોગી કે અલ્ય ઉપયોગી કોઈપણ પ્રયત્ન થતો હોય તો તે નિતાંત આવકારવાલાયક છે.
આમે આ ક્ષેત્રમાં કામ કરનારા વિરલા જ હોય છે. બહુ માથાકૂટિયું, નીરસ અને મોડેમોડે વળતર આપે તેવું આ ક્ષેત્ર ગણાય છે. તેમાંય આ છેલ્લાં વર્ષોમાં જે રીતે માણસજાત અર્થ અને માત્ર અર્થ પૈસો)ની નાગચૂડમાં ફસાતી જાય છે તેમાં તેને એ અર્થલાલસાની પૂર્તિ જ્ઞાનક્ષેત્ર દ્વારા થઈ શકશે તેવું ભાગ્યે જ લાગે. તેથી તે આ ક્ષેત્ર તરફ મીટ પણ માંડ માંડે છે.
એવા સમય-સંયોગમાં આ પુસ્તકને આવકારતાં ઉમળકો આવે છે. થયેલા એક નાના જ્ઞાનના ઓચ્છવને અને તે નિમિત્તે, તે પ્રસંગે ઉપસ્થિત વિદ્યારસિક શ્રોતાવર્ગ પાસે જે તે ક્ષેત્રની ઉપયોગી વાતો - અનુભવના રસથી તારવેલી વાતોને પુસ્તકાકારે પ્રકાશિત કરવાથી તે અનેક વિદ્વાનો સુધી પહોંચશે અને તેના દ્વારા તે-તે કાર્યોમાં થતી ક્ષતિઓનું પુનરાવર્તન નહીં પણ નિવર્તન થઈ શકશે.
શ્રી જયંતભાઈએ એમની જિંદગીમાં વિદ્યાના ક્ષેત્રમાં સતત કામ કર્યું છે. અનેક રીતે ગુજરાતી ભાષાના સાહિત્યમાં નોંધ લેવી પડે તેવું પ્રદાન કર્યું છે. પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને જ્યાં સુધી નિસ્બત છે ત્યાં સુધી શ્રી મોહનલાલ દ. દેશાઈ સંપાદિત “જેન ગૂર્જર કવિઓની ગ્રંથમાળાનું સંવર્ધિત સંપાદનનું એમનું કામ ચિરકાળ સુધી યશસ્વી રીતે સ્મરણીય બની રહેશે.
તેમની ચીવટ, ચોકસાઈ ને કાળજી તો કહેવતરૂપ બની ગયેલી છે.
અહીં પણ વાચકો જોઈ શકશે કે પૃ.૪૫ ઉપરથી શરૂ થતા લેખમાં હસ્તપ્રતોની મુદ્રિત સૂચિઓ પરત્વે તેઓએ કેવું સુંદર માર્ગદર્શન કરાવ્યું છે જેના વડે કોઈકને નવી સૂચિ બનાવવી હોય તો આ દોરવણી ખૂબ જ ઉપયોગી નીવડી શકે.
આ સાથે હસ્તપ્રતભંડારો-જ્ઞાનમંદિરોની શ્રી કાન્તિભાઈ બી. શાહ દ્વારા અપાયેલી સૂચિ પણ સંશોધનક્ષેત્રે કામ કરવા માગતા સૌને માટે ઘણી જ ઉપયોગી બની રહેશે.
- આ રીતે પરિસંવાદના નિબંધો, વક્તવ્યો પુસ્તકાકારે પ્રકાશિત થતાં રહે તો વર્તમાન અને તે પછીની આ વિદ્યાના ક્ષેત્ર સાથે કામ પાડનાર પેઢીને સ્થિર અજવાળું પાથરનાર દીવડા મળતા રહેશે.
અને તેમાં જ આના કથન-સંપાદન અને પ્રકાશનના શ્રમની સાર્થકતા
પ્રદ્યુમ્નસૂરિ
વિજયાદશમી વિ.સં. ૨૦૫૪ આંબાવાડી, અમદાવાદ ૩૮૦ ૦૧૫
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય – એકઝલક
* યુગદર્શી, બહુશ્રુત, કાન્નદ્રષ્ટા પૂજ્ય આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની પ્રેરણાના ફલસ્વરૂપ આજથી લગભગ સાડા આઠ દાયકા પૂર્વે
સ્થપાયેલી સંસ્થા. જ ઉચ્ચ શિક્ષણની વિવિધ વિદ્યાશાખાઓમાં અભ્યાસવાંછુ તેજસ્વી અને
જરૂરિયાતમંદ જૈન સમાજના વિદ્યાર્થીઓને લોન-સ્કોલરશિપ દ્વારા
આર્થિક સહાય. * મુંબઈ, અંધેરી(મુંબઈ), અમદાવાદ, વડોદરા, વલ્લભવિદ્યાનગર, ભાવનગર,
અને પુના એમ સાત શાખાઓમાં સંસ્થાનું ક્રમશઃ વિસ્તરણ. * થોડાંક વર્ષથી અમદાવાદ ખાતે કન્યા છાત્રાલયના શુભારંભ દ્વારા
કન્યાકેળવણીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન. વિદ્યાર્થીનું સંસ્કારઘડતર અને ચારિત્રઘડતર થાય એ માટે ધાર્મિક
અભ્યાસ, જિનાલય, સમૃદ્ધ પુસ્તકાલય, રમતગમત અને અન્ય - સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સુવિધા. * ઈજનેરી, તબીબી, વાણિજ્ય, સાહિત્ય-શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં તેજસ્વી કારકિર્દી બનાવનાર, વિદ્યાલયમાંથી અભ્યાસ કરીને બહાર આવેલો આશરે દશ હજાર વિદ્યાર્થીઓએ દેશવિદેશમાં પ્રાપ્ત કરેલી નોંધપાત્ર સિદ્ધિ અને પ્રતિષ્ઠા. સંસ્થાની વિકાસયાત્રામાં અનેક શ્રેષ્ઠીઓ, દાનવીરો, કેળવણીકારો અને
સેવાભાવી કાર્યકરોનું અમૂલ્ય યોગદાન. * વિદ્યાપ્રસારના કાર્યની સાથે જૈન સાહિત્ય અંગેની મૂલ્યવાન
પ્રકાશન-પ્રવૃત્તિ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી અને દર્શનપ્રભાવક શ્રુતસ્થવિર પ્રવર્તક મુનિશ્રી જંબુવિજયજી મહારાજ દ્વારા સંપાદિત જૈન આગમ
ગ્રંથમાળાનું પ્રકાશન. * શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સંયોજિત જૈન ગૂર્જર કવિઓની
શ્રી જયંત કોઠારી દ્વારા સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિના ૧થી ૧૦ ભાગનું પ્રકાશન. * સંસ્થાના જિનાગમ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષે યોજાતા જૈન સાહિત્ય
સમારોહો, પરિસંવાદો. સંસ્થાની રજત, સુવર્ણ, હીરક અને અમૃત જયંતીના અવસરોએ મૂલ્યવાન સ્મૃતિગ્રંથોનું પ્રકાશન, તે-તે મહોત્સવોની ઉજવણી અને વિવિધ યોજનાઓનું અમલીકરણ.
Page #9
--------------------------------------------------------------------------
________________
નિમંત્રણ
શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સંયોજિત - શ્રી જયંત કોઠારી સંશોધિત
જૈન ગૂર્જર કવિઓ : વિમોચન તથા પૂર્ણાહુતિ સમારોહ
ચ
પા
૫૧
નમોનમ: શ્રીવાસુપૂજ્યસ્વામિને । નમોનમઃ શ્રીગુરુનેમિસૂરયે ।
તથા
બ્રહીન ગુજરાતી સાહિત્યન
કામો આદર્યા અધૂ જે છે; કહે કે એક
E
વિજયદેવસૂરીશ્વરજી
કવિશ્રી સુરેશ
ઉપક્રમ
શ્રી મહાવીર જૈન વિધાલય સાઈ
·
કાન્તિભાઈ બી. શાહ, કીર્તિદા જોશી સમારોહ-સંયોજક
અ
પણ આ આ રીને તેને ર્યું. આનો ઓચ્છવ કરીએ.
નાચાર્યશ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી
re
જૈન સંઘ ઉપાશ્રય,
નગર ચાર રસ્તા, આંબાવાડી, અમદાવાદ ૩૮૦ ૦૧૫
પુલ કે
શ્રી આંબાવાડી એ.
શુભ દિવસ
૧૯ જાન્યુઆરી ૧૯૯૭ - રવિવાર
યોગ
સંધ
નિમંત્રક
ખાંતિલાલ જી. શાહ, પ્રકાશભાઈ પી. ઝવેરી
સુબોધરત્ન ચી. ગાર્ડી
મંત્રીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય
Page #10
--------------------------------------------------------------------------
________________
પહેલી બેઠક સમયઃ સવારે ૯-૩૦થી ૧૧-૩૦ જૈન ગૂર્જર કવિઓ વિમોચન તથા પૂર્ણાહુતિ
વાગત
પ્રાસંગિક ભૂમિકા છે. વિમોચન અને ઉદ્ય વકતવ્યો: શ્રી સુ સમીક્ષ " ક
અતિતિ
શ્વાઈ
- ૩ ના મ છે. રમણ સોની
મારી,
I
સાયવરસાર
ના પ્રો
પ્રારંભિક વક્તવ્યો હસ્તપ્રતભંડારો – વર્તમાન સ્થિતિ અને હવે પછીનું કાર્ય છે. કનુભાઈ શેઠ મુતિ હસ્તપ્રતમુરિમોની સમીપ અને સૂચનો : પ્રા. જયંત બેઠારી અપ્રકાશિત સાહિત્યના સંપાદનનો કાર્યક્રમ : લે. રતિલાલ બોરીસાગર
પ્રકાશિત સાહિત્યના પ્રકાશનનો કાર્યકમ : ડૉ. શિરીષ પંચાલ
આ પછી ચર્ચા ખુલ્લી મુકાશે અને ઉપસ્થિત વિદ્વાનો
પોતાનાં મંતવ્યો રજૂ કરશે. સમાપન અને ગીતસંગીત
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ
જિન્મ ૬-૪-૧૮૮૫, લુણસર; [અવસાન ૨-૧૨-૧૯૫, જટ]
એટલે
ત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ
ના
જ
વિરલ સમર્થ
બ - રમેશ એ \ારની માતબર ૧
? મને ને સંસ્થાનાં
ક, તારિક, સામાજિક નર અતિ પઢિાણી પત્રકાર,
ખરા અર્થમાં એક વિલાપ
| તરીકે
સમાજમાં
યુગની
મૂલ્યવાન
સનાર વહતી બનો જવળ જનેતર સામાજિકસાહિત્યિક કરનાર તે કરી મિત્ર !
ના પણ પતિ થો
માટે વકીલાતના વ્યવસાયને વીકે. સમાજસેવા અને વિદ્યાસેવા કેવળ નિ:સ્પૃહ ભાવે કરવાનો સંકલ્પ ધરાવનાર, ગુણાનુરાગી, સ્પષ્ટવક્તા, સત્યનિષ્ઠ, સરલાદયી, માનવપ્રેમી તથા સાદાઈભર્યું નીતિનિષ્ઠ જીવન જીવનાર એક અનેરું માનવવ્યક્તિત્વ
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રા. જયંત કોઠારી જિન્મ ૨૮-૧-૧૯૩૦, રાજકોટ)
એટલે
બીજે
વ્યાપક ( પૌરર
મમીમાં
તકિયો
ધરતીય - તાંત' ક અને
અઠંડી ધરનાર, સુલભ કરી આપવાના ખ્યાલ
ત્તિઓ
4 દ્વારા
રેક જેટલાં વિવેચનગ્રંથો પાર્થીઓને ઉત્તમ અભ્ય
૦, અને
અને અન્ય કેટલાક મત
છે (ારા આ ત્ર
સ્વા Tચરિતા નાર, આ સઘ કીય-સા “ગુજરાતી કોશ' ( જૈન ગર કવિઓ' ભા. “ધ્યકાલીન ગવાતી આ
કે ચિરંજીવ ગ્રંથોની Tી ઉડી મર્માતા અને
ય પ્રગટ કરનાર, sore
u તપના મંત્રીપદે રહી માર્ગદર્શક નેતૃત્વ પૂરું પાડનાર,
મૂલ્યો સાથે બાંધછોડ નહીં કરવાની મક્કમતા, સત્ય અને સ્પષ્ટભાપિતા, ને સાથે જ એટલી જ પ્રેમાળતા, સહાયતત્પરતા, સૌજન્યશીલતાથી ધબકતું એક વિશિષ્ટ વ્યક્તિત્વ.
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન સંપાદકીય નિવેદન
સાર્થક શ્રમને ઉમળકાભર્યો આવકાર મહાવીર જૈન વિદ્યાલય
એક ઝલક
સમારોહ નિમંત્રણપત્રિકા
અનુક્રમ
-
જૈન ગૂર્જર કવિઓ' વિમોચન અને
:
પૂર્ણાહુતિ સમારોહ અહેવાલ . કાન્તિભાઈ બી. શાહ, કીર્તિદા જોશી ૧
‘જૈન ગૂર્જર કવિઓ' સમીક્ષા ૧૫-૩૨
‘જૈન ગૂર્જર કવિઓ’ એક બહુમૂલો સંદર્ભ-ભંડાર મોટી સંશોધન-પ્રેરકતા ધરાવતા માતબર સૂચિગ્રંથો
ગોષ્ઠિ ૩૩-૭૧
હસ્તપ્રતભંડારો – વર્તમાન સ્થિતિ અને હવે પછીનું કાર્ય... મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ ઃ સમીક્ષા અને સૂચનો ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિ : ગઈ કાલ અને આવતી કાલ
n
આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી
-
મધ્યકાલીન સાહિત્યનું પ્રકાશન : કેટલાક પ્રશ્નો નિબંધવાચનને અંતે થયેલી ખુલ્લી ચર્ચા
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
જૈન ગૂર્જર કવિઓ' : પરિચય અને અભિપ્રાયો
34678
• કનુભાઈ જાની ૧૬
.રમણ સોની ૨૮
રતિલાલ બોરીસાગર ૫૯
શિરીષ પંચાલ ૬૩
૬૬
·
૩૪
કનુભાઈ શેઠ જયંત કોઠારી ૪૫
કાન્તિભાઈ બી. શાહ
૭૨
.૯૫-૧૧૦
Page #14
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિમોચન : શ્રી કેશવરામ કા. શાસ્ત્રી, નિશ્રા : પૂ. આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી,
પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી
દીપપ્રાગટ્ય
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રી જયંતભાઈ કોઠારીનું બહુમાન : શ્રી ચીનુભાઈ શાહ – સંઘપ્રમુખ દ્વારા
અતિથિવિશેષ કવિ શ્રી સુરેશ દલાલ
અતિથિવિશેષ શ્રી જયસુખલાલ મો. દેસાઈ
Page #16
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય વક્તવ્ય : શ્રી જ્યંતભાઈ કોઠારી
ગ્રંથસમીક્ષા : શ્રી કનુભાઈ જાની
પ્રાસંગિક વક્તવ્ય : શ્રી રમણલાલ ચી. શાહ
ગ્રંથસમીક્ષા : શ્રી રમણ સોની
Page #17
--------------------------------------------------------------------------
________________
સમારોહ-સંયોજક : શ્રી કાન્તિભાઈ બી. શાહ
આભારદર્શન :
શ્રી પ્રકાશભાઈ પ્ર. ઝવેરી (માનદ્ મંત્રી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય).
ઉપસ્થિત મહાનુભાવો
Page #18
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ
સંપાદક કાન્તિભાઈ બી. શાહ
Page #19
--------------------------------------------------------------------------
________________
Page #20
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ' : વિમોચન અને પૂર્ણાહુતિ-સમારોહ અહેવાલ
કાન્તિભાઈ બી. શાહ, કીર્તિદા જોશી
શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સંયોજિત અને શ્રી જયંત કોઠારી સંશોધિત જેન ગૂર્જર કવિઓનો વિમોચન તથા પૂર્ણાહુતિ સમારોહ તા. ૧૯ જાન્યુઆરી ૧૯૯૭ને રવિવારના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈના ઉપક્રમે, શ્રી આંબાવાડી છે. મૂ. જૈન સંઘના આતિથ્ય-સહયોગમાં પૂજ્ય આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી, પૂજ્ય આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી તથા પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજીની પાવન નિશ્રામાં યોજવામાં આવ્યો હતો.
- સવારે ૯-૩૦ વાગ્યે કાર્યક્રમનો આરંભ થાય ત્યાં સુધીમાં તો આમંત્રિત વિદ્વાનો, પૂજ્ય સાધુ-સાધ્વીજીઓનો સમુદાય અને શ્રાવક-શ્રાવિકાસંઘની ઉપસ્થિતિથી આંબાવાડીનો ઉપાશ્રય ખીચોખીચ ભરાઈ ગયો હતો. શુભારંભ :
કાર્યક્રમનો શુભારંભ પૂજ્ય ગુરુભગવંતોના મંગળાચરણથી થયો. તે પછી ખાસ વડોદરાથી પધારેલા સંગીતકાર શ્રી જયદેવભાઈ ભોજક અને એમના સાથીદારોએ રાગ મિશ્રખમાજમાં સ્વ. અનંતરાય ઠક્કર (શાહબાઝ) રચિત ‘વ્યોમમાં વિહરતાં યોગિની શારદા.” એ સરસ્વતીગાન કરીને સમગ્ર વાતાવરણને
ભક્તિસંગીતથી તરબોળ કરી મૂક્યું. .દીપપ્રાકટ્ય :
આજના ગ્રંથવિમોચનકાર વિદ્વદ્વર્ય શ્રી કેશવરામ કા. શાસ્ત્રીને હાથે દીપપ્રાકટ્યની વિધિ કરવામાં આવી. સમારંભના અતિથિવિશેષ કવિશ્રી સુરેશ દલાલ અને શ્રી જયસુખલાલ મો. દેશાઈ પણ આ વિધિમાં જોડાયા. સ્વાગત :
- ત્યાર પછી શ્રી આંબાવાડી છે. મૂ. જૈન સંઘના પ્રમુખશ્રી ચીનુભાઈ શાહે આ સંઘને આંગણે પધારેલા સૌ આમંત્રિતોનું સ્વાગત કરી, આવો જ્ઞાનપ્રકાશનો રૂડો અવસર પોતાને આંગણે યોજાઈ રહ્યો હોવા અંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તે પછી આ સમારોહના સંયોજક પ્રા. કાન્તિભાઈ બી. શાહે આ સમારોહમાં પધારેલા સૌ મહેમાનો, આમંત્રિત વિદ્વાનોનું સ્વાગત કરી, જેને માટેનો આ સમારોહ છે તે આકરગ્રંથ “જૈન ગૂર્જર કવિઓ' અને એના સંપાદનકાર્ય પાછળ રહેલી તપશ્ચર્યાની પાર્શ્વભૂમિકા રજૂ કરતાં જણાવ્યું
Page #21
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
હતું કે :
“જેન પરંપરામાં તપશ્ચર્યાની પૂર્ણાહુતિ નિમિત્તે ઓચ્છવ કરવામાં આવે છે તેમ આ સમારોહ પણ વિરલ એવું જે જ્ઞાનતપ વર્ષો સુધી ચાલ્યું એના ઓચ્છવરૂપ છે. લગભગ ૭૫ વર્ષ પહેલાં શ્રી મોહનલાલ દ. દેશાઈએ આવો જ્ઞાનયજ્ઞ માંડ્યો હતો. વકીલાત કરતાં કરતાં કેવળ વિદ્યાપ્રીતિથી એમણે વિસ્તૃત હસ્તપ્રતસૂચિઓના ગ્રંથો “જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧થી ૩ તૈયાર કર્યા. કોઈ યુનિવર્સિટી જ કરી શકે એવું આ ગંજાવર કામ પૂરાં ૩૩ વર્ષ ચાલ્યું. જ્યારે ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧નું કાર્ય શ્રી જયંતિભાઈ કોઠારીએ સંભાળ્યું ત્યારે તેમને આ ગ્રંથોની અનિવાર્યતા જણાઈ. અપ્રાપ્ય બનેલા આ ગ્રંથોની નવી આવૃત્તિની આવશ્યકતા હતી. પણ કેવળ આ ગ્રંથોના પુનર્મુદ્રણથી કામ સરે નહીં. કેમકે વચગાળે નવાં સંશોધનો થયાં હતાં. શુદ્ધિ-વૃદ્ધિ સમેત આ ગ્રંથોનું નવસંસ્કરણ કરવાનો એ પડકાર શ્રી જયંતભાઈએ ઝીલી લીધો અને મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ) જેવી સંસ્થાએ એના પ્રકાશનની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી. આ માટે આપણે આવી સંસ્થાના પણ હંમેશના ઋણી રહીશું. આ ગ્રંથોનું નવસંસ્કરણ ૧થી ૧૦ ભાગમાં થયું. મૂળના ત્રણ ભાગમાંથી દસ ભાગ કઈ રીતે થયા, એમાં કઈ શુદ્ધિ-વૃદ્ધિ થઈ એ પણ તુલનાત્મક અભ્યાસનો એક વિષય બને એમ છે. વર્ષો પૂર્વે મોહનલાલનો જ્ઞાનયજ્ઞ સાડા ત્રણ દાયકા ચાલ્યો તો જયંતભાઈએ એના પુનઃ સંપાદન પાછળ પૂરા એક દાયકા (૧૯૮૬થી '૯૬)નું વિદ્યાતપ કર્યું. વચ્ચે કેટલાક અવરોધો આવ્યા અને એમાં મોટો અવરોધ તો માંદગીનો આવ્યો. પણ જાણે કે આ કામ માટે જ એમના પુણ્યબળે એમને ઉગારી લીધા. નેપચ્ચે ચાલેલી જયંતભાઈની આ કામગીરીનો હું સાક્ષી છું. એમનો આખોયે ડ્રોઈંગરૂમ સૂચિકાર્ડોના ઢગલાઓથી ભરાઈ ગયો હોય અને એ ઢગલાની વચ્ચે જયંતભાઈ ખોવાઈ ગયા હોય. મંગળાબહેનથી માંડી ઘરનાં સૌ સ્વજનોનો સહયોગ અને ભોગ આમાં ઘણો મોટો છે. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ જયંતભાઈના આ કામને સુંદર કલ્પના દ્વારા બિરદાવ્યું છે. એમણે કહ્યું છે કે જયંતભાઈએ મોહનલાલે પ્રગટાવેલા જ્ઞાનદીપની શગ સંકોરવાનું કામ કર્યું છે. તેથી જ જયંતભાઈ મોહનભાઈના માનસપુત્ર એમણે કહ્યા છે. ભાયાણીસાહેબે એમના કામને દેવાલયના જીર્ણોદ્ધાર સમું ગણાવ્યું છે. આ કામ સુંદર રીતે આરંભાયું અને સંતોષપ્રદ રીતે પૂર્ણ થયું એના ઓચ્છવ સમો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.”
એ પછી બપોરે યોજાનારી ગોષ્ઠિ'ના કાર્યક્રમની બીજી બેઠકની પણ એમણે માહિતી આપી હતી. શુભેચ્છા-સંદેશ : - આ સમારોહ પ્રસંગે અનેક મહાનુભાવોના શુભેચ્છા-સંદેશાઓ આવ્યા હતા
.
Page #22
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ : વિમોચન અને પૂર્ણાહુતિ-સમારોહ અહેવાલ
તેમાંથી કેટલાક વિશિષ્ટ સંદેશાઓનું વાચન કરી બાકીના સંદેશા પાઠવનાર મહાનુભાવોનો નામોલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમના શુભેચ્છા-સંદેશા મળ્યા તેમનાં નામો આ પ્રમાણે છે :
ડૉ. રણજિત પટેલ (અનામી), પ્રા. ભૂપેન્દ્ર ત્રિવેદી, પ્ર. સી. એન. સંઘવી, પ્ર. મુકુંદરાય ડી. ભટ્ટ, શ્રી જયંત પાઠક, શ્રી ઉશનસ્, શ્રી મંજુબહેન ઝવેરી, શ્રી રતિલાલ ‘અનિલ', ડૉ. રમેશ શુક્લ, ડૉ. ચંદ્રકાન્ત શેઠ, પ્રિ. દિલાવરસિંહ જાડેજા, ડૉ. ધીરેન્દ્ર મહેતા, પ્રા. જશવંત શેખડીવાલા, ડૉ. વિજય શાસ્ત્રી, શ્રી માવજી સાવલા, શ્રી રમણીકલાલ પરીખ, શ્રી પાર્શ્વ, શ્રી નવનીત કે. ડગલી, ડૉ. માલતી શાહ.
અનામીએ એમના લાક્ષણિક સંદેશામાં જણાવ્યું હતું કે :
શ્રી કોઠારીના વિરલ કાર્યનો વિચાર કરતાં મને મહાભારતનો એક પ્રસંગ યાદ આવે છે. કૌરવસેનાને વીર અભિમન્યુ એકલે હાથે હંફાવે છે એ વાત સંજય ધૃતરાષ્ટ્રને જ્યારે કહે છે ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે, “સંજય ! આ સમાચાર સાંભળીને મારું હૃદય લજ્જા અને આનંદની મિશ્ર લાગણી અનુભવે છે.' અર્ધો ડઝન ઉપરાંતની આપણી યુનિવર્સિટીઓ ને યુનિ.ઓમાં ક્રિકેટ ઇલેવન જેટલો વિભાગીય સ્ટાફ હોવા છતાં પણ વર્ષોથી જે કાર્ય ન થઈ શક્યું એ માટે લજ્જા; અને વીર અભિમન્યુની જેમ એકલે હાથે શ્રી કોઠારીએ એ કરી બતાવ્યું એનો વિરલ-વિમલ આનંદ... લલિત સાહિત્યના કેટલાક સર્જકો આવા કાર્યને કટાક્ષ ને કરડાકીમાં “પશુશ્રમ' કહેતા હતા, પણ આ તો પશુપતિનો જ્ઞાનયજ્ઞ છે.”
શ્રી ઉશનસે લખ્યું, “પ્રા. કોઠારી જેનું સંપાદન કરે તે પ્રકાશન પરિપૂર્ણતાની છાપ ધારણ કરે છે એવી જે છાપ છે તેને આ પ્રસંગ દઢાવશે એવી મને આશા છે.”
શ્રી જયંત પાઠકે જણાવ્યું, “આવાં મોટાં ને મહત્ત્વનાં કામ ઉપાડી તેમને સુપેરે પૂર્ણ કરવાની તમારી શક્તિને જાણું છું. આવા વિદ્યાકીય કાર્યથી તમે માત્ર જૈન સાહિત્યની જ નહીં, સમગ્ર ગુજરાતી સાહિત્યની સેવા કરી રહ્યા છો, તમને તે માટે ધન્યવાદ ઘટે છે.”
શ્રી માવજી સાવલાએ લખ્યું, “તમારા જેવા આવો જ્ઞાનયજ્ઞ પ્રજ્જવલિત રાખી રહ્યા છો એમાં તમારી જીવનશક્તિઓ સતત હોમાતી જોઈ રહ્યો છું. તમારા જેવા થોડાક વિદ્યાનિષ્ઠ ભેખધારીઓ જગતને દરેક યુગમાં મળતા રહો' એ સિવાય બીજી અનુમોદનાના શબ્દો સૂઝતા નથી.” પ્રાસંગિક ભૂમિકા :
આ પછી ડૉ. રમણલાલ ચી. શાહે સમારોહની પ્રાસંગિક ભૂમિકા રજૂ કરતું વક્તવ્ય આપ્યું હતું. એમના વક્તવ્ય અગાઉ પ્રા. કાન્તિભાઈ બી. શાહે
છે
Page #23
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ
ડૉ. રમણલાલ ચી. શાહનો પરિચય કરાવ્યો હતો.
ડૉ. રમણલાલે જણાવ્યું કે :
“જૈન ગૂર્જર કવિઓની સંશોધિત-સંવર્ધિત આવૃત્તિ થાય એ મારું પણ સ્વપ્ન હતું. અને એ સ્વપ્ન આજે સાકાર થતું જોઉં છું એ મારે માટે અતિ હર્ષ અને ઉલ્લાસનો પ્રસંગ છે. જૈન ગૂર્જર કવિઓ'નો આશ્રય લીધા વિના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું કામ કરવામાં ડગલું પણ માંડી ન શકાય એવી સ્થિતિ હતી. પીએચ.ડી.નું કામ ચાલતું હતું ત્યારે મધ્યકાલીન સાહિત્યની સામગ્રી અંગે જે કેટલીક મુશ્કેલીઓ અનુભવી ત્યારે જ આ ગ્રંથના નવસંસ્કરણનો વિચાર આવેલો. મૂળ ગ્રંથોનું પ્રકાશન જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સે કરેલું પણ નવી આવૃત્તિ માટે એ સંસ્થા પાસે મોટું ખર્ચ કરવાની ક્ષમતા નહોતી. એટલે હું જ્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંસ્થાના મંત્રીપદે હતો ત્યારે આ આખી યોજના સંસ્થા પાસે મંજૂર કરાવી. ગ્રંથના ત્રણ ભાગ પ્રકાશિત થયા પછી વિરોધ પણ થયેલો કે આ ખર્ચાળ પ્રવૃત્તિ છે, અને થોડાકને જ એ ઉપયોગી થાય તેમ છે. ત્યારે મેં એકલે હાથે એનો પ્રતિકાર કરેલો. તેથી જ આજે મારું સ્વપ્ન સાકાર થતું લાગ્યાનો આનંદ છે.
શ્રી મોહનલાલ દેશાઈનું આ કામ અદ્ભુત છે. ગાંઠના પૈસા ખર્ચીને, તેઓ જ્યાં જ્યાં ભંડારો હોય ત્યાં પહોંચી જતા ને હસ્તપ્રતોની નકલ કરાવી લેતા. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતીની ૨૦ લાખ જેટલી હસ્તપ્રતો ૪૦૦ ભંડારોમાં સચવાયેલી છે. જૈનો પાસે પોતાની હસ્તપ્રતોની જાળવણીની આગવી વ્યવસ્થા હતી, જેને લીધે આ જૈન સાહિત્ય સચવાયું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસને નવેસરથી લખવાની ફરજ પાડે એટલું મોટું કામ મોહનભાઈને હાથે થયું છે.”
ગ્રંથવિમોચન અને વક્તવ્ય : શ્રી કે. કા. શાસ્ત્રી :
તે પછી વિદ્વર્ય શ્રી કેશવરામ કા. શાસ્ત્રીજીના વરદ હસ્તે જૈન ગૂર્જર કવિઓ (ભાગ ૮-૯-૧૦)ની વિમોચનવિધિ કરવામાં આવી હતી. તે પછી ઉદ્બોધન કરતાં એમણે કહ્યું કે “મારી ત્રીજી પેઢીના અંતેવાસી જયંત કોઠારીના મહાન જ્ઞાનયજ્ઞને નિમિત્તે અહીં ઉપસ્થિત થવાની તક મળી છે તેને મારું સદ્ભાગ્ય ગણું છું.' તે પછી એમણે મહાવી૨ જૈન વિદ્યાલય સંસ્થા સાથેનાં ૭૫ વર્ષ પહેલાંનાં સ્મરણોને તાજાં કર્યાં હતાં. ૧૭ વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા પસાર કરી તેઓ ૧૯૨૨માં મુંબઈ ગયા ત્યારે શિક્ષક તરીકે ગોઠવાવાના આશયે આ સંસ્થામાં ચારેક દિવસ રહેલા. પણ મુંબઈની હવા માફક ન આવતાં માંગરોળ પાછા ફરેલા. ત્યાં એમને હાઈસ્કૂલના અને પાઠશાળાના અધ્યાપનકાર્યમાં જોડાવાની તક મળી. એમાં ત્યાંનાં મંજુબેનની ઇચ્છાથી ‘સિદ્ધહેમ’ના અધ્યાપનકાર્યની તક પણ મળી. માંગરોળમાં વૈષ્ણવો-જૈનો વચ્ચે
Page #24
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ : વિમોચન અને પૂર્ણાહુતિ-સમારોહ અહેવાલ
કોઈ અંતર હતું નહીં. પરસ્પરના ઉત્સવોમાં એકબીજાની હાજરી અચૂક રહેતી. ૧૯૩૩માં લાઠી ખાતે ભરાયેલા સાહિત્ય-પરિષદના ૧૧મા સંમેલન વેળાએ પાંચ દાયકા વટાવેલા મોહનલાલ દલીચંદ દેશાઈને એમણે સૌ પ્રથમ જોયેલા એ સ્મરણ પણ એમણે તાજું કર્યું. આજના આ સમારંભમાં મોહનભાઈના પુત્ર જયસુખભાઈને જોયા ત્યારે જાણે પોતે મોહનભાઈનું પુનઃ દર્શન કરતા હોય એવી અંગત અનુભૂતિ એમણે પ્રગટ કરી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અધ્યાપનકાર્યને નિમિત્તે “કવિચરિત' અને પછીથી “આપણા કવિઓ' અંગેનું લેખનકાર્ય ચાલતું હતું ત્યારે ઘણીબધી સામગ્રી “જૈન ગૂર્જર કવિઓપાસેથી જ મળેલી એની એમણે નોંધ લીધી. અમદાવાદ આવ્યા પછી શ્રી આનંદશંકરભાઈએ અપભ્રંશ વ્યાકરણના અધ્યાપનનું કામ એમને સોંપ્યું. ભો. જે. વિદ્યા.માંથી તે લા.દ.માં ગયા ત્યારે ૨૮00 હસ્તપ્રતો સોંપાઈ હતી. આજે ત્યાં એક લાખ હસ્તપ્રતો છે. મુનિ જિનવિજયજીની સાથે જેસલમેર ગયા ત્યારે ત્યાંના ભંડારોનો એમને પરિચય થયો. તેમને જૈનેતર હસ્તપ્રતોની નકલ કરવાની હતી. ત્યાંથી ૨૪૦૦૦ શ્લોકોનું કામ લાવી શક્યા. એ બધા ગ્રંથો લખાઈ ગયા છે અને એ રીતે એમનું કાર્ય સિદ્ધ થયું છે.
આજે વિમોચન થઈ રહેલા આ ગ્રંથના ભાગ ૮-૯-૧૦ અંગે એમણે સંક્ષેપમાં પરિચય કરાવ્યો. એમણે કહ્યું કે આ ભાગોમાં સાહિત્યનો ઈતિહાસ તો ભરેલો છે જ, પણ તે ઉપરાંત અહીં દેશીઓના વિષયમાં અસામાન્ય કામ થયું છે. ખાસ્સાં ૩૦૦ પાનાં એમાં રોકાયેલાં છે અને કોઈપણ પ્રકારની સાંપ્રદાયિકતા અહીં જણાતી નથી. ઘણી દેશીઓ તો લોકગીતોની છે. લોકોમાં જે ગીતો ગવાય છે એ ગેયરચનાઓના મુખડા તે આ દેશીઓ છે. તેમણે કહ્યું કે કોઈ પૂર્વજન્મના સંસ્કારો જ એમની પાસે ૯૨ વર્ષની ઉંમરે પણ આવાં કામો કરાવી રહ્યા છે. ભ.ગો.મ.ના ચંદુભાઈને એમણે કહેલું કે તમે ભવિષ્યના કોશકારને ઘણી કાચી સામગ્રી પીરસી આપી છે. પછીથી પોતાને જ કોશનું કામ કરવાનું આવ્યું. જયંતભાઈએ પણ મધ્ય. શબ્દકોશનું એવું જ મોટું કામ કર્યું છે. એમ કહી આવું ભગીરથ કામ કરવા અંગે તેમણે જયંતભાઈને આશીર્વાદ આપ્યા હતા. અને નવી પેઢી પણ આવાં કામો ચાલુ રાખશે એવી અભિલાષા વ્યક્ત કરી હતી. ગ્રંથસમીક્ષા :
તે પછી “જૈન ગૂર્જર કવિઓની સમીક્ષા રજૂ કરતાં બે વક્તવ્યો રજૂ થયાં હતાં. એક પ્રા. કનુભાઈ જાનીનું અને બીજું ડૉ. રમણ સોનીનું બિન્ને વક્તવ્યો માટે જુઓ આ પુસ્તિકાનાં પૃ.૧૫થી ૩૨]. અતિથિવિશેષનો પરિચય :
ત્યાર બાદ આજના અતિથિવિશેષ કવિશ્રી સુરેશ દલાલનો પ્રા. ભોળાભાઈ
Page #25
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ
પટેલે પરિચય કરાવ્યો હતો. તેમણે સુરેશ દલાલને એક સારા કવિ જ નહીં, ઉત્તમ કવિતાપ્રેમી તરીકે પણ ઓળખાવ્યા. પ્રતિવર્ષ પોતાના કાવ્યસંગ્રહો આપવા ઉપરાંત, “કવિતા” કૈમાસિકનું એમનું સંપાદનકાર્ય ઉત્તમ કવિતાના એમના અનુવાદો, વિશ્વની ઉત્તમ કવિતાના એમણે આપેલા સંગ્રહો, અનેક મિત્રોને કવિતા પ્રતિ વાળવાનો એમનો પુરુષાર્થ – આ બધું એમની ઉત્કટ કવિતાપ્રીતિના પુરાવારૂપ છે. અતિથિવિશેષ શ્રી સુરેશ દલાલનું વક્તવ્ય :
ત્યારબાદ શ્રી સુરેશ દલાલે પ્રસંગને અનુરૂપ, સૌને કાવ્યરસમાં તરબોળ કરતું વક્તવ્ય રજૂ કરીને યથાર્થ રીતે જ આજના આ સમારોહને ઓચ્છવના માહોલમાં ફેરવી નાખ્યો.
કવિશ્રી સુરેશ દલાલે વક્તવ્યના આરંભે શ્રી મોહનભાઈને ઉચિત ભાવાંજલિ અર્પતાં કહ્યું કે “મોહનલાલ નામના માણસે આ પૃથ્વી ઉપર આવી, આવું મોટું કામ કર્યું. પણ આવા માણસનાં નામો કદી છાપાંની હેડલાઈનમાં હોતાં નથી; જયંત કોઠારી, જેવાની હાર્ટલાઈનમાં હોય છે. જે માણસ કોઈનું પણ સંપાદન કરે એ માણસ પોતાના પ્રેમની બહાર નીકળી જાય છે. કહેવાય છે કે મોહનલાલ અવ્યવસ્થાના માણસ હતા પણ કેટલાક એ અવ્યવસ્થામાંથી જ વ્યવસ્થા નિપજાવે છે. સંશોધનનું કામ એ અંધારામાં ફંફોસવાની ક્રિયા સમું છે. વકીલાતનું કામ તો મોહનભાઈ માટે જાણે આડપેદાશ હતું. રોજીરોટી પૂરતું એ કરવાનું હતું પણ એમણે મુખ્ય કામ તો આ હસ્તપ્રતોની શોધખોળનું કર્યું. અને એક વાર જે દેવ સ્થાપ્યા તે સ્થાપ્યા. જ્ઞાનનો જિપ્સી જ આ કરી શકે. એક જગાએથી બીજી જગાએ દોડી જવાનું વણઝારાનું એ કામ
હતું.
જયંતભાઈ વિશે એમણે કહ્યું કે : “મોહનભાઈએ “જૈન ગૂર્જર કવિઓમાં જેનું સંયોજન કર્યું એનું જયંતભાઈએ સંશોધન કર્યું. “સંયોજિતથી “સંશોધિત'ની આ યાત્રા ઘણી વિકટ છે. આવા કોઈ કામ માટે યુનિવર્સિટી જયંતભાઈને ડી.લિટ્રની ડિગ્રી આપે એમાં તો જયંતભાઈનું નામ બગડે. જયંતભાઈ જયંતભાઈ છે એ જ મહત્ત્વનું છે. મારા મિત્ર મહેશ દવેને મોઢે વારંવાર જે ત્રણ નામો હું સાંભળ્યા કરું છું તે સી. એન. પટેલ, કનુભાઈ અને જયંતભાઈનાં.” શાસ્ત્રીજીએ દેશીઓની વાત કરતાં “મુખડો' શબ્દનો કરેલો ઉલ્લેખ એમને ખૂબ 0142 luulil and $2. 'A good face is the recomendation note given by God' એ પંક્તિને એમણે યાદ કરી. એમણે કહ્યું કે “કાવ્યની પહેલી પંક્તિ તો હમેશાં જનોઈવઢ ઘા જેવી હોય.”
ડૉ. હરિવલ્લભ ભાયાણી અને નિરંજના વોરાએ જે દેશીસૂચિ પ્રગટ કરી છે તેમાં દેશીઓની કેટલીક પંક્તિઓ ખૂબ સરસ છે. એનાં કેટલાંક દષ્ટાંતો
Page #26
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ : વિમોચન અને પૂર્ણાહુતિ-સમારોહ અહેવાલ
ટાંકી, આ પ્રાચીન કવિઓના મુખડામાંથી સ્ફુરેલી-રચેલી પોતાની કાવ્યરચનાઓનો એમણે આસ્વાદ કરાવ્યો.
•
‘કરીએ કૃષ્ણઉપાસના, ધરીએ હૃદયામાં ધ્યાન’ પળપળના આ પદ્મ મહીં આસન લે ભગવાન.
‘અનુભવ કરિયો રે કરનારે' એ વિદાસની પંક્તિના મુખડાનો આધાર લઈ એમણે રચનાને આગળ ચલાવી
•
‘દરિયો શું છે, મોજાં શું છે, થપાટ શું છે એની જાણ બધી મઝધારે, ફૂલનું ફૂટવું શું છે એ તો કેવળ જાણે મૂળ ભમરો કેવળ ફોરમ માણે, નહીં જાણે કોઈ કુળ રણની આંધીના અનુભવની વાત કરી વણઝારે, અનુભવ કરિયો રે કરનારે.’
ત્રણે ભુવનનો સ્વામી એને હોય ભાવની ભૂખ, એ વક્તા, એ શ્રોતા એમાં અવર ન હોય પ્રમુખ અનુભવ કરિયો રે કરનારે.’
આમ મધ્યકાળના પદની પહેલી પંક્તિમાંથી આવાં ૧૦૮ કાવ્યો લખાયાં. ક્યારેક હ્રદયને સ્પર્શી જતું કોઈ દશ્ય જોઈને પણ કાવ્યસરવાણી ફૂટી નીકળે છે. એમણે એમના અંગત અનુભવનો એક દાખલો ટાંકતાં કહ્યું કે પોતે નૈનીતાલ જતા હતા. રસ્તામાં અલમોડાના રોકાણ દરમ્યાન એક વાર કવિ પોતે બહાર નીકળ્યા ત્યારે એક માણસ રસ્તા પર બેસી આકાશને ધારીધારીને જોતો હતો. એમાં એક શ્રદ્ધા હતી. આ પરથી કવિએ લખ્યું :
કોઈ રસ્તાની ધારે ધારે, બેસી સાંજ-સવારે, તારી રાહ જોઉં છું.
ઊડતાં ઊડતાં પંખીઓ પણ તારું નામ પુકારે તારી રાહ જોઉં છું.
વનની કેડી વાંકીચૂંકી મારી કેડી સીધી,
મેં તો તારા નામની મીઠી કમલકટોરી પીધી રાતની નીરવ શાંતિ એના રણઝણતા રણકારે તારી રાહ જોઉં છું.
કદીક આવશે એવા અગમ તણા અણસારે તારી રાહ જોઉં છું.
એમણે પોતાની કે. સી. કૉલેજમાં વ્યાખ્યાતા તરીકેની આરંભિક કારકિર્દીથી માંડી. એમ.એસ.યુનિ. (વડોદરા) સુધીના અનુભવોમાંથી સ્ફુરેલી રચનાઓ રજૂ
કરી.
Page #27
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ
સુરેશ દલાલે કાવ્યરસ પીરસતાં જે એક આહ્લાદક વાતાવરણ ઊભું કર્યું હતું એની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે એમણે મીરાં મરણ પામે તો કેવી રીતે મરણ પામે એનું એક કલ્પનાચિત્ર આલેખતું સ્વરચિત કાવ્ય રજૂ કર્યું.
એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ. ઘૂંઘટપટની ઘૂઘરિયાળી વાત ગગનમાં ધૂપ થઈ એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ. મોરપિચ્છનો રંગ શરીરે ભયો ભયો થઈ વહેતો મુરલીનો એક સૂર મીટમાં થીર થઈને રહેતો યમુનાજલની કુંજગલીમાં મીરાં ચૂપ થઈ. એક દિવસ તો. Aristocratic Simplicityને એમણે મીરાંની વિશિષ્ટતા ગણાવી. અતિથિવિશેષ શ્રી જયસુખભાઈનું વક્તવ્ય ઃ
તે પછી બીજા અતિથિવિશેષ અને શ્રી મોહનલાલ દ. દેશાઈના સુપુત્ર શ્રી જયસુખભાઈ દેશાઈનો પરિચય શ્રી જયંતભાઈ કોઠારીએ આપ્યો હતો.
શ્રી જયસુખભાઈએ એમના વક્તવ્યમાં જણાવ્યું કે, એમના પિતાશ્રીના અવસાન સમયે એમની વય ૧૪ વર્ષની હતી. પિતાશ્રીની આ પ્રકારની વિદ્વત્તાનો પોતાને સાચો ખ્યાલ નહોતો. એમનો વિદ્વાન તરીકેનો ખરો પરિચય એમને જયંતભાઈએ કરાવ્યો. એ જાણીને એમનું હૈયું ભરાઈ આવેલું. એ પછી શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા એમના પિતાશ્રીના નામના ફંડમાંથી એમનાં કેટલાંક કામો થતાં રહે એવો પ્રસ્તાવ એમણે સંસ્થા પાસે મૂક્યો. એમના પિતાશ્રીનું લેખિત સાહિત્ય પુનઃ પ્રકાશનમાં લાવવા માટે જયંતભાઈએ અથાગ મહેનત કરી છે એ માટે જયંતભાઈ પ્રત્યે એમણે ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી. તેમજ મોહનભાઈના વર્ષો પહેલાં લખાયેલા એક અપ્રકાશિત ગ્રંથ જૈન અને બૌદ્ધ મત'નું સંપાદન હાલ કાન્તિભાઈ બી. શાહ સંભાળી રહ્યા છે તે અંગે પણ એમણે ઋણસ્વીકાર કર્યો.
સંપાદક શ્રી જયંત કોઠારીનું વક્તવ્ય :
તે પછી જૈન ગૂર્જર કવિઓ'ની સંશોધિત આવૃત્તિના સંપાદક જયંત કોઠારીએ રજૂ કરેલું વક્તવ્ય, આ ભગીરથ કામમાં જેમની જેમની સહાય એમને પ્રાપ્ત થઈ હતી તેમના પ્રત્યેની આભારની લાગણી વ્યક્ત કરનારું હતું. સૌ પ્રથમ ઋણસ્વીકાર કર્યો એમણે ગુજરાતી સાહિત્ય પરિષદનો. પરિષદના ગુજરાતી સાહિત્યકોશના કામમાં જો એમને જોડાવાનું ન થયું હોત તો મોહનલાલ દેશાઈના જૈન ગૂર્જર કવિઓ” ગ્રંથનો આવો પરિચય થયો હોત કે કેમ એ પ્રશ્ન હતો. જયંતભાઈએ કહ્યું કે “આ ગ્રંથ કેટલો મોટો સાહિત્યિક દસ્તાવેજ છે ! ‘આ ગ્રંથ જે વાપરે એને જ ખબર પડે કે એ કેવડું ગંજાવર
Page #28
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ : વિમોચન અને પૂર્ણાહુતિ-સમારોહ અહેવાલ
કામ છે !' એમ રમણભાઈએ સાચું જ કહ્યું છે. આ ગ્રંથને ઉપયોગમાં લીધા પછી તો મોહનભાઈ પ્રત્યેનું મારું માન વધતું જ ગયું. મોહનભાઈને ડગલે તો મેં બે પગલાં જ માંડ્યાં છે. એમણે બધા જ રસો ત્યાગીને આ એક માત્ર કામ કરવા ઘણો ભોગ આપ્યો છે. મોહનભાઈએ સંકલ્પપૂર્વક આ કામ કર્યું છે. ઘણાને પ્રશ્ન થાય કે કેમ જૈન સાહિત્યનું જ કામ ? તો એનો જવાબ એ હતો કે “એ સાહિત્યની ઉપેક્ષા થઈ છે માટે.” હું તો સ્પષ્ટ માનું છું કે મોહનભાઈના નામની “ચેર યુનિ.માં હોવી જ જોઈએ અને જેનો એ નહીં કરે ત્યાં સુધી એમનું તર્પણ અધૂરું રહેશે.
પ્રીતિપરિશ્રમ - જે મોહનભાઈનો જ શબ્દ છે - એ એમણે કર્યો છે. આ કામમાંથી એક પણ પૈસો મોહનભાઈએ સંકલ્પપૂર્વક લીધો નથી. મોહનભાઈનું કામ કરવાનું મને મળ્યું એ જ મારી ધન્યતા છે, જેમ ભૃગુરાય અંજારિયાનું કામ કરવાનું મળ્યું એ મારી ધન્યતા છે. આવા માણસો મળે છે જ ક્યાં ? ગુજરાતી સાહિત્ય પરિષદે મને આવા માણસનું દર્શન કરાવ્યું.
આવા ગ્રંથની નવી આવૃત્તિ થવી જોઈએ એમ મનમાં ઘોળાતું હતું ત્યારે ભાયાણીસાહેબનો અભિપ્રાય હતો કે “ “જૈન ગૂર્જર કવિઓ'નું કેવળ પુનર્મુદ્રણ જ કરો. શુદ્ધિવૃદ્ધિ સાથે કામ કરવા જશો તો એ કામ થશે જ. નહીં.” આ કામના પ્રોત્સાહન માટે ભાયાણીસાહેબનું પણ ઘણું મોટું ઋણ છે જ. પણ અંતે, આ કામ કરવું તો શુદ્ધિવૃદ્ધિ સાથે જ, એ જ યોગ્ય જણાયું. રમણભાઈને પણ સંસ્થાને આ કામ માટે સંમત કરવામાં મુશ્કેલી પડી જ હશે. રમણભાઈ હોય નહીં ને આ કામ થાય નહીં. એમનો પણ ઋણસ્વીકાર કરું છું.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંસ્થાનો અનુભવ મારી જિંદગીનો ઉત્તમ અનુભવ છે. અન્ય કોઈ સંસ્થા મને આટલી મોકળાશ આપે ખરી ? મારો પુરસ્કાર પણ હું નક્કી કરું, સંસ્થા નહીં. કયો કાગળ, કયું પ્રેસ, કેટલા ભાગ, કેટલાં પાનાં, કેટલો ખર્ચ - એ નિર્ણયો પણ મારા. એ અંગે કશી જ પૂછપરછ નહીં. આ અનુભવ અન્યત્ર શક્ય નથી. તે સમયના ડાયરેક્ટર કાન્તિલાલ કોરાના પત્રો તો હું મારા માટેનું ઉત્તમ સર્ટિફિકેટ' માનું છું.
મને એવા જ સહકાર્યકરો અને મિત્રો પણ મળ્યા. કીર્તિદા જોશી તો પહેલેથી જ આ કામમાં સાથે. ઉપરાંત કાન્તિભાઈ શાહ, દીતિ શાહ, ગાભાજી ઠાકોર, પુત્રવધૂઓ મિતા અને લિપિ, પુત્રી દર્શન - સૌની સહાય મળી. રૂમમાં ચાનો કપ મૂકવાની પણ જગા ખાલી ન હોય એ સ્થિતિ પણ કુટુંબ સ્વીકારી.
ગ્રંથાલયોની સહાય મળી. મારે માટે ગ્રંથાલયો ખુલ્લાં રહ્યાં. ત્યાં બેઠેલા માણસોનો પૂરતો સહકાર મળ્યો.
પુત્ર રોહિત જેવી ચોકસાઈ બીજે જોવા ન મળે. એ મને પૂરો જોઈ
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૦
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
આપતો. આ કૂથાનાં કામો જેવી સામગ્રીનાં એણે જોયેલાં પ્રફોમાં ભાગ્યે જ કોઈ ભૂલ જોવા મળે. મુદ્રક ભીખાભાઈ પટેલનો પણ કેટલો બધો સહકાર ! હસ્તપ્રતસૂચિના આ ગ્રંથમાં ટાઈપોગ્રાફિકલ વેરાઈટી આવે. પણ એ બધું જ કરી આપવા એ તૈયાર થયા. મને કહે હું તમને આમ જ કરી આપીશ.” મારે સામેથી કહેવું પડ્યું કે “આ ભાવ તમને શે પોષાશે ? તમે વધુ ભાવ
ભરો.”
ઉપરાંત, સુંદર બાઇડિંગ કરી આપનાર મહાવીર બૂક બાઈડિંગ વર્ક્સ, સુંદર ડિઝાઈન કરી આપનાર ચિત્રકાર શૈલેશ મોદી, પ્રકાશકો-વિક્રેતાઓ આર. આર., નવભારત, ગૂર્જર ગ્રંથરત્ન, રન્નાદે, ગ્રંથાગાર, સરસ્વતી પુ. ભં. એ સૌનો જયંતભાઈએ હાર્દિક આભાર માન્યો.
અત્યાર સુધીમાં “જૈન ગૂર્જર કવિઓના જે ભાગો બહાર પડ્યા તેના જુદે જુદે સમયે વિવિધ સામયિકોમાં સમીક્ષા લખનાર સમીક્ષકો ડો. ભારતી વૈદ્ય, પ્રા. ભૂપેન્દ્ર ત્રિવેદી, પ્રા. ભોગીલાલ સાંડેસરા, ડૉ. રમણલાલ જોશી, ડો. હસુ યાજ્ઞિક, પ્રા. કનુભાઈ જાની, ડૉ. રમણ સોની, ડૉ. બળવંત જાની, ડૉ. સુભાષ દવે, ડૉ. કાન્તિભાઈ શાહ, ડો. નગીનભાઈ શાહ, પ્રા. દીપક મહેતા, શ્રી ધનવંત ઓઝા તેમજ વિદેશી સમીક્ષકો નલિની બલવીર, અર્નેસ્ટ એન્ડર, માલીઝા વ.નો એમણે આભાર માન્યો. એમણે કહ્યું કે ગુજરાતી સાહિત્યમાં જૈન ગૂર્જર કવિઓની જેટલી સમીક્ષાઓ થઈ છે એટલી ભાગ્યે જ બીજા કોઈ ગ્રંથની થઈ હશે.
બે સુપ્રસિદ્ધ જૈનાચાર્યો શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી અને શ્રી વિજયશીલચંદ્રસૂરિજીનો એમણે ખાસ ઋણસ્વીકાર કર્યો. એમણે કહ્યું કે “આ શ્રેણીસમાપનનો ઓચ્છવ કરવાનું સૂચન આ.શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીનું હતું. મારા પ્રત્યે આરંભથી જ એમનો સ્નેહભાવ અસાધારણ રહ્યો છે. આ ઉપરાંત કનુભાઈ જાની જેવા મારા અધ્યાપકનો, શાસ્ત્રીજી જેવા વયસ્ક વિદ્વધર્યનો અને સુરેશ દલાલ જેવા કવિજનનો જે પ્રેમ મળ્યો છે એને તો તે મહાનુભાવોની મોટાઈ જ ગણું છું.' આતિથ્ય-સહયોગ માટે શ્રી આંબાવાડી જે.મૂ. જૈન સંઘનો પણ એમણે આભાર માન્યો. ઉબોધન : આ.શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી :
તે પછી જેમની નિશ્રામાં આ સમારોહ યોજાયો તે પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીએ પ્રસંગલક્ષી ઉદ્દબોધનમાં કહ્યું કે મોહનલાલ દ. દેશાઈની ચેર' થાય એ મહત્ત્વનું નથી પણ આવાં કામો થતાં રહે એ મહત્ત્વનું છે. વળી “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસની પણ સંવર્ધિત-સંશોધિત આવૃત્તિ જયંતભાઈને હાથે જ થાય એવો અભિલાષ એમણે વ્યક્ત કર્યો.
WWW.jainelibrary.org.
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ ઃ વિમોચન અને પૂર્ણાહુતિ-સમારોહ અહેવાલ
૧૧
એમણે કહ્યું કે, “વિદ્યાને કોઈ સીમાડા નથી હોતા. જૈન ભંડારોમાં વૈદિક પરંપરાના કેટલાય પ્રાચીન ગ્રંથો સાંપડે છે. અને એવું જ હોવું જોઈએ. જુઓને, ડેન્ટીકૃત “ડિવાઈન કૉમેડી' એ ગ્રંથ યુરોપના ઇટાલી જેવા દૂરના દેશમાં સેંકડો વર્ષ પહેલાં રચાયેલો તેનો પદ્યબદ્ધ અનુવાદ ઠેઠ ગુજરાતના ટીંબે રાજેન્દ્ર શાહ જેવા કવિની કલમે થાય છે.
આજે શ્રી જયંતિભાઈ કોઠારીએ કરેલી સાહિત્યસેવાનો ઓચ્છવ છે. જયંતભાઈએ શ્રી મોહનભાઈએ કંડારેલી કેડીને જ વધુ ખેડીને પહોળી કરી છે. શ્રી મોહનભાઈના નામને વધુ ઊજળું કરી બતાવ્યું છે.
આજે જે વિદ્વાનોનો સ્નેહાળ મેળો મળ્યો છે તે એક આનંદની ઘટના છે. સુરેશભાઈને બધાએ જે રીતે માણ્યા તે જાણીને મને આનંદ થયો છે.
આવા પ્રસંગો વારંવાર થવા જોઈએ. તેથી પ્રજા તો જ્ઞાન તરફ વળે - વળી શકે અને માત્ર ગુજરાતમાં ચોપડાપૂજન થાય છે એ મહેણું ટળે અને કહી શકીએ કે અહીં ચોપડીનું પણ પૂજન થાય છે. ચોપડી અને ચોપડીના લેખક બન્ને એ રીતે પૂજનીય છે.
ઉપસ્થિત શ્રોતાવૃંદ પણ આજે આવી પ્રેરણા લઈને જ વિદાય થશે તેવી શ્રદ્ધા છે.” આભારદર્શન : શ્રી પ્રકાશભાઈ ઝવેરી :
તે પછી, “જૈન ગૂર્જર કવિઓ' (ભાગ ૧-૧૦)નું પ્રકાશન કરનાર સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)ના માનદ મંત્રીશ્રી પ્રકાશભાઈ ઝવેરીએ સંસ્થા વતીથી લાક્ષણિક શૈલીએ આભારદર્શન કર્યું. સદીઓ પહેલાં “ભક્તામરસ્તોત્ર'ના રચયિતા શ્રી માનતુંગસૂરિની એક પંક્તિ અને કવિ સુરેશ દલાલના એક કાવ્યનો સંદર્ભ ટાંકીને કહ્યું કે વિદ્વાનોની આ સભામાં હું કાંઈ વાત કરું તો મારી શી હાલત થાય ? આનો માર્મિક આરંભ કરીને આચાર્ય ભગવંતોની કૃપાયાચનાથી માંડી શ્રી કે. કા. શાસ્ત્રી, શ્રી સુરેશ દલાલ, શ્રી જયસુખભાઈ દેશાઈ, શ્રી રમણલાલ ચી. શાહ, શ્રી જયંતિભાઈ કોઠારી, શ્રી કનુભાઈ જાની, શ્રી રમણ સોની, શ્રી કાન્તિભાઈ, આંબાવાડી સંઘ, શ્રી દીપકભાઈ બારડોલીવાળા તેમજ સૌ સહાયકો અને ઉપસ્થિત મહેમાનોનો આભાર માન્યો હતો. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ મહારાજની પ્રેરણાથી અને ધાર્મિક કેળવણીની સાથે આધુનિક કેળવણીની સુવિધાના આશયથી સ્થપાયેલી આ સંસ્થા ૮૧ વર્ષ પૂરાં કરે છે તેનો ઉલ્લેખ કરી સંસ્થાનાં કામોનો સંક્ષિપ્ત પરિચય પણ કરાવ્યો હતો. છેલ્લે આંબાવાડી જૈન સંઘ વતીથી સંઘના મંત્રીશ્રી વિનુભાઈ શાહે આભારવિધિ કરી
હતી.
આ સાથે આજના આ સમારોહની પહેલી બેઠક સમાપ્ત થઈ હતી.
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૨
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
બહુમાન :
આ પહેલી બેઠકમાં, ગ્રંથવિમોચક વિદ્વદ્વર્ય શ્રી કેશવરામ કા. શાસ્ત્રીજી, અતિથિવિશેષો કવિશ્રી સુરેશ દલાલ અને શ્રી જયસુખભાઈ મો. દેશાઈ, ડૉ. રમણલાલ ચી. શાહ તથા “જૈન ગૂર્જર કવિઓ' (ભા.૧-૧૦)ની સંવર્ધિત આવૃત્તિના સંપાદક શ્રી જયંતભાઈ કોઠારી – આ પાંચ મહાનુભાવોનું આંબાવાડી સંઘના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત વડોદરાથી પધારેલા સંગીતકાર શ્રી જયદેવભાઈ ભોજક અને પ્રભાતભાઈ ભોજકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન :
પહેલી બેઠકના સમગ્ર કાર્યક્રમનું સંચાલન સફળતાપૂર્વક શ્રી દીપકભાઈ બારડોલીવાલાએ કર્યું હતું. બીજી બેઠક : “ગોષ્ઠિ' :
ભોજન બાદ બપોરના ૨-૦૦ વાગ્યે આજના કાર્યક્રમની બીજી બેઠક ‘ગોષ્ઠિાનો પ્રારંભ થયો હતો. ગોષ્ઠિનો વિષય હતો : “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યવારસાના જતન અને પ્રકાશનના પ્રશ્નો.” એમાં અમદાવાદ, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર, વડનગર, વડોદરા, બીલીમોરા, મુંબઈ, ભુજ, રાજકોટ, ઘોઘાવદર, પોરબંદર, ભાવનગર વગેરે વિવિધ સ્થળોના સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતીના વિદ્વાનોએ ભાગ લીધો હતો. આ બેઠક પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીની નિશ્રામાં અને શ્રી જયંતિભાઈ કોઠારીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. પૂજ્ય મહારાજશ્રીના મંગળાચરણ બાદ શ્રી જયદેવભાઈ ભોજક અને સાથીદારોએ બાગેશ્રી રાગમાં અનંતરાય ઠક્કર (શાહબાઝ) રચિત “તુજ વિણાની દિવ્ય બ્રહ્મ મીંડ જ્યાં બજી રહી, બ્રહ્મની પ્રથમ ઉષા જગત પરે ઊગી રહી” એ પંક્તિઓથી આરંભાતું સરસ્વતીગાન રજૂ કર્યું હતું. વિદ્વત્પરિચય :
તે પછી પૂજ્ય આ.શ્રી પ્રદ્યુમ્નસૂરિજીની ઈચ્છાથી સૌ ઉપસ્થિત વિદ્વાનોએ સંક્ષેપમાં સ્વપરિચય આપ્યો હતો. આ બેઠકનું સંચાલન સમારોહ-સંયોજકો કાન્તિભાઈ બી. શાહ અને કીર્તિદા જોશીએ કર્યું હતું. પ્રસ્તાવના : કાન્તિભાઈ શાહ :
પ્રાસ્તાવિક વક્તવ્યમાં કાન્તિભાઈ શાહે જણાવ્યું કે ‘પૂ. મહારાજશ્રીની ઇચ્છા આજના આ સમારોહને ઓચ્છવ રૂપે મનાવવાની હતી, તો ઘણા સમયથી, જયંતભાઈની ઇચ્છા આવા પ્રસંગને નિમિત્તે ગોષ્ઠિનું આયોજન કરવાની હતી. પહેલી બેઠકમાં પૂજ્ય મહારાજશ્રીનો અભિલાષ ફળ તો આપણે નિહાળ્યો,
Page #32
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ ઃ વિમોચન અને પૂર્ણાહુતિ-સમારોહ અહેવાલ
તો અત્યારે આ બીજી બેઠકમાં જયંતભાઈના સ્વપ્નને સાકાર થતું આપણે જોઈએ છીએ. આમ બન્ને મહાનુભાવોની ઇચ્છા સંતોષાતી હોય એનો એક સમારોહ-સંયોજક તરીકે મારો આનંદ હું અત્રે પ્રગટ કરું છું.
ગોષ્ઠિનું આયોજન કરતી વખતે જયંતભાઈના મનમાં એક બાબત તો નિશ્ચિત હતી કે કેવળ બે-ચાર વિદ્વાનો ક્રમશઃ આવીને નિબંધવાચન કરી જાય ને બેઠક પૂરી થાય એમ નહીં, પણ ગોષ્ઠિના મુખ્ય વિષયનાં વિવિધ પાસાંઓને ધ્યાનમાં રાખી એના પેટાવિષયો અંગે કેટલાક વિદ્વાનો ચર્ચાનો પ્રારંભ કરે, પછી એ ચર્ચા ખુલ્લી મુકાય, ઉપસ્થિત સૌ વિદ્વાનો એમાં સ્વેચ્છાએ સામેલ થઈ પોતાનાં મંતવ્યો રજૂ કરે, એ ચર્ચામાંથી અંતે કશુંક એવું નક્કર નીપજી આવે કે ચર્ચાના એ તારણમાંથી કોઈ નિર્ણય ત૨ફ જઈ શકાય ને શક્ય હોય તો એ અંગે કાંઈક જાહેરાત કરવા ભણી પણ જઈ શકાય.'
‘ગોષ્ઠિ'નાં પ્રારંભિક વક્તવ્યો :
(ડૉ. કનુભાઈ શેઠ, પ્રા. જયંત કોઠારી, ડૉ. રતિલાલ બોરીસાગર, ડૉ. શિરીષ પંચાલ)
ગોષ્ઠિના મુખ્ય વિષયને ચાર
વિભાગોમાં વહેંચવામાં આવ્યો હતો. એ ચાર વિષય-વિભાગો વિશે પ્રારંભિક વક્તવ્યો રજૂ કરવા માટે ડૉ. કનુભાઈ શેઠ, પ્રા. જયંતભાઈ કોઠારી, ડૉ. રતિલાલ બોરીસાગર અને ડૉ. શિરીષ પંચાલને આમંત્રણ અપાયું હતું. એમાંથી ડૉ. શિરીષ પંચાલ સંજોગોવશાત્ ઉપસ્થિત રહી શક્યા નહોતા. પણ એમણે એમનું વક્તવ્ય લિખિત સ્વરૂપે મોકલી આપ્યું હતું જે કાન્તિભાઈ શાહે વાંચી સંભળાવ્યું હતું. આ વિદ્વાનોનો આરંભમાં કાન્તિભાઈ શાહે ટૂંકો પરિચય કરાવ્યો હતો. પ્રારંભિક વક્તવ્યો ક્રમશઃ આ પ્રમાણે રજૂ થયાં હતાં.
વર્તમાન સ્થિતિ અને હવે પછીનું કાર્ય ઃ ડૉ.
૧. હસ્તપ્રત ભંડારો કનુભાઈ શેઠ
૨. મુદ્રિત હસ્તપ્રત સૂચિઓની સમીક્ષા અને સૂચનો ઃ પ્રા. જયંત કોઠારી ૩. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સંપાદનપ્રવૃત્તિ
આજ સુધીની
અને હવે પછીનો કાર્યક્રમ : ડૉ. રતિલાલ બોરીસાગર
આજ સુધીની
આ ચારેય વક્તવ્યો માટે જુઓ આ પુસ્તિકાનાં પૃષ્ઠ ૩૩થી ૬૫
-
૪. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પ્રકાશનપ્રવૃત્તિ અને હવે પછીનો કાર્યક્રમ : ડૉ. શિરીષ પંચાલ
ખુલ્લી ચર્ચા :
—
૧૩
-
આ ચારેય વક્તવ્યોની રજૂઆત બાદ ચર્ચા ખુલ્લી મુકાઈ હતી. સમય મર્યાદિત હોવાથી પૂરક ચર્ચામાં સામેલ થનાર વિદ્વાનોને માત્ર મુખ્યમુખ્ય
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૪
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
મુદ્દાઓની જ રજૂઆત કરવા વિનંતી કરાઈ હતી. ચર્ચામાં નીચેના વિદ્વાનોએ ભાગ લીધો હતો.
ડૉ. બળવંત જાની, ડૉ. રમણલાલ પાઠક, ડૉ. અરુણોદય જાની, ડૉ. કે. આર. ચંદ્રા, ડૉ. રમણ સોની, ડો. કનુભાઈ જાની, ડૉ. શાન્તિલાલ આચાર્ય, પ્રા. નરોત્તમ પલાણ, શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિક અને શ્રી હર્ષદ ત્રિવેદી,
[ખુલ્લી ચર્ચાનાં વક્તવ્યો માટે જુઓ આ પુસ્તિકાનાં પૃ. ૬૬થી ૭૧] પ્રતિભાવ અને તારણ : શ્રી જયંત કોઠારી :
આ વિદ્વાનો દ્વારા થયેલી પ્રારંભિક અને ખુલ્લી ચર્ચાનાં તારણો અને તે પરના પોતાના પ્રતિભાવો અધ્યક્ષસ્થાનેથી પ્રા. જયંતભાઈ કોઠારીએ રજૂ કર્યા હતાં. આ ચર્ચાને અનુષંગે હવે આપણે સૌએ શું કરવું જોઈએ એ અંગે એમણે કેટલાંક જરૂરી સૂચનો પણ કર્યાં હતાં. [ચર્ચાનાં તારણો રજૂ કરતા શ્રી જયંતભાઈના અધ્યક્ષીય વક્તવ્ય માટે જુઓ આ પુસ્તિકાનાં પૃ. ૭૦થી, ૭૧.] સમાપન : આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી :
તે પછી પૂજ્ય આ.શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીએ પોતાના સમાપન-વક્તવ્યમાં જૂની હસ્તપ્રતોનાં સંશોધન-સંપાદનની આ દિશામાં કામ કરનારાઓને પૂરતી સગવડો મળી રહેવાની બાંહેધરી આપી.
આ દિશામાં રસ લેનારાઓની બીજી બેઠક પોતાને ત્યાં કરવા માટે સૌરાષ્ટ્ર યુનિ.ના ડૉ. બળવંત જાનીએ નિમંત્રણ આપ્યું હતું.
સંસ્થા વતીથી શ્રી નટુભાઈ શાહે કરેલી આભારવિધિ સાથે આજના આ સમારોહની બીજી બેઠક સમાપ્ત થઈ હતી.
Page #34
--------------------------------------------------------------------------
________________
‘જૈન ગૂર્જર કવિઓ’ – સમીક્ષા
G
Page #35
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ” – એક બહુમૂલો સંદર્ભ-ભંડાર
-
-
-
કનુભાઈ જાની
બરાબર એક વરસ પહેલાં (૧૯-૧-૯૭) “જૈન ગુર્જર કવિઓ'ના દળદાર દસ ગ્રન્થોનો લોકાર્પણ-સમારોહ થયેલો. ત્યારે એ વિષે પ્રસંગોચિત વક્તવ્ય આપેલું. હવે એ પ્રસંગનાં વક્તવ્યો ગ્રન્થસ્થ થાય છે ત્યારે, તે વખતના મુદ્દાઓને વ્યવસ્થિત મૂકવાનો અવકાશ છે.
આપણા વિદ્યાક્ષેત્રની આ એક એવી અવિસ્મરણીય મહત્ત્વની ઘટના છે જેની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધ લેવાવી ઘટે. ભારતીય ભાષાઓમાંથી ભાગ્યે જ આવું સાતત્યપૂર્ણ વિદ્યા-આરાધન બીજે થયું હશે. આને-
ટોપ્સન યાદ આવે. એકની સૂચિ, બીજાએ શુદ્ધિવૃદ્ધિસમેત રજૂ કરીને “Motif Index’ આપ્યો - છ ગ્રંથોમાં. આ ભિન્ન-વિષયે એ જ કક્ષાનું કાર્ય છે. ગુજરાત જેને માટે ગૌરવ લઈ શકે એવી અવિરત અખંડ એક સદીની આરાધનાનું ફળ છે. કેવળ સમયાવધિ જ નહિ અનવરત વિદ્યાપ્રીતિ ને સજ્જતાપૂર્વકનો સતત પરિશ્રમ બે વિદ્વાનોએ પરસ્પરનાં કામની પૂર્તિરૂપે કર્યો ! અહીં ‘પરસ્પર' શબ્દ કદાચ કોઈને ખટકે; પણ પૂર્વેના વિદ્વાનના મનોગતોને જાણીને, કલ્પીને, જાણે બીજાએ કામ કર્યું ! એકબીજાની પ્રત્યક્ષ સન્નિધિ વિના, માનસિક સન્નિધિથી ! બહુ ઊંચા પ્રકારની અખંડ લગની વિના ને એ માટેની પૂરી સજ્જતા વિના આ જ્ઞાન-સાહસ / વિદ્યાસાહસ પાર ન પડે. કોઈ પણ દેશની વિદ્વત્તાના ઇતિહાસમાં નોંધપાત્ર બને એવી આ ઘટના છે. એમાં જયન્તભાઈની, બુઝાતા દીવા જેવી અત્યન્ત ચિત્તાજનક તબિયત પણ ન નડી, એમાં કલ્યાણકૃત્. કશુંયે તે દુર્ગતિ પામશે નહીં એવી ઉપરવાળાની કાળજી ગણવી હોય તો ગણો. અવિચલિત માનસિક સ્વસ્થતા, વિદ્યાપ્રીતિની પ્રેરકતા, ચિકિત્સકો ને સ્નેહીઓની પ્રેમભરી માવજત, પોતાની અડગતા - જે ગણવું હોય તે ગણો. પણ આવું અત્યંત વિરલ. વ્યવધાનોની વચ્ચેથી જાણે વિદ્યાનો અખંડ દીપ વધુ તેજ સાથે બહાર આવ્યો ! આના ગ્રંથકારોની વાત વિના આ ગ્રન્થની વાત અધૂરી ગણાય; ને ગ્રંથનું ય માણસ જેવું છે. માણસની પિછાણ પરિચય જ થાય તેમ ગ્રંથની વાત ભલે કરીએ, પણ એનો પરિચય મેળવ્યા-કેળવ્યા પછી જ એનું મૂલ્ય સમજાય. એનો જાતઅનુભવ કરવો પડે. અહીં તો એવા જાતઅનુભવની જ વાત છે.
જગતના બહુ જૂજ દેશો એવા હશે જેની ભાષાના સાહિત્યનો સતત
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ' – એક બહુમૂલો સંદર્ભ-ભંડાર
૧૭.
હજારેક વર્ષનો અંકોડાબંધ ઈતિહાસ સળંગ મળતો હોય. ગુજરાતી એ રીતે અપવાદરૂપ સભાગી છે. એનું સાહિત્ય મબલક પ્રમાણમાં લિખિત રૂપે ને મૌખિક રૂપે બેય રીતે સચવાતું આવ્યું. એનાં ઐતિહાસિક કારણો તો સુવિદિત છે. જૈન ભંડારો ને વૈયક્તિક ગ્રન્થાલયોમાં આ સાહિત્ય સચવાયું અને સમાજ-ધર્મ-ઉત્સવો-મેળા-રીતરિવાજો વગેરે સાથે અવિનાભાવે કંઠોપકંઠ કેટલુંક વહેતું રહ્યું. તો ચારણો-ભારોટો-મીર આદિ વિદ્યાધરોની વ્યાવસાયિક જાતિઓને કારણે પણ જળવાયું. પણ આ બન્ને પ્રકારના સાહિત્યની મહત્તા ને મહત્ત્વ અંગેની સભાનતા આવી મોડી.
અહીં તો હસ્તપ્રતગ્રસ્ત સાહિત્યની જ વાત છે. એમાંય જાગ્યા મોડા. જાગ્યા ને જોયું-જાણ્યું ત્યારે એ સાહિત્ય જુદાજુદા ભંડારોમાં ને ગ્રંથાલયોમાં કે વ્યક્તિઓ પાસે અહીં-તહીં બધે વેરવિખેર હતું. સમગ્ર ગુજરાત-રાજસ્થાનમાં વેરાયેલું ! બધે જઈજઈને, બધી હસ્તપ્રતો ઉકેલી-સાંભળી-વાંચી-નોંધીને પછી કાળક્રમે ગોઠવવાનું - તેય સો વરસ પહેલાં, ટાંચા સાધને, કરે કોણ ? એકેએક કર્તા, ને એકેએક કૃતિ હાથમાં લઈ, વાંચી-ઓળખી, એની ટૂંકી નોંધ કરવી એટલે ? એક જનમ તો ઓછો પડે – ને એકલપંડે કોઈ કરી શકે એ તો, આ થયું નહોતું ત્યાં સુધી, મનાય એમ જ નહોતું ! નહિ યુનિ., યુનિ.માં નહિ આ ગુજરાતી વિષય, નહિ આજની જેમ વ્યાવસાયિક અધ્યેતાઓ, નહિ કોઈ સંસ્થાની યોજનાફોજના કે મદદ-બદદ ! પણ એક માણસ એવો નીકળ્યો જેણે એકલ પંડે ને કોઈ જાહેરાત વિના આ કામ ઉપાડ્યું. નર્મદના કોશકામની વાત એક ઉત્તેજનાના જમાનામાં મુનશી - વિ. મ. ભટ્ટ વગેરેએ ચરિત્રો, લેખો, વ્યાખ્યાનો, વિવેચનો, સમારંભો દ્વારા ફેલાવી; એટલે સૌએ જાણી. પણ આ હતા શાન્ત, ધીર, વિદ્વદ્ પ્રકૃતિના જણ. હતા તો એ જમાનામાં બહુ ભણેલા, હાઈકોર્ટના વકીલ (બી.એ., એલએલ.બી.), પણ વિદ્યારત. કમાવાનું ગૌણ ગણીને એમણે આખું જીવન આ કાર્યને આપ્યું. ૬૦ વર્ષના (૧૮૮૫-૧૯૪૫) આયુષ્યના ચાર દાયકા આ કાર્યને ! એટલેકે યૌવનાવસ્થાથી મૃત્યુ. One-man univesity ! એ મોહનલાલ દલીચંદ દેશાઈ. હજાર પાનનો (જેને એ “સંક્ષિપ્ત' કહે છે તે) “જૈન સાહિત્યનો ઈતિહાસ' (૧૯૩૩) અને “જૈન ગૂર્જર કવિઓ'ના ત્રણ ભાગના આકર ગ્રન્થના કર્તા. “જૈન ગૂર્જર કવિઓનાં ચાર હજાર પાનાંમાં ૧૨૨૮ કર્તાઓની ત્રણેક હજાર કૃતિઓની, પ્રત્યેકના આરંભ-અંતના અંશો તથા લહિયાઓની પુષ્પિકા સહિતની, પરિચયાત્મક, કાળક્રમસહિતની સૂચિ એમણે આપી; પરિશિષ્ટોમાં મધ્યકાલીન સાહિત્યની વિસ્તૃત ભૂમિકા, સ્થળનામો, રાજાવલિ, કથાનામો વગેરે એ કાળના સાંસ્કૃતિક ઇતિહાસની શ્રદ્ધેય સામગ્રી આપી. એમાં જૈન અને જૈનેતર કર્તાનો-કૃતિઓનો સમાવેશ તો છે, પણ સાધુઓની વિદ્યાનિષ્ઠા ને સાચવણ તથા પરિશીલનને કારણે જૈન સાહિત્ય જેટલું જળવાયું છે એટલું
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૮
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
જૈનેતર જળવાયું નથી. એમણે કર્તા-કૃતિ સૂચિ ઉપરાન્ત દેશીઓની મોટી સૂચિ, ગચ્છોની પાટ પરંપરાનો ઇતિહાસ, તેરમી સદી પહેલાંનું પ્રાચીન ગુજરાતી (અપભ્રંશ)નું સાહિત્ય, હેમચંદ્રાચાર્યના જીવન અને સાહિત્યના પરિચય સહિતનો ગૌર્જર અપભ્રંશ સાહિત્યનો, દષ્ટાન્તો સહિતનો, વિસ્તૃત, પ્રકરણબદ્ધ ઇતિહાસ વગેરે આનુષંગિક અભ્યાસો પણ એમાં આપ્યા. આ બધું મોટે ભાગે હસ્તપ્રતો ઉકેલીઉકેલીને અભ્યાસ સાથે આપ્યું. પરિણામે મધ્યકાલીન સાહિત્યનો એક શ્રદ્ધેય દસ્તાવેજ મળ્યો.
વિવેચકો ને વિદ્વાનોને સાશ્ચર્ય મુક્તકંઠે વરસવું જ પડે એવું ગંજાવર કામ થયું. કહાનજી ધર્મસિંહે ગાયું કે આ તો
જતિ-સતી-ગુરુ-જ્ઞાનીનો
અનુપમ જ્ઞાનવિલાસ.” આ ગ્રંથો છપાતા હતા તે દરમ્યાન, ને તે પછી પણ, નવાં સંશોધનો તો સારા પ્રમાણમાં થયાં ને મધ્યકાળની નવી કૃતિઓ ને નવા કર્તાઓ મળતાં ગયાં. આ ગ્રંથો અપ્રાપ્ય બની ગયા પછી પણ એની માગ તો ઊભી જ રહી ! કાળદેવતા ય ક્યારેક સુખદ અકસ્માતોની કળાનો ખેલ ખેલી લેતા હોય છે ! મોહનભાઈના જ રાજકોટમાં જાણે કે એમના કાર્યના પુનરુદ્ધારક તૈયાર થતા હતા. મોહનભાઈ ગુજરી ગયા (૧૯૪૫) ત્યારે જયંતભાઈ પંદર વર્ષના. પછી ભણ્યા, અધ્યાપક થયા, વિવેચક થયા, અભ્યાસી થયા, સાહિત્યકોશના પહેલા ભાગનું કામ ઉપાડ્યું ત્યારે મધ્યકાલીન સાહિત્ય અંગે સંશોધનાત્મક કામ પણ કરવું પડ્યું. ત્યારે વધુ ને વધુ પ્રતીતિ થતી ગઈ કે મોહનભાઈના ગ્રંથો ફરીથી શુદ્ધિ-વૃદ્ધિ સાથે, નવી વિગતો આમેજ કરીને સંપાદિત થવા જ જોઈએ. એટલે, પરિષદ છોડતાં જ, જ્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એમને જ આ કામ કરવા વીનવ્યા, ત્યારે પડકાર સ્વીકાર્યો. પણ ૧૮૮૬માં પહેલો ભાગ અને ભાંગેલી તબિયતે ૧૯૯૬માં દસમો ભાગ પૂરો કરી, દસેય ભાગ '૯૭ના જાન્યુઆરીમાં ઉપલબ્ધ કરી આપ્યા. “જૈન ગૂર્જર કવિઓ' આ સદીના પહેલા દાયકામાં શરૂ થયું હતું, એની આ બીજી સંશોધિત આવૃત્તિનો છેલ્લો ભાગ આ સદીના દસમા (છેલ્લા) દાયકામાં પૂરો થયો ! વચમાંનાં વર્ષો જાણે જયન્તભાઈની આ માટેની સજ્જતામાં જ ગયાં, ને એમ આ વિદ્યાયજ્ઞ સતત આ સદી આખી દરમ્યાન ચાલ્યો.
આ વિદ્યાકીય તવારીખ, આમ, અવિસ્મરણીય વિદ્યાકથા છે. વિદ્યાપ્રીતિની અનુપમ કથા. બે વિદ્યાપ્રેમીઓ એક-એક કરીને પોતાનાં આખાં બે પેઢીનાં તપકર્મને એક જ ગ્રંથમાં હોમે, એ જ્ઞાનખોજની કેવડી મોટી અણછીપી તરસ હોય, ને એ માટેની બહુવિધ શક્તિ-સૂઝ હોય, સજ્જતા હોય ત્યારે બને ! ક્રિકેટમાં બે-બેની જોડી જ રમતી હોય છે. સાહિત્યને ક્ષેત્રે વિરલ. ટૉની-પેન્ઝર,
Page #38
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ' – એક બહુમૂલો સંદર્ભ-ભંડાર
૧૯
આર્ને- ટોપ્સન જેવાં નામો જૂજ. પણ આ જોડીએ ભાગીદારીમાં સેક્યૂરી' કરી !
આવાં કામોને યાદ કરીએ ત્યારે આપણે - ભલે અન્યથા “સંયુક્ત કુટુમ્બ“સંયુક્ત કુટુમ્બ' કહેતાં હોઈએ - ગૃહિણીને બાદ કરીએ છીએ. (લેખકોના માહિતીકોશોમાં પિતાનામ અવશ્ય: માતાનું ક્યારેક; પણ પત્નીનું ?) પ્રત્યેક વાચસ્પતિનાં આવાં ગંજાવર કામોની પાછળ કોઈક ભામતીની મંગલાત્મક માવજત – પ્રેમાળ ત્યાગ હોય છે જ. એ પ્રેમત્યાગની મહેક પેલાં વિદ્યાકાર્યોમાં પણ હોય છે - મૌનરૂપણ. જયંતભાઈના વિદ્યાકાર્યમાં પણ એ મહેક રહેલી
મોહનભાઈએ ત્રણ ભાગમાં જે કર્યું તે સંશોધિત ઉમેરણો સાથે મૂકવા જતાં આ બીજી આવૃત્તિમાં દસ ભાગનું થઈ ગયું. જાણે દસ તીર્થો.
કેવાં ? – ચાલવું ગમે એવાં. ચાલવાની મજા સપાટ રસ્તાઓ કરતાં વનોમાં વધુ. ને એથીયે વધુ મજા ઊંચા શૈલશિખરે ચડવાની. રસ્તાઓ તો વ્યવહાર માટે છે. વનો વિહારાર્થે. શેલો આરોહણાર્થે. છ ગ્રંથો વનો જેવા છે. નહિ કેડી નહિ મારગ એવા નિસર્ગ વચ્ચે વિદ્યાની, કર્તા-કૃતિઓની વિગતખચિત ઝાડી-લીલીકુંજાર ! એ યાદી નથી, જાણે પ્રસાદી છે. પણ મૂળના ત્રણ ગ્રંથોની યાદી વધીને અહીં છ ગ્રંથોની બને છે. પ્રત્યેક ગ્રંથની સામગ્રીને ઝડપથી યાદ કરીએ તો ગ્રંથવાર શતકોની ફાળવણી આમ છે : ૧માં ૧૨માથી ૧૬મા શતકની સૂચિ, ૨ ઃ ૧૭; ૩ : ૧૭; ૪ : ૧૮; ૫ : ૧૮; ૬ ઃ ૧૯. વનો જાણે અહીં પૂરાં થયાં, ને શૃંગો આરંભાયાં. હકીકતે સાતમાથી જાણે જયન્તભાઈનું કામ વધી ગયું છે. સાતમો ગ્રન્થ એ, સાદા શબ્દોમાં તો, આગળની ભાતભાતની બધી જ સામગ્રીને આલેખતો વિરાટ પટ છે. એક સંકલિત અને વર્ગીકૃત સૂચિ. એ સૂચિઓ હકીકતે તો કર્તા, કૃતિ, સમય, સ્વરૂપ, લેખન, નામો-કામો વગેરે અનેક બાબતોને ખોલી આપતી કૂંચીઓ છે. ઘણાં વરસ પહેલાં એક રીડર્સ ગાઈડ' નામે પુસ્તક ખરીદેલું એ ઉત્કૃષ્ટ વાચનનો નિર્દેશ કરતી સૂચિઓનો વિશ્વકોશ હતો ! જે વિષય પર વાંચવું હોય તે સંબંધી શ્રેષ્ઠ પુસ્તકોની પરિચયદર્શી યાદી. એમ આ સાતમો ભાગ પણ પૂર્વકથાનુકથન છે. જેને જે વાંચવું - જાણવું હોય તેને એ ક્યાં-કેવું મળશે એની ભાળ એમાં છે. એ જાણે વિદ્યા પ્રદેશનો એક નકશો છે – પ્રવાસીઓ માટેનો.
આપણે ઘણીવાર ફરિયાદ કરીએ છીએ કે, વાંચનારાં ક્યાં છે ? પણ વાંચનારાં શું બહાર મોઢું રાખતાં હશે ? એ તો વૃક્ષો જેવાં. મોં દેખાય જ નહિ ! મોં નીચે ! જમીનમાં. પગ સ્થિર ભૂમિ પર. એ હોય ગગનચારી - હવા ને આકાશમાં ઝૂલે, ને ખીલે. હરિયાળાં જ હોય. વાંચનાર પણ હૃ-લીન ને સદા-ગ્રીન ! વૃક્ષોને ચાલવું, બહાર હરવું-ફરવું પોષાય નહિ. “ચરાતિ ચરતો
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૦
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
ભગ: એ તો આપણા માટે. કોઈ વૃક્ષ ફરદું જોયું છે ? વૃક્ષ / વિદ્યા - છેક મૂળ સુધી જવું, ને રસ પર્ણપણે પ્રસારવો, એ એમનું નિરંતર કાર્ય. વિદ્યાપ્રેમ પણ એવો. એ તપ છે, પણ એ પ્રીતિ પણ છે. આવી મૂળ નાંખવાની, મૌનની, છૂપા રહેવાની તૈયારી ન હોય તો વિદ્યા સદા પાંગરતી ન રહે. આ સાતમા ગ્રંથે ચડો ને ઉપરથી નજર કરો તો આગલાં છએ વન-તીર્થો નજરે પડશે: “નેત્રને તૃપ્તિ થાય' એવાં દેખાશે.
૮મો ભાગ આવ્યો ત્યારે હું તો ખુશ થઈ ગયો. ગુજરાતીમાં દેશીઓ વિષે ખાસ કંઈ બહુ મળતું નથી. પાઠકસાહેબે ('બૃહત્ પિંગળમાં), ડૉ. ચિમનભાઈએ (ગુજરાતી સાહિત્યકોશ'-૩માં), સંગીતશાસ્ત્રના એક બહુ અચ્છા જાણકાર (સ્વ.) હરકાન્તભાઈ શુક્લ (જ્ઞાનગંગોત્રીમાં) એમ પિંગળ ને સંગીતની ચર્ચામાં હડફેટે આ વાત આવી જાય. તેમાંય ઉદાહરણો ઓછાં અપાય. પણ અહીં તો પાનાંનાં પાનાં ભરીને ૩૧૧ પાનાંમાં ૨૩૨૮ ઉદાહરણો ! છેલ્લાં ૨૭ પાનાં બાદ કરતાં આખો ગ્રંથ દેશીઓની સૂચિનો !
વાત મહત્ત્વની હોવાથી જરા વિગતે કરીએ. આપણા સંગીતની પરંપરા સાથે દેશી'ની વાત જોડાયેલી છે. જો ઋગ્વદને જગતની જૂનામાં જૂની ઉપલબ્ધ કવિતા ગણીએ તો તે સામગાનને એક અતિ પ્રાચીન સંગીતપ્રથા ગણીએ તો, આપણા સંગીતના કેટલાક આદિ સંસ્કારો તારવી શકીએ : સંગીત ધર્મ સાથે સંકલિત હતું, સમિતિ ને સત્રોના સંસ્કારવાળી ને કુશીલવાવાળી એક ગાનપરંપરા સાથે પણ સંકલિત હતું. વેદકાળે તો આમ હતું. સંગીત રાજ્યાશ્રિત નહોતું ખુદ રાજાઓ ઋષિઓની આણ સ્વીકારતા. પછી વાજિંત્રની શોધ સાથે
સ્વરશાસ્ત્ર વિકસ્યું અને મહાકાવ્યયુગ (ઈ.સ.પૂ.૬૦૦ – ઈ.સ.૨૦૦)માં સંગીત રાજ્યાશ્રિત થયું. ત્યારે પણ પરંપરાગત લોકસંગીતની એક બૃહતુ ધારા તો જોરદાર હતી. લોકો એ બે ધારાઓને માર્ગી સંગીત અને દેશી સંગીત એ નામે ઓળખતા.
‘ભરતનાટ્યશાસ્ત્ર' પછી થોડી શતાબ્દી બાદ લખાયેલા બૃહદેશીય' નામે (માતંગકૃત) ગ્રંથમાં દેશની કાંઈક વિગતે ચર્ચા છે. (આમ તો એમાં દેશી સિવાયના - માર્ગી સંગીતની ચર્ચા વધારે છે.) પણ, શાસ્ત્રબદ્ધ કે નિયમાનુસારી સંગીત તે માર્ગી અને લોકચિ-લોકપરંપરાનુસારી તે દેશી. લોકોમાં એ સ્વયંભૂ પ્રસર્યું, અને પારંપરિક હોવા છતાં દેશકાળસમાજભેદે થોડું પલટાતું પણ રહ્યું.
મૂકારનાથજીએ તો એમ કહ્યું છે કે આ માર્ગ બંધાયો તે દેશીને આધારે પણ. પરંતુ એ ચર્ચામાં ન પડીએ. પ્રસ્તુત અહીં આટલું ઃ આ લોકપરંપરાગત સંગીતનો પ્રકાર છે, સાહિત્ય કે કવિતાનો નહિ. દેશી’, ‘ઢાળ', 'ચાલ' (અને જરા વિચિત્ર લાગે એ રીતે “રાગ') વગેરે શબ્દો જૂના કવિઓ પોતાની રચનાની આગળ મૂકતા, ને પછી એકાદ પંક્તિનું ઉદાહરણ પણ આપતા.
Page #40
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ' – એક બહુમૂલો સંદર્ભ-ભંડાર
એનો અર્થ એ કે એ લોકપ્રચલિત પંક્તિના ઢાળમાં એ રચના ગાવાની છે. રચના વૈયક્તિક હોય, ઢાળ-નિર્દેશતી પંક્તિ મોટે ભાગે લોકગીતની હોય.
અહીં એવી ૨૩૨૮ પંક્તિઓ તેના મૂળના નિર્દેશ સાથે છે ! એ આ પુસ્તકનાં ૩૧૧ પાનાં રોકે છે. પછી આખી-પાંખી ૧૨૩ દેશીઓ (મોટે ભાગે રાજસ્થાની) છે. છેલ્લે જેને કથાનામકોશ છે (પૃ.૩૨૮-૩પપ). આમ, છેલ્લાં ૨૭ પાનાં બાદ કરતાં, આ આખોયે ગ્રંથ દેશીઓના નિર્દેશથી ભરેલો છે. સાહિત્ય સિવાયના લોકસાહિત્ય અને સંગીત-લોકસંગીતના અભ્યાસીઓએ પણ જોયા વિના ન ચાલે એવો આ ખજાનો છે. દેશીનો ઉપયોગ કરનાર કર્તા-કૃતિનો કાળનિર્દેશ મોટે ભાગે અપાયો હોવાથી આ લોકઢાળ ઓછામાં ઓછો કેટલો જૂનો, કેટલા કાળ પહેલાંનો તે સ્પષ્ટ થાય છે. થોડાંક ઉદાહરણો ચાખીએ : “દિવાળીબહેન ને હેમુભાઈ જેવાના સૂરો સ્મરણે પ્રગટાવે એવી દેશીઓ : • ગગરી લગત સીર ભારી ગગરી ઉતાર રે બનતમારી!
[ક્રમાંક ૪૩૭ : પૃ. ૬૩] • મારા વાલાજી હો! હું રે ન જાઉં મહી વેચવા રે લો!
[૧૪૪૮ઃ ૧૯૬] આ દેશીનો ઉપયોગ વીરવિજયે સં.૧૯૦૨માં કર્યો છે. તે પહેલાં (૨૨૮૨ : ૩૦૬) હંસરને સં.૧૭પપમાં. એટલે ઓછામાં ઓછાં ત્રણસો વરસથીયે પહેલાંથી તો આ ગીત ગવાતું આવે છે. એક જ ઢાળ અનેકોએ વાપર્યો હોય તો એના ક્રમાંકો પણ પાસપાસે મૂકીને સંપાદકે તુલના કરવા ઈચ્છનારને સગવડ કરી આપી છે. “રઘુપતિ રામ રૂદામાં રહેજો રે’ [૧૬૧૮.૩ : ૨૧૬] બસો વરસ પહેલાંનું છે.
‘રૂડી ને રડીઆલી રે, વ્હાલા તાહરી વાંસળી રે [૧૭૦૦ : ૨૨૭] પણ એટલું જ જૂનું. એ રાજસ્થાનમાં પણ પ્રચલિત હતું. (હજી હશે). એક દેશીના અનેકાધિક પ્રયોજનોના નિર્દેશને કારણે પાઠાન્તરો પણ મળે છે. દા.ત. આ જ ગીત પાછું આમ છે :
• રૂડી મેં રલીયા સી [રઢિયાલી] વાહલા! તારી વાંસળી રે
તે તો મારે મંદિરીયે સંભલાઈ ચિતડો આકુળવ્યાકુલ થાઈ. રૂડી૦
[(૮૩) : ૩૨૦] હવે નહિ જાઉંને સ્થાને સોએક વરસ પછીની રચનામાં હવે નહિ આવું મહી વેચવા રે લો' પણ થાય. લટકણિયામાં “લોલને સ્થાને ઘણે સ્થળે કેવળ
લો છે. ક્યાંક વળી વચમાં “મા”નો ખટકો પણ છે :
Page #41
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
૨૨
• મારું સોનારૂપા કેરું બેઢલું રે લો
રૂપા ઈંઢોણી મા હાથ હાંરા વાલાજી લો! હું ગઈથી મહી વેચવા રે લો!
[(૭૫): ૩૧૯] ક્યાંક રમતગીતો પણ પડઘાય : આપણું “અચકો-મચકો કારેલી !” • તમને કઈ ગોરી ગમસ્તે રાજ
[૭૫૯.૨ : ૧૦૯] લગભગ બસો વરસ પહેલાંનું. મેઘાણીએ પ્રચલિત કરેલ મેંદી-ગીત અહીં અનેક પાઠાન્તરો સાથે ઃ • મહિંદી બાવન (વાવણ) હું ગઈ,
હોને લહુડ્યો દેવર સાથ, મહિંદી રંગ લાગો હો રાજ
[૧૪૧૮.૧ : ૧૯૩ • મૈહંદી વાવણ ધણ ગઈ રે લાલા,
લોહડો દેવર હાથ,
રંગભીના સુંધા ભીના સાહિબ!
ઘર આજ્યૌ, મેંહદી રંગ લાગૌ.
[૧૫૬૯ : ૨૧૦] અને હવે જુઓ ચારેક કડીમાં - • મહિદી બાવન હું ગઈ,
હોને લહુડ્યો દેવર સાથ
મહિંદી રંગ લાગો હો રાજ! ૧ મહિંદી સીંચણ હું ગઈ.
રાવ રતન રે બાગ, મહિંદી રંગ લાગો હો રાજ! ૨ મહિદી પાનાં ફૂલડાં,
હું તો ચૂંટિ ચૂંટિ ભરેલી છાજ,
મહિંદી રંગ લાગો હો રાજ! ૩ આપી દીધી રાવલે,
આધી સારે ગામ, મહિદી રંગ લાગો હો રાજ! ૪
[(૭૩) ઃ ૩૧૯]
Page #42
--------------------------------------------------------------------------
________________
‘જૈન ગૂર્જર કવિઓ'
આ પણ અઢીસોક વર્ષ પહેલાંનું ઠરે. લબ્ધિવિજયે સં.૧૮૧૦માં આ દેશી વાપરી છે. (૧૯૩) ગીતો સેંકડો વર્ષોથી પ્રચલિત હોવાથી હસ્તપ્રતમાં અક્ષરો આઘાપાછા થઈને કંઈક જુદું વંચાતું હોય તે આસાનીથી કળાઈ જાય છે. પાન બસોપચીસ પર (૧૬૮૯.૨) આમ છે ઃ
રાંમત માટે બેલડીઈ રે કાંઈ પરઘર રમવા જાઈ જી !
એ આમ જોઈએ
‘રામ તમારે બોલડીઈ રે કાંઈ...'
આપણાં જાણીતાં લોકગીતો અહીં પણ સામે મળે છે : આસો માસે શરદપૂનમની રાત જો
·
·
-
--
એક બહુમૂલો સંદર્ભ-ભંડાર
—
ક્યાંક હાસ્ય પણ મળે :
મારો પિયુડો પરઘર જાય, સખી! શું કરિયે રે? કિમ એકલડાં રહેવાય? વિયોગે મરિયે રે!
લગ્નગીતો પણ મળે :
•
કીડી ચાલી સાસરે રે, નૌ મણ મેંદી લગાય; હાથી લીધો ગોદમેં રે, ઉંટ લીયો લટકાય.
આવિઉ આવિઉ વૃંદાવનનઉ દાણી લાખીણી લાડી લેઈ ચલ્યુ રે!
લગભગ સાડાત્રણસો વરસ પહેલાંનું આ છે. તો, આ પણ ને એમાં ખાડાડિયાવાળે રસ્તે ખાંડું લઈને જતા ગાડાનું અડકદડક ભુંઈ ચીકણી હો, ખાંડું લિઅડું જાય.
ભમરો ઉડે રંગ મોહલમાં રે,
પડે રે નગારાની ધોસ રે ભમર તારી જાનમાં રે!
તો, આ સાડાત્રણસો વરસ પહેલાંથી ગવાય છે ઃ
[૬૩૨
૯૦]
તો, બસો વરસ પહેલાં તેજસાર રાસમાં રામચંદ્રે આ લગ્નગીતઢાળ વાપર્યો
છે ઃ
૨૩
[૧૫૯ : ૨૪]
:
[૧૪૬૫ : ૧૯૯]
[૩૮૮.૧ : ૫૬]
:
:
[૧૩૬ : ૨૧] એટલું જ જૂનું ચિત્ર જુઓ :
:
[૧૩૦૪ : ૧૭૯]
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૪
•
·
[૧૮૫૧ : ૨૪૭]
ત્યારે આમ ગાવામાં છો નહોતી. કન્યાના ઑરતામાં ‘વાદલવરણી ઓઢણી’ની ધ્વન્યાત્મકતા જુઓ :
નહીં ઓઢું ગંગા સારૂં,
•
·
•
ઉંચી ઉંચી મેડી ને
લાગ્યો મારો જીવ મ્હારા મારૂ રે!
વાદલવરણી ઓઢણી લે કે રે! [(૬૬) : ૩૧૮] ને હવે આપણા કવિઓ યાદ આવી જાય એવી પંક્તિઓ નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, દયારામ, નાનાલાલ, મેઘાણી... સૌએ દેશી ક્યારેક અપનાવી છે :
:
•
·
ચીતરીઆં કમાડ
ચીતરીઆં કમાડ
માંહિ મોરીગી ખાટ પાથરી એ!
તે સિરિ પોઢસે
કેસરીઓ લાડો એ
કેસરીઓ લાડો એ
પાસે પોઢચ્ચે લાડી લાડિકી એ!
વાદલવરણી ઓઢણી સું
નહીં ઓઢું ચીર;
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
પંથડો નિહાલતી રે, જોતી પીતાંબર પગલાં (પૃ.૧૫૭)
કામ છે કામ હૈ કામ છે રે
ગોવિંદો પ્રાણ હમારો રે,
નહીં આવું જી મારે કામ છે રે! (પૃ.૫૩)
તુમે ઓરા નેં આવો રે,
મોને જુગ લાગે ખારો રે. (પૃ.૭૧)
કહું એક વાતલડી. (પૃ.૧૧૪)
સાંભલ રે તું સજની મોરી! રજની ક્યાં રમી આવી જીરે?
આજ ધરાઉ ધૂંધલઉ મારૂ!
સુણ વાંસલડી! વેરણ થઈ લાગી રે વ્રજની નારિને
મત સોર કરૈ જાતલડી તાંહરી રે મન વિચારિ ને! (પૃ.૨૮૫)
ઓરાં ઓરાંજી આવો રે,
કાલી રે કાંઠલિ મેહ. [૮૩ : ૧૪]
:
કહું એક વાતલડી. [૨૮૧ : ૪૦]
(પૃ.૨૭૪)
Page #44
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ' – એક બહુમૂલો સંદર્ભ-ભંડાર
૨૫
• મારો વાલો દરિયાપાર મોરલી વાગે છે. (પૃ.૧૯૯) • અહો ઝરમર વરસે મેહ કે ભીંજે ચુંદડી રે.... (પૃ.૧૧)
કોણ ભરે રે કોણ ભરે?
દલ-વાદલીરો પાણી કોણ ભરે? (પૃ.૬૧) આ પંક્તિઓ મધ્યકાળના કવિઓએ ને તે પછીનાઓએ પણ સતત વાપરી છે. સત્તરમી સદીના કનકસુંદર જે પોતાની કૃતિ માટે કહે છે તે મધ્યકાળમાં તો સૌને લાગુ પડે છે ?
રાગ છત્રીશે જુજુઆ, નવિ નવિ ઢાલ રસાલ કંઠ વિના શોભે નહિ ક્યું નાટક વિણ તાલ. ઢાલ, ચતુર, મ ચૂકજો! કહેજો સઘલા ભાવ
રાગ સહિત આલાપજો, પ્રબંધ પુણ્યપ્રભાવ. મધ્યકાળ કેવો ગાતો-મહાલતો હશે, એની ગીતસમૃદ્ધિ ને કંઠસમૃદ્ધિનું દર્શન આ આઠમાં ભાગમાં થાય છે.
નવમા ભાગમાં જૈન ધર્મ અને એના સંદર્ભમાં ગુજરાતના રાજકીય ઇતિહાસની કેટલીક ઉપયોગી સામગ્રી છે. જેન ગુરુઓની પાટ પરંપરા, જે મોહનભાઈએ એમના ગ્રંથના બીજા ભાગમાં પરિશિષ્ટ રૂપે આપેલી તે અહીં, ફરીને જોઈ-ચકાસી, સુધારી-વધારી રજૂ કરી છે. વ્યક્તિ, ગચ્છ, વંશ-ગોત્ર ને કૃતિઓનાં નામોની અકારાદિ સૂચિઓ અહીં છે. ગુરુપરંપરાની વિગતોમાં ચમત્કારો ને ધર્માન્તરોવાળી દંતકથાઓ યથાતથ છે. પ્રસારાતા બધા જ ધર્મોની આવી ગુરકથાઓ સ્વધર્મસ્તુતિ ને પરધર્મનિંદાવાળી તથા ચમત્કારબહુલા હોય જ. સંપાદકનું કાર્ય ગુરુચરિત્રો જેવાં મળ્યાં તેવાં યથાતથ આપવાનું હોવાથી અહીં તે વિગતોને પણ ત્યારના જનમાનસલેખે જોઈને પાટપરંપરાના કાળ ને કાર્યનું વિવેકથી તારણ વાચકે જ કાઢવું જોઈએ. હવે આ પ્રચાર નથી, દસ્તાવેજ છે. આવા દસ્તાવેજોમાં ત્યારના સમાજ, એની કથાઓ, ઇતિહાસ, રીતરિવાજો, જનમાનસ એવુંએવું ઘણું પડઘાતું પડ્યું હોય છે. ગુજરાત આવા સાંસ્કૃતિક દસ્તાવેજોની બાબતમાં ભારતમાં સૌથી વધુ સમૃદ્ધ છે એવો, ઇતિહાસના જાણીતા વિદ્વાન જદુનાથ સરકારનો મત છે. (મિરાતે અહમદી'ની પ્રસ્તાવનામાં). શ્રી ધનવન્ત ઓઝા કહે છે તેમ આ ગ્રંથથી આવાં ઈતિહાસનાં સાધનોમાં વળી એક મોટા સાધનનો ઉમેરો થાય છે.
રાજાઓની વિગતો બહુ ઓછાં પાન રોકે છે (૧પરથી ૨૬૨). ઇતિહાસના બહુ મોટા વિદ્વાન ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી એ ઝીણી નજરે જોઈ ગયા છે ને એ પરથી ઘટતી નોંધો જયન્તભાઈએ આપી છે. આ “રાજાવલિમાં મહાવીરનિર્વાણથી મોગલકાળના અંત સુધીની સૂત્રાત્મક વિગતો, જયન્તભાઈની નોંધ સાથે મળે
છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
પણ આખાયે ગ્રંથમાંથી જે ભાતભાતનાં નામો મળે છે તેમાંથી કોઈ એકબે વિભાગનાં લઈને પણ અધ્યયનો થઈ શકે. (ડૉ. ગિરીશ ત્રિવેદીનું ‘મધ્યકાલીન વ્યક્તિનામોનું અધ્યયન' યાદ આવે છે. એવી સામગ્રી તો અહીં : ભરપટ્ટે છે.) નવમો ગ્રંથ મોટે ભાગે જૈન ધર્મના ગચ્છોની ઈતિહાસ-સામગ્રી ધરાવે છે. એટલા પૂરતું એનું વિષયક્ષેત્ર નિબદ્ધ થઈ ગયું છે - નિશ્ચિત વિષયસરહદોવાળું.
પણ દસમો ભાગ સાતસોક વરસ પહેલાંની આપણી – ગુજરાતી ભાષાની આરંભની ભૂમિકાને, તબક્કાવાર ને ઉદાહરણો સાથે, ઘણી વિગતે અને સામાન્ય સાહિત્યરસિકજનને પણ સમજ પડે તથા રસ પડે એ રીતે, મૂકી આપે છે. મૂળ પહેલા ભાગને આરંભે મોહનભાઈએ આ લખાણ મૂકેલું તે ફરીથી જોઈ-તપાસી, રમણીક શાહ તથા ભાયાણીસાહેબ જેવાનો સહકાર લઈ, પોતાના સુધારા-વધારા ને કાંટ-છાંટ સાતે જયન્તભાઈએ આજે ઉપયોગી બને એમ મૂકી આપ્યું છે. શ્રી દેસાઈએ લખ્યા પછી તો આ વિષય ઠીકઠીક ખેડાયો, અભ્યાસો થયા; છતાં આટલી વિગતો સોદાહરણ હોય એવું નિરૂપણ હજી મળ્યું નથી તેથી જયન્તભાઈએ લીધું, પણ સંમાર્જિત કરીને સંપાદું. તેથી આ ભાગ તો ગુજરાતી ભાષાના પ્રત્યેક અધ્યેતાને માટે અનિવાર્ય થઈ પડે તેવો છે. જયન્તભાઈ ને એમની સહાયમાં રહેલા વિદ્વાનોનો સંકલિત-સમન્વિત વિદ્વત્તાનો લાભ તો આને મળ્યો છે જ, પણ મોહનભાઈના દીર્ઘ પરિશીલન ને રસિક ચર્ચાદષ્ટિનો લાભ પણ ઓછો નથી થતો. દેશાઈની સમક્ષ માત્ર વિદ્વાનો નહોતા, સામાન્ય જન પણ હતા, એટલે કેટલીક ઝીણી ઝીણી બાબતો તરફ તેઓ રસિક રીતે સૌનું ધ્યાન દોરે છે. હૈમ વ્યાકરણની ભૂમિકા જુઓ. પાણિનિનો પરિચય, હેમચંદ્રાચાર્યનો વ્યાકરણ-અભિગમ ક્યાં જુદો પડ્યો તે મુદ્દો સરસ રીતે ઉપસાવ્યો છે. સંસ્કૃત-પ્રાકૃતમાં તો વ્યાકરણો ઉપલબ્ધ હોઈ, વ્યાકરણના અભ્યાસીઓને ઉચિત ઉદાહરણો મેળવવાના સાધનો ઘણાં હતાં ને હાથવગાં હતાં; પણ અપભ્રંશવ્યાકરણની બાબતમાં એવું નહોતું. અછત જ હતી. તેથી સામાન્ય જનને પણ સરળ પડે માટે, ઉદાહરણો એમની જાણમાંનાં – લોકપ્રચલિત – લીધાં એટલું જ નહિ, આખેઆખી ગાથાઓ, કથાઓ, છંદ વગેરે પુષ્કળ પ્રમાણમાં મૂકીને જાણે લોકશિક્ષણનું કામ કર્યું ! ભાષાના નિયમો લોકોને સરળતાથી સમજાય એવી નેમ રાખી. એમાંય વિશાળ દષ્ટિ - ધર્મમુક્ત દષ્ટિ રાખી. ઉદાહરણો વીર-શૃંગારસહિત બધા જ રસનાં આપ્યાં - વળી કથાઓ રામાયણ-મહાભારત-ભાગવત વગેરેનીયે લીધી. (પૃ.૮૧).
હેમચંદ્ર આપેલ ઉદાહરણોની મોહનભાઈની ચર્ચામાં જયન્તભાઈએ કાંટછાંટ કરી છે. જે બધાં ઉદાહરણો મોહનભાઈએ આપ્યાં છે તે બધાં નથી લીધાં, કારણ કે તે હવે ભાયાણીસાહેબમાં મળી રહે છે. ઉદાહરણનાં ભાષાન્તરોમાં
Page #46
--------------------------------------------------------------------------
________________
1
‘જૈન ગૂર્જર કવિઓ’
ભાયાણીસાહેબનાં ભાષાંતરોનો આવશ્યક લાભ લીધો છે. પણ, પોતે જ્યાં જુદા પડે ત્યાં સ્પષ્ટ ચર્ચા પણ કરે છે. (પૃ.૧૦૩)
છેલ્લાં પ્રકરણોમાંનું એક છે ‘પ્રાચીન ગુજરાતી સુભાષિતો'નું. (પૃ.૧૭૪) એ આખુંય કાવ્યરસસિક્ત છે. આપણે ત્યાંના સૂક્તિસંગ્રહોના ઉલ્લેખો મળે છે. એમાંથી ૫૦૦ જેટલી સૂક્તિઓ મળી આવે. એ ભાતભાતના વિષયો પર ને સ્વરૂપે પણ અનેકવિધ છે. ક્યાંક અનુભવબિન્દુઓ છે :
એક બહુમૂલો સંદર્ભ-ભંડાર
જઈ ધમ્મમ્બર સંભલી અનુ નયણે નિદ્દ ન માઇ, વાત કરંતા માણુસહ ઝાકિ રયણિ વિહાઇ. (૧૭૬) (જ્યાં ધર્માક્ષર સાંભળી ને નયણે નિંદ ન માય; જણ જો ચડેલ વાતમાં તો પલકે રાત કપાય.)
‘મૃત્યુ'ને મથાળે (ખોટી રીતે !) મૂકેલું બોધવચન ઃ નમી ન મૂકઇ બેસણું, હસી ન પૂછઇ વત્ત,
તેહ ઘરિ કિમ ન જાઇએ, રે હઇડા નિસત્ત. (૧૦૭) (નમીને ના આસન મૂકે, હસી ન પૂછે વાત,
૨૭
એ ઘર કેમ ન જાઈએ? રે પૈડા નિઃસત્ત્વ.)
અહીં બીજી પંક્તિના પૂર્વાર્ધમાં જે ‘ન’ છે તેનો કાકુ કેવો હશે ? એ નકારવાચક હોય તો અર્થ ભાગ્યે જ બેસે. આવકાર જ્યાં ન મળે ત્યાં વળી જવું શું ? એમ પ્રશ્ન બને. ન મૂકતાં, ને પછી પ્રશ્ન રાખતાં, ‘એવે ઘેર પણ કેમ ન જવું ?' એવો અર્થ થાય જે લોક અભિપ્રત નથી લાગતો. ગ્રંથકારે ‘કિમ'નો ‘કોઈ રીતે’એવો અર્થ આપી સંગતિ કરી છે, પણ ‘ન’ ખોટો લખાઈ ગયો હોય એવી સંભાવના પણ સ્વીકારવા જેવી લાગે છે. લોકઅભિપ્રેત લાગતો નથી. સૂચિઓના અર્થોમાં ક્યાંકક્યાંક મુશ્કેલીઓ હજીયે રહી ગઈ છે. છતાં ભાષાઇતિહાસનો આ ભાગ આખો, એટલેકે આખોય દસમો ગ્રંથ રસપ્રદ ને માહિતીસભર છે.
આ દસ ગ્રંથ આપીને જયન્તભાઈએ ગુજરાતી ભાષાસાહિત્યને ન્યાલ કરી દીધું છે. મધ્યકાલીન સાહિત્યનાં અભ્યાસ માટેનાં સાધનો હાથવગાં કરી આપી, વિદ્વજ્જનોને એમણે સાબદા તો કર્યા છે. હવે દડો કોના કૉર્ટમાં છે ?
Page #47
--------------------------------------------------------------------------
________________
મોટી સંશોધન-પ્રેરકતા ધરાવતા માતબર સૂચિગ્રંથો
રમણ સોની
એક જ ગ્રંથને નિમિત્તે બે સંશોધક-સંપાદકોના ભગીરથ કહેવાય એવા કાર્યનું ગૌરવ થતું હોય એવો આ પ્રસંગ ખરેખર વિરલ છે. એ એક બીજી રીતે પણ વિરલ છે. કેમકે, જેની પાછળ વર્ષોનાં પરિશ્રમનો ને સૂઝનો વિનિયોગ થયેલો છે એવી આ ગ્રંથશ્રેણી મૂળે તો એક વર્ણનાત્મક હસ્તપ્રતસૂચિ જ છે છતાં એનો એક મોટા સંશોધનગ્રંથ, ને સંશોધન-ઉપયોગી ગ્રંથ તરીકે મહિમા કરવાનો થાય એવું એનું કાઠું છે, એનું ફલક એટલું વિસ્તૃત છે. કેવળ આંકડાની રીતે જોઈએ તો પણ, મોહનલાલ દેસાઈએ એમના લગભગ ૪૨૦૦ પાનાંના આ ગ્રંથોમાં ૧૪૦૦થી વધુ જૈન કવિઓની પ000 જેટલી કૃતિઓના (ઉપરાંત કેટલાક જૈનેતર કવિઓની કૃતિઓના) વિસ્તૃત આરંભ-અંત નોંધ્યા છે, એ માટે ૪૦૦ જેટલા હસ્તપ્રતસંગ્રહો ને અન્ય સાધનો જોયાં છે. ૮૦૦૦થી વધુ વ્યક્તિનામોની, ૧૭00 જેટલાં સ્થળનામોની ને ૩૦૦૦ જેટલી દેશીઓની પ્રથમ પંક્તિઓની વર્ણાનુક્રમ-સૂચિ કરી છે, તથા પુસ્તકના પહેલા ખંડની સવાત્રણસો જેટલાં પાનાં લાંબી પ્રસ્તાવના રૂપે જૂની ગુજરાતી ભાષાનો ઇતિહાસ આપ્યો છે !
અને આ બધું કંઈ હાથવગું ન હતું - મુશ્કેલીઓ ભરેલા શ્રમથી ને પૂરાં ધીરજ તથા સૂઝથી કરી શકાય એવું હતું. આ સંશોધક અનેક હસ્તપ્રત-ભંડારોમાં ફર્યા, જે ઉપયોગી નજરે પડ્યું તે સંઘરી લીધું અને એક ગંજાવર દસ્તાવેજી સામગ્રીને વૈજ્ઞાનિક વ્યવસ્થાપૂર્વક મૂકી આપી. કરવા જેવું મહત્ત્વનું કશુંય કામ બાકી ન રહી જાય એની કાળજી રાખી. જેમકે, કવિ નર્મદે ‘નર્મકથાકોશ' કરેલો એનું મહત્ત્વ ને ઉપયોગિતા તરત એમના ધ્યાનમાં આવ્યાં. એમને થયું કે “આ જ રીતે જૈન કથાઓનો કોશ હજુ કોઈ વિદ્વાન જૈન કે જૈન સંસ્થા તરફથી બહાર પડેલો નથી. એ શોચનીય બિના છે.” અને “જૈન ગૂર્જર કવિઓ'ના બીજા ભાગમાં એમણે પ૦૦ ઉપરાંત નામોનો જૈન કથાનામકોશ' પણ સામેલ કર્યો.
શ્રી દેસાઈએ એમના આયુષ્યનાં અર્ધા ઉપરાંત વર્ષો આ કામને આપ્યાં હતાં – પૂરાં ૩૩ વર્ષ એમણે આ વિદ્યાતપ કર્યું એ સાચે જ અહોભાવ પ્રેરે એવું છે. આ ઉજ્વળ વિદ્યાકાર્ય એમના સમયમાં પણ વિવેચન-સંશોધન ક્ષેત્રના ઘણા વિદ્વાનોનો આદર પામેલું. નરસિંહરાવ જેવા મોટા વિદ્વાને તો
Page #48
--------------------------------------------------------------------------
________________
મોટી સંશોધન-પ્રેરકતા ધરાવતા માતબર સૂચિગ્રંથો
૨૯
કહેલું કે, “આવા આકરગ્રંથનું અવલોકન લખવું એ મારા જેવાના સામર્થ્યની બહાર છે.”
મોહનલાલ દેસાઈએ આ ગંજાવર સૂચિકાર્ય ઉપરાંત બીજા પણ ઘણાં બધાં લેખનકાર્યો કરેલાં. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એમણે આપ્યો, દસથી વધુ સંપાદનગ્રંથો કર્યા અને બે સામયિકો “જેનયુગ” તથા “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ' ઉત્તમ રીતે ચલાવ્યાં, એમાં સંશોધનમૂલક ઉપરાંત સાહિત્યિક-ઐતિહાસિક-ચરિત્રાત્મક વગેરે પ્રકારનાં 900 ઉપરાંત લેખો ને લખાણો પણ કર્યા. આ બધું જોતાં, જયંત કોઠારીએ એમને માટે “વિરલ વિદ્ધતુ-પ્રતિભા શબ્દો વાપર્યા છે એ યથાર્થ લાગે છે.
એવું જ કામ જયંત કોઠારીનું છે. અત્યારે સંશોધક-સંપાદક તરીકે તે એમની પ્રતિષ્ઠાના શિખરસ્થાને છે પણ એ પ્રતિષ્ઠાની એક ખૂબ મજબૂત ભૂમિકારૂપે તેમજ એની સમાન્તરે એમનું વિવિધ દિશાનું ઉત્તમ વિવેચનકાર્ય અડીખમ ઊભું છે. એ વિવેચકની ઊંડી મર્મજ્ઞતા ને ઝીણી નજર તથા જટિલમાં જટિલ બાબતને પણ વિશદરૂપે મૂકી આપતું અધ્યાપકીય અભિવ્યક્તિકૌશલ - એમનાં આ સર્વ સંપાદન-સંશોધનકાર્યોને પણ અજવાળતાં રહ્યાં છે.
જયંતભાઈ “જૈન ગૂર્જર કવિઓના પરિશોધિત સંપાદનના સંકલ્પ સુધી પહોંચ્યા એના મૂળમાં ગુજરાતી સાહિત્યકોશના સંપાદક તરીકેની એમની કામગીરી પડેલી છે. એ કામ કરતાં કરતાં, મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસો અને અન્ય સંદર્ભગ્રંથોની સામગ્રીમાં ડગલે ને પગલે સંશુદ્ધિઓ કરવાની આવી, અત્યંત ઉપયોગી નીવડેલાં સમર્થ પુસ્તકોમાં પણ. મધ્યકાલીન સાહિત્યકોશમાંનાં જૈન કર્તા-કૃતિઓ માટે સૌથી વધુ ઉપયોગી થયેલો સમર્થ ગ્રંથ તે આ “જેન ગૂર્જર કવિઓ'. એટલે આ અપ્રાપ્ય ગ્રંથનું કેવળ પુનર્મુદ્રણ નહીં પણ સંશોધિત સંસ્કરણ કરવામાં આવે તો મધ્યકાલીન સાહિત્યના ભાવિ અભ્યાસીઓ, ઇતિહાસકારો, કોશકારો ને સંશોધકોને એ વધુ ઉપયોગી ને ઘણું માર્ગદર્શક બની શકે એવા આશયથી, કોશકાર્ય પછીની નિવૃત્તિના સમયમાં તે આ ગ્રંથના પુનઃસંપાદનમાં લાગી ગયા. એમણે પણ એક તપ જેટલો, ૧૨ વર્ષનો સમય આ કામને આપ્યો. કેમકે એની શુદ્ધિ-વૃદ્ધિ તથા આ કામને વધુ શાસ્ત્રીય ને ઉપયોગી બનાવનારી પુનર્વ્યવસ્થા લાંબો સમય માગી લે એવાં હતાં જ. વચ્ચેનાં પચાસ વર્ષ દરમ્યાન થયેલા સંશોધનો-સંપાદનોની સામગ્રીનો તથા, વધુ તો, મધ્યકાલીન સાહિત્યકોશના કાર્યો સંપડાવેલી જાણકારીનો ને સંકલનશક્તિનો લાભ આ પરિશોધનને મળ્યો છે. મૂળ ગ્રંથોનાં ચાર હજાર પાનાંને બદલે નવી આવૃત્તિ પાંચેક હજાર પાનાંની થઈ એમાં કર્તા-કૃતિઓમાં ને છેલ્લા ત્રણ ભાગોમાં સળંગ મુકાયેલી (મૂળમાંની) પૂરક સામગ્રીમાં થયેલી વૃદ્ધિ ઉપરાંત ગણનાપાત્ર વૃદ્ધિ તો સૂચિગ્રંથ (ભાગ-૭)માં થઈ હોવાનું જણાય છે. દસે
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૦
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
ભાગોમાં સૌથી વધુ શ્રમસાધ્ય બનેલો ને સૌથી મોટો (લગભગ નવસો પાનાંનો) બનેલો આ ગ્રંથ કર્તાઓની કૃતિઓની, એ કૃતિઓની વિષયવિભાગ અનુસારની તેમજ સંવત અનુસારની અને વ્યક્તિ-વંશ-સ્થળનામોની - એમ વિવિધ દષ્ટિકોણથી કરેલી અનુક્રમણિકા આપતો હોવાથી, હજારો પાનાંમાં ફેલાયેલી ગંજાવર સામગ્રીને, ઉપયોગ તથા જરૂરિયાત મુજબ એના અભ્યાસી માટે, તરત સુલભ કરી આપનાર બને છે. સંદર્ભગ્રંથમાં સૂચિગ્રંથ ચાવીરૂપ ગ્રંથ ગણાય. જયંતભાઈએ લખ્યું છે એમ “સૂચિની સહસ્ત્ર આંખોથી જ આવા સંદર્ભગ્રંથના વિશાળ જગતને પામી શકાય છે. એ રીતે જોતાં આ ગ્રંથ નમૂનેદાર - મૉડેલરૂપ - બન્યો
આ - ૭મા - ભાગના નિવેદનમાં સંપાદકે એક વાત એ લખી છે કે, “એકલા “જૈન ગૂર્જર કવિઓને આધારે પીએચ.ડી. માટેની સો થિસીસો તૈયાર થઈ શકે.” આ વાંચીને પહેલો પ્રશ્ન તો એ થાય કે એવા સો શહીદો મળી આવશે ખરા ? આમ તો પીએચ.ડી. થવાની દોડરેખા પર એથીયે વધુ ઉત્સુકો લીલી ઝંડીની રાહ જોતા તત્પર ઊભા છે. પણ એમાંના કેટલા આ ટ્રેક પર દોડશે ? પણ જો થોડાક પણ મળી આવવાના હોય તો એમને માટે વિષય નિર્દેશો કરવાનુંય જયંતભાઈ ચૂક્યા નથી ! (જુઓ એ નિવેદન.)
મોહનલાલ દેશાઈએ પહેલા ભાગની પ્રસ્તાવનામાં લખેલું કે “આ પુસ્તકની બીજી આવૃત્તિ થાય કે નહીં એ પ્રશ્ન છે. એમને થયું હશે કે વિવેચનગ્રંથો પણ બીજી આવૃત્તિ પામતા નથી ત્યાં આ હસ્તપ્રત-સૂચિની તે શી વાત. પરંતુ, અરધી સદી પછી એની બીજી આવૃત્તિ થઈ, ને એ પણ આમ શાસ્ત્રીય પરિશુદ્ધિપૂર્વક, એણે શ્રી દેશાઈના પ્રચંડ પુરુષાર્થને ફરી એક વાર સાર્થક બનાવ્યો – વધુ સાર્થક કર્યો.
આવા મહાન કાર્યનું ગૌરવ કરતી વખતે એક પ્રશ્ન મનમાં એ ઝબકી. જાય કે, આપણા સમયનું જે વિદ્યાકીય વાતાવરણ છે - એમાં આવા કાર્યની પ્રસ્તુતતા કેટલી ? રામનારાયણ પાઠકના બૃહત્ પિંગળ'નું ત્રણચાર વર્ષ પહેલાં પુનર્મુદ્રણ થયું ત્યારે પણ આ જ વિચાર આવેલો - છંદથી દૂર જતા રહેલા આપણા લેખકો-સાહિત્યરસિકો-અભ્યાસીઓના આ સમયમાં આવા વિરલ પુરુષાર્થની પણ પ્રસ્તુતતા કેટલી ? ભૌતિકતાવાદે વિદ્યા-કલાઓ પ્રત્યે ઉદાસીનતા વધારી હોય એ વાત કંઈ નવી નથી, આખી સદી દરમ્યાન એ સંભળાતી રહી છે. પણ હવે આ પ્રસાર-માધ્યમોના, વિદ્યા-કલાઓને ખૂણે હડસેલવા માંડેલા વેગીલા પ્રવાહે વધુ ભય-ચિંતા ઊભાં કર્યો છે. પણ એથી, વિદ્યાપ્રવાહ નષ્ટ થઈ જશે એવો અતીતરાગી તર્ક કરવાની જરૂર નથી. બને કે એ પ્રવાહ થોડાક વધુ ઊઘડે - છંદમાં ને મધ્યકાલીન કલા-સંસ્કૃતિમાં દિલચશ્મી લેનાર પણ નીકળી આવવાના. આમેય, મોટાં વિદ્યાકાર્યોની ઉપયોગિતા મર્યાદિત વર્તુળોમાં રહેવાની.
Page #50
--------------------------------------------------------------------------
________________
મોટી સંશોધન-પ્રેરકતા ધરાવતા માતબર સૂચિગ્રંથો
એટલે વિદ્યાના રસ્તે વળનાર થોડાક જણને પણ આગળનો રસ્તો સુઝાડે એવાં કામોનું મૂલ્ય નોંધપાત્ર ને ઉપકારક બનવાનું.
એટલે આ ગ્રંથ ક્યાં ક્યાં ઉપયોગી ને પ્રેરક બને એ વિચારવાનું રહે.
આ કાર્યની એક પ્રેરકતા તો, હરિવલ્લભ ભાયાણીએ બતાવી છે તે એ છે કે મોહનલાલ દેશાઈ ઉપરાંત ચીમનલાલ દલાલ, મુનિ પુણ્યવિજયજી, જિનવિજયજી, મંજુલાલ મજમુદાર વગેરેએ જે મોટાં કામ કર્યું છે એની આવી શુદ્ધિ-વૃદ્ધિ ઊભી જ છે - એ માટે પણ આ ગ્રંથનું કાર્ય પ્રેરક બની શકે.
આ કોશપ્રકારનો સંદર્ભગ્રંથ છે - એ કંઈ સળંગ વાંચવા માટેનો નથી, જે અભ્યાસીને જ્યારે જે વિગતોની જરૂર પડે એ ત્યારે જોઈ લેવા - રિફર કરવા - માટેનો છે એટલે એની વિશેષતાઓનો અને, રહી ગઈ હોય તો તે, ત્રુટિઓનો ત્યારે વધુ ખ્યાલ આવે. પણ એ બાબત તો સ્પષ્ટ જ છે કે જે ચોકસાઈ-શ્રમ-સૂઝ-શાસ્ત્રીયતા અહીં વિનિયોગ પામેલાં દેખાય છે એ કોઈપણ અભ્યાસીને ક્યાંય ગૂંચવ્યા વિના, પથદર્શક બની શકશે. આ ગંજાવર કામમાંથી, મધ્યકાલીન સાહિત્ય-સંસ્કૃતિના કાયમી સંશોધક-અભ્યાસીઓને વધારે વખત પસાર થવાનું રહેવાનું.
પરંતુ મને એની એક બીજી ઉપયોગિતા-પ્રેરકતા પણ જણાય છે. આપણી વિદ્યાસંસ્થાઓમાં જે સંશોધનકાર્યો ચાલે છે એમાં વિદ્યાર્થીપક્ષે પદવી-પ્રાપ્તિની એમ માર્ગદર્શક-પરીક્ષક પક્ષે પદવી-દાનની પ્રવૃત્તિ જરૂર કરતાં ઘણી વધારે ઝડપથી બલકે ઉતાવળથી ચાલી રહી છે. વ્યવસ્થિત આયોજન માટે, વસ્તુ-વિગતની ચોકસાઈ કરવા માટે, શાસ્ત્રીય પદ્ધતિ નિપજાવવા માટે કોઈ જ રોકાતું નથી - એમને એનો ઝાઝો ખ્યાલ પણ નથી. એમની સામે જ નહીં, નિષ્ઠા અને જિજ્ઞાસાથી કામ કરવા માગનાર સામે પણ બહુ નમૂના (મોડેલ્સ) નથી. ઘણાખરા માર્ગદર્શકોની પણ આ જ સ્થિતિ છે. એ બધાની સામે, બીજાં થોડાંક કામોની સાથેસાથે, જૈન ગૂર્જર કવિઓ'ના આ દસ ભાગ પણ મૂકી આપવા જેવા છે. પીએચ.ડી.-દીક્ષા-ઉત્સુકો એનાં માત્ર પાનાં ફેરવશે, એની પ્રસ્તાવનાઓ ધ્યાનથી જોશે, ને ખાસ તો વિવિધ-પરિમાણી સૂચિગ્રંથ (ગ્રંથ ૭) ઝીણવટથી જોશે તો પણ સંશોધનની દિશામાં પગ મૂકવો તે કેટલાં સાવધાની-ચોકસાઈ-મહેનત તેમજ પદ્ધતિની સૂઝ માગી લે છે એનો તેને ખ્યાલ આવશે. એની અંધાધૂંધ ગતિ અટકશે ને ઘેર્યભરી એકાગ્રતાની પણ એક રોમાંચકતા હોય છે એનો અંદાજ આવી શકશે. પછી ભલેને એ નવ-સંશોધક મધ્યકાલીન સિવાયના કોઈ વિષય પર કામ આદરવાનો હોય. આ કામ એને પ્રેરક બની શકશે.
કેમકે જયંતભાઈની સંશોધક તરીકેની સૌથી મોટી વિશેષતા પોતાનું જ એક આગવું ને નક્કર ઉપયોગિતાવાળું પદ્ધતિશાસ્ત્ર નિપજાવવામાં રહેલી છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૨
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
(એમણે તૈયાર કરેલા સંશોધકોનાં કામ આ પદ્ધતિ-વિનિયોગની રીતે જોવા જેવાં છે જ.)
આ રીતે, “જૈન ગૂર્જર કવિઓનું આ સંશુદ્ધ સંસ્કરણ અનેક રીતે મૂલ્યવાન ગણાય. આવાં મૂલ્યવાન ને વળી બૃહતુકાય કામ મોટા મૂડીરોકાણની સુવિધા વિના ન થાય - અટકી રહે. એટલે રમણલાલ ચી. શાહ જેવા મધ્યકાળના અભ્યાસીની ભલામણથી મહાવીર જૈન વિદ્યાલય જેવી એક વિદ્યાકીય સંસ્થા વળતર વિનાના મોટા રોકાણ માટે તૈયાર થઈ એય અભિનંદનીય ગણાય. કેવળ વિદ્યાપ્રેમીઓ જ નહીં પણ ધર્મ અને સાહિત્યના વિદ્વાનો એવા આચાર્ય શીલચંદ્રસૂરિજી તથા આચાર્ય પ્રધુમ્નસૂરિજીની પણ સાવંત પ્રેરકતા આ ગ્રંથના નિર્માણમાં રહી છે. આવા એક ચિરસ્થાયી મૂલ્યવાળા ગ્રંથની પૂર્ણાહુતિનો ઓચ્છવ “વિમોચન' શબ્દને પણ સાર્થક કરે છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
ગોષ્ઠિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યવારસાના
જતન અને પ્રકાશનના પ્રશ્નો
Page #53
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડા૨ો – વર્તમાન સ્થિતિ અને હવે પછીનું કાર્ય
-
કનુભાઈ શેઠ
આધુનિક યુગમાં સુશિક્ષિત, સંસ્કારસંપન્ન અને પ્રગતિશીલ સમાજમાં ગ્રંથાલય લાઇબ્રેરીનું જે મહત્ત્વ છે, તેવું જ મહત્ત્વ પૂર્વકાલમાં હસ્તપ્રતભંડારોનું હતું.
ભારતની ત્રણે ધાર્મિક પરંપરા વૈદિક, બૌદ્ધ અને જૈનમાં આવા ગ્રંથભંડારો થયા હતા. પણ જૈનોમાં ગ્રંથસંગ્રહ કરવાની સંગઠિત વ્યવસ્થાપદ્ધતિ હોવાથી આ ગ્રંથભંડારો અન્ય બે પરંપરા કરતાં વિશેષ પ્રમાણમાં જળવાઈ રહ્યા છે.
–
અત્રે મુખ્યત્વે આવા જૈનભંડારોની હાલની પરિસ્થિતિ અંગે વાત કરવાનો ઉપક્રમ છે.
ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં બે પ્રકારના ગ્રંથભંડારો જોવા મળે છે, એક વ્યક્તિગત અને બીજા સાંઘિક માલિકીના.
ગુજરાતમાં પણ ખાસ કરીને જૈન પરંપરામાં સામાન્યતઃ ગ્રંથભંડારો સાંઘિક માલિકીના જોવા મળે છે. જેનું સંરક્ષણ કે સંવર્ધન સંઘ જ કરે છે. આના પરિણામે જૈન પરંપરાના અનેક ગ્રંથભંડારો હાલ પણ વિદ્યમાન રહ્યા છે. જોકે અહીં નોંધવું ઘટે કે કેટલાક જૈન સાધુ-મુનિઓના વ્યક્તિગત ગ્રંથભંડારો પણ જોવા મળે છે.
ઉપર્યુક્ત બે પ્રકારના ગ્રંથભંડારો ઉપરાંત હાલ થોડાં વર્ષોમાં એક ત્રીજા પ્રકારના ગ્રંથભંડારો અસ્તિત્વમાં આવ્યા છે તે છે સંશોધનસંસ્થા કે વિદ્યાસંસ્થા સાથે સંકળાયેલા કે તે દ્વારા સંચાલિત ગ્રંથભંડારો. આવા ગ્રંથભંડારો સામાન્યતઃ પૂર્વોક્ત ગ્રંથભંડારોના અવશેષમાંથી બન્યા છે, તે અત્રે નોંધવું જોઈએ. સંસ્થા સાથે સંકળાયેલા ગ્રંથભંડારો
હાલ ઉપલબ્ધ માહિતી અનુસાર સંસ્થા સાથે સંકળાયેલા ગ્રંથભંડારો નીચે પ્રમાણે છે.
(૧) લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (ગુજરાત યુનિ. પાસે) અમદાવાદના ગ્રંથભંડારો (હસ્તપ્રતસંખ્યા ૭૫૦૦૦)
(૨) ગુજરાત વિદ્યાસભા ભો. જે. સંશોધન વિદ્યાભવન (આશ્રમ રોડ) અમદાવાદ સાથે સંકળાયેલો ગ્રંથભંડાર (હસ્તપ્રતસંખ્યા ૧૦,૦૦૦)
Page #54
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો
વર્તમાન સ્થિતિ અને હવે પછીનું કાર્ય
(૩) પ્રાચ્ય વિદ્યામંદિર (એમ. એસ. યુનિ.) વડોદરાનો ગ્રંથભંડાર (હસ્તપ્રતસંખ્યા ૨૭૦૦૦)
—
૩૫
(૪) ગુજરાત વિદ્યાપીઠ (આશ્રમરોડ) અમદાવાદનો ગ્રંથભંડાર (હસ્તપ્રતસંખ્યા ૪૩૭)
(૫) સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી – ચુનીલાલ ગાંધી વિદ્યાભવન (એમ.ટી.બી. કૉલેજ, અઠવાલાઈન્સ) સુરતનો ગ્રંથભંડાર (હસ્તપ્રતસંખ્યા ૬૦)
(૬) ઇન્ડોલોજિકલ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ, (શારદાપીઠ) દ્વારકાનો ગ્રંથભંડાર (હસ્તપ્રતસંખ્યા ૩૦૦૦ આશરે)
(૭) ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈમાં સચવાયેલો ગ્રંથભંડાર (હસ્તપ્રતસંખ્યા ૧૮૦૦ ગુટકા પ્રકારની)
આ હસ્તપ્રતભંડારોમાં નીચે પ્રમાણે વ્યવસ્થા જોવા મળે છે.
(૧) હસ્તપ્રતો સામાન્યતઃ કાગળના રેપર(આવરણ)માં રાખવામાં આવી છે. કેટલાક ભંડારોમાં વ્યક્તિગત હસ્તપ્રત કે હસ્તપ્રતપોથી (અમુક પ્રતોની થોકડી) સફેદ કે લાલ કપડાના બંધનમાં બાંધીને રાખવામાં આવી છે. (૨) હસ્તપ્રતો લાકડાના ડબામાં રાખવામાં આવી હોય છે કે કેટલીક જગ્યાએ સ્ટીલના કે લાકડાના કબાટમાં થોકડીબદ્ધ ગોઠવવામાં આવી હોય છે. (૩) હસ્તપ્રતો પર ક્રમાંક કરવામાં આવ્યા હોય છે, ક્રમાંક પ્રમાણે હસ્તપ્રતો ગોઠવેલી હોય છે.
(૪) હસ્તપ્રતોનાં સૂચિ-કાર્ડ (Catalogue Card) તૈયાર કરવામાં આવેલાં હોય છે અને તે કાર્ડ-કેબિનેટમાં અકારાદિક્રમે મૂકવામાં આવ્યાં હોય છે. (૫) આ સૂચિ-કાર્ડ અનુસાર રજિસ્ટર તૈયાર કરવામાં આવ્યું હોય છે. (૬) આમાંના કેટલાક ગ્રંથભંડારોની સૂચિ (Catalogue) પ્રકાશિત થયેલી છે. (૭) કેટલાક ભંડારોની હસ્તપ્રતોનું વર્ણનાત્મક કેટલોગ (Descriptive Catalogue) પણ પ્રકાશિત થયેલ છે.
(૮) પ્રત જોવા કે મેળવવા માટે એના કાર્યાલયનો સમય નક્કી થયેલો હોય છે.
(૯) અધ્યક્ષ કે સંચાલક કે ટ્રસ્ટીનો સંપર્ક કરવાથી હસ્તપ્રત કે એની ઝેરોક્ષ નકલ મેળવી શકાય છે.
અહીં નોંધવું જોઈએ કે આ ગ્રંથભંડારોની સૂચિ પરથી એક સંકલિત વર્ણનાત્મક સૂચિ (Collective descriptive catalogue) તૈયાર કરવી જોઈએ. (આવી એક સંકલિત યાદી શ્રી કે. કા. શાસ્ત્રીજીએ તૈયાર કરવાનો આરંભનો પ્રયાસ કર્યો હતો.) જેથી વિદ્યાર્થીઓને કે વિદ્વાનોને કે સંશોધકોને એમને જરૂરી હોય એવી પ્રત અંગે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય.
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૬
સાંઘિક ગ્રંથભંડારો
હાલ આપણને ગુજરાતમાં ઉપલબ્ધ માહિતી અનુસાર વિવિધ સ્થળોએ આવેલા સાંઘિક ભંડારો નીચે મુજબ છે.
અમદાવાદમાં નીચે જણાવેલ તેર જેટલા સાંઘિક ભંડારો જોવા મળે છે. (૧) પં. રૂપવિજયગણિ જ્ઞાનભંડાર (ડહેલા ગ્રંથભંડાર) (દોશીવાડાની પોળ), અમદાવાદ. (હસ્તપ્રતસંખ્યા આશરે ૧૫૦૦૦)
(૨) શ્રી વીરવિજય શાસ્ત્રસંગ્રહ ગ્રંથભંડાર (ભઠ્ઠીની બારી, ફતાશાની પોળની સામે) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૭૦૦0)
(૩) શ્રી સંવેગી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર (હાજા પટેલની પોળ) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૮૦૦૦)
ગ્રંથભંડાર (દેવશાનો પાડો) અમદાવાદ
(૪) શ્રી વિમલગચ્છ શાસ્ત્રસંગ્રહ (હસ્તપ્રતસંખ્યા આશરે ૬૦૦૦)
(૫) શ્રી વિજયનેમિસૂરિ હસ્તપ્રતભંડાર (પાંજરાપોળ, જૈન ઉપાશ્રય, પાંજરાપોળ) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૨૦,૦૦૦)
-
(૬) શ્રી વિજયનીતિસૂરિ ગ્રંથભંડાર (લુહારની પોળ, માણેકચોક) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૩૦૦૦)
(૭) શ્રી નીતિવિજય જૈન પુસ્તકાલય
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
-
-
અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૩૦૦૦)
(૮) શ્રી વિજયદાનસૂરિ ગ્રંથભંડાર, (મનસુખભાઈની પોળ, કાલુપુર) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૫૦૦૦)
(૯) શ્રી સુરેન્દ્રસૂરિ જૈન ગ્રંથભંડાર (પટણીની ખડકી, ઝવેરીવાડ) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૩૦૦૦)
(૧૦) શ્રી જૈન વિદ્યાશાળા ગ્રંથભંડાર (દોશીવાડાની પોળ) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૫૦૦૦)
(૧૧) શ્રી જૈન પ્રાચ્ય વિદ્યાભવન ગ્રંથભંડાર. (જૈન સોસાયટી, પાલડી) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૩૫૦૦)
(૧૨) શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જ્ઞાનભંડાર ગ્રંથભંડાર (શામળાની પોળ) અમદાવાદ (હસ્તપ્રતસંખ્યા આશરે ૩૦૦૦)
ગ્રંથભંડાર (કોબા) અમદાવાદ
(૧૩) આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (હસ્તપ્રતસંખ્યા આશરે ૯૦,૦૦૦)
પાટણમાં આવેલા જુદાજુદા ગ્રંથભંડારો અને તેમાં રહેલા ગ્રંથોની સંખ્યા નીચે મુજબ છે.
(૧) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથભંડાર (પંચાસરાજી પાસે) પાટણ (હસ્તપ્રતસંખ્યા ૧૯૭૭૦ કાગળની + તાડપત્ર ૪૧૩ સંઘવીના પાડામાંથી
ગ્રંથભંડાર (ધૃતાશાપોળની સામે)
Page #56
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો વર્તમાન સ્થિતિ અને હવે પછીનું કાર્ય
હાલ પ્રાપ્ત થયેલ + ૧૫૯ તાડપત્રની પ્રત.)
G
(૨) શ્રી કેસરબાઈ જૈન જ્ઞાનમંદિર (હસ્તપ્રતસંખ્યા હવે કાંઈ નથી)
-
(૩) શ્રી વિમલગચ્છ જૈન જ્ઞાનભંડાર
(હસ્તપ્રતસંખ્યા ૨૩૩૬)
(૪) શ્રી ખેતરવસી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર પાટણ (હસ્તપ્રતસંખ્યા ૭૬)
-
(૫) દિરયાપુરી આઠકોટી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ગ્રંથભંડાર (ઘેલમાતાની ખડકી બઝાર રોડ) પાટણ. (હસ્તપ્રતસંખ્યા આશરે ૫૦૦૦) વડોદરામાં આવેલા ત્રણ ગ્રંથભંડા૨ નીચે મુજબ છે.
(૧) શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાનભંડાર ગ્રંથભંડાર (કોઠી પોળ) વડોદરા. (હસ્તપ્રતસંખ્યા ૫૦૦૦)
ગ્રંથભંડાર (પંચાસરાજી પાસે) પાટણ
ગ્રંથભંડાર (ભાભાનો પાડો) પાટણ
ગ્રંથભંડાર (ખેતરવશી પાડો)
-
(૨) શ્રી હંસવિજયજી ગ્રંથભંડાર (નરસિંહજીની પોળ) વડોદરા. (હસ્તપ્રતસંખ્યા ૪૩૬૨)
(૩) શ્રી કાંતિવિજય શાસ્ત્રસંગ્રહ
ગ્રંથભંડાર (નરસિંહજી પોળ) વડોદરા
(હસ્તપ્રતસંખ્યા ૭૬૬૪)
વડોદરા સમીપ આવેલ છાણીમાં નીચે પ્રમાણે બે ભંડાર છે.
(૧) શ્રી વીરવિજય શાસ્ત્રસંગ્રહ
છાણી)
(૨) શ્રી પ્રવર્તક કાંતિવિજયજી સંગ્રહ
છાણી)
ડભોઈમાં નીચે પ્રમાણે ત્રણ ભંડાર છે.
-
(૨) શ્રી જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર સંખ્યા ૧૦૨૯)
(૩) શ્રી મોહનલાલજી જ્ઞાનભંડાર (હસ્તપ્રતસંખ્યા ૨૭૦૪)
૩૭
-
ગ્રંથભંડાર, (વીરવિજય જૈન જ્ઞાનમંદિ
ગ્રંથભંડાર (વીરવિજય જૈન જ્ઞાનમંદિર
-
(૧) શ્રી મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથભંડાર, (શ્રીમાળી વગો) ડભોઈ (હસ્તપ્રતસંખ્યા ૧૫૦૦૦)
(૨) શ્રી રંગવિજયજી શાસ્ત્રસંગ્રહ (યશોવિજયજી જ્ઞાનમંદિર) ગ્રંથભંડાર. (શ્રીમાળી વગો) ડભોઈ
(૩) શ્રી અમરવિજયજી જ્ઞાનમંદિર જૈન ગ્રંથભંડાર (શ્રીમાળી વગો) ડભોઈ સુરત મુકામે હાલ આઠ ગ્રંથભંડાર હોવાની માહિતી છે. ગ્રંથભંડાર (આગમમંદિર રોડ) સુરત (હસ્તપ્રત
(૧) જૈન આનંદ પુસ્તકાલય સંખ્યા ૩૧૦૦)
ગ્રંથભંડાર (ગોપીપુરા) સુરત (હસ્તપ્રત
ગ્રંથભંડાર (ભૂતિયાવાસ, ગોપીપુરા) સુરત
Page #57
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
(૪) શ્રી હુકમ મુનિ જ્ઞાનભંડાર - ગ્રંથભંડાર (ગોપીપુરા મેઈન રોડ, સુરત
(હસ્તપ્રતસંખ્યા ૭૧૧) (૫) શેઠ નેમચંદ મેળાપચંદ વાડી ઉપાશ્રય - ગ્રંથભંડાર (જૂની અદાલત,
ગોપીપુરા) સુરત (હસ્તપ્રતસંખ્યા ૮૯૧) (૬) શેઠ દેવચંદ લાલભાઈ જૈન લાઈબ્રેરી ગ્રંથભંડાર (બાવાસીદી, ગોપીપુરા)
સુરત (હસ્તપ્રતસંખ્યા ૩૮૬) (૭) શ્રી ધર્મનાથ જ્ઞાનભંડાર - ગ્રંથભંડાર દિવસુરગચ્છ) (હાથીવાળા ખાંચો,
ગોપીપુરા) સુરત (હસ્તપ્રતસંખ્યા ૧૦૪૭) (૮) શ્રી આદિનાથજી મંદિર, જ્ઞાનમંદિર - ગ્રંથભંડાર (આણસુર ગચ્છ)
(ગોપીપુરા) સુરત (હસ્તપ્રતસંખ્યા ૧૬૧૨).
ખંભાતમાં નીચે મુજબ ચાર ગ્રંથભંડાર આવેલા છે. (૧) શ્રી શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડાર - ગ્રંથભંડાર (ભોંયરાનો પાડો)
ખંભાત (હસ્તપ્રતસંખ્યા ૩૭પ તાડપત્ર, ૧૫૦ કાગલ) (૨) શ્રી નીતિવિજય જ્ઞાનભંડાર - જ્ઞાનવિમલ સૂરિભંડાર (જેનશાલા, અમર
ટેકરી) ખંભાત (હસ્તપ્રતસંખ્યા ૪000) (૩) વિજયનેમિસૂરિ જ્ઞાનભંડાર - ગ્રંથભંડાર (ખારવાડો) ખંભાત (હસ્તપ્રત
સંખ્યા ૨૦,૦૦૦) (૪) પાર્જચંદ્ર ગચ્છનો ભંડાર અથવા ભ્રાતૃચંદ્રજીનો ગ્રંથભંડાર ખંભાત
ઈડર મુકામે નીચે મુજબ ત્રણ ભંડાર જોવા મળે છે. (૧) શ્રી દિગંબર જૈન ભટ્ટારકીય ગ્રંથભંડાર (પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર)
ઈડર (૨) શ્રી આત્મ-કમલ-લબ્ધિસૂરીશ્વર શાસ્ત્રસંગ્રહ - ગ્રંથભંડાર (કોઠારીવાડા)
ઈડર (હસ્તપ્રતસંખ્યા. 9000) (૩) આણંદજી મંગલજીની પેઢી – ગ્રંથભંડાર (કોઠારીવાડા) ઈડર.
કપડવંજમાં નીચે પ્રમાણે પાંચ ગ્રંથભંડાર છે. (૧) અભયદેવસૂરીશ્વર જૈન જ્ઞાનમંદિર - ગ્રંથભંડાર (ક્ષત્રિયવાડ પાઠશાળા)
કપડવંજ (૨) મુનિશ્રી સૂર્યોદયસાગર જ્ઞાનમંદિર - ગ્રંથભંડાર (ક્ષત્રિયવાડ) કપડવંજ (૩) શ્રી મીઠાભાઈ ગુલાબચંદ જ્ઞાનમંદિર - ગ્રંથભંડાર (દલાલવાડા) કપડવંજ (૪) શ્રી અષ્ટાપદ જ્ઞાનભંડાર - ગ્રંથભંડાર (અષ્ટાપદ દહેરાસર) કપડવંજ (૫) શ્રી માણેકભાઈ જ્ઞાનભંડાર - ગ્રંથભંડાર કપડવંજ
જામનગરમાં નીચે પ્રમાણે ત્રણ ભંડાર છે. (૧) શ્રી જૈન આનંદ જ્ઞાનમંદિર – ગ્રંથભંડાર (દેવબાગ ઉપાશ્રય) ચાંદીબજાર
જામનગર
Page #58
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો – વર્તમાન સ્થિતિ અને હવે પછીનું કાર્ય
૩૯
(૨) શ્રી ડુંગરસિંગજી સ્થા. જૈન પુસ્તકાલય - ગ્રંથભંડાર જામનગર (૩) શ્રી અંચલગચ્છ ઉપાશ્રય જ્ઞાનભંડાર - ગ્રંથભંડાર જામનગર
લીંબડી મુકામે નીચે મુજબ ત્રણ ગ્રંથભંડાર છે. (૧) શ્રી ગોપાલસ્વામી પુસ્તકાલય – ગ્રંથભંડાર લીંબડી (૨) પૂ. શ્રી અજરામરજી સ્વામી જ્ઞાનભંડાર - ગ્રંથભંડાર લીંબડી (૩) આણંદજી કલ્યાણજી પેઢી જ્ઞાનભંડાર, લીંબડી
ભાવનગરમાં નીચે મુજબ બે ગ્રંથભંડાર હાલ જોવા મળે છે. (૧) શ્રી જૈન આત્માનંદસભા - ગ્રંથભંડાર (ખારગેટ) ભાવનગર (૨) શેઠ ડોસાભાઈ અભેચંદની પેઢી-ગ્રંથભંડાર (મોટા દહેરાસરજી) ભાવનગર.
પાલીતાણામાં નીચે મુજબ સાત હસ્તપ્રત ગ્રંથભંડાર છે. (૧) દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ જ્ઞાનભંડાર – ગ્રંથભંડાર (શેઠ આણંદજી કલ્યાણજીની
પેઢી, તલેટી) પાલીતાણા હવે લા.દ.ભા.સં.વિ.મં. અમદાવાદમાં (૨) શ્રી યશોવિજયજી ગુરુકુલ જ્ઞાનભંડાર - ગ્રંથભંડાર (સ્ટેશન પાસે)
પાલીતાણા. (૩) શ્રી કપુરવિજય ગ્રંથભંડાર (શ્રી મોતીસુખિયા ધર્મશાલા, પોસ્ટઑફિસ
પાસે) પાલીતાણા. (૪) શ્રી જૈન આગમ સાહિત્ય મંદિર-ગ્રંથભંડાર. (શ્રી સાહિત્યમંદિર, તલાટી
રોડ) પાલીતાણા (૫) શ્રી વીરબાઈ પુસ્તકાલય ગ્રંથભંડાર (શેઠ નરસી કેશવજીની ધર્મશાલા
સામે) પાલીતાણા. (૬) શ્રી મોતીબાઈ ગ્રંથભંડાર (મોતી કડિયાની ધર્મશાળા, સુખડિયાબજાર)
પાલીતાણા (૭) શ્રી વિજયદર્શન સૂરીશ્વરજી જૈન જ્ઞાનશાલા ગ્રંથભંડાર (સાહિત્યમંદિરની
બાજુમાં, તલાટી રોડ) પાલીતાણા
વિરમગામ મુકામે નીચેની વિગતે બે ભંડાર આવેલા છે. (૧) પાર્ધચંદ્રસૂરિ જૈન ગ્રંથભંડાર, વિરમગામ (૨) વીરમગામ જૈન સંઘનો ગ્રંથભંડાર (આણંદજી કલ્યાણજીની પેઢી), વીરમગામ
(હસ્તપ્રતસંખ્યા ૬૩) આ ઉપરાંત જુદાંજુદાં ગામોમાં નીચે પ્રમાણે ગ્રંથભંડારો છે.
ઉત્કંઠેશ્વરમાં એક ગ્રંથભંડાર છે. પાર્જચંદ્ર ગચ્છ ઉપાશ્રય. બજારમાં માંડલ શ્રી નીતિવિજય જ્ઞાનભંડાર - ગ્રંથભંડાર (જૈન ઉપાશ્રય) ચાણસ્મા શ્રી ભગવાન વાસુપૂજ્ય મંદિર જૈન જ્ઞાનભંડાર - ગ્રંથભંડાર (વાસુપૂજ્ય જૈન
દહેરાસર) સુરેન્દ્રનગર
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૦
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન શ્વેતાંબર જ્ઞાનમંદિર, વિજાપુર ભદ્રંકરસૂરિ જૈન જ્ઞાનભંડાર – ગ્રંથભંડાર, સાણંદ સુબોધસાગરસૂરિ જ્ઞાનભંડાર - ગ્રંથભંડાર સાણંદ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ ગ્રંથભંડાર (હજુર પેલેસ, વર્ધમાનનગર) રાજકોટ (હસ્તપ્રતસંખ્યા ૧૪00) જૈન સંઘ ભંડાર માંગરોળ (સૌરાષ્ટ્ર) જૈન સંઘ ભંડાર બોરસદ ડાહીલક્ષ્મી જ્ઞાનભંડાર નડિયાદ (ગ્રંથસંખ્યા ૧૫૦૦) વિજયલાવણ્યસૂરિ જૈન જ્ઞાનમંદિર બોટાદ પ્રવર્તક મુનિ કાંતિવિજયજી શાસ્ત્રસંગ્રહ છાણી
આટલા ભંડારો અંગે ચોક્કસ (જે તે સ્થળે છે તેવી) માહિતી ઉપલબ્ધ થઈ શકી છે.
આ ઉપરાંત નીચેના સ્થળે હસ્તપ્રત ગ્રંથભંડાર હોવાની સંભાવના છે. જેની તપાસ ચાલુ છે. જાતતપાસ કરીને આ અંગે અંતિમ નિર્ણય લઈ શકાય કેમકે ઘણીવાર આવો ભંડાર ત્યાંથી બીજે ખસેડાઈ ગયો હોય છે કે રફેદફે થઈ ગયો હોય છે. ઝીંઝુવાડા, ઊંઝા, પાલેજ, નડિયાદ, વાવ, લીંચ, જોટાણા, વાંકાનેર, માંગરોલ, ગોંડલ, મોરબી, આગલોડ, રાધનપુર, વઢવાણ તથા કચ્છ વિસ્તારમાં કોડાય, ભચાઉ, જખ કોઠારા, નળિયા પત્રી, મુંદ્રા, ભાડિયા, માંડવી અને ભુજ વગેરે સ્થળે ગ્રંથભંડાર હોવાની સંભાવના છે.
આ બધા ભંડારો સાંઘિક સંચાલન હેઠળના ભંડારો છે. આ ગ્રંથભંડારો કાં તો કોઈ ધાર્મિક ટ્રસ્ટ કે ઉપાશ્રય કે પેઢી કે જ્ઞાનમંદિર કે વિદ્યામંદિર કે સંઘ જેવી સંસ્થાના સંચાલન હેઠળ હોય છે.
આ ભંડારોની સ્થિતિ અંગે આ પ્રમાણે કહી શકાય
(૧) ડહેલા ગ્રંથભંડાર, સુરેન્દ્રસૂરિ જૈન જ્ઞાન ભંડાર જેવા ભંડારની હસ્તપ્રતોનાં કૃતિ-કાર્ડ કરવામાં આવ્યાં છે અને તેને રજિસ્ટરમાં નોંધવામાં આવ્યાં છે. હસ્તપ્રતો સાઈઝ પ્રમાણે થોકડીબદ્ધ ગોઠવી તે થોકડીને લાકડાના ડબ્બામાં મૂકવામાં આવી છે. અને તે ડબ્બાઓ સ્ટીલના કે લાકડાના કબાટમાં રાખવામાં આવ્યા છે.
(૨) કેટલાક ભંડારોમાં ડબ્બાનો અભાવ હોય છે. ત્યાં હસ્તપ્રતો લાકડાના કે સ્ટીલના કબાટમાં થોકડીબદ્ધ કરીને મૂકવામાં આવી હોય છે.
(૩) સામાન્યતઃ હસ્તપ્રત પર ક્રમાંક કરેલા હોય છે પણ કેટલાક ભંડારોમાં આ ક્રમાંકમાં પણ ગરબડ હોય છે.
(૪) ડહેલા ગ્રંથભંડાર કે સુરેન્દ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર સિવાય આ બધા ભંડારોમાં વ્યવસ્થિત કૃતિ-કાર્ડ થયેલાં નથી. હસ્તપ્રતોને વિષયવાર કે ભાષા
Page #60
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો – વર્તમાન સ્થિતિ અને હવે પછીનું કાર્ય
૪૧
પ્રમાણે કે અન્ય કોઈ રીતે ગોઠવી તેને ક્રમાંક આપવામાં કે હસ્તપ્રતોને અકારાદિક્રમે ગોઠવી ક્રમાંક કરવામાં આવ્યા હોય છે અને આ ક્રમાંક પ્રમાણે એની નોંધણી રજિસ્ટરમાં (ચોપડામાં) કરવામાં આવી હોય છે. આવા લિસ્ટમાં (રજિસ્ટરમાં) જેમાં કૃતિ-નામ, પત્ર-સંખ્યા, કત કે વિષય જેવી ટૂંકી માહિતી આપવામાં આવેલી હોય છે. પણ કેટલાક ભંડારોમાં આમાં પણ અવ્યવસ્થા જોવા મળે છે. આ ભંડારોની સૂચિ ભાગ્યે જ છપાયેલી હોય છે.
(૫) કેટલાક ભંડારોમાં હસ્તપ્રત પર રેપર કરેલાં હોતાં નથી. હસ્તપ્રતો સૂતરના દોરાથી બાંધીને કે કાગળની પટ્ટીઓ લગાડીને જુદી પાડવામાં આવી હોય છે. આ કાગળની પટ્ટી પર કૃતિનામ કે ક્વચિત કૃતિ અને કર્તાનું નામ લખેલું હોય છે.
(૬) હસ્તપ્રતની સુરક્ષા માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોતી નથી. કેટલીક જગ્યાએ હસ્તપ્રત રાખવામાં આવેલી હોય તે ડબ્બામાં ઘોડાવજ (જંતુથી રક્ષણ આપનાર એક વનસ્પતિ) કે કાળીજીરીની પોટલી મૂકવામાં આવી હોય છે.
(૭) ઘણા ભંડારોની સાર-સંભાળ લેનાર કોઈ હોતું નથી અને હસ્તપ્રતો ગમે તેમ ઢગલાબંધ પડેલી હોય છે. એમાંથી કેટલીક હસ્તપ્રતો ગુમ થયેલી હોય છે.
(૮) હસ્તપ્રતની આપ-લે માટેની કોઈ વ્યવસ્થા મોટા ભાગના ગ્રંથભંડારોમાં કરવામાં આવી હોતી નથી. કેટલાક ભંડારોમાં સવારનો અમુક સમય હસ્તપ્રત આપ-લે માટે ફાળવવામાં આવ્યો હોય છે.
આ ગ્રંથભંડારોને વ્યવસ્થિત કરવા માટે આ વિષયના જાણકાર વિદ્વાનો (આ વિષયના જાણકાર જૈન મુનિઓ સહિત) અને જે તે ગ્રંથભંડારના ટ્રસ્ટીઓએ મળીને એક “મધ્યસ્થ હસ્તપ્રત ગ્રંથભંડારની વ્યવસ્થા-સુરક્ષા સમિતિ'ની રચના કરવી જોઈએ.
આ સમિતિ પ્રથમ તબક્કામાં ગુજરાતમાં આવેલા હસ્તપ્રત ગ્રંથભંડારની વિસ્તૃત યાદી - નામ અને સરનામા સહિત - તૈયાર કરે.
આ પછી આ સમિતિ તરફથી એમણે નીમેલા કાર્યકરો આ જુદાજુદા સ્થાને આવેલા ગ્રંથભંડારોની જાતતપાસ કરી એની હાલની પરિસ્થિતિ અંગે હેવાલ તૈયાર કરે, આ પછી આ સમિતિના સભ્યો કે એમના દ્વારા નિયુક્ત કાર્યકરો-નિષ્ણાતો જે તે ગ્રંથભંડારના ટ્રસ્ટી કે વ્યવસ્થાપકને મળીને તે ભંડારને વ્યવસ્થિત કરવાનું આયોજન કરે. આ કાર્ય માટે જે તે સ્થળના સ્થાનિક કાર્યકરો કે સમિતિ તરફથી નિમાયેલ નિષ્ણાતોનો સહકાર લઈ આ કાર્ય કરવામાં આવે. પછી બીજા તબક્કામાં આ ગ્રંથભંડારોમાં મુખ્યત્વે નીચે પ્રમાણે વ્યવસ્થા કરવી જરૂરી છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૨
એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ
(૧) ગ્રંથભંડારમાં રહેલી હસ્તપ્રતોની મેળવણી-ચકાસણી
જો ગ્રંથભંડારની કાચી કે પાકી યાદી હોય તો તે સાથે અથવા તે સિવાય હસ્તપ્રતોની મેળવણી-ચકાસણી કરી ખૂટતી કે ગુમ થયેલી હસ્તપ્રતોની નોંધ કરી લેવી જોઈએ. આ ખૂટતી હસ્તપ્રતો જો તે કોઈને આપવામાં આવી હોય (ઈસ્યુ થયેલ હોય) તો તે પરત મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. (૨) હસ્તપ્રતના પત્રોની ગણત્રી
ગ્રંથભંડારની પ્રત્યેક હસ્તપ્રતના પત્ર મેળવી-ગણી લેવા જોઈએ. ઘટતા, ખૂટતા, વધતા કે ફાટેલા-તૂટેલા અને સચિત્ર પત્રોની નોંધ કરી લેવી જોઈએ. જેની નોંધ રેપર પર કરવાની રહેશે.
(૩) હસ્તપ્રતને રેપર કરવાં
હસ્તપ્રતને જો રે૫૨ ન કરેલાં હોય તો એને રેપર કરી લેવાં જોઈએ. ઘણા ગ્રંથભંડારોમાં આવાં રે૫૨ કરેલાં હોય છે. તે રેપર એસીડયુક્ત બ્રાઉનપેપર કે અન્ય એવા કાગળનાં કરેલાં હોય છે તેને દૂર કરી એસીડમુક્ત કાગળનાં (ગાંધી આશ્રમ સાબરમતી, અમદાવાદમાંથી પ્રાપ્ત થતા) હાથવણાટના કાગળનાં રેપ૨ કરી લેવાં જોઈએ. જેથી હસ્તપ્રતને લાંબે ગાળે પણ નુકસાન ન થાય. (૪) હસ્તપ્રતને સાઈઝ (કદ-માપ) પ્રમાણે ગોઠવવી રૈપર કરવાં
હસ્તપ્રતનો જૂનો ક્રમાંક હસ્તપ્રતની ડાબી બાજુએ ખૂણા પર લખી નાખવો જોઈએ. આ પછી હસ્તપ્રતને સાઈઝ પ્રમાણે (જો સાઈઝ પ્રમાણે ન ગોઠવી હોય તો) ગોઠવી લેવી જોઈએ ત્યારબાદ હસ્તપ્રતની એકસરખી ઊંચાઈની (સામાન્યતઃ ૧૧ કે ૧૨ ઇંચની) થોકડીમાં ગોઠવી દેવી જોઈએ. આ થોકડીને આ પછી એક બે ત્રણ એમ ક્રમાંક આપી દેવા જોઈએ. (આ ક્રમાંક જ પછીથી જ્યારે હસ્તપ્રતની થોકડી લાકડાના ડબામાં મૂકવામાં આવશે ત્યારે ડબાના ક્રમાંકમાં ફેરવાઈ જશે)
(૫) હસ્તપ્રતને ક્રમાંક કરવા
આ થોકડી રચાઈ જાય તે પછી એક-એક હસ્તપ્રત લઈ તેની જમણી બાજુના ઉપરના ખૂણામાં ક્રમાંક (નવો) લખી લેવો જોઈએ. (૬) હસ્તપ્રતનાં સૂચિ-કાર્ડ તૈયાર કરવાં
-
આ પછી હસ્તપ્રતવિદ્યા અને સૂચીકરણ કરવાના જાણકાર નિષ્ણાતો પાસે પ્રત્યેક હસ્તપ્રતનું સૂચિ-કાર્ડ તૈયાર કરાવવું જોઈએ (સૂચિ-કાર્ડનો નમૂનો તૈયાર કરી તે પ્રમાણે તે છપાવી લેવાં જોઈએ.) છપાવેલા કાર્ડમાં વિગતો પૂરી આ કાર્ડ તૈયાર કરાવી શકાય.
Page #62
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો – વર્તમાન સ્થિતિ અને હવે પછીનું કાર્ય
૪૩
(૭) સૂચિ-કાર્ડની રજિસ્ટરમાં નોંધણી
આ પ્રમાણે સૂચિ-કાર્ડ તૈયાર થઈ જાય તે પછી તે કાર્ડ ક્રમાંકાનુસાર એક રજિસ્ટરમાં નોંધી લેવો જોઈએ. આમ આ રીતે તે ભંડારનું સૂચિ-રજિસ્ટર (ચોપડો) તૈયાર થઈ જશે. આ રજિસ્ટરની એક નકલ ઝેરોક્ષ કરાવી મધ્યસ્થ સમિતિને સુપ્રત કરવી જોઈએ. (૮) સૂચિ-કાર્ડને કાર્ડ-કેબિનેટમાં મૂકવા
રજિસ્ટરમાં સૂચિ-કાર્ડની નોંધણી થઈ જાય તે પછી તેને અકારાદિ ક્રમે ગોઠવી કાર્ડ કેબિનેટમાં ગોઠવી દેવાં જોઈએ. (૯) હસ્તપ્રતોને લાકડાના ડબામાં મૂકી તે ડબા કબાટમાં મૂકવા
હસ્તપ્રતોને સાગના લાકડામાંથી બનાવેલા ડબા બનાવરાવી (જે ઠેકાણે ડબા તૈયાર હોય તો તેમાં) તેમાં થોકડીબદ્ધ હસ્તપ્રતો મૂકી દેવી જોઈએ. અને તે ડબા સ્ટીલના (કે લાકડાના) કબાટમાં મૂકવા જોઈએ. અને ડબાને ક્રમાંક આપી દેવો જોઈએ. (થોકડીનો ક્રમાંક જ ડબાના ક્રમાંકમાં ફેરવાઈ જશે.) (૧૦) હસ્તપ્રત ભંડારો અન્તર્ગત પ્રાપ્ત હસ્તપ્રતની સંકલિત યાદી બનાવવી - ઉપર જણાવ્યા અનુસાર જે તે હસ્તપ્રત ભંડારના સૂચિ રજિસ્ટરની ઝેરોક્ષ નકલ. (જે મધ્યસ્થ સમિતિને મોકલવામાં આવી હોય તે) પરથી કોમ્યુટરની સહાયથી તેમાં નોંધાયેલ બધી હસ્તપ્રતની એન્ટ્રીની અકારાદિ ક્રમે ગોઠવણી કરી સંકલિત યાદી તૈયાર કરી શકાય. આ (૧૧) સંકલિત યાદીને પ્રકાશિત કરવી
તૈયાર થયેલ સંકલિત યાદીને પ્રકાશિત કરવાનું આયોજન કરી શકાય. જે હસ્તપ્રત અંગેનું કામ કરનાર સંશોધક કે વિદ્યાર્થીને સુલભ થાય એની વ્યવસ્થાની ગોઠવણી કરી શકાય.
આ સિવાય નીચે પ્રમાણે વ્યવસ્થા દરેક ભંડારમાં ગોઠવવી જોઈએ. (૧) હસ્તપ્રતની સુરક્ષા-સંરક્ષણની વ્યવસ્થા
હસ્તપ્રતની સુરક્ષા માટે તેને રાખવામાં આવી હોય તે કબાટમાં કે ડબામાં ઘોડાવજ (એક જંતુરક્ષક ઔષધિ) કે કાળીજીરીની પોટલીઓ મૂકી દેવી જોઈએ. (૨) ગ્રંથની સાર-સંભાળ-સાફસૂફી અંગેની વ્યવસ્થા
આ હસ્તપ્રતભંડારની સાર-સંભાળ થતી રહે અને અવારનવાર બધી હસ્તપ્રતોની સાફસૂફી થતી રહે તેવી વ્યવસ્થા રૂપે એક વ્યક્તિની પાર્ટ-ટાઈમ
Page #63
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
ધોરણે કાયમી નિમણૂક કરવી જોઈએ. જેથી હસ્તપ્રતને કોઈ નુકસાન ન પહોંચે. (૩) હસ્તપ્રત કે એની ઝેરોક્ષ નકલ મળે તેવી વ્યવસ્થા
જે તે ગ્રંથભંડારનું કાર્યાલય સવારના બે કે ત્રણ કલાક અને શક્ય હોય તો સાંજે પણ બે કલાક ખુલ્લું રહે અને તે સમય દરમ્યાન હસ્તપ્રત જરૂરિયાતવાળાને વિદ્યાર્થી કે વિદ્વાન કે સંશોધકને) તે સહેલાઈથી જોવા મળે કે એની ઝેરોક્ષ નકલ મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આ અંગે મધ્યસ્થ સમિતિએ જે તે ભંડારના ટ્રસ્ટી કે વ્યવસ્થાપકને મળીને વ્યવસ્થા ગોઠવવી જોઈએ. મધ્યસ્થ સમિતિ હસ્તપ્રત સહેલાઈ મળી રહે તે માટે જરૂર જણાય તો દરમ્યાન થાય.
આમ આ રીતે હસ્તપ્રત ગ્રંથભંડારોને વ્યવસ્થિત કરી શકાય. આમ કરવાની તાકીદી જરૂર છે. તે એટલા માટે કે (૧) આ હસ્તપ્રતો કે જેમાં આપણાં સાહિત્ય, સંસ્કૃતિ અને ઇતિહાસની સામગ્રી વિપુલ પ્રમાણમાં ભરી પડી છે તે સચવાઈ જાય. એનો નાશ થતો અટકે. આ આપણો અમૂલ્ય સંસ્કારવારસો છે. આ રાષ્ટ્રીય વારસાનું જતન કરવું તે આપણા સૌ કોઈની પ્રાથમિક ફરજ છે.
. (૨) પ્રાચીન-મધ્યકાલીન અપ્રકાશિત હસ્તપ્રતને સંપાદિત-સંશોધિત કરી પ્રગટ કરવા ઈચ્છુક વિદ્વાનોને જે હસ્તપ્રત પર સંશોધન કરવું હશે તે માટે સાધન-સામગ્રી હાથવગી થશે. આમ થશે તો આ પ્રકારનાં સંશોધન-સંપાદનમાં વેગ આવશે.
ઉપર જણાવેલ કાર્ય માટે સારી એવી આર્થિક જરૂરિયાત ઊભી થાય તેમ છે તો તે માટે મધ્યસ્થ સમિતિએ ભંડોળ ઊભું કરવું જોઈએ. આ માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે યુ. જી. સી. પાસેથી ગ્રાંટ મેળવી શકાય. આણંદજી કલ્યાણજીની પેઢી કે અન્ય જૈન સંસ્થા કે ટ્રસ્ટ પાસેથી પણ આર્થિક સહાય મેળવી શકાય. શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાને પણ આમાં સાંકળી શકાય. આપણા આદરણીય જૈન મુનિઓ-સાધુઓનો પણ આમાં સહકાર લઈ આર્થિક ભંડોળ ઊભું કરી શકાય.
Page #64
--------------------------------------------------------------------------
________________
મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ : સમીક્ષા અને સૂચનો
જયંત કોઠારી
આપણે જાણીએ છીએ કે મધ્યકાળનું ઘણું ગુજરાતી સાહિત્ય હજુ હસ્તપ્રતોમાં દટાયેલું પડ્યું છે. ગુજરાતી સાહિત્યકોશના પહેલા ખંડનાં મંડાણ થયાં ત્યારે પ્રારંભે જ પ્રશ્ન ઊભો થયો હતો કે સાહિત્યકોશનો વ્યાપ ક્યાં સુધી રાખવો ? એમાં મુદ્રિત સાહિત્યની જ નોંધ લેવી કે હસ્તપ્રત રૂપે રહેલા સાહિત્યની પણ ? એક અભિપ્રાય એવો હતો કે મુદ્રિત સાહિત્યની જ નોંધ લેવી, ગુજરાતના અનેક હસ્તપ્રતભંડારોમાં પડેલા સાહિત્ય સુધી પહોંચવાનું કામ તો ઘણું શ્રમભર્યું, લાંબું અને અગવડભર્યું પણ બની રહે, ભલે અમારે ભંડારોએ રાખેલાં ચોપડા અને કાર્યસૂચિઓ જ જોવાનાં હોય. બીજી બાજુથી આપણા સાહિત્યના ઇતિહાસોએ પણ હસ્તપ્રત રૂપે રહેલા કેટલાક સાહિત્યની નોંધ લીધેલી જ છે, તો કોશ એની નોંધ લેવામાંથી કેમ બચી શકે એ પ્રશ્ન પણ થતો હતો. છેવટે હસ્તપ્રતભંડારોની જે સૂચિઓ મુદ્રિત રૂપે મળતી હોય તેમાંના ગુજરાતી સાહિત્યને કોશમાં સ્થાન આપવું એવો એક વ્યવહારુ મધ્યમમાર્ગી તોડ અમે કાઢ્યો.
પ્રાપ્ત માહિતીને જેમની તેમ મૂકી આપવાનું અમે સ્વીકાર્યું નહોતું. જુદીજુદી હસ્તપ્રતસૂચિઓની માહિતી કેટલેક સ્થાને સામસામે ટકરાતી દેખાઈ અને અમારી સજ્જતા કેળવાતી ગઈ તેમ હસ્તપ્રતસૂચિઓની માહિતી પરત્વે ઘણાં સ્થાનોએ અમને શંકાઓ પણ ઊભી થતી ગઈ. આવી માહિતીની ચકાસણી હસ્તપ્રત સુધી જઈને પણ કરવાની અમને ફરજ પડી ને એમ કરતાં અમને જણાયું કે અમારી શંકાઓ ઘણે સ્થાને સાચી હતી અને હસ્તપ્રતસૂચિઓમાં ભૂલો થયેલી હતી. ભૂલો હસ્તપ્રતવાચનની હતી તેમ સ્વીકારેલી પદ્ધતિની પણ હતી.
અમે એ પણ જોયું કે હસ્તપ્રતસૂચિઓ એક પદ્ધતિએ થયેલી નહોતી - જુદીજુદી સૂચિઓ જુદીજુદી પદ્ધતિએ તૈયાર થયેલી હતી અને અમારે એની સાથે જુદીજુદી રીતે કામ પાડવાનું થતું હતું. હસ્તપ્રતસૂચિઓની ગલી કૂંચીઓનો અમને પરિચય થવા લાગ્યો અને એની પદ્ધતિઓના ગુણદોષ પણ અમને સમજાવા લાગ્યા. અનુભવ એટલોબધો ગાઢ અને ઊંડો હતો ને મનમાં કહેવાનું એટલુંબધું ઊભરાતું હતું કે એકએક હસ્તપ્રતસૂચિની વિગતે સમીક્ષા કરતો એકએક લેખ કરવો જોઈએ એવો વિચાર મારા મગજમાં ઠીકઠીક સમય
ઘૂમરાતો રહ્યો હતો. ત્યારે એ મારાથી શક્ય બન્યું નહીં અને આજે તો
Page #65
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
મગજમાંથી ઘણું ભૂંસાઈ ગયું છે એટલે એવી સમીક્ષા નવેસરથી મહેનત માગે. ઝીણી વીગતોમાં હવે હું ન જઈ શકું, પણ નમૂના રૂપે, સામગ્રી તપાસી વ્યાપકભાવે કેટલાક મુદ્દા હું કરી શકું અને સૂચિપદ્ધતિના ગુણદોષ વિશે મારાં નિરીક્ષણો રજૂ કરી શકું. આ ગોષ્ઠિમાં એ જ અપેક્ષિત છે એટલે એ રીતે આગળ ચાલું છું.
સૂચિ તૈયાર કરવામાં સૌથી પહેલો પ્રશ્ન એ સામો આવે છે કે હસ્તલિખિત ગ્રંથોને એમાં કયા ક્રમે મૂકવા ? પાંચ પ્રકારનો ક્રમ શક્ય છે ઃ એને અનુષંગે
૧. ભંડારનો પ્રતક્રમ.
૪૬
૨. કર્તાનો ક્રમ.
૩. કૃતિનો ક્રમ.
૪. વિષયનો ક્રમ.
૫. સમયનો ક્રમ / ઐતિહાસિક ક્રમ.
પાંચે પદ્ધતિઓના ગુણદોષ વિચારીએ :
૧. ભંડારમાં જે ક્રમે પ્રતો ગોઠવાયેલી હોય તે ક્રમે એમાંની કૃતિઓની નોંધ લેવાનો માર્ગ સૌથી સહેલો માર્ગ છે, કેમ કે એમાં કોઈ પુનર્વ્યવસ્થા કરવાની થતી નથી. પરંતુ આ પદ્ધતિમાં એક જ કૃતિની હસ્તપ્રતો જુદેજુદે સ્થાને વિખેરાઈ જાય છે. ઉપરાંત, ભંડારમાં અમુક ક્રમાંકની પ્રતમાં શું છે તે જાણવા જનાર કોઈ હોતું નથી, બધા કોઈ કૃતિની હસ્તપ્રત માટે જતા હોય છે અથવા કોઈ કર્તાની કૃતિઓની શોધ માટે જતા હોય છે. આવા હેતુથી જનારને, એ સ્પષ્ટ છે કે, સૂચિ મદદરૂપ થતી નથી, એમને આખો સૂચિગ્રંથ જ જોવાનો થાય છે, સિવાય કે પછીથી કર્તાઓનો અને કૃતિઓનો અકારાદિક્રમ જોડવામાં આવ્યો હોય. પણ બધા સૂચિકારોએ આવી સૂઝ બતાવી નથી.
દાખલા તરીકે, ફાર્બસ ગુજરાતી સભાની હસ્તલિખિત ગ્રંથોની નામાવલિમાં તથા પાટણ હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિરની સૂચિમાં ભંડારના ક્રમે જ સામગ્રી રજૂ થઈ છે ને કર્તા-કૃતિના અલગ અકાદિ ક્રમ આપ્યા નથી. પણ ફાર્બસ સભાની સવિસ્તર નામાવલિમાં લેખકો-સંપાદકો આદિની અને વિષયની (એટલે કૃતિનામની) અનુક્રમણિકાઓ આપવામાં આવી છે. એટલું જ નહીં લેખકાદિની અનુક્રમણિકામાં સાથે કૌંસમાં કૃતિનામ, ૨ચનાસંવત વગેરે વીગતો અને કૃતિનામની અનુક્રમણિકામાં રચનાસંવત, કર્તાનામ આદિ વીગતો નોંધીને એ અનુક્રમણિકાઓને અમુક અંશે સીધી ઉપયોગમાં આવી શકે એવી બનાવી છે.
આવું મુનિશ્રી જંબૂવિજયજીએ પાટણના ભંડારોની સંપૂર્ણ સૂચિ તૈયાર કરી એમાં થઈ શક્યું નથી. અગાઉ પ્રસિદ્ધ થયેલી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની
Page #66
--------------------------------------------------------------------------
________________
મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ : સમીક્ષા અને સૂચનો
સૂચિની સામગ્રીને એમણે આમેજ કરી લીધી પણ સંક્ષિપ્ત રૂપમાં, જેથી પૂરી વીગતો માટે જૂની સૂચિ સુધી જવાનું અનિવાર્ય રહ્યું. ઉપરાંત, આખીયે સામગ્રીની કૃતિઓનો અકારાદિક્રમ આપ્યો પણ કર્તાઓનો ન આપ્યો. કૃતિક્રમ આપતી વેળા પત્રસંખ્યા, ભાષા, કર્તાનામની વીગત ફરીને આપી, પણ રચનાસંવત-લેખનસંવત જેવી વીગત તો રહી જ. કૃતિઓનો અકારાદિક્રમ એટલી બધી જગ્યા રોકે છે કે આવું પુનરાવર્તન ટાળીને ઘણાં પાનાં બચાવી શકાયાં હોત અને કર્તાનામની સૂચિ માટે જગ્યા સહેલાઈથી કરી શકાઈ હોત એમ લાગે. જે કૃતિઓની કર્તાનામ આદિ વીગતો પ્રાપ્ય નથી એની માહિતી પણ પ્રતક્રમે તથા કૃતિનામના અકારાદિક્રમે એમ બેવડાવવાનો તો હેતુ જ સમજાતો નથી.
૪૭
ભારતીય વિદ્યાભવનની તથા કવીશ્વર દલપતરામ સંગ્રહની સૂચિઓ પણ ભંડારના પ્રતક્રમે છે પણ એમાં પાછળ કર્તા અને કૃતિના અકાદિ ક્રમ આપવામાં આવ્યા છે. ભારતીય વિદ્યાભવનની સૂચિમાં વધારામાં વિષયવાર કૃતિસૂચિ આપવામાં આવી છે અને કવીશ્વર દલપતરામ સંગ્રહમાં રચનાસમયક્રમ. સૂચિગ્રંથને વિવિધ રીતે કેમ સમૃદ્ઘ કરી શકાય છે એના આ દાખલા છે.
૨. કર્તાનામના અકારાદિ ક્રમે દરેક કર્તાની કૃતિઓની નોંધ કરી શકાય. એમાં સાથે ભંડારના પ્રતક્રમાંકનો નિર્દેશ હોય જ. કોઈ પણ કર્તાનો અભ્યાસ કરનારને આ પ્રકારની સૂચિ સીધી મદદરૂપ થઈ શકે. પણ આ પ્રકારની સૂચિ કરવામાં આવે ત્યારે કૃતિઓની અલગ અકાદિ અનુક્રમણિકા આપવી તો અનિવાર્ય છે. કેમકે કૃતિસૂચિની પોતાની પણ ઘણી ઉપયોગિતા છે.
કે. કા. શાસ્ત્રીએ ભિન્નભિન્ન સંગ્રહોમાં રહેલી હસ્તપ્રતોની જે સંકલિત યાદી કરી છે તે કર્તાક્રમે છે. પરંતુ પદસંગ્રહો અને અજ્ઞાત કર્તાની કૃતિઓ અલગ નોંધ્યાં છે તે સંગ્રહવાર અને પ્રતક્રમે છે. કર્તાક્રમે અપાયેલી સામગ્રીમાંની અને અજ્ઞાતકર્તૃક કૃતિઓની ભેગી જ અકારાદિ અનુક્રમણિકા આપી છે ને જ્ઞાતકર્તૃક કૃતિઓ પરત્વે કર્તાનામ પણ નોંધ્યું છે. પરંતુ પદસંગ્રહોમાં સમાયેલા કર્તાઓની કોઈ અકારાદિ અનુક્રમણિકા આપી નથી. તેથી નરસિંહનાં પદો શોધવા માટે આ આખી સૂચિ જોવી પડે એવું થયું છે. પદસંગ્રહોમાંનાં કર્તાનામોને આગળની મુખ્ય કર્તાસૂચિમાં નાખવામાં પણ ખાસ અગવડ પડી હોત એમ લાગતું નથી. થોડીક સામગ્રી તો એમાં દાખલ થઈ જ ગયેલી છે. પદસંગ્રહોમાં હિંદી કવિઓનાં પદો છે તે જુદાં રાખી શકાય.
કે. કા. શાસ્ત્રીએ કર્તા-કૃતિઓની સાલવારી સૂચિ આપી છે તે સાહિત્યના ઇતિહાસની દૃષ્ટિએ ઉપયોગી ગણાય. રચનાસાલની સંભાવના કરીને પણ કેટલીક કૃતિઓને આ સૂચિમાં દાખલ કરેલી છે. પરંતુ કર્તાની કેટલીક કૃતિઓનો રચનાસમય મળતો હોય ને બીજી કેટલીકનો ન મળતો હોય તો આ બીજી
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૮
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
.
કેટલીક કૃતિઓનો આશરે સમય જરૂર વિચારી શકાય ને એને આ સૂચિમાં દાખલ કરી શકાય અને એમ ઐતિહાસિક ચિત્રને પરિપૂર્ણતા તરફ લઈ જઈ શકાય પણ અહીં એમ થયું નથી. જેમકે સં. ૧૭૦૮માં રચાયેલી વિશ્વનાથ જાનીની બે કૃતિઓનો આ સૂચિમાં સમાવેશ છે પણ રચના સંવત વિનાની પ્રેમપચીસીનો નથી.
૩. હસ્તપ્રતસંગ્રહની સામગ્રીને કૃતિને ક્રમે રજૂ કરવાની પદ્ધતિ ઉત્તમ છે એમ હું માનું છું. ભંડારના પ્રતિક્રમનો ખાસ ઉપયોગ નથી, વિષયક્રમ અને સમયક્રમની કેટલીક મુશ્કેલીઓ છે એની વાત હવે પછી આપણે કરીશું અને કર્તાક્રમે સૂચિ કર્યા પછી કૃતિઓની અનુક્રમણિકા લાંબી થાય પણ કૃતિક્રમે સૂચિ કર્યા પછી કર્તાઓની અનુક્રમણિકા ટૂંકી થાય તથા ઓછી જગ્યા રોકે એ સ્પષ્ટ છે. કૃતિક્રમની સૂચિ સૌથી વધુ કરકસરવાળી નીવડી શકે છે.
આનો ખૂબ જ ધ્યાન ખેંચે એવો દાખલો મુનિશ્રી ચતુરવિજયજીએ કરેલી લીંબડી ભંડારની સૂચિ છે. એમણે સામગ્રીને કૃતિઓના અકારાદિક્રમે રજૂ કરી અને કૃતિઓને ક્રમાંક આપી દીધા. પછી કર્તાઓની અનુક્રમણિકામાં કૃતિઓના ક્રમાંક આપી દેવાથી જ એમનું કામ ચાલ્યું. ચતુરવિજયજીએ વિષયવાર અનુક્રમણિકા પણ આપી છે. એમાં એમણે કૃતિનામ સાચવ્યાં છે એ યોગ્ય થયું છે, પણ ક્રમાંક છોડી સંક્ષેપ સાધી શકાયો હોત. ચતુરવિજયજીએ સમયાનુક્રમણિકા નથી આપી પણ ધાર્યું હોત તો એ પણ કેવળ કૃતિક્રમાંકના નિર્દેશથી સંક્ષેપથી આપી શકાઈ હોત. ભંડારની પ્રતોની કમવાર સૂચિ પણ, એમાં રહેલી કૃતિઓના ક્રમાંક આપીને, કરી શકાય.
વર્ષો પૂર્વે એક જૈન મુનિએ સૂઝપૂર્વક તૈયાર કરેલી લીંબડી ભંડારની સૂચિ પર હું અત્યંત ખુશ છું. ને તેથી એ નમૂનાને પછીના આપણા સૂચિકારોએ લક્ષમાં જ લીધો નથી એનું મને દુઃખ પણ છે. ચતુરવિજયજીના શિષ્યવર્ય મુનિશ્રી પુણ્યવિજયજી સંશોધક વિદ્વાનનું નામ ધરાવતી સૂચિઓ પણ
એ નમૂનાને લક્ષમાં લેતી નથી, એનાથી ઘણી ઊણી ઊતરે છે એ આશ્ચર્યની વાત છે.
પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરાની સૂચિ કૃતિના ક્રમે છે. જોકે ગુજરાતી કૃતિઓ એમાં જૈન અને જૈનેતર એવા બે વિભાગમાં વહેંચાયેલી છે. કર્તાક્રમ આ સૂચિમાં અલગ અપાયેલો નથી.
૪. વિષયવિભાગપૂર્વકની સૂચિ જો સૂઝપૂર્વક થઈ હોય તો એની પણ એક ઉપયોગિતા છે જ. એથી કોઈ એક વિષયપ્રદેશનો અભ્યાસ કરવા માગનારની મોટી સગવડ સચવાય છે. પરંતુ સૂચિનો મુખ્ય આધાર વિષય વિભાગીકરણને બનાવવાનું યોગ્ય છે કે કેમ તે વિશે હું સાશંક છું. આનું કારણ એ છે કે ખાસ કરીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સ્પષ્ટ વિષયવિભાગો
Page #68
--------------------------------------------------------------------------
________________
મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ : સમીક્ષા અને સૂચનો
૪૯
કરવાનું કામ ઘણું અઘરું છે. વિષયવિભાગો કેમ કરવા એનો જ કોયડો ઊભો થાય છે. વિષયસામગ્રી - આગમ, જ્યોતિષ, આયુર્વેદ, ચરિત્ર, કથા, ગુર્નાવલી, તીર્થમાલા, સ્તુતિ, પૂજા વગેરે - ને અનુલક્ષીને તેમ મધ્યકાળમાં જે સાહિત્યપ્રકારસંજ્ઞાઓ જોવા મળે છે - રાસ, આખ્યાન, ચોપાઈ, ઢાળિયાં, ચોવીસી, બાવની, કક્કો, તિથિ, ફાગ, ગરબો-ગરબી, વેલિ, મંજરી, ચાબખા વગેરે – તેને અનુલક્ષીને પણ વિભાગીકરણ કરી શકાય. સામાન્ય રીતે આ બન્ને ધોરણોની ભેળસેળ થયેલી જોવા મળે છે. મધ્યકાળની સાહિત્યપ્રકારસંજ્ઞાઓના આધારો તો ભિન્નભિન્ન છે - નિરૂપણરીતિ, પદ્યબંધ, ઘટકસંખ્યા, રૂપકાત્મકતા વગેરે. તેથી તેમજ મધ્યકાળની સાહિત્યપ્રકારવાચક સંજ્ઞાઓના સંકેતો ઘણા પ્રવાહી છે તેથી સમાન સ્વરૂપની તેમ એક જ કૃતિ પણ ભિન્નભિન્ન સંજ્ઞાઓ ધરાવી શકે છે. પરિણામે સ્થિતિ ઘણી ગૂંચવણભરી બની જાય છે અને વિષયવિભાગીકરણને નિરર્થક બનાવી દે છે.
આપણી બે સંશોધન સંસ્થાઓ - લા.દ. વિદ્યામંદિર અને ભો.જે. વિદ્યાભવનની સૂચિઓ વિષયવિભાગીકરણથી થયેલી છે એનું શું પરિણામ આવ્યું છે તે જોવા જેવું છે. લા. દ. વિદ્યામંદિરની સૂચિમાં આગમ, આચારવિધિ, ન્યાય, યોગ, કર્મ, સ્તુતિ-સ્તોત્ર, ગીત-પદ, સક્ઝાય, ચરિત્ર, ચઉપઈ, ઢાળિયાં, રાસ, ચોકડી, ચોવીસી, છત્રીસી વગેરે ૯૭ વિભાગોમાં સામગ્રીને વહેંચવામાં આવી છે કે દરેક વિભાગમાં કર્તાના અકારાદિ ક્રમે ગોઠવણી કરી છે. આથી બન્યું છે એવું કે વિષય ને સ્વરૂપ એક જ હોવા છતાં “પૃથ્વીચંદ્ર ચરિત્ર' એક વિભાગમાં મુકાય ને “પૃથ્વીચંદ્ર ચોપાઈ' બીજા વિભાગમાં. કુશલસંયમની કૃતિ હસ્તપ્રતોમાં “હરિબલ ચોપાઈ ને “હરિબલ રાસ' એમ બન્ને નામે મળે છે, પણ એની નોંધ ચોપાઈ-વિભાગમાં જ કરવાની થઈ છે - રાસનો વિભાગ જુદો હોવા છતાં. પણ ઉદયરત્નની એક જ કૃતિ “સુમતિવિલાસ લીલાવતી ચોપાઈ ને “લીલાવતી રાસ' એવાં નામોને કારણે બે જુદા વિભાગોમાં નોંધાઈ છે. ચોવીસીનો જુદો વિભાગ કરવા છતાં જિનસ્તવન ચોવીસીઓને સ્તવનના વિભાગમાં મૂકવાનું કર્યું છે. ગીત-પદ એવા વિભાગ પછી પાછો ગીત વિભાગ
અને વર્ણન એવા વિભાગ પછી વર્ણન અને વર્ણનાત્મક કૃતિઓ એ નામનો વિભાગ આવે છે તે વિભાગીકરણ કેવું કઢંગી રીતે થયું છે તે બતાવે છે. જયવંતસૂરિની કર્મેન્દ્રિય પરવશે હરિણ ગીત અને નેત્રપરવશે પતંગ ગીત એ કૃતિઓ (ને એ જ હસ્તપ્રતો) ગીત-પદ વિભાગ તેમ ગીત વિભાગ બન્નેમાં નોંધાયેલી છે. ગીત વિભાગમાં ગીતા નામક કૃતિઓ સમાવી છે, જે વિભાગ જુદો કરવો જોઈતો હતો.
ભો.જે. વિદ્યાભવને પણ વિભાગોમાં કર્તાનામનો ક્રમ રાખ્યો છે. પણ - એણે પાડેલા વિભાગો જુઓ - કાવ્ય (આખ્યાન), કથા, ગીતા, ઢાળો, ચોપાઈ, .
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૦
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
ચરિત્ર, ઢાળચરિત્ર, વિવાહ, વિવાહલો, કાવ્ય, રાસ, કથાવાર્તા, વાર્તા, કાવ્ય (ફિલસોફી), એપિક, કથા-એપિક, કીર્તન, ભજન, ગીત (બારમાસી), બારમાસી, બારમાસા, ગીત વગેરે. આમાંથી કોઈ સંજ્ઞાઓ કોઈ એક વિભાગના પેટામાં કોઈ કૃતિની વિશિષ્ટ ઓળખ તરીકે આવે છે, પણ ક્યાં એમ થયું છે ને
ક્યાં ખરેખર નવો વિભાગ અભિપ્રેત છે એ સમજવા આપણે મથામણ કરવી પડે છે. એકંદરે સમગ્ર વિભાગીકરણ પાછળનો તર્ક આપણી સમજ બહાર રહે છે.
આવું જોઈએ ત્યારે થાય છે કે આપણી સંશોધન-સંસ્થાઓ આ શું કરી રહી છે એની એને ખબર છે ? સૂચિઓનું કામ તો માર્ગદર્શક થવાનું છે એને બદલે એ આપણને ભમાવે એ કેમ ચાલી શકે ? આ સૂચિઓ તૈયાર કરનારની શી સજ્જતા છે, એમના માર્ગદર્શક કોણ રહ્યા છે, સંસ્થાઓના નિયામક વગેરે અધિકારીગણે આ કામો પર કેટલી દેખરેખ રાખી છે – વગેરે ઘણા પ્રશ્નો આપણને જાગે. સંકળાયેલા સૌની બેજવાબદારી વિના આવાં કાચાં કામો થઈ ન શકે.
વર્ગીકૃત સૂચિ પછી કર્તાઓ અને કૃતિઓની સળંગ અનુક્રમણિકાઓ અપાવી જ જોઈએ. લા. દ. વિદ્યામંદિરે એ કર્યું નથી, ભો. જે. વિદ્યાભવને માત્ર કૃતિઓની અનુક્રમણિકા આપી છે પણ એમાંયે કેટલુંક અતાર્કિક છે – અંબાજીનો ગરબો વગેરે બધા ગરબા એમના વર્ણાનુક્રમમાં નહીં પણ ગરબાના ક્રમમાં છે, એવું જ ગીતાનામક કૃતિઓનું છે. સઝાયો અને સ્તવનોની અકારાદિ સૂચિ બાકીની કૃતિઓનો સમગ્ર વર્ણાનુક્રમ પૂરો થયા પછી આપી છે !
ઈડિયા ઓફિસ લાઈબ્રેરી, લંડનની સૂચિ પણ વર્ગીકૃત છે, પરંતુ એમાં થોડાક મોટા વિભાગો જ પાડવામાં આવ્યા છે તેથી જોખમ ઊભું થતું નથી. જેમકે ધાર્મિક સાહિત્ય, કથાસાહિત્ય, શાસ્ત્ર, ઐતિહાસિક સાહિત્ય, મહાકાવ્યોનાં રૂપાંતરો એ મુખ્ય વિભાગો છે. ધાર્મિક સાહિત્યમાં જૈન તથા વૈષ્ણવ જુદાં પાડ્યાં છે અને જૈન ધાર્મિક સાહિત્યના આગમગ્રંથોના બાલાવબોધો ને ટબાઓ, ગૌણ સૈદ્ધાત્તિક કૃતિઓ, સ્તોત્રસાહિત્ય, તીર્થકરો અને આચાર્યો વિષયક સાહિત્ય એવા પેટાવિભાગો કર્યા છે.
વિભાગીકરણના ઘણા પ્રશ્નો હોઈને, યોગ્ય રીતે વિભાગીકરણ કરવાનું કામ ઘણી સૂઝ અને ઘણો શ્રમ માગે એવું હોઈને સૂચિ મુખ્યપણે વર્ગીકૃત રીતે આપવાનો હું પક્ષપાતી થઈ શકતો નથી, પરંતુ બીજી કોઈ રીતે સૂચિ કર્યા પછી કૃતિઓની વર્ગીકૃત અનુક્રમણિકા આપી શકાય તો ઘણું રૂડું થાય એમ હું જરૂર માનું છું. લીંબડી ભંડારની સૂચિમાં, ભારતીય વિદ્યાભવનની સૂચિમાં અને “જૈન ગૂર્જર કવિઓમાં આવી અનુક્રમણિકા આપવામાં આવી છે. એમાંયે કોઈ પ્રશ્નો નથી એમ નથી, પણ લા.દ. વિદ્યામંદિર ને ભો.જે.
Page #70
--------------------------------------------------------------------------
________________
મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ ઃ સમીક્ષા અને સૂચનો
વિદ્યાભવનની સૂચિઓ જેવી અતાર્કિકતાઓ ભાગ્યે જ છે. મને પોતાને જૈન ગૂર્જર કવિઓ'ની પહેલી આવૃત્તિમાં અપાયેલી વર્ગીકૃત અનુક્રમણિકા વ્યવહારુ રીતે ઉપયોગી લાગેલી છતાં એનાથી પૂરો સંતોષ નહોતો એ પૂરી શાસ્ત્રીય લાગતી નહોતી તેથી નવી આવૃત્તિમાં વર્ગીકૃત અનુક્રમણિકા જુદી રીતે કરી છે. ઐતિહાસિક, કથનાત્મક, જ્ઞાનાત્મક અને અન્ય એવા ચાર મુખ્ય વિભાગો કર્યા, એમાં ગદ્યને પદ્ય એવા પેટાવિભાગો કર્યાં ને એ દરેકમાં જુદાજુદા પ્રકારનાં નામો ધરાવતી કૃતિઓ જુદી પાડી. એક જ પ્રકારનામ વિવિધ વર્ગની કૃતિઓમાં જોવા મળે છે એ આમાં સ્પષ્ટ થાય છે. એક જ કૃતિ એકથી વધુ પ્રકારનામો ધરાવતી હોય તો ત્યાં બધે એને મૂકવામાં આવી છે. ને આમ એક સંપૂર્ણ ચિત્ર ઊભું કરવાની કોશિશ થઈ છે.
-
૫. સમયના ક્રમે એટલે કે ઐતિહાસિક ક્રમે સૂચિ થાય તો એ ઘણી જ ઉપયોગી નીવડે એમાં શંકા નથી. આવી સૂચિથી સાહિત્યના ઐતિહાસિક વિકાસનું ચિત્ર સીધેસીધું આપણા હાથમાં આવે છે. પણ આ જાતની સૂચિ કરવી એ ઘણું કપરું કામ છે એમાં પણ શંકા નથી, એમાં એક કર્તાની કૃતિઓને એક સ્થાને લાવવી પડે, મધ્યકાળમાં એક નામના એકથી વધુ કર્તાઓ એક સમયે પણ અસ્તિત્વ ધરાવતા હોય એટલે કર્તાઓની ઓળખ નિશ્ચિત કરવી પડે, ઘણે સ્થાને સમયનિર્ણય કરવો પડે અને આખી સામગ્રીને ઐતિહાસિક ક્રમમાં નાખવી પડે. આ તો મો. ૬. દેશાઈ જેવા અણથક પરિશ્રમી સૂચિકારનું જ કામ. દેશાઈએ પણ પહેલાં કવિઓને વર્ણાનુક્રમે સામગ્રી તૈયાર કરી હતી પણ કોઈએ સૂચન કરવાથી શતકવાર ઐતિહાસિક ક્રમે સૂચિ ક૨વાનો પડકાર એમણે ઝીલી લીધો. એનું પરિણામ તે જૈન ગૂર્જર કવિઓ'. ઐતિહાસિક ક્રમે થયેલી આપણી એ એકમાત્ર સૂચિ છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનમાં જૈન ગૂર્જર કવિઓ'નો ફાળો ઘણો મોટો છે. આપણા સાહિત્ય-ઇતિહાસોનાં જૈન સાહિત્યવિષયક પ્રકરણો એનો ઘણી વાર તો બેઠો ને બેઠો આધાર લઈને લખાયેલાં છે.
૫૧
-
શ્રી દેશાઈને કેટલીક અગવડો તો પડી જ છે. લાંબા સમય સુધી કામ ચાલ્યું એટલે પૂર્તિઓ કરવી પડી છે, આગલા ભાગની સામગ્રીના સુધારા છેલ્લા ભાગમાં નોંધવાના થયા છે ને તેથી ઐતિહાસિક ચિત્ર થોડું વિશૃંખલ થયું છે. પરંતુ નવી આવૃત્તિમાં એ વિશૃંખલતા નિવારી લેવામાં આવી છે.
આવી સૂચિમાં પણ કર્તાઓ અને કૃતિઓની અકારાદિ અનુક્રમણિકાઓ તો જોઈએ જ. શ્રી દેશાઈ જેવા સૂચિકાર એ કેમ ચૂકે ? પણ પહેલા બે ભાગમાં કૃતિઓની સળંગ વર્ણાનુક્રમણિકા અને ત્રીજા ભાગમાં વર્ગીકૃત અનુક્રમણિકા એ અસંગતિ રહી ગઈ હતી, જે નવી આવૃત્તિમાં દૂર કરવામાં આવી છે ને આખીયે સામગ્રીની બન્ને પ્રકારની અનુક્રમણિકાઓ આપવામાં આવી છે. શ્રી
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૨.
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
દેશાઈ આપણા એક સમર્થ સૂચિકાર હતા. એમના લોભને થોભ નહોતો. એ કર્તા-કૃતિની અનુક્રમણિકાઓ આપીને જ ન અટક્યા, એમણે કૃતિઓની સંવતવાર અનુક્રમણિકા કરી, જેમાં રચનાસંવત ઉપરાંત લેખનસંવતનોયે સમાવેશ કર્યો, એમણે રાજાઓનાં નામોની અને સ્થળનામોનીયે અનુક્રમણિકાઓ કરી. અલબત્ત, સંવતવાર અનુક્રમણિકા પહેલા બે ભાગ પૂરતી અને રાજાઓ તથા સ્થળોનાં નામોની અનુક્રમણિકા ત્રીજા ભાગ પૂરતી મર્યાદિત હતી, પણ નવી આવૃત્તિમાં આ અધૂરપ સુધારી લેવાઈ છે.
આ સૂચિપદ્ધતિઓની વાત થઈ. હવે થોડું સૂચિસામગ્રી વિશે વિચારીએ. હસ્તપ્રતસૂચિ સાદી હોઈ શકે, તેમ વર્ણનાત્મક, સવિસ્તર – કૃતિઓના આરંભ-અંતના ભાગોના ઉતારાવાળી હોઈ શકે. સાદી સૂચિમાં હસ્તપ્રતક્રમાંક, કૃતિનામ, કર્તાનામ, ભાષા, પદ્યસંખ્યા કે શ્લોકમાન, રચનાસંવત, લેખનસમય, હસ્તપ્રતનાં પાનાં, હસ્તપ્રતની સ્થિતિ - આ પ્રકારની વિગતો આપવાની એક સ્વીકૃત પ્રથા છે. પાટણ, લીંબડી, પ્રાચ્ય વિદ્યામંદિર, લા. દ. વિદ્યામંદિર ને ફાર્બસ ગુજરાતી સભાની સાદી સૂચિઓ બહુધા આ ધોરણને અનુસરે છે. એમાં કેટલીક વાર લહિયાનાં નામ, ગામ, હસ્તપ્રતનું માપ વગેરે કેટલીક વિશેષ વિગત નોંધાઈ છે. ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી પણ સાદી સૂચિ છે, પરંતુ એમાં વિવિધ સંગ્રહોને ભેગા કરવામાં આવ્યા છે, તેથી હસ્તપ્રત અંગેની ક્રમાંક અને લેખનસંવત સિવાયની માહિતી આપવાનું શક્ય બન્યું નથી. કૃતિની પદ્યસંખ્યા કે શ્લોકમાનની માહિતી પણ બહુ ઓછે સ્થાને આપી શકાઈ છે.
ભો. જે. વિદ્યાભવન અને ભારતીય વિદ્યાભવનની સૂચિઓને વર્ણનાત્મક તરીકે ઓળખાવવામાં આવી છે, પરંતુ ભો. જે. વિદ્યાભવને પાછળ પરિશિષ્ટ રૂપે કૃતિઓના ટૂંકા આદિભાગ જ આપ્યા છે. કવિનામ વગેરે ચાવીરૂપ વિગતો અંતભાગમાં જ હોય છે. એ કેમ છોડી દેવામાં આવ્યા છે એ સમજાય એવું નથી. કૃતિઓની એકથી વધુ હસ્તપ્રતોના આદિભાગ અપાયા છે - કાલિદાસકૃત પ્રહલાદાખ્યાનની આઠ પ્રતોના આદિભાગ ઉતાર્યા છે ! – તેનું કારણ પણ ઝાઝું સમજાય એવું નથી, તે ઉપરાંત આ જગ્યાનો ઉપયોગ અંતભાગો નોંધવામાં સહેલાઈથી થઈ શક્યો હોત. કેટલીક કૃતિઓના આદિમાગ પણ અપાયા નથી.
- ભારતીય વિદ્યાભવનની સૂચિમાં પાછળ કૃતિઓમાંથી કેટલાંક ઉદ્ધરણો અપાયાં છે પરંતુ એની પાછળ કોઈ સ્પષ્ટ નીતિ પ્રતીત થતી નથી. ક્યાંક આદિભાગ અપાયા છે, ક્યાંક અંતની પુષ્પિકાનો ભાગ, ક્યાંક અન્ય કોઈ ભાગ.
કવીશ્વર દલપતરામ સૂચિ, જૈન ગૂર્જર કવિઓ અને ફાર્બસ ગુજરાતી સભાની સવિસ્તર નામાવલિમાં પણ આદિ-અંત આપવામાં કેટલીક કાટછાંટ થઈ
Page #72
--------------------------------------------------------------------------
________________
મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ ઃ સમીક્ષા અને સૂચનો
છે, પરંતુ દસ્તાવેજી માહિતી ધરાવતા ભાગો તો અનિવાર્યપણે અપાયા છે. બીજી રીતે જોતાં ફાર્બસ ગુજરાતી સભાની સવિસ્તર નામાવલિમાં અને તેથીયે વધુ જૈન ગૂર્જર કવિઓમાં આદિ-અંતના અને અન્ય ભાગો પ્રચુરતાથી ઉતારાયા છે. ઇંડિયા ઑફિસ લાઇબ્રેરીની સૂચિમાં બધી જ કૃતિઓના આદિ-અંત અપાયા છે. એ સૂચિ, ફાર્બસ ગુજરાતી સભાની સવિસ્તર નામાવલિ તથા જૈન ગૂર્જર કવિઓ' હસ્તપ્રતોની પુષ્પિકાઓ પણ ઉતારે છે.
૫૩
સૂચિકારો કેટલીક વાર પોતાની સૂચિને વિશેષ માહિતીથી સમૃદ્ધ કરવાનો પરિશ્રમ કરતા હોય છે. આ પ્રશસ્ય છે, પણ એ કામ ઘણી કાળજીથી અને સૂઝથી થવું જોઈએ. લા.દ. વિદ્યામંદિરની સૂચિ અને ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદીમાં ઘણી વાર કર્તાના વિશેષ પરિચયો આપવામાં આવ્યા છે. આ પરિચય કૃતિમાંથી પ્રાપ્ત હોય ત્યાં તો સવાલ નથી, પણ એમ દેખાય છે કે પરિચયો અન્યત્રથી જોડવાનું પણ થયું છે, જે જરા જોખમી માર્ગ છે. લા.દ. વિદ્યામંદિરની સૂચિમાં જૈન ગૂર્જર કવિઓ' જેવાં સાધનોમાંથી લઈને અપાયેલા કવિપરિચયો અમારી સાહિત્યકોશ સમયની ચકાસણીમાં ઘણે-બધે ઠેકાણે ખોટા નીકળ્યા છે. એ સૂચિએ જે દેવવિજય તરીકે કવિને ઓળખાવ્યા હોય એ દેવવિજય એ હોય જ નહીં. સંકલિત યાદીમાં ‘બૃહદ્ કાવ્યદોહન’ આદિમાંથી મળેલ કવિપરિચય, કે કોઈ એક કૃતિમાંથી મળેલ કવિપરિચય બીજી કૃતિ પરત્વે કશા આધાર વિના જોડી દેવામાં આવ્યો હોય એવું દેખાયું છે. ભાયાણીસાહેબના પઢાવેલા પાઠ પ્રમાણે સાહિત્યકોશમાં અમે વિચારીવિચારીને ડગલું માંડતા અને કશી ભેળસેળ ન થઈ જાય એને માટે અત્યંત સચિંત રહેતા. ચોખ્ખા આધાર વિના કશું જોડી ન શકાય એમ માનતા અને તર્કને તર્ક તરીકે જ રહેવા દેતા. શાસ્ત્રીજી હસ્તપ્રતમાં ‘અંબા” નામ જોવા મળે એનું ‘અંબાબાઈ’ કરી નાખે, અમે ન કરીએ અને હસ્તપ્રત ચકાસતાં એ ‘અંબારામ' હોવાનો સંકેત પણ મળે. જૈન ગૂર્જર કવિઓમાં પણ કવિપરિચય વીગતે છે ગુરુપરંપરા, સમય વગેરેને સમાવતો. પરંતુ મોટે ભાગે એ કૃતિમાંથી પ્રાપ્ત હોય છે. એ સિવાય કોઈકોઈ સાધુકવઓનાં ચિરત્રો રચાયાં છે તેનો લાભ શ્રી દેશાઈએ લીધો છે. કેટલીક વાર અન્ય કૃતિઓમાંના નિર્દેશો, પ્રતિમાલેખો આદિને આધારે પણ માહિતી આપવામાં આવી છે, પણ શ્રી દેશાઈ બહુધા સલામત માર્ગે ચાલ્યા છે. અનુમાનથી, ઉતાવળે, અધ્ધર રીતે એમનાથી કશું જોડી દેવાયું હોય એવું ઓછું બન્યું છે. ફાર્બસ ગુજરાતી સભાની નામાવલિએ તો કૃતિમાં મળતી કવિ વિશેની વિશેષ માહિતી પણ જુદી તારવીને આપી નથી, વિનામ આપીને જ સંતોષ માન્યો છે.
જૈન ગૂર્જર કવિઓ’, ફાર્બસ ગુજરાતી સભા સવિસ્તર નામાવલિ, કવીશ્વર દલપતરામ સૂચિ અને ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી કૃતિપ્રકાશનની
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૪
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
માહિતી પણ નોંધે છે.
છેવટે આપણું અત્યંત ધ્યાન ખેંચે છે તે તો જૈન ગૂર્જર કવિઓમાં મોહનલાલ દલીચંદ દેશાઈનો અને ફાર્બસ ગુજરાતી સભાની સવિસ્તર નામાવલિમાં અંબાલાલ જાનીનો પરિશ્રમ. અંબાલાલ જાનીએ કૃતિઓના સાર આપ્યા છે, અને પૂરક ઐતિહાસિક માહિતી છૂટ્ટે હાથે પીરસી છે. એની પાછી સવીગત અકારાદિ સૂચિ પણ કરી છે ! આ માત્ર સૂચિ નહીં રહેતાં મહત્ત્વનો સાહિત્યિક, ઐતિહાસિક દસ્તાવેજ બની જાય છે. દેશાઈએ આવું કર્યું નથી આવું કર્યું હોત તો તો, કે. કા. શાસ્ત્રી સૂચવે છે તેમ, જૈન ગૂર્જર કવિઓ'ના કેટકેટલા ગ્રંથો થયા હોત ! પણ એમણે કૃતિઓના વિવિધ ખંડોના આરંભ-અંત ઉતાર્યા છે, એમાંના કેટલાક અન્ય રસિક ભાગો આપ્યા છે, અનેક સ્થાને કૃતિમાં પ્રયોજાયેલાં છંદો ને દેશીઓની યાદી કરી છે અને કૃતિની ગુણવત્તા વિશે અભિપ્રાયો આપ્યા છે તે બતાવે છે કે તેઓ કૃતિઓની અંદર પણ ઘૂમી વળ્યા છે. એમની તે કેવળ સૂચિકારની સૂચિ નથી, સાહિત્યરસિક વિદ્વાનની સૂચિ છે.
બધી સૂચિઓમાં હસ્તપ્રતના ખોટા વાચનને લીધે થયેલા માહિતીદોષો વધતાઓછા પ્રમાણમાં જોવા મળે છે. લા. ૬. વિદ્યામંદિરની સૂચિમાં પહેલું જ કર્તાનામ ‘અઈગત્તા' ખોટું છે. ભો. જે. વિદ્યાભવનની સૂચિમાં પણ પહેલી જ નોંધમાં ભૂલ જણાય છે. અખાને નામે ‘ગુરુમહિમા’ નામની કૃતિ મુકાયેલી છે, પરંતુ કૃતિ ખંડિત પ્રાપ્ત થયેલી છે અને કૃતિનામ સૂચિકારે મૂક્યું હોવાનો સંભવ છે. પહેલા કડવાની પહેલી સાત કડી અને ૨૯મા કડવા પછીનો ભાગ પ્રાપ્ત થયો નથી એવી નોંધ ક૨વામાં આવી છે તેથી આ કૃતિ ‘અખેગીતા’ જ હોવાનું પાકું અનુમાન થાય છે. થોડીક મહેનતથી સૂચિકાર અખા જેવા પ્રસિદ્ધ કવિની કૃતિને સાચી રીતે ઓળખાવી શક્યા હોત. ભારતીય વિદ્યાભવનની સૂચિમાં સર્વત્ર અખા, અખેગીતા, અખાના છપ્પાને સ્થાને અજા, અજેગીતા, અજાના છપ્પા મળે છે ! પાટણ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની સૂચિમાં શાંતિહર્ષને નામે ઘણી કૃતિઓ નોંધાયેલી મળે છે તે સર્વ શાંતિહર્ષશિષ્ય જિનહર્ષની છે.
કૃતિના આદિ-અંતના ભાગ આપતી વર્ણનાત્મક સૂચિ હોય તો સૂચિકારના વાચનના (ને અર્થઘટનના) દોષો પણ આપણે પકડી શકીએ. કવીશ્વર દલપતરામ સૂચિમાં કર્તા તરીકે રવિસુત નરસિંહ બતાવ્યા હોય, પણ ઉત્કૃત અંતભાગ પરથી આપણે કહી શકીએ કે ‘વિસુત' એ તો વારના નામ તરીકે છે – શનિવાર. જૈન ગૂર્જર કવિઓ'ની બીજી આવૃત્તિમાં થયેલા સુધારામાંના ઘણા, ઉધૃત ભાગને આધારે જ થયા છે. પાઠવાચન અને અર્થઘટનમાં થયેલી ભૂલો નિવારાઈ છે અને ભ્રષ્ટ પાઠો પણ સુધારાયા છે.
પણ આરંભ-અંતના ભાગ વિનાની સાદી સૂચિ હોય ત્યાં શું થાય ?
Page #74
--------------------------------------------------------------------------
________________
મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ : સમીક્ષા અને સૂચનો
૫૫
આપણને ભૂલ હોવાની શંકા કેવી રીતે થાય ? ને થાય તોયે આપણે એને કેવી રીતે સુધારી શકીએ ? આપણે હસ્તપ્રત સુધી જ જવું પડે. ગુજરાતી સાહિત્યકોશમાં હસ્તપ્રતો સુધી જવાની અમારી કોઈ યોજના ન હતી, પરંતુ બીજાં સાધનોથી તથા અમારી જાણકારી ને સમજથી સૂચિઓમાં ભૂલ હોવાની અમને શંકા થઈ ને નમૂના રૂપે લા. દ. વિદ્યામંદિરની કેટલીક હસ્તપ્રત ચકાસતાં અમારી શંકાઓ સાચી પડી અને જેની સૂચિઓનો અમે ઉપયોગ કરતા તે ભંડારો સુધી જવાનો અમારે કાર્યક્રમ કરવો પડ્યો - અલબત્ત, શંકાસ્થાનોને ચકાસવા પૂરતો. અમારી કોશની ફાઈલો પર સૂચિઓની માહિતીના ઢગલાબંધ સુધારાઓ નોંધાયેલા પડ્યા છે. આનો લાભ લઈને પણ આ સૂચિઓ પરિશુદ્ધ કરી શકાય. પાટણ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની સૂચિના પહેલા ભાગની શુદ્ધિ આ રીતે અમારી કોશની ફાઈલો પર નોંધાયેલી નીકળે. પણ એ સૂચિ તો પાટણ ભંડારોની મુનિશ્રી જંબૂવિજયજીએ કરેલી સૂચિમાં એમ ને એમ આમેજ થઈ. મને થાય, ને મેં જંબૂવિજયજીને સૂચવ્યું પણ હતું, કે સાહિત્યકોશની સામગ્રીનો લાભ લઈને એ સૂચિને પરિશુદ્ધ કરી શકાઈ ન હોત ? પણ આવું મહેનતનું કામ કોણ કરે ?
સૂચિમાહિતી શક્ય તેટલી વધુ પ્રમાણભૂત રહે તે માટે શું કરવું જોઈએ ? બે વિચાર આવે છે. એક તો, આદિ-અંતના ભાગોનાં ઉદ્ધરણવાળી વર્ણનાત્મક સૂચિઓ જ કરવી જોઈએ. એમાં સૂચિકારની ભૂલો પકડવાની ચાવી આપણા હાથમાં રહે છે. હું પોતે વર્ણનાત્મક સૂચિનો આગ્રહી છું. ઓછામાં ઓછું, પદ વગેરે નાની કૃતિઓ છોડીને સર્વ મોટી કૃતિઓની તો આવી જ સૂચિ થવી જોઈએ. પરંતુ ઉચ્ચ અભ્યાસને વરેલી, ઘણાં સાધન-સગવડવાળી આપણી આજની સંશોધન સંસ્થાઓ પણ એવી સૂચિનો ઉપક્રમ કરી શકતી નથી, તો બીજા કોની પાસે એ આશા રાખી શકાય ? ભો. જે. વિદ્યાભવન પાસે તો. આદિ-અંતના ભાગવાળી વર્ણનાત્મક સૂચિની પૂર્વપરંપરા હતી (હીરાલાલ પારેખે તૈયાર કરેલી કવીશ્વર દલપતરામ સૂચિ), છતાં એણે નવી સૂચિ કરતી વખતે એને સામે ન રાખી, ને પાછાં પગલાં ભરવા જેવું કર્યું.
બીજો વિકલ્પ એ છે કે હસ્તપ્રતસૂચિ તૈયાર કરવાનું એક વ્યક્તિ હસ્તક ન રાખવામાં આવે, પરંતુ બેત્રણ વ્યક્તિના જૂથને એ કામ સોંપવામાં આવે. તેઓ એકબીજાનાં કામની ચકાસણી કરે એવું ગોઠવવામાં આવે તેમજ આખું કામ કોઈ નિષ્ણાતનાં માર્ગદર્શન અને દેખરેખ નીચે ચાલે. વર્ષો પૂર્વે એક સંસ્થાની સૂચિ ત્રણચાર વ્યક્તિઓના જૂથ દ્વારા મારી દેખરેખ નીચે કરાવી આપવાની મેં તૈયારી બતાવેલી, પણ કોઈને એ સૂચિનું કામ સોંપાયેલું હતું અને એ ભાઈ એને છોડવા તૈયાર નહોતા. તેથી એ વાત ત્યાં જ રહી.
આજે દશપંદર વર્ષે પણ એ સૂચિ પ્રગટ થઈ નથી.
Page #75
--------------------------------------------------------------------------
________________
પ૬
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
આજે એવો બોજો તો હું ઉઠાવી શકું એમ નથી, પરંતુ સૂચિ કેમ કરવી જોઈએ એ વિશે તો જરૂર મારા વિચારો આપી શકું. એવી ફરિયાદ કરવાનોયે મારો હું હક્ક માનું છું કે આપણી સંસ્થાઓ રેઢિયાળ સૂચિઓ તૈયાર કરે છે, પણ એમને જેમણે સૂચિઓની સાથે વધુમાં વધુ કામ પાડ્યું છે અને ઝીણવટથી કામ પાડ્યું છે એમને કંઈ પૂછવાનું સૂઝતું નથી.
જૂના સમયમાં મો.દ. દેશાઈ, અંબાલાલ જાની, મુનિશ્રી ચતુરવિજયજી, હીરાલાલ પારેખ, કે. કા. શાસ્ત્રી વગેરેએ સૂચિરચનાનાં કેટલાંક ધોરણો સ્થાપી આપ્યાં હતાં અને મો. દ. દેશાઈ અને અંબાલાલ જાની જેવાએ સૂચિ કેવો સમૃદ્ધ માહિતીભંડાર બની શકે એ બતાવી આપ્યું હતું. આજે સાધનસગવડ ઘણાં વધ્યાં છે ત્યારે પણ આપણે પૂર્વસૂરિઓએ સ્થાપેલાં ધોરણોને સાચવી શક્યા નથી, ઊલટું, અનેક રીતે ખામીભરેલી સૂચિઓ આપણે આપી છે, અને મો. દ. દેશાઈ તથા અંબાલાલ જાની જેવાની સૂચિઓની તો કલ્પના પણ થઈ શકતી નથી એ કેટલું દુઃખદ અને શરમજનક છે ! પણ આ દુઃખ અને શરમ અનુભવનાર કેટલો ? આપણી વિદ્યાસંસ્થાઓ પાસે જ કશી આશા રાખી શકાય એવું દેખાતું નથી, ત્યાં બીજાઓની શી વાત કરવી ? છતાં જોઈએ કોઈના હૃદયમાં રામ જાગે તો.
મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ (જેમાં ગુજરાતી ભાષાની કૃતિઓ - બીજી ભાષાઓની કૃતિઓ સાથે પણ - નોંધાયેલી છે તેવી સૂચિઓની માહિતી અહીં આપી છે. આ સિવાય પણ જાણમાં ન આવેલી થોડી સૂચિઓ હોવા સંભવ છે. નીચે નોંધેલી બધી સૂચિઓ આ લેખ લખતી વખતે ફરીને જોવા મળી નથી, તેથી કોઈકોઈ સૂચિનો લેખમાં નિર્દેશ ન હોય એવું દેખાશે.) આલ્ફાબેટિક્સ લિસ્ટ ઑવું મૅન્યુસ્કિટ્સ ઈન ધ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, બરોડા,
વૉ.૨., સંપા. રાઘવનું નામ્બિયાર, પ્રકા. ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા,
૧૯૫૦ કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ, તૈયાર કરનાર હીરાલાલ
ત્રિભોવનદાસ પારેખ, પ્રકા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ,
૧૯૩૦ કેટલૉગ ઑવ્ ધ ગુજરાતી એન્ડ રાજસ્થાની મૅન્યૂસ્કિટ્સ ઇન ધ ઇન્ડિયા
ઑફિસ લાઈબ્રેરી, સંપા. જેન્સ ફૂલર બ્લમહાર્ટ, સંશો. આફ્રેડ માસ્ટર,
પ્રકા. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૧૯૫૪ કેટલૉગ ઑવ્ ધ મૅન્યૂસ્કિટ્સ ઈન પાટણ જૈન ભંડારઝ, પાર્ટ ૧-૨, ૩ અને
૪, સંકલયિતા મુનિશ્રી પુણ્યવિજયજી, સંપા. મુનિ જંબૂવિજયજી, પ્રકા.
Page #76
--------------------------------------------------------------------------
________________
મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ : સમીક્ષા અને સૂચનો
પ૭
શારદાબહેન ચીમનભાઈ એજ્યુકેશન રિસર્ચ સેન્ટર, અમદાવાદ, ૧૯૯૧ ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી તૈયાર કરનાર કેશવરામ કાશીરામ શાસ્ત્રી,
પ્રકા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૩૯ જૈન ગૂર્જર કવિઓ ભા. ૧, ૨ અને ૩, સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ
દલીચંદ દેશાઈ, પ્રક. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ઑફિસ, મુંબઈ, ૧૯૨૬, ૧૯૩૧, ૧૯૪૪; બીજી સંશોધિત સંવર્ધિત આવૃત્તિ ભા.૧થી ૧૦, સંપા. જયંત કોઠારી, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ
૧૯૮૬થી ૧૯૯૭ જૈન મરૂ ગૂર્જર કવિ ઔર ઉનકી રચનાએ ભા. ૧, સંપા. અગરચંદ નાટા,
પ્રકા. અભય જૈન ગ્રંથાલય બિકાનેર, ૧૯૭૫ જૈન-હોન્ડશીટેન પ્રોસિરોન સ્ટાર્સબિબ્લિઓથક, સંપા. વાઘેર શુબિંગ, લિપઝિગ,
ઓટ્ટો હારાસોવિટ્ઝ, ૧૯૪૪ (જર્મન ભાષામાં) ડિસ્કિપ્ટિવ કેટલૉગ ઑવ્ ધ ગવર્નમેન્ટ કલેક્શન ઑવ્ મેન્યૂસ્કિટ્સ ડિપોઝિટેડ
એટૂ ધ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના, પાર્ટ ૧થી ૧૯. ડિસ્કિટિવ કેટલૉગ ઓવું ગુજરાતી, હિન્દી એન્ડ મરાઠી મૅન્યૂસ્કિટ્સ ઑવું
બી. જે. ઇન્સ્ટિટ્યૂટ મ્યુઝિયમ, પાર્ટ ૧, સંપા. વિધાત્રી અવિનાશ વૉરા,
પ્રકા. બી.જે ઈન્સ્ટિટ્યૂટ ઑવું લર્નિંગ એન્ડ રિસર્ચ, અમદાવાદ, ૧૯૮૭ ડિસ્કિટિવ કેટલૉગ ઑવ્ ઍન્યૂસ્કિટ્સ ઈન ભારતીય વિદ્યા ભવન્સ લાઈબ્રેરી,
- સંપા. એમ.બી. વારનેકર, પ્રકા. ભારતીય વિદ્યા ભવન, મુંબઈ, ૧૯૮૫ પાટણ - શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરસ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર,
પ્રથમ ભાગ, સંકલયિતા મુનિશ્રી પુણ્યવિજયજી, પ્રકા. શ્રી હેમચન્દ્રાચાર્ય
જૈન જ્ઞાનમંદિર, પાટણ, ૧૯૭૨ ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલી, ભા.૧
તથા ૨, તૈયાર કરનાર અંબાલાલ બુલાખીરામ જાની, પ્રકા. શ્રી ફાર્બસ
ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૨૩ ફૉર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ, તૈયાર કરનાર અંબાલાલ
બુલાખીરામ જાની, શંકરપ્રસાદ છગનલાલ રાવળ, પ્રકા. શ્રી ફૉર્બસ
ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૫૬ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી, સંકલયિતા
મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, સંપા. વિધાત્રી વોરા, પ્રકા. લાલભાઈ
દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ૧૯૭૮ રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર કે હસ્તલિખિત ગ્રન્થોંકી સૂચી, ભા.૧ તથા
૨, સંપા. મુનિ જિનવિજય, પ્રકા. રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર,
જોધપુર, ૧૯૫૯ તથા ૧૯૬૦
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૮
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
રાજસ્થાન હસ્તલિખિત ગ્રન્થસૂચી, ભા.૧ તથા ૨, સંપા. મુનિ જિનવિજય,
પ્રકા. રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર, ૧૯૬૦ તથા ૧૯૬૧ લીંબડી જૈન જ્ઞાનભંડારોની હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર, સંપા. મુનિશ્રી
ચતુરવિજય, પ્રકા. શ્રીમતી આગમોદય સમિતિ, મુંબઈ, ૧૯૨૮ ૪ ઓગસ્ટ, ૧૯૯૭
Page #78
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિ : ગઈકાલ અને આવતી કાલ
રતિલાલ બોરીસાગર
ગુજરાતી સાહિત્યમાં અનેક ક્ષેત્રે પ્રારંભ કરી દેખાડનાર નર્મદે ‘દયારામકૃત કાવ્યસંગ્રહનું સંપાદન કરી, ઈ.સ.૧૮૬૦માં ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિના શ્રીગણેશ માંડ્યા. આ પછી ઈ.સ.૧૮૭૧માં નવલરામે પાઠસમીક્ષાના સિદ્ધાંતોનો વિનિયોગ, કરી, “મામેરું'નું શાસ્ત્રીય ઢબે સંપાદન કર્યું. “મામેરુંની પ્રસ્તાવનામાં નવલરામે લખ્યું :
“મુંબઈ ઈલાકામાં છાપખાનાં નીકળ્યાં ત્યારથી જૂના ગ્રંથ છપાવા માંડ્યા છે ખરા, પણ આજપર્યંત સારોદ્ધાર કરવાની જે રીતે આપણામાં ચાલી આવી છે, તે ઘણી જ અપૂર્ણ છે. ઘણાએ તો જેવી પ્રત મળી તેવી જ છપાવી દીધી છે, અને એનું પરિણામ એ થયું છે કે આપણા મહાકવિઓનાં ઘણાં કાવ્ય છપાયાં છે, પણ તે નહિ જેવાં જ ગણાય છે – કેમકે તે બિલકુલ અશુદ્ધ છે. થોડાએક તો જૂના ગ્રંથના ગુરુ થઈ બેઠા અને પોતાની નજરમાં જે સારું લાગ્યું તે પ્રમાણે ફેરફાર કરીને પ્રગટ કરવા મંડી ગયા. એના કરતાં તો હોય તેમજ છપાવી દેવું એ વધારે સારું કે તેથી બધા લોકોના હાથમાં અશુદ્ધ તો અશુદ્ધ પણ જૂની પ્રતની એક ખરી નકલ તો આવે. પણ પ્રગટ કરનારે જ્યાં સ્વચ્છેદે ફેરફાર કરી દીધો હોય છે ત્યાં તો અસલનું કયું અને પેલાએ પોતાનું ઘોંચી ઘાલ્યું છે તે કર્યું એ જાણવું બિલકુલ અશક્ય થઈ પડે છે અને તેથી તે પ્રતના સાચાપણા ઉપર કાંઈ પણ ભરોસો રાખી શકાતો નથી.”
આ પછી લગભગ સો વરસ બાદ ડૉ. હરિવલ્લભ ભાયાણી લખે છે :
“...આજ સુધીમાં સેંકડો પ્રાચીન મધ્યકાલીન ગુજરાતી (તેમજ ઓછે અંશે સંસ્કૃત, પ્રાકૃત વગેરે) કૃતિઓનું સંપાદન થયું છે. પણ આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતી કૃતિઓનાં સંપાદનની સમસ્યાઓની તથા શાસ્ત્રીય પદ્ધતિ અને ધોરણોની વ્યવસ્થિત ચર્ચા કે વિવરણ કરવાનું આપણને આવશ્યક લાગ્યું નથી. સંપાદન શાસ્ત્રનું એક પણ પુસ્તક ગુજરાતીમાં નથી.
. ગ્રંથસંપાદનનું લક્ષ્ય બધી ઉપલબ્ધ સામગ્રીને આધારે કૃતિના મૂળ પાઠ સુધી પહોંચવાનું હોય છે. જાણ્યેઅજાણ્ય પ્રવેશેલા ફેરફારોનો પરિહાર સાધીને શબ્દસ્વરૂપ, શબ્દયોજના, છંદ વગેરે પરત્વે મૂળ કૃતિનો સાંગોપાંગ
૧. નવલરામ, મામેરું, પ્રસ્તાવના, પૃ. ૯-૧૦
Page #79
--------------------------------------------------------------------------
________________
§Ο
એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ
સ્વરૂપનિર્ણય કરવાનો હોય છે...
“પાઠાંતરોમાંથી અમુકને જ કેમ પસંદગી આપી તેનાં કારણોનો ઊહાપોહ સંપાદકે આવશ્યકતા પ્રમાણે સ્થળેસ્થળે કરવાનો હોય છે... પ્રાચીન સાહિત્યના સંપાદનમાં આપણે આ બધું ઠીકઠીક ઉવેખ્યું છે. જ્યાં એક પ્રતથી ચાલે તેમ લાગ્યું છે ત્યાં વધુ પ્રતો જોવાની ચિંતા નથી કરી, જ્યાં એકાધિક પ્રત ઉપયોગમાં લેવાઈ છે, ત્યાં ઉપલબ્ધ બધી પ્રતો જોવાનું જરૂરી નથી. માન્યું. ઉપર્યુક્ત પ્રતોનાં પાઠાંતરો યથાતથ ચીવટથી નથી નોંધાયાં. હાથ લાગી તે પ્રતને ફાવતા ફેરફાર સાથે છાપી નાખવાને બદલે બધી (કે બધી મહત્ત્વની) પ્રતો ઉપયોગમાં લેવાનો અને પાઠાંતરો હોય તેવાં જ ચુસ્તપણે નોંધવાનો જોકે વધુ આગ્રહ (સિદ્ધાંતમાં વિશેષ, વ્યવહારમાં સગવડ પ્રમાણે) રખાય છે, છતાં પ્રતોનો આંતરસંબંધ નક્કી કરવાનું, પાઠપસંદગીનાં ધોરણો આપવાનું, છંદ અને ભાષાભૂમિકાને આલોચક દૃષ્ટિએ પાઠનિર્ણયમાં ઉપયોગમાં લેવાનું અને વ્યવસ્થિત પાઠાંતરચર્ચા કરવાનું વધતે-ઓછે અંશે અનાવશ્યક ગણીને કે અજ્ઞાનને કારણે છોડી દેવાય છે. પરિણામે પૂરતા પ્રામાણિક કે માન્ય ગણી શકાય તેવા પાઠને બદલે ઠીકઠીક અંશે આત્મલક્ષી ધોરણે અને અંગત રુચિએ ઘટાવેલા પાઠ આપણને મળતા રહે છે.”
એક સૈકા જેટલો સમયગાળો પસાર થયા પછી થયેલી ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિની ઉપરોક્ત સર્વગ્રાહી સમીક્ષામાં માત્ર વીગત અને ભાષાનો જ ફે૨ દેખાય છે, ભાવ એનો એ જ છે. અલબત્ત, આનો અર્થ એવો નથી. જ કે પાઠસમીક્ષાપ્રવૃત્તિમાં આપણે ત્યાં કશું કામ થયું નથી કે આટલા લાંબા સમયગાળામાં આપણને તેજસ્વી સંપાદકો મળ્યા નથી. નર્મદ અને નવલરામ જેવાએ પાઠસમીક્ષાપ્રવૃત્તિનો સંગીન પાયો નાખ્યો. આ પછી ઇચ્છારામ સૂર્યરામ દેશાઈ, મોહનલાલ દલીચંદ દેશાઈ, કે. હ. ધ્રુવ, સી. ડી. દલાલ, મુનિ જિનવિજયજી, કે. કા. શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા, મગનભાઈ દેસાઈ, મંજુલાલ મજમુદાર, અનંતરાય રાવળ, કે. બી. વ્યાસ, રિવલ્લભ ભાયાણી, રમણલાલ ચી. શાહ, ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, ઉમાશંકર જોશી, શિવલાલ જેસલપુરા જેવા વિદ્વાન સંપાદકો આપણને મળ્યા છે. શાસ્ત્રીય દૃષ્ટિએ તંતોતંત ખરાં ઊતરે એવાં કેટલાંક સંપાદનો પણ આપણે ત્યાં થયાં છે. પ્રમાણની દૃષ્ટિએ તો ઘણું કામ થયું છે એમ કહેવાય. પરંતુ ગુજરાતી પાઠસમીક્ષાનું ગુણાત્મક ચિત્ર એકંદરે ગ્લાનિપ્રેરક છે એમ સ્વીકાર્યા વગર છૂટકો નથી. આનાં કેટલાંક કારણો પણ છે; જેમકે, હસ્તપ્રતોમાં સચવાયેલ આપણા મધ્યકાલીન સાહિત્યવારસા માટે આપણને એક પ્રજા તરીકે હોવું જોઈએ એટલું ગૌરવ ક્યારેય હતું નહીં, કદાચ આજેય નથી. આપણી મહામૂલી હસ્તપ્રતોની લેવી જોઈએ એટલી કાળજી
૨. ડૉ. હિરવલ્લભ ભાયાણી, અનુસંધાન, સંશોધન, પૃ. ૭ અને ૮
Page #80
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પાઠસમીક્ષપ્રવૃત્તિઃ ગઈ કાલ અને આવતી કાલ
૬૧
આપણે ક્યારેય લીધી નથી – ખાસ કરી જૈનેતર સાહિત્યની હસ્તપ્રતોની જે દુર્દશા આપણે ત્યાં થઈ તેનો કોઈ બચાવ થઈ શકે તેમ નથી. મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાંથી કે પસ્તી વેચતા ફેરિયા પાસેથી હસ્તપ્રતો મળી છે. પાઠસમીક્ષાનું કામ એકલદોકલનું કામ નથી. આવું કામ સંસ્થાકીય ધોરણે જ ઉત્તમ રીતે થઈ શકે. પણ એ માટે સંસ્થાઓ પાસે પૂરતું નાણાભંડોળ હોવું જોઈએ. આપણે ત્યાં સંસ્થાકીય ધોરણે કેટલુંક કામ થયું છે પણ જેનેતર સાહિત્યના સંપાદનકાર્યમાં આર્થિક પ્રશ્નોએ સંસ્થાઓને ખૂબ મૂંઝવી છે. આપણા સંપાદકોને સહાયકોની સેવા ક્યારેય ઉપલબ્ધ નહોતી. કમ્યુટર જેવા આધુનિક સાધનનો વિનિયોગ આ સદી પૂરી થવા આવી તોય હજુ શરૂ થયો નથી. મ. સ. યુનિવર્સિટી સિવાય ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓએ આ કાર્યને ગંભીરપણે પોતાનું કાર્ય માન્યું નથી.
પાઠસમીક્ષા પ્રવૃત્તિની ગઈ કાલ એટલી ઉજમાળી નથી તો આવતી કાલ અંગે પણ આપણે એટલા આશાવંત બની શકીએ એવી સ્થિતિ નથી. આ ક્ષેત્રના આપણા ઉત્તમ સંપાદકોમાંથી આજે હયાત હોય એવા સંપાદકોની ઉંમર ઘણી મોટી છે. એમની પછીની પેઢીના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ચિમનલાલ ત્રિવેદી કે જયંત કોઠારી જેવા અભ્યાસીઓ પણ સિત્તેરના થવા આવ્યા છે. એમની પછીની પેઢીના અધ્યાપકોમાં મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ પરત્વેનું વલણ ઓછું દેખાય છે. આ સંજોગોમાં ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિને ઉગારવા કશીક નક્કર વિચારણા કરવાની આવશ્યકતા છે. આ દિશામાં શુંશું થઈ શકે તે અંગે કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા છે :
(૧) પાઠસમીક્ષાપ્રવૃત્તિ માટે એક મધ્યવર્તી સંસ્થાની તાતી જરૂર છે. આ પ્રકારની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ હોદાની રૂએ આ સંસ્થાના સભ્ય હોય. આ ક્ષેત્રના અધિકારી વિદ્વાનો આ સંસ્થાના માનદ્ સભ્ય હોય. મકાન, સાધનો વગેરે માટે રાજ્ય સરકાર સહાય કરે. કાયમી સ્ટાફના પગાર પર રાજ્ય સરકાર સો ટકા ગ્રાન્ટ આપે. ગ્રંથસંપાદન અને પ્રકાશનના ખર્ચ પર પચાસ ટકા ગ્રાન્ટ આપે અને બાકીનો ખર્ચ સંસ્થા સમાજ પાસેથી મેળવે. આ તો માત્ર સૂચન છે. સંસ્થાનો નિર્વાહ વીગતનો પ્રશ્ન છે. એ અંગે સામાન્ય અભિપ્રાય મેળવી યોગ્ય નિર્ણય થઈ શકે. મુખ્ય વાત આવી સંસ્થા હોવી જોઈએ તે જ છે. જૈન કે જેનેતર એવા કશા ભેદભાવ વગર મધ્યકાલીન ગુજરાતી ગ્રંથોના સંપાદનની પ્રવૃત્તિ આ સંસ્થા હાથ ધરી શકે. (૨) ઉપલબ્ધ તમામ ગુજરાતી હસ્તપ્રતોની સંકલિત યાદી આ સંસ્થા દ્વારા વેળાસર કરાવી લેવામાં આવે. (૩) નવી પેઢીના તેજસ્વી અધ્યાપકો-શિક્ષકોને સંપાદનપદ્ધતિની વ્યવસ્થિત તાલીમ આ સંસ્થા દ્વારા આપવામાં
આવે. અધ્યાપક-શિક્ષકની નિયુક્તિ વખતે આ સંસ્થાના તાલીમપ્રમાણપત્રનો
Page #81
--------------------------------------------------------------------------
________________
૬ર
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
વધારાની યોગ્યતા રૂપે સ્વીકાર કરવામાં આવે. (૪) એમ. ફિલ. કક્ષાએ મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ અને સંપાદનની વ્યવસ્થા ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં હોવી જોઈએ. જે રીતે ભાષાવિજ્ઞાનમાં અનુસ્નાતક અભ્યાસ પછીના ડિપ્લોમા અભ્યાસક્રમની વ્યવસ્થા છે તે રીતે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ અને સંપાદનના ડિપ્લોમા અભ્યાસક્રમની વ્યવસ્થા પણ થવી જોઈએ. મધ્યકાલીન સાહિત્ય ભણાવવા માટેની અધ્યાપકની યોગ્યતામાં સ્નાતક કક્ષાએ ભણાવવા માટે ડિપ્લોમા કક્ષાનો અને અનુસ્નાતક કક્ષાએ ભણાવવા માટે એમ.ફિલ. કક્ષાનો આ પ્રકારનો અભ્યાસ અનિવાર્ય ગણાવો જોઈએ. (૫) પાઠસમીક્ષાપ્રવૃત્તિ માટે કપ્યુટરનો વિનિયોગ થવો જોઈએ. આ માટેની તાલીમની વ્યવસ્થા મધ્યવર્તી સંસ્થા દ્વારા કરવી જોઈએ. આપણી તમામ હસ્તપ્રતોને ફુલોપીઓમાં સંગૃહીત કરી લેવાનું સૂચન આજે થોડું અવાસ્તવિક અને અવ્યવહારુ લાગશે. પણ એકવીસમી સદીની પહેલી પચ્ચીસીમાં એ એટલું અઘરું નહિ
લાગે.
આ તો માત્ર દિશાસૂચન છે. મુખ્ય વાત તો મધ્યકાલીન સાહિત્યવારસાને સાચવવાની ચિંતા કરનારાનું સંકલ્પબળ એકત્રિત થાય તે જ છે.
J
Page #82
--------------------------------------------------------------------------
________________
મધ્યકાલીન સાહિત્યનું પ્રકાશન : કેટલાક પ્રશ્નો
- -----
-
-
-
-
-
-
શિરીષ પંચાલ
અત્યાર સુધી મધ્યકાલીન સાહિત્યનાં જે પ્રકાશનો થયાં છે તેમાંથી મોટા ભાગનાં પ્રકાશનો માત્ર વિદ્યાપ્રીતિથી જ થયેલાં જોવા મળશે. આ સાહિત્યમાં ધંધાદારી પ્રકાશકોને રસ ન હોય એ વાત સમજી શકાય એમ છે, એમને તો જોકે માત્ર મધ્યકાલીન સાહિત્યમાં જ નહિ પરંતુ જે સાહિત્યનું વેચાણ થતું ન હોય એ બધું જ ઘણું કરીને અસ્પૃશ્ય હોય છે. સાદો અર્થ એટલો કે આપણે એ પ્રકારના તમામ પ્રકાશન માટે બીજી દષ્ટિએ વિચાર કરવો
રહ્યો.
મધ્યકાળના અપ્રગટ કે અગ્રંથસ્થ સાહિત્ય વિશેની જે માહિતી વિદ્વાનો પાસેથી પ્રાપ્ત થઈ છે તે અનુસાર હજુ અઢળક સાહિત્ય ભંડારોમાં સચવાયેલું પડ્યું છે. હવે જોકે પરિસ્થિતિ પહેલાં જેવી રહી નથી એટલે કાળજીપૂર્વક એની જાળવણી કરી શકીએ છીએ – જુદીજુદી દિશાએથી એ માટેની સગવડો પણ મળવા માંડી છે. બીજી સંસ્થાની વાત ન કરતાં મ. સ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગની હસ્તપ્રતો મેળવવા માટેની સાધનસામગ્રી સંપડાવી આપવામાં આદરણીય આચાર્યશ્રી શીલચંદ્રસૂરિજી અને આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ સહાય કરી હતી. પ્રકાશન માટેની પૂર્વતૈયારીના ભાગ રૂપે આ જાળવણી અનિવાર્ય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સાંપ્રદાયિક હોય કે બિનસાંપ્રદાયિક હોય, જૈન હોય કે જેનેતર હોય એ આપણા સૌનો વારસો છે અને એ વારસો અત્યંત સમૃદ્ધ છે. જે પ્રજા પોતાના ભૂતકાળને ભૂલી જાય છે એ પ્રજા - અંતે તો નિષ્માણ બની જતી હોય છે. એક જમાનામાં અર્વાચીન-આધુનિક સાહિત્યની તુલનામાં આ સાહિત્યને હલકી કક્ષાનું ગણવાનો ચાલ હતો; આજે એવું ઓરમાયું વલણ સાવ અદશ્ય થયું છે એમ કહી ન શકાય છતાં પરિસ્થિતિ ખાસ્સી એવી સુધરી છે.
આ સાહિત્યના પ્રકાશનની સમસ્યાઓ ઓછી કરવા માટે સૌ પ્રથમ તો આને વિશેની એક વ્યાપક સભાનતા કેળવાય એ જરૂરી છે, અને એ સભાનતા ગુજરાતનાં માત્ર બેત્રણ નગરો પૂરતી નહીં પણ સમગ્ર ગુજરાતમાં કેળવાય એ પણ અનિવાર્ય છે - એ પરિસંવાદો, શિબિરો, જાહેર પ્રવચનો દ્વારા કેળવી શકાય; વળી આ પરિસંવાદો યાદચ્છિક બની રહે એ ન ચાલે - એની પાછળ એક ચોક્કસ આયોજન હોવું જોઈએ અને આપણી પાસે હવે એવા
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૪
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
પ્રતિભાવંત આયોજકોની પણ ખોટ નથી એટલે એ કામગીરી સારી રીતે પાર પાડી શકાશે.
આ પ્રકારના પરિસંવાદો બેવડી કામગીરી બજાવી શકશે. ઉપર જણાવ્યું એ પ્રયોજન ઉપરાંત એક બીજું પ્રયોજન પણ છે. કોઈ પણ પ્રકાશનની સાથે સાથે વિતરણનો પ્રશ્ન સંકળાયેલો જ છે અને ઘણી વખત તો વિતરણવ્યવસ્થાને અભાવે જ આ સાહિત્યના પ્રકાશન માટેનો ઉત્સાહ મોળો થઈ જતો હોય છે. આ પરિસંવાદો દરમિયાન પૂર્વપ્રકાશિત પુસ્તકોનું વિતરણ અને નજીકના ભવિષ્યમાં પ્રગટ થનારાં પુસ્તકોના સંભાવિત ગ્રાહકોની નોંધણી કરી શકાય. આ અને આવી બીજી કામગીરી માટે સ્વયંસેવક બનવાની મારી અને મારા મિત્રોની તૈયારી છે, સંમતિ છે.
સાથેસાથે આ અસંખ્ય કૃતિઓનું પ્રકાશન એકસામટું થવાની કોઈ શક્યતાઓ નથી; સંપાદકીય મુશ્કેલીઓ ઉપરાંત બીજા સ્થૂળ પ્રશ્નો પણ સંકળાયેલા છે. એટલે વિદ્વાનોએ અગ્રિમતાના ધોરણે એક યાદી બનાવવી જોઈએ; અને એ પ્રમાણે પ્રકાશનની સમયબદ્ધ આયોજના વિચારી લેવી જોઈએ.
ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં સામયિકો અવારનવાર મધ્યકાલીન કૃતિઓ વિશેની સામગ્રી પ્રગટ કરતાં રહે છે. આ પ્રકારની સામગ્રી વેરવિખેર પ્રગટ થતી હોવાને કારણે ક્યારેક એ પ્રભાવક નીવડતી નથી. એને બદલે એ સામગ્રી પણ વ્યવસ્થિત રીતે મુકાય તે ઈષ્ટ છે. દર વર્ષે દરેક સામયિક એક વિશેષાંક તૈયાર કરે. એ કોઈ અપ્રગટ કૃતિનું સંપાદન હોય તો તો અતિ ઉત્તમ - જે તે સામયિકના ચોક્સ વાચકો-ચાહકો સુધી તો એ સામગ્રી પહોંચવાની જ, તે ઉપરાંત વધારાની અઢીસો પ્રતો ગ્રંથસ્વરૂપે પણ બહુ ઓછા ખર્ચે પ્રગટ કરી શકાય. “એતના સંપાદક તરીકે આ પ્રકારની કામગીરીની પહેલ કરવા માટે હું અને મારા સાથી સંપાદકો તૈયાર છીએ. આ રીતે પણ દર વરસે આઠ દસ કૃતિઓ અથવા આશરે આઠસોએક પૃષ્ઠની સામગ્રી સરળતાથી પ્રકાશિત કરી શકાય.
મધ્યકાલીન સાહિત્ય કૃતિઓનું પ્રકાશન કરવા માટેની પૂર્વતૈયારીઓનો વિચાર પણ સાથે સાથે કરવો જોઈએ.
ઘણી વખત પ્રકાશન માટેની હસ્તપ્રતો મુદ્રણયોગ્ય હોતી નથી. સંપાદકોએ ભૌતિક શ્રમશક્તિ ઘટાડવા માટે વિદ્યાર્થીઓની મદદ લેવી અને એ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા જોઈએ. સાથેસાથે મુદ્રણ સુઘડ અને વ્યવસ્થિત થાય એ માટેનો આગ્રહ-હઠાગ્રહ રાખવો જોઈએ. મુદ્રણ થતાંવેંત અઢીસો જેટલી પ્રતો શક્ય તેટલી ત્વરાથી યોગ્ય સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા કરવી. આ પ્રતો માટે કોઈનો આર્થિક સહયોગ સાંપડે તો એ આવકારવો.
Page #84
--------------------------------------------------------------------------
________________
મધ્યકાલીન સાહિત્યનું પ્રકાશન : કેટલાક પ્રશ્નો
પ્રકાશન માટેની યાદી તૈયાર કરવામાં આવે ત્યારે સાથેસાથે સંભવિત પૃષ્ઠમર્યાદા જણાવવામાં આવે તો થોડી સગવડ રહે. જે શિક્ષણસંસ્થાઓ આ માટેની તૈયારી બતાવે તેમને અંદાજિત ખર્ચનો ખ્યાલ આવે. પાંચપાંચ વરસની યોજનાઓ તૈયા૨ કરીને એ બધાને પહોંચાડી શકાય, જેથી આમાં જે કોઈ પોતાનો પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો આપવા માગતા હોય તે આપી શકે.
૬૫
ભાવિ પ્રકાશન માટે ભૂતકાળની જેમ આજે પણ રાજસ્થાનનો સક્રિય સહકાર પ્રાપ્ત કરીને બંને રાજ્યોના સંયુક્ત ઉપક્રમે પ્રકાશનો કરી શકાય અને આવા સંયુક્ત ઉપક્રમો સ્વાભાવિક રીતે જ આપણા વિદ્વાન જૈનાચાર્યોની સહાયથી હાથ ધરી શકાશે.
Page #85
--------------------------------------------------------------------------
________________
નિબંધવાચનને અંતે થયેલી ખુલ્લી ચર્ચા
બળવંત જાની
આ કામગીરી નિરંતર થતી રહે, follow up રૂપે થતી રહે એ માટે મધ્યકાલીન સાહિત્યની ચિંતા કરતું એક મંડળ થવું જોઈએ. આ મંડળનું અધિવેશન થાય, એમાં ખુલ્લી ચર્ચાઓ થાય તો આ વિષયને અંગે વાત કરવા માટેનું એક ચોક્કસ માધ્યમ મળશે અને આ કામને પ્રોત્સાહન પણ મળશે. અત્યારે હસ્તપ્રતસૂચિઓ માત્ર યાદી રૂપે પ્રાપ્ય છે પણ એનું કોઈ મધ્યસ્થ કાર્યાલય હોવું જોઈએ જ્યાં હસ્તપ્રતસૂચિની એક નકલ પણ હોય. હસ્તપ્રતોની જાળવણીના પ્રશ્નો પણ છે. જેમની પાસે હસ્તપ્રતો છે તેઓ એમ માને છે કે અમે એ જાળવીએ છીએ. છતાં એ યોગ્ય રીતે જાળવી રહ્યા નથી. હસ્તપ્રતોની જાળવણીની યોગ્ય તાલીમ અપાવી જોઈએ અને એના સાચા સંરક્ષકો ઊભા કરવા જોઈએ. આપણા સરકારી દફતર ભંડારોને વહીવટી રેકર્ડ સાચવવાની ખેવના છે, પણ સાંસ્કૃતિક રેકર્ડ સાચવવાની ખેવના નથી. આ કામ ખરેખર જે કરવા માગે છે એને સરકાર તરફથી કાંઈક તો દાન મળવું જોઈએ. બધું નષ્ટ થાય એ પૂર્વે એનું Microfilming કરીએ અથવા અન્ય રીતે એની જાળવણી કરીએ.
જે સૂચિઓ પ્રકાશિત થઈ છે તે સૂચિઓ શુદ્ધ નથી. અને જ્યારે પ્રત્યક્ષ એનો ઉપયોગ કરવાનો આવે ત્યારે જ એ અશુદ્ધિની ખબર પડે છે. જૈન ગૂર્જર કવિઓ'ના નવસંસ્કરણમાં જે શુદ્ધિ-વૃદ્ધિ કરવામાં આવી છે એંનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ.
કોમ્પ્યુટરની મદદથી કઈ હસ્તપ્રત ક્યાં છે એની માહિતી મળવી જોઈએ. હસ્તપ્રતવિદ્યાની તાલીમમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો જોઈએ.
મધ્યકાળની ઘણી મુદ્રિત કૃતિઓનો પણ હજી અભ્યાસ થયો નથી. જેમકે ‘આનંદકાવ્ય મહોદધિ'ની ગ્રંથમાળા; જેમાં મહત્ત્વની કૃતિઓ મુદ્રિત છે અને મોહનલાલ દ. દેશાઈ જેવાએ એ વિશે અભ્યાસલેખો પણ લખ્યા છે, છતાં આવી કૃતિઓ એના અભ્યાસીઓની રાહ જોતી પડી છે.
અધ્યાપકોને સારી કૃતિઓના સંપાદન માટે પ્રેરીએ. એ માટે એવી મહત્ત્વની હસ્તપ્રતો સંપાદન માટે એમને સુલભ કરી આપવી પડશે તો જ ખરા અર્થમાં આ કામ માટે નવી પેઢી તૈયાર કરી શકીશું.
Page #86
--------------------------------------------------------------------------
________________
નિબંધવાચનને અંતે થયેલી ખુલ્લી ચર્ચા
રમણલાલ પાઠક
ડૉ. કનુભાઈ શેઠની પૂર્તિ રૂપે થોડી વાત કરવી છે. વડોદરા પાસે પુણિયાદ ગામમાં રામકબીર સંપ્રદાયનો એક ભંડાર છે એનું સાંસ્કૃતિક અને સાહિત્યદષ્ટિએ જે મૂલ્ય છે તે આપણે જાણીએ છીએ. હું ત્યાં ત્રણ દિવસ રહ્યો ને જોયું કે ત્યાં સેંકડો હસ્તપ્રતો પડેલી છે. માત્ર રામકબીર સંપ્રદાયના કવિઓની જ નહીં, વૈષ્ણવ કવિઓ, મુસ્લિમ કવિઓની વાણી પણ એમાં છે. હસ્તપ્રતભંડારોની યાદીમાં જો એનો સમાવેશ ન હોય તો તે કરવાનું મારું સૂચન છે.
પોરબંદર આસપાસના વિસ્તારમાં જયગોપાલજી શાખા છે. એમાં રઘુનાથજીના લાલ જયગોપાલજી, યમુનેશબેટીજી અને ગોપેન્દ્રજીને લક્ષમાં રાખી વિપુલ સાહિત્ય લખાયું છે. ગોકુલેશ સંપ્રદાયનાં કેન્દ્ર કપડવંજ અને ભરૂચમાં છે. એના એક લહિયાની નોંધ વિચારવા જેવી છે. ગોરખનાથની કાયાશોધાને નામે જે નોંધ અખાના છપ્પા પહેલાં મળે છે તેને લહિયાએ અખાને નામે ચઢાવી દીધી છે.
પ્રકાશિત ભજનાવલિઓમાં કવિઓનો સંક્ષિપ્ત પરિચય આપવો જોઈએ. અરુણોદય જાની
ભંડારોમાં અલભ્ય-અમૂલ્ય વસ્તુઓ પડેલી છે એને કેવી રીતે બહાર લાવવી તેની જયંતભાઈએ વાત કરી એ સંદર્ભે કહેવાનું કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો જે કોશ થયો એમાં મધ્યકાલીન ત્રણ પ્રવાહો શાક્ત-શૈવ-વૈષ્ણવ કાવ્યોને જોઈએ એવું પ્રતિનિધિત્વ મળ્યું નથી. એ કામ તેઓ સ્વીકારે એવી
વિનંતી.
કે. આર. ચંદ્રા
અહીં ગુજરાતી ભાષાની હસ્તપ્રતોના જે પ્રશ્નો ચર્ચાયા - પાઠ, પાઠાંતર, સંપાદન વગેરે – તે કોઈ પણ ભાષાની - અમારી પ્રાકૃત ભાષાની હસ્તપ્રતોને પણ લાગુ પડે છે. * કોઈ પણ સંપાદનમાં પાઠાંતરોનું સંપાદન કરતી વેળાએ ભાષાનું જ્ઞાન બહુ જ જરૂરી છે. “આચારાંગસૂત્ર' જેવા સૌથી જૂના આગમગ્રંથમાં “ઔપપાતિક' જેવો શબ્દ અનેક જુદાજુદા અર્થોમાં આવે છે. એ જ રીતે ક્ષેત્રજ્ઞ' શબ્દ
પણ.
રમણ સોની - હસ્તપ્રત-લિપિવાચનની તાલીમની સાથે એ લેનાર સાહિત્યના જાણકાર હોય એ પણ એટલું જ જરૂરી છે. નહિ તો હસ્તપ્રતસૂચિમાં ગડબડ ઊભી થાય. સંપાદિત થતી હસ્તપ્રતના પરામર્શકો પણ હોવા જોઈએ. વળી એક એવી કેન્દ્રીય સંસ્થા હોય જે આ કામોને Control કરે. જોકે ખરું નિયંત્રણ
ww.jainelibrary.org
Page #87
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
તો કડક સમીક્ષાથી જ થઈ શકે. આજે તો મુદ્રિત સંપાદનોમાંથી પાઠાંતરો જ કાઢી નાખવામાં આવે છે. એનું કારણ એ સંપાદનો કેવળ ગાઈડો રૂપે વિદ્યાર્થીઓ પાસે જાય છે એ છે.
હસ્તપ્રતોમાં સચવાયેલી અપ્રગટ કૃતિઓનાં સંપાદનો બધાં જ સામયિકો કરે એ જરૂરી નથી. ‘અનુસંધાન' જેવું સામયિક આવું કામ કરી શકે. કનુભાઈ જાની
સંશોધકો બે પ્રકારના હોય. ૧. જેમને વાંચતાંવાંચતાં સંશોધન સૂઝયું છે. ૨. કેટલાકને એ સુઝાડવું પડે.
Gener and gendreril 481 491 80. Gener and gendre vary with context. બહેનો ગાય તો જેન્ડરની સાથે એકરૂપ હોય, પુરુષ ગાય તો બીજું રૂપ હોય. અધ્યાપકીય સજ્જતામાં આવાં કામોની અનિવાર્યતા ગણાવી જોઈએ. અધ્યાપક સંઘે પણ આ બાબતની નોંધ લેવી જોઈએ. શાંતિલાલ આચાર્ય
અહીં જે ચર્ચાઓ સાંભળી એનો સૂર એ છે કે આ ક્ષેત્રના અવ્યવસ્થિતપણામાંથી વ્યવસ્થિતપણામાં આવવું જોઈએ. એ માટે સજ્જતા જોઈશે એ તો પછીની વાત. પણ એ પહેલાં એની ‘લ્યુ પ્રિન્ટ' આપણી પાસે હોવી જોઈએ: “પછેડી પ્રમાણે સોડ તણાય.” આપણી પાસે એવી પછેડી છે ? જે મંડળ આપણે રચવા માગીએ છીએ એ મંડળે આનો વિચાર કરવો જોઈએ. યુનિ.ઓએ આ કરવું જોઈએ - તે કરવું જોઈએ એવી વાતો થઈ. પણ યુનિ.ઓ જો કરી શકતી હોત તો એણે આ કર્યું ન હોત ? એકલે હાથે મોહનલાલ કે જયંતભાઈ જેવા કરે એ જ યુનિવર્સિટી છે.
હસ્તપ્રતો ક્યાં પડી છે એ માહિતી મેળવવી જોઈએ. આ અંગે પૈસાની જોગવાઈ પણ કરવી પડે. કઈ સામગ્રી - કઈ હસ્તપ્રતો કયા હેતુસર છાપવી છે એ નક્કી કરવું જોઈએ. તાલીમ આપવા માટેની એક પુસ્તિકા પણ તૈયાર કરવી જોઈએ. પછી જ આમાં આગળ વધવું જોઈએ.
દરેક સેમિનારમાં હવે આપણે લાગી પડવું જોઈએ' એમ કહેવાય છે પણ કામ આગળ વધતું નથી. નરોત્તમ પલાણ
હસ્તપ્રતો અનેક સ્થળે, ખૂણેખાંચરે પડેલી છે અને એ બધી એકત્ર કરવી જોઈએ. પોરબંદરના દફતરભંડારમાં પ૦૦ પોટલાં છે. જૂનાગઢમાં જે પોટલાં છે તેની એક સૂચિ કિશનસિંહ ચાવડાના પુત્ર વિજયસિંહે બનાવી છે.
નિરંજન રાજ્યગુરુએ ૬૦૦૦થી વધુ ભજનો એકત્ર કર્યા છે. મોરબી પાસેના કેશિયા ગામના સાધુએ અમને ૮ હસ્તપ્રતો મોકલાવી હતી. એ પ્રતો
Page #88
--------------------------------------------------------------------------
________________
નિબંધવાચનને અંતે થયેલી ખુલ્લી ચર્ચા
રવિસાહેબની રચનાઓની છે અને તે દાસી જીવણના હસ્તાક્ષરમાં છે.
જૈન હસ્તપ્રતો ભંડારોમાં એક જ સ્થળે સચવાયેલી રહી છે, જ્યારે બ્રાહ્મણ પરંપરાઓની અસંખ્ય હસ્તપ્રતો હજી રખડતી રહી છે. દરેક દેશી રાજ્યમાં જે લહિયાઓ હતા તે કાયસ્થ હતા. તેઓ ફારસીના પણ જાણકાર હતા. આ લહિયાઓ પાસેથી ઘણી હસ્તપ્રતો મળી આવે છે. માંગરોળમાં ફારસી હસ્તપ્રતોનો એક સંગ્રહ છે. જામનગરના ભંડારમાંથી જે એક હસ્તપ્રત મળી તેને ‘આદિકવિની આર્ષવાણી' નામે પ્રા. ઈશ્વરલાલ દવેએ સંપાદિત કરી
છે.
૬૯
પાટડી બજાણાનું લોકગીત શોધવા જતાં હીરાલાલ મોઢા પાસેથી એક મોટું લોકગીત મળી આવ્યું. લોકસાહિત્યમાળાના બીજા ત્રણ ભાગ થાય એટલું સાહિત્ય એમની પાસે પડેલું છે. ખાખી જાળિયામાં પટારો ભરીને હસ્તપ્રતો છે. કેટલીક હસ્તપ્રતો પૂજામાં મુકાય છે. ચારણ-બારોટનાં ઘરોમાં અનેક ‘સરજૂઓ’ લખેલી પડેલી છે. ચારણી સાહિત્યની કેટલીક હસ્તપ્રતો સૌરાષ્ટ્ર યુનિ.એ ભેગી કરી છે, પણ હજી ઘણી બાકી રહે છે. ઢાંકના કનુભાઈ બારોટના ઘરમાં ઊભા ચોપડાની એક હસ્તપ્રત છે. નાગાર્જુન જેઠુઆની વાત ૯૦૦ની આસપાસની મળે છે.
દેશી રજવાડાના રાજમહેલોએ લહિયાઓ રાખીને જે હસ્તપ્રતો તૈયાર કરાવેલી તે આપણે ભેગી કરવી જોઈએ. જેમકે વાંકાનેરના રાજમહેલમાં ૫૦ જેટલાં પોટલાં ધૂળ ખાતાં પડ્યાં છે. આદિપર્વ કરતાં પણ જૂના પાળિયાઓ ગુજરાતી લિપિમાં મળે છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાએ હસ્તપ્રતો ખરીદીને એકત્ર કરવી જોઈએ. એ આ કામ હાથમાં લે તો એક વર્ષમાં ૧૦૦ હસ્તપ્રતો હું ભેગી કરી આપું. કુલીનચંદ્ર યાજ્ઞિક
કોમ્પ્યુટરનો પરિચય સાહિત્યકારોને આપવા માટે સાહિત્ય અકાદમીએ એક સેમિનાર નડિયાદમાં ગોઠવેલો. કોમ્પ્યુટર દ્વારા પાંચ મિનિટમાં ત્વરિત માહિતી મળે છે પણ એની પાછળ કલાકોનો સોફ્ટવેર તૈયા૨ ક૨વાનો શ્રમ છે. Archives ગુજરાત સરકાર પાસેના આ ખાતાને ઢંઢોળીને જગાડવા માટે સંશોધકોનો સમુદાય અને એમાં ય જે કટારલેખકો હોય તે દૈનિકપત્રો મારફતે પણ જ્યાં સુધી સબળ Movement આંદોલન નહીં કરે ત્યાં સુધી કાંઈ નહીં થાય. ઊહાપોહ તો કરવો જ પડે.
હર્ષદ ત્રિવેદી
યુનિવર્સિટીઓમાં બેઠેલા આ વિષયના અધ્યાપકોને વિનંતી કે એમ.એ., એમ.ફિલ. કક્ષાએ જે વિદ્યાર્થીઓ desertation નોંધાવવા તમારી પાસે આવે
Page #89
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
છે ત્યારે જે વિષયો એમને અપાય છે તેમાંથી સોમાંથી ૪૦-૫૦ જેટલા મધ્યકાળના વિષયો એમને આપો. તો ૧૦ વર્ષમાં પણ પ્રાયોગિક ધોરણે મધ્યકાળની કેટલીક કૃતિઓને અગ્રતાક્રમ આપીને અભ્યાસમાં મૂકી શકાય. એ દ્વારા Textનું સાદું સંપાદન પણ આપણે કરી શકીશું. ભલે એ થોડી ક્ષતિઓવાળું હોય પણ આમ જ કામ તો આગળ ચાલતું થશે. જયંત કોઠારી
(પ્રારંભિક અને ખુલ્લી ચર્ચાનો નિષ્કર્ષ, પ્રતિભાવ અને સમાપન)
(૧) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યવારસાના જતન અને પ્રકાશનના પ્રશ્નોની વિચારણા અને ઉકેલ માટે એક મંડળ હોવું જોઈએ.
(૨) જે મંડળ રચાશે તે બેઠકો કરીને આ અંગે ઝીણવટથી વિચારશે. પણ આ વિષયમાં જે મિત્રોને ખરેખર રસ છે તે પોતાનાં નામ આપે ને કામમાં ખડે પગે ઊભા રહે. મારી દષ્ટિએ આર્થિક પ્રશ્ન એ એટલો મોટો પ્રશ્ન નથી. મધ્યકાળની જે કેટલીક મહત્ત્વની કૃતિઓમાંથી પાઠાંતરો કાઢી નંખાયાં છે એમાં આર્થિક પ્રશ્નને હું બિલકુલ જવાબદાર ગણતો નથી. આમાં તો ટૂંકી દષ્ટિ સિવાય બીજું કાંઈ નથી. પ્રકાશકો-વિક્રેતાઓને હું નજીકથી જાણું છું એ આધારે હું આમ કહું છું. ભાયાણીસાહેબ જેવાએ “મદનમોહનાનાં પાઠાંતરો કાઢવાની ક્યાં જરૂર હતી ?
(૩) યુનિવર્સિટીઓ પાસે – સરકાર પાસે જવાની વાત થઈ. પણ એમની પાસે બહુ અપેક્ષા રાખવા જેવું નથી. વધુ મહત્ત્વાકાંક્ષી થયા વિના આપણે આપણી રીતે જ વિચારીએ.
(૪) હસ્તપ્રત-સંચયોની જે માહિતી ઉપલબ્ધ બને તે અમને આપો.
(૫) હસ્તપ્રતભંડારો માટેનું એક તંત્ર વિચારવું જોઈએ. આપણે આવું તંત્ર ઊભું કરી શકીએ જે એની સૂચિઓ પણ કરી શકે ? વર્ણનાત્મક નહીં તો કમસેકમ સાદી સૂચિ પણ.
() એક પૂલ રચવો જોઈએ. કોઈ એક કેન્દ્ર એવું હોય જ્યાં આ વિષયની તમામ પ્રકારની માહિતી મળે. હસ્તપ્રત મેળવી આપવાનું કામ પણ એ કેન્દ્ર કરી શકે. શક્ય હોય તો ઝેરોક્ષ પણ કરાવી આપે.
(૭) હસ્તપ્રતના વર્ગોનું સૂચન થયું. પણ વર્ગો થયા પછી એનું “ફૉલો અપ થવું જોઈએ. પહેલાં કૃતિઓની યાદી થવી જોઈએ. આટલું કરવાનું કામ આપણી પાસે છે એ આપણે બતાવી શકીએ. જે કામો શરૂ થાય એમાં પરામર્શનની વ્યવસ્થા પણ હોવી જોઈએ. એકે ઉતારેલી હસ્તપ્રત બીજાએ જોવી જોઈએ. શક્ય એટલી કાળજીથી હસ્તપ્રતનું કામ થવું જોઈએ.
(૮) સંપાદિત થયેલી કૃતિઓના પ્રકાશનની વ્યવસ્થા પણ થઈ શકે. શિરીષભાઈ પંચાલનું તો આ અંગે સૂચન છે જ. પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીની
Page #90
--------------------------------------------------------------------------
________________
નિબંધવાચનને અંતે થયેલી ખુલ્લી ચર્ચા
પણ એવી ઇચ્છા છે કે આપણે એવું અર્ધવાર્ષિક કે વાર્ષિક શરૂ કરીએ જેમાં આવી હસ્તપ્રતો પ્રકાશિત કરી શકાય.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપીઠ જેવું કાંઈક કરવાની એમની ઇચ્છા
છે.
(૯) મિત્રો પોતે કઈ બાબતમાં મદદરૂપ થઈ શકે એમ છે તે જણાવે અને આ અંગે પોતાનાં નામ/સૂચનો પ્રા. કાન્તિભાઈ બી. શાહ અને પ્રા. કીર્તિદા જોશીને આપે.
૭૧
Page #91
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
કાન્તિભાઈ બી. શાહ
[આ સૂચિ તૈયાર કરવામાં નીચે પ્રમાણેની સામગ્રીનો આધાર લીધો છે ? (૧) “જૈન ગૂર્જર કવિઓ ભાગ-૭ (સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિ), સં.
જયંત કોઠારી (૨) “આપણાં જ્ઞાનમંદિરો', સં. મુનિ શ્રી કલ્યાણબોધિવિજય (૩) “ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી', તૈયાર કરનાર શ્રી કે. કા. શાસ્ત્રી (૪) “મુદ્રિત જૈન શ્વેતાંબરાદિ ગ્રંથ નામાવલિ' (પ્ર. શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક
મંડલ, પાદરા) પુસ્તક-અંતર્ગત જ્ઞાન-પુસ્તક ભંડારોની યાદી (૫) ડો. કનુભાઈ શેઠનો લેખ હસ્તપ્રત ભંડારો - વર્તમાન સ્થિતિ અને
હવે પછીનું કાર્ય (૬) શ્રી લક્ષ્મણભાઈ ભોજક પાસેથી ઉપલબ્ધ ૧. લા. દ. ભારતીય સંસ્કૃતિ
વિદ્યામંદિર, અમદાવાદમાં સમાવિષ્ટ ભંડારોની યાદી તથા ૨. શ્રી હેમચંદ્રાચાર્ય
જૈન જ્ઞાનમંદિર, પાટણમાં સમાવિષ્ટ ભંડારોની યાદી. (૭) શ્રી કનુભાઈ શાહ પાસેથી ઉપલબ્ધ ૧. આચાર્ય કૈલાસસાગરસૂરિ
જ્ઞાનમંદિર, કોબામાં સમાવિષ્ટ ભંડારોની યાદી.
હસ્તપ્રતભંડાર અન્યત્ર સમાવિષ્ટ થયા અંગેની તેમજ જે-તે સંસ્થાની પ્રગટ થયેલી હસ્તપ્રતસૂચિ અંગેની માહિતી ચોરસ કૌંસ [ ] માં દર્શાવવામાં આવી છે. હસ્તપ્રતસૂચિઓ મુખ્યત્વે ગુજરાતી હસ્તપ્રતોને આવરી લે છે.
સૂચિમાં કેટલાક ભંડારોની વર્તમાન સ્થિતિ અંગેના સગડ પ્રાપ્ય નથી. છતાં લગભગ પોણોસો વર્ષ અગાઉ “જેન ગૂર્જર કવિઓ' જેવા ગ્રંથમાં એ નોંધાયેલા હોઈ એ જ નામે આ સૂચિમાં એને સમાવી તો લીધા જ છે જેથી કોઈક સંશોધકને એનું પગેરું કાઢવામાં એ નામ સહાયક થાય.
અહીં રજૂ થયેલી સૂચિમાં કેટલાક ભંડારો/જ્ઞાનમંદિરો/સંસ્થાઓ હસ્તપ્રતો ધરાવે જ છે એમ નિશ્ચિતપણે કહી શકાય એમ નથી.
ગુજરાત બહારના બધા જ જ્ઞાનભંડારોને આ સૂચિમાં સમાવી શકાયા
નથી.
- હસ્તપ્રતભંડારો/જ્ઞાનમંદિરોની ગામવાર યાદી પણ આપી છે. અને એનો નિર્દેશ કેવળ સૂચિ-ક્રમાંકોથી કર્યો છે. કેટલાક ભંડારો - ખાસ કરીને સાધુભગવંતોના સંગ્રહોનાં ગામનામ પ્રાપ્ય નથી. તેવા ગામનામ વિનાના ભંડારોના
Page #92
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
૭૩
ક્રમાંકો ગામવાર યાદીમાં છેડે મૂક્યા છે.] ૧. અગરચંદ નાહટાનો સંગ્રહ / અભય જેન ગ્રંથાલય સંગ્રહ, બિકાનેર ૨. અગરચંદ ભેરુદાન બાંઠિયા લાયબ્રેરી, બિકાનેર ૩. (શ્રી) અજરામરસ્વામી સ્થા. જૈન જ્ઞાનભંડાર, લીંબડી ૪. અદ્વસીપાડા જૈન ભંડાર, પાટણ [હવે હે. જે. જ્ઞા. મં, પાટણમાં
સમાવિષ્ટ] ૫. અનંતનાથજીનું જૈન મંદિરનો ભંડાર, માંડવી, મુંબઈ ૬. અનુપ સંસ્કૃત લાયબ્રેરી ૭. અબીરચંદજી સંગ્રહ, બિકાનેર [બૃહદ્ જ્ઞાનભંડાર, બિકાનેરમાં સમાવિષ્ટ] મા અભય જૈન ગ્રંથાલય સંગ્રહ, બિકાનેર જુઓ ક્ર. ૧ ૮. (શ્રી) અભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિર, ક્ષત્રિયવાડ, કપડવંજ હિવે આ.
કૈલાસસાગરસૂરિ જ્ઞા. મ., કોબામાં સમાવિષ્ટ બા અભયસિંહ ભંડાર, જયપુર જુઓ ક. ૧૯૪ ૯. અમદાવાદ ડહેલાના અપાસરાનો ભંડાર / ડહેલાના અપાસરાનો ભંડાર
/ (મુનિ) સુભદ્રવિજયજી સંગ્રહ, ડહેલા ઉપાશ્રય, અમદાવાદ હિવે લા. દ. ભા. સં. વિ. મ., અમદાવાદમાં સમાવિષ્ટ] [અહીં ક્ર. ર૭૬વાળો
ભંડાર સમાવિષ્ટ] ૧૦. અમરવિજયમુનિ પાસેનો ભંડાર / સિનોર ભંડાર [હવે શ્રી યશો.
જે.શા.મં., ડભોઈમાં સમાવિષ્ટ ૧૧. (શ્રી) અમીઝરા પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી, ભચાઉ ૧૨. અલવર રાજાની લાયબ્રેરી, અલવર ૧૩. અષ્ટાપદ જ્ઞાનભંડાર, અષ્ટાપદ દેરાસર, કપડવંજ ૧૪. (શ્રી) અંચલગચ્છ જૈન જ્ઞાનમંદિર, જામનગર ૧૫. (શ્રી) અચલગચ્છ જૈન સંઘનો ભંડાર, માંડલ હિવે લા.દ.ભા.સં.વિ.મં,
અમદાવાદમાં સમાવિષ્ટ ૧૬. (શ્રી) અંજાર જૈન તપાગચ્છ જ્ઞાનભંડાર, અંજાર ૧૭. (સ્વ.) અંબાલાલ ચુનીલાલનો સંગ્રહ / આણંદજી કલ્યાણજીની પેઢી,
પાલીતાણા [ હવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૧૮. અંબાલાલ બુ. જાની, મુંબઈ ૧૯. (ઝવેરી) અંબાલાલ ફત્તેચંદ સંગ્રહ, વડોદરા [ હવે લા.દ.ભા.સં.વિ.મ.,
અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૦. (શ્રી) આગમમંદિર જ્ઞાનસંસ્થા, તળેટી, પાલીતાણા. ૨૧. (શ્રી) આગમોદ્ધારક સંસ્થાન C/o સે.શાં. શાહ, વાણિયાવાડ, છાણી ૨૨. આચાર્ય ખરતર ભંડાર, બિકાનેર
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૪
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
૨૩. આણસુર ગચ્છ જ્ઞાનમંદિર, આદિનાથજી મંદિર, ગોપીપુરા, સુરત ૨૪. (શ્રી) આણંદજી કલ્યાણજીની પેઢીનો ભંડાર, પટણીની ખડકી, ઝવેરીવાડ,
અમદાવાદ [હવે લા.દ.ભા.સં.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૫. (શ્રી) આણંદજી કલ્યાણજીની પેઢી, મોટા દેરાસર, લીંબડી [અહીં કેટલાક
તાડપત્રો પણ છે.] જ (શેઠ) આણંદજી કલ્યાણજીની પેઢી, પાલીતાણા જુઓ ક. ૧૭ ૨૬. (શ્રી) આણંદજી કલ્યાણજીની પેઢી, વાસુપૂજ્ય જૈન દેરાસર, મુનિ થોભણ
માર્ગ, સુરેન્દ્રનગર ૨૭. આણંદજી મંગળજી પેઢી, કોઠારીવાડો, ઈડર [અહીં ક. ૨૯વાળો સંગ્રહ
સમાવિષ્ટ] ૨૮. (શ્રી) આત્મકમલ લબ્ધિસૂરિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ ૨૯. (શ્રી) આત્મકમલ લબ્ધિસૂરીશ્વર શાસ્ત્રસંગ્રહ, કોઠારીવાડો, ઈડર હવે
આણંદજી મંગળજી પેઢી, ઈડરમાં સમાવિષ્ટ] . ૩૦. આત્માનંદ સભા / જેન આત્માનંદ સભા / ભક્તિવિજય ભંડાર,
ભાવનગર [ક. ૯૯વાળો ભંડાર અહીં સમાવિષ્ટ છે.] ૩૧. આત્માનંદ જૈન સભા, ઝવેરીબજાર, જયપુર ૩૨. (શ્રી) આદિનાથ ચોક જૈન ઉપાશ્રય, કાશીપુરા, બોરસદ ૩૩. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈનો ગૂજરાતી પ્રેસ, મુંબઈ હિવે ફાર્બસ ગુજરાતી
સભામાં સમાવિષ્ટ) ૩૪. ઈન્ડિયા ઓફિસ લાઈબ્રેરી, (ઇન્ડિયન હાઈકમિશ્નરની ઓફિસ), લંડન | [આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ ઃ કેટલૉગ ઑ ધ ગુજરાતી એન્ડ રાજસ્થાની મેન્યુક્ઝિર્સ ઈન ધ ઈન્ડિયા ઓફિસ લાઈબ્રેરી, સંપા. જેમ્સ ફૂલર
બ્લમહાર્ટ, સંશો. આફ્રેડ માસ્ટર, પ્રકા. ઓક્સફર્ડ યુનિ. પ્રેસ, ૧૯૫૪] ૩૫. ઈન્ડોલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શારદાપીઠ, દ્વારકા ૩૬. ઈન્દ્રજિત્રસૂરિ સાહિત્યનિધિ, પાવાગઢ ૩૭. ઈડર સંઘનો ભંડાર / તપાગચ્છ ભંડાર, ઈડર ૩૮. ઈશ્વરલાલ ઠાકરશીભાઈ સંઘવી બજાર, સાંતલપુર (બનાસકાંઠા) ૩૯. ઉત્કંઠેશ્વરનો ગ્રંથભંડાર, ઉત્કંઠેશ્વર ૩-અ. ઉદ્યોતવિમલજી ગણી, અમદાવાદ ૪૦. ઉમેદ ખાંતિ જૈન જ્ઞાનભંડાર, ઝીંઝુવાડા ૪૧. (શ્રી) ઉંઝા જૈન મહાજન પેઢી, ખજૂરીની પોળ પાસે, ઉંઝા ૪૨. ઉજમબાઈની ધર્મશાળા પુસ્તક ભંડાર | આચાર્ય કમલવિજયનો ભંડાર,
ઝવેરીવાડ, અમદાવાદ હિવે લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ ૪૩. એમ.ટી.બી. કૉલેજ, સુરત
.
Page #94
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
૭પ
૪૪. (શ્રી) કારસૂરિ જૈન જ્ઞાનભંડાર, C/o છોટાલાલ જીવાભાઈ, જૈન
દેરાસર પાસે, જૂના ડીસા ૪૫. કચ્છી દશા ઓસવાલ પાઠશાળા - ભંડાર, માંડવી, મુંબઈ ૪૬. (શ્રી) કનકચંદ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર C/o મનુભાઈ હિરાલાલ (ગ્રંથપાલ),
તપાગચ્છ અમર જૈન પાઠશાળા, ટેકરી, ખંભાત ૪૭. કલૈયા લહિયા પાસે, અમદાવાદ ૪૮. (શ્રી) કપુરવિજય ગ્રંથભંડાર, મોતી સુખિયા ધર્મશાળા, પોસ્ટઑફિસ પાસે,
પાલીતાણા ૪૯. કમલમુનિનો સંગ્રહ – ભંડાર [હવે પુરાતત્ત્વ મંદિર ગૂજરાત વિદ્યાપીઠમાં
સમાવિષ્ટ]. મા (આ.) કમલવિજયનો ભંડાર, અમદાવાદ જુઓ ક. ૪૨ ૫૦. કલકત્તા સંસ્કૃત કૉલેજ / ડી. કે. સં. કૉલેજ, કલકત્તા આિ સંસ્થાનું
કેટલૉગ પ્રગટ થયું છે.] ૫૧. કલકત્તા સેન્ટ્રલ લાયબ્રેરી, કલકત્તા [આ સંસ્થાનું કેટલૉગ પ્રગટ થયું છે.] પર. કલ્યાણવિજય મુનિ પ૩. (પં.) કલ્યાણવિજયજી શાસ્ત્રસંગ્રહ, જાલોર (રાજસ્થાન) [હવે
લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ]. ૫૪. કવિ દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહ, અમદાવાદ હિવે ભો.જે.
સંશોધન વિદ્યાભવનમાં સમાવિષ્ટ]. ૫૫. (નગરશેઠ) કસ્તૂરભાઈ મણિભાઈ, નગરશેઠનો વંડો, અમદાવાદ હિવે
લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ પ૬. કસ્તૂરસાગરજી ભંડાર, ભાવનગર ૫૭. કીર્તિમુનિજી શાસ્ત્રસંગ્રહ, વીરવિજયજી ઉપાશ્રય, ભઠીની બારી, અમદાવાદ
હિવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૫૮. કુશલચંદ્ર પુસ્તકાલય, બિકાનેર પ૯. કૃપાચંદ્રસૂરિનો ભંડાર, બિકાનેર ૬૦. (શ્રી) કેશરબાઈ જૈન જ્ઞાનભંડાર, પંચાસર પાસે, પાટણ [હવે કાંઈ નથી] ૬૧. કેસરવિજય ભંડાર, વઢવાણ ૬૨. (આચાય) કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, શ્રી મહાવીર આરાધના કેન્દ્ર, કોબા
આ સંસ્થામાં નીચેના ક્રમાંકોવાળા જ્ઞાનભંડારો સમાવિષ્ટ થયા છે : કે. ૮, ૮૯, ૯૦, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૫૬, ૧૫૭, ૨૬૪, ૩૦૮, ૩૧૫,
૩૧૬, ૩૬૬, ૩૬૯] ૬૩. (આચાર્ય) કૈલાસસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર, શ્રી સીમંધરસ્વામી જૈન પેઢી, મહેસાણા
WWW.jainelibrary.org
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૬
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
આ કોટ ઉપાશ્રય, મુંબઈ જુઓ ક્ર. ૨૫૬ ૬૪. કોટાનો જ્ઞાનભંડાર સંઘની દેખરેખ હેઠળનો, કોટા ૬૫. કોડાય – કચ્છનો ભંડાર, કોડાય ૬૬. ખર૦ નેમિચંદ્રાચાર્ય ભંડાર, કાશી ૬૭. ખર૦ (મુનિ) સુખસાગર જ ખંભાતના ભંડાર, ખંભાત [અલગ નામથી નિર્દેશ થયો છે.] ૬૮. ખેડા ભંડાર નં. ૧ : મોટા મંદિરમાં આવેલો પુસ્તક ભંડાર, ખેડા
નં. ર : મુનિ ભાગ્યરત્ન પાસેનો ગ્રંથભંડાર, ખેડા નં. ૩ : ભાવસાર શ્રાવકોથી વહીવટ કરાતા રસુલપુરના દેરાસરનો
ગ્રંથભંડાર, ખેડા હિવે લા.દ.ભા.સુ.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ ૬૯. ખેતરવસી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર, ખેતરવશીનો પાડો, પાટણ હિવે
હે.જે.શા.મં., પાટણમાં સમાવિષ્ટ ૭૦. ગારિયાધરનો ભંડાર, ગારિયાધર ગુજરાત વિદ્યાસભા (અગાઉનું નામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી), અમદાવાદ
જુઓ ક. ૨૩૦ ૭૧. (શ્રી) ગુણિસાગરજી C/o દેવબાગ જૈન ઉપાશ્રય, ચાંદીબજાર, જામનગર ૭૨. ગુલાબકુમારી લાયબ્રેરી, કલકત્તા ૭૩. ગુલાબમુનિનો સંગ્રહ (હવે યશોવૃદ્ધિ જૈન બાલાશ્રમ, મહુવામાં સમાવિષ્ટ] ૭૪. ગુલાબવિજય ભંડાર, ઉદયપુર ૭૫. ગુલાબવિજયજી પંન્યાસ પાસેનો ભંડાર હિવે વીરવિજય ઉપાશ્રય ભંડાર,
અમદાવાદમાં સમાવિષ્ટ]. જ ગૂજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ જુઓ ક. ૨૩૦ ૭૬. ગોકુળદાસ નાનજી ગાંધી, રાજકોટ ૭૭. ગોડીજી જૈન જ્ઞાનમંદિર / ગોડીજી પાર્શ્વનાથ ઉપાશ્રય, પાયધુની, મુંબઈ
[ક્ર. ૨૬૩વાળો સંગ્રહ અહીં હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે] ૭૮. ગોડીજીનો ભંડાર, ઉદયપુર ૭૯. (શ્રી) ગોપાળસ્વામી પુસ્તકાલય, લીંબડી ૮૦. ગોરજી ભંડાર, ઈડર ૮૧. ગોંડલ ભંડાર, ગોંડલ ૮૨. ઘોઘા સંઘ ભંડાર, ઘોઘા [હવે લા.દ.ભા.સુ.વિ.મં, અમદાવાદમાં સમાવિષ્ટ ૮૩. ચતુરવિજયગણિ પાસે ૮૪. ચંચલબહેનનો ભંડાર, ફતાશા પોળ, હરકોર શેઠાણીની હવેલી, અમદાવાદ ૮૫. (યતિ) ચંદ્રવિજય પાસે, આમોદ ૮૬. ચંદ્રસાગરસૂરિ જ્ઞાનભંડાર, શ્રીમાલ માર્ગ, ઉજ્જૈન (મ.પ્ર.)
Page #96
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
૭૭
૮૭. (શ્રી) ચાણસ્મા જૈન જ્ઞાનભંડાર, ચાણસ્મા ૮૮. ચારિત્રવિજયજી કચ્છી ૮. ચિંતામણિ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર, આગ્રા [હવે આ. કે. શા.મં,
કોબામાં સમાવિષ્ટ ૯૦. ચિંતામણિ પાર્શ્વનાથ જ્ઞાનભંડાર, બાલાપુર હિવે આ.કૅ.જ્ઞા.મ, કોબામાં
સમાવિષ્ટ ૯૧. (શ્રી) ચિંતામણિ પાર્શ્વનાથ જ્ઞાનમંદિર, શાહપોર, સુરત ૯૨. ચુનીજી ભંડાર, નયાઘાટ, કાશી ૯૩. ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સાર્વજનિક એજ્યુ. સોસાયટી, સુરત ૯૪. (યતિ) ચેનસાગર ભંડાર, ઉદયપુર
૫. છત્તાબાઈ ઉપાશ્રય, બિકાનેર ૯૬. છોટાલાલ વાડીલાલ, અમદાવાદ
છોટાલાલજી મહારાજનો ભંડાર, સગરામપુરા, સુરત જુઓ ક. ૩૭૮૮ ૯૭. (શ૦) જકાભાઈ ધરમચંદ ગજિયાણીવાળા, ફતાશા પોળ, અમદાવાદ જ (યતિ) જયકરણ, બિકાનેર જુઓ . ૨૫૦ ૯૮. જયચંદ્રજી ભંડાર, બિકાનેર ૯૯, જશવિજય ભંડાર, વડવા, ભાવનગર હિવે આત્માનંદ સભા, ભાવનગરમાં
સમાવિષ્ટ ૧૦૦. (મુનિ) જશવિજયજીનો સંગ્રહ, પાટણ કેશરબાઈ જૈનભંડાર પાટણમાં
સમાવિષ્ટ] ૧૦૧. (શ્રી) જંબુદ્વીપ જૈન પેઢી, આગમમંદિર પાસે, પાલીતાણા ૧૦૨. (આચાર્ય) જંબૂસ્વામી જૈન જ્ઞાનમંદિર C/o જયંતીલાલ બાપુલાલ
(વડવાળા), શ્રીમાળીવાળા, ડભોઈ જ (શ્રી) જામનગર જૈન શ્વે. મૂ. તપાસંઘ, જામનગર જુઓ ક્ર. ૧૫૨ ૧૦૩. (શ્રી) જિત-હીર-કનક દેવેન્દ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર, ભચાઉ (કચ્છ) ૧૦૪. (શ્રી પૂજ્ય) જિનચરિત્રસૂરિ સંગ્રહ / પૂજ્યજીનો સંગ્રહ, બિકાનેર ૧૦પ. જિનદત્ત ભંડાર, મુંબઈ ૧૦૬. જિનદત્તસૂરિ જૈન જ્ઞાનભંડાર, ગોપીપુરા, સુરત ૧૦૭. જિનભદ્રસૂરિ જ્ઞાનભંડાર, સેવામંદિર, રાવટી, જોધપુર ૧૦૮. (મુનિ) જિનવિજયજી પાસે, અમદાવાદ (સંભવતઃ)
હિવે પુરાતત્ત્વ મંદિર, ગૂજરાત વિદ્યાપીઠમાં સમાવિષ્ટ ૧૦૯, જિનસાગરસૂરિ શાખા ભંડાર, બિકાનેર ૧૧૦. જિનહર્ષસૂરિ ભંડાર, બિકાનેર ૧૧૧. (શેઠ) જીવણચંદ સકરચંદ ઝવેરી પાસે, સુરત
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૮
એક અભિવાદન ઓચ્છવ, એક ગોષ્ઠિ
૧૧૨. (શ્રી) જીવણલાલ અબજી જૈન જ્ઞાનમંદિર, માટુંગા, મુંબઈ ૧૧૩. જૂનો સંઘ ભંડાર / જૈન સંઘ જ્ઞાનભંડાર / શેઠ હાલાભાઈ મગનલાલ,
ફોફલિયાવાડ, પાટણ હવે હે.જે.શા.મં, પાટણમાં સમાવિષ્ટ] ૧૧૪. જેણાનો ભંડાર / સંઘભંડાર, પાલણપુર ૧૧૫. જેસલમેરનો ભંડાર, જેસલમેર [આ ભંડારની હસ્તપ્રતસૂચિ ? જેસલમેર
ભાંડાગાર સૂચી] જ જૈન આત્માનંદ સભા, ભાવનગર જુઓ ક. ૩૦ ૧૧૬. જૈન આનંદ પુસ્તકાલય - ગ્રંથભંડાર, આગમમંદિર રોડ, સુરત ૧૧૭. જૈન ઉપાશ્રય, વાવ ૧૧૮. જૈન ઉપાશ્રય, શાંતિનગર, ગોધરા ૧૧૯. જૈન ઉપાશ્રય, નેમુભાઈની વાડી, ગોપીપુરા, સુરત ૧૨૦. જૈન એસોસિએશન ઑફ ઈન્ડિયા, મુંબઈ હસ્તકનો ભંડાર ૧૨૧. જેન જ્ઞાનભંડાર, મહુડી ૧૨૨. જૈન જ્ઞાનમંદિર ભંડાર / બુદ્ધિસાગરસૂરિ જ્ઞાનમંદિર કે સંઘનો જ્ઞાન ભંડાર
(?), વિજાપુર ૧૨૩. જૈન ધર્મ પ્રસારક સભા ગ્રંથભંડાર, કાંટાવાળો ડેલો, ભાવનગર ૧૨૪. જૈન ધર્મશાળાની લાયબ્રેરી, ઝઘડિયા ૧૨૫. જૈન પ્રાચ્ય વિદ્યાભવન, જૈન સોસાયટી, પાલડી, અમદાવાદ ૧૨૬. જૈન લક્ષ્મી મોહનશાળા, બિકાનેર ૧૨૭. જૈન વિદ્યાશાળા જ્ઞાનભંડાર | શેઠ સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા
/ પં. મેઘવિજય શાસ્ત્રભંડાર, દોશીવાડાની પોળ, અમદાવાદ ૧૨૮. જૈન શાળા, અમદાવાદ ૧૨૯. જૈન શાળા / લાવણ્યવિજય મુનિનો જૈન શાળાનો ભંડાર, ખંભાત
અહીં . ૩૧૭વાળો ભંડાર સમાવિષ્ટ છે) ૧૩). જૈન શાળા, વિજાપુર ૧૩૧. જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા ૧૩૨. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, મુંબઈ ૧૩૩. જૈન જે. મૂ.સં. જ્ઞાનભંડાર, માણસા હિવે આ.કે.જ્ઞા.મં., કોબામાં
સમાવિષ્ટ] ૧૩૪. જૈન છે. મૂ. સં. જ્ઞાનભંડાર, ગોધાવી હિવે આ.કે.શા.મં, કોબામાં
સમાવિષ્ટ] ૧૩૫. જૈન જે.મૂ.સં. જ્ઞાનભંડાર, વલાદ હિવે આ.કે.જ્ઞા.મં., કોબામાં સમાવિષ્ટ ૧૩૬. જૈન જે. મૂ. સંઘ પેઢી C/o અમૃતલાલ ગોવર્ધન મહેતા, ભચાઉ
(કચ્છ)
Page #98
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
૧૩૭. જૈન શ્વે. મૂ. સંઘ પેઢી C/o રાયવિહાર પ્રાસાદ, મોટો ડેલો, વાણિયાવાડ, ભુજ (કચ્છ)
૧૩૮. જૈન શ્વે. મૂ. તપ સંઘ પેઢી C/o મહેન્દ્રભાઈ એમ. શાહ, ક્લબ રોડ, ધ્રાંગધ્રા
૧૩૯. જૈન શ્વે. મૂ. તપ સંઘ પેઢી, ચાવડી ચોક, મેઈન બજાર, વાંકાનેર જૈન સંઘ જ્ઞાન ભંડાર, પાટણ જુઓ ક્ર. ૧૧૩
૧૪૦. જૈન સંઘ તાડપત્રીય ભંડાર, ખેતરવસીનો વાડો, પાટણ
૧૪૧. જૈન સંઘ દરામરા (જિ. વડોદરા) [હવે લા.દ.ભા.સ.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ]
જૈન સંઘ પુસ્તકભંડાર, વીરમગામ જુઓ ક્ર. ૩૩૭
૧૪૨. જૈન સંઘ ભંડાર, ભરૂચ [હવે લા.દ.ભા.સં.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ] ૧૪૩. જૈન સાહિત્ય વિકાસ મંડળ, અંધેરી (વેસ્ટ), મુંબઈ
૧૪૪. જૈનાનંદ પુસ્તકાલય/લાયબ્રેરી, C/o નરેશ મદ્રાસી, કાયસ્થ મહોલ્લો,
ગોપીપુરા, સુરત
જ્ઞાનભંડાર વર્ધમાન ભંડારસ્થ, બિકાનેર જુઓ ક્ર. ૩૩૯
૧૪૫. જ્ઞાનવિજયસૂરિ જ્ઞાનભંડાર, ખંભાત
જ્ઞાનશાળા ભંડાર, ખંભાત જુઓ ક્ર. ૩૨૧
ડહેલાનો અપાસરાનો ભંડાર જુઓ ક્ર. ૯
૨૦
૧૪૬. ડાયરા અપાસરાનો ભંડાર, પાલનપુર [હવે લા.દ.ભા.સ.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ]
૧૪૭. ડાહીલક્ષ્મી લાઇબ્રેરી, નડિયાદ
૧૪૮. (શેઠ) ડાહ્યાભાઈ પાસે, ખેડા
૧૪૯. ડાહ્યાભાઈ મોતીચંદ વકીલ, સુરત
ડી. કે. કલકત્તા સં. કોલેજ જુઓ ક્ર. ૫૦
૧૫૦. (શ્રી) ડુંગરસિંહજી સ્થાનકવાસી જૈન જ્ઞાનભંડાર, જામનગર ૧૫૧. ડેક્કન કૉલેજ, પૂનામાં સરકારી ખરીદેલી હસ્તપ્રતોનો સંગ્રહ [હવે સર ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પૂનામાં સમાવિષ્ટ
૧૫૨. (શેઠ) ડોસાભાઈ અભેચંદનો જૈન સંઘનો ભંડાર / શ્રી જામનગર જૈન શ્વે. મૂ. તપાસંઘ, C/o શેઠ ડોસાભાઈ અભેચંદ જૈન પેઢી, જૈન મોટું દેરાસર, ટાવર પાસે, જામનગર
૧૫૩. તખતમલજી દોશી, દેશનોક ગામ, બિકાનેર પાસે
૧૫૪. તપગચ્છ જૈન જ્ઞાનભંડાર, પાટણ [હવે હે.જૈ.શા.મં., પાટણમાં સમાવિષ્ટ] ૧૫૫. તપાગચ્છ ઉપાશ્રયનો ભંડાર, પાલણપુર
તપાગચ્છ ભંડાર, ઈડર જુઓ ક્ર. ૩૭
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૦
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ ૧૫૬, તપાગચ્છ સંઘ જ્ઞાનભંડાર (ગુજ. ક.) નાગૌર [હવે આ.કે.શા.મં.,
કોબામાં સમાવિષ્ટ]. ૧૫૭. તપાગચ્છીય જૈન સંઘ જ્ઞાનભંડાર, નાગૌર હિવે આ.કે.શા.મં, કોબામાં
સમાવિષ્ટ ૧૫૮. તિલકવિજય ભંડાર, મહુવા ૧૫૯. તિલોકમુનિ પાસે ૧૬૦. તેજપાળ વસ્તુપાળ જૈન ચેરિટી ટ્રસ્ટ, ધોળકા ૧૬૧. (ડૉ.) ત્રિભુવનદાસ લહેરચંદ શાહ ૧૬૨. દયાવિમલસૂરિ જૈન જ્ઞાનભંડાર, દેવશાનો પાડો, સ્વામિ. મંદિર રોડ,
અમદાવાદ ૧૬૩. દરિયાપુરી આઠકોટી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ઘેલમાતાની ખડકી,
બજાર રોડ, પાટણ ૧૬૪. દર્શનસાગરસૂરિ જ્ઞાનભંડાર, આદરિયાણા, વિરમગામ થઈને ૧૬૫. દસાડા ભંડાર, દસાડા [હવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૧૬૬. દાનસાગર સંગ્રહ, બિકાનેર [બૃહદ્ જ્ઞાનભંડાર, બિકાનેરમાં સમાવિષ્ટી ૧૬૭. દિગંબર જૈન ભટ્ટારકીય જ્ઞાનભંડાર, બજાર, ઈડર ૧૬૮. દિગંબર જૈન જ્ઞાનભંડાર, સુરત ૧૬૯. દિગંબર જૈન ભંડાર, જયપુર ૧૭૦. દિગંબર પન્નાલાલ ઐલક સરસ્વતીભવન, મુંબઈ ૧૭૧. દિઠંડલાચાર્ય બાલચંદ્રસૂરિ ભંડાર / બાલચંદ્ર યતિનો (રામઘાટ)
કાશીભંડાર, કાશી ૧૭૨. દિવ્યદર્શન શાસ્ત્રસંગ્રહ, શિવગંજ (રાજસ્થાન) ૧૭૩. દેવગુપ્તસૂરિજી જૈન જ્ઞાનભંડાર, પાલી (રાજસ્થાન) ૧૭૪. (શેઠ) દેવચંદ લાલચંદ પુસ્તકોદ્ધાર લાયબ્રેરી, બાવા સીદી, ગોપીપુરા,
સુરત ૧૭પ. (શ્રી) દેવબાગ જૈન આનંદ જ્ઞાનમંદિર, દેવબાગ, જામનગર ૧૭૬. દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ જ્ઞાનભંડાર C/o શેઠ આણંદજી કલ્યાણજી પેઢી,
તળેટી રોડ, પાલીતાણા હિવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૧૭૭. (રાય) ધનપતસિંહ ભંડાર, અજીમગંજ ૧૭૮. ધરણીન્દ્રસૂરિ ભંડાર, જયપુર ૧૭૯. (શ્રી) ધર્મનાથ જૈન જ્ઞાનભંડાર - દેવસૂરગચ્છ, હાથીવાળો ખાંચો,
ગોપીપુરા, સુરત ૧૮૦. ધાનેરા જૈન જ્ઞાનભંડાર C/o શાંતિજિન જૈન સંઘ પેઢી, ધાનેરા ૧૮૧. (મુનિ) નરેન્દ્રસાગરજી શાસ્ત્રસંગ્રહ, જૈન ઉપાશ્રય, આંબલીની પોળ,
Page #100
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
અમદાવાદ હિવે લા.દ.ભા.સં.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ]. ૧૮૨. નરોત્તમદાસજી સંગ્રહ, બિકાનેર ૧૮૩. (શ્રી) નવા ડીસા જેન જ્ઞાનભંડાર C/o રમેશચંદ્ર મણિલાલ શાહ, નવા ડીસા ૧૮૩અ. નવા પાડાનો ભંડાર, સુરત ૧૮૪. નાથાલાલ છગનલાલ પાલણપુરવાળા, પાલણપુર (સંભવતઃ) ૧૮૫. નાનચંદજી યતિનો ભંડાર, શાંતિનાથ મંદિર, પાયધુની, મુંબઈ ૧૮૬. નિત્યવિજય લાયબ્રેરી, ચાણસ્મા ૧૮૭. (શ્રી) નીતિવિજયજી જૈન જ્ઞાનભંડાર C/o મનુભાઈ હીરાલાલ (ગ્રંથપાલ),
તપગચ્છ અમર જૈન પાઠશાળા, ટેકરી, ખંભાત ૧૮૮. (શ્રી આચાર્ય) નીતિસૂરિ જૈન જ્ઞાનભંડાર, મહાવીરસ્વામી દેરાસરની
સામે, હતાશા પોળ, અમદાવાદ ૧૮૮૪. નૃપચંદ્રજીનો જૂનો ભંડાર, કુશળગઢ (મ.પ્ર.) ૧૮૯. (યતિ) નેમચંદ / નેમવિજય, જાફરા ૧૯૦. (શેઠ) નેમચંદ મેળાપચંદ વાડી ઉપાશ્રય - ગ્રંથભંડાર, ગોપીપુરા, સુરત ૧૯૧. નેમનાથ ભંડાર, અજીમગંજ
(યતિ) નેમવિજય, જાફરા જુઓ ક. ૧૮૯ ૧૯૨. પગથિયાના જૈન ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, હાજા પટેલની પોળ, અમદાવાદ ૧૯૩. પાસાગર ભંડાર, જૈન શાળા, અમદાવાદ ૧૯૪. પંચાયતી જૈન શ્વેતાંબર ભંડાર / અભયસિંહ ભંડાર, જયપુર ૧૯૫. પંજાબ જીરાનો ભંડાર, જીરા (પંજાબ) ૧૯૬, પાટડી ભંડાર, પાટડી પાટણના ભંડારો ૧, ૨, ૩, ૪ [અલગ નામથી નિર્દેશ થયો છે. હે.જે.જ્ઞા.
સૂચિમાં સમાવેશ ૧૯૭. પાટિયાનો ઉપાશ્રય જૈન સંઘ, ફતાશા પોળ, અમદાવાદ હિવે
લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૧૯૮. (શેઠ) પાનાચંદ ભગુભાઈ, સુરત ૧૯૯. (શ્રી) પાર્થચંદ્રગચ્છ જૈન જ્ઞાનભંડાર / મુનિ બાલચંદ્રજી - સાગરચંદ્રજી
સંગ્રહ, પાર્જચંદ્રગચ્છ ઉપાશ્રય, ભૈયાની બારી, શામળાની પોળ, અમદાવાદ
હિવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૦૦. પાઠ્યચંદ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર, વિરમગામ ૨૦૧. (શ્રી) પુણ્યવિજયજી સંગ્રહ હિવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં
સમાવિષ્ટ] ૨૦૨. પુરાતત્ત્વમંદિર / રાયચંદ્ર સાહિત્યમંદિર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ | [આ સંસ્થામાં ક. ૪૯ અને ૧૦૮વાળા સંગ્રહો સમાવિષ્ટી
Jain Education Inte national
Page #101
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ
૨૦૩. (શેઠ) પુરુષોત્તમ વિશ્રામ માવજી સંગ્રહ, મુંબઈ [હવે ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં સમાવિષ્ટ]
૮૨
પૂજ્યના અપાસરાનો ભંડાર, સ્વ. યતિ નાનચંદજીના શિષ્ય મોહનલાલના હસ્તકનો, રાજકોટ જુઓ ક્ર. ૨૬૮
પૂજ્યજીનો સંગ્રહ, બિકાનેર જુઓ ક્ર. ૧૦૪
૨૦૪. પૂનમચંદ યતિસંગ્રહ, બિકાનેર
૨૦૫. પૂર્ણિમાગચ્છ જૈન જ્ઞાનભંડાર, પાટણ [હવે હે.ઐ.શા.મં. પાટણમાં સમાવિષ્ટ ૨૦૬. પોપટલાલ પ્રાગજી કાલાગલા કરાંચીવાળા પાસે, શેઠ કાળા મીઠાની પેઢી, ઘોઘા [હવે લા.દ.ભા.સં.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ]
૨૦૭. પ્રવર્તક મુનિશ્રી કાન્તિવિજયજી જ્ઞાનભંડાર, પાટણ [હવે હે.જૈ.શા.મં.,
પાટણમાં સમાવિષ્ટ]
૨૦૮. પ્રવર્તક મુનિશ્રી કાંતિવિજયજી શાસ્ત્રસંગ્રહ, ઠે. આત્માનંદ જૈન જ્ઞાનમંદિર, નરસિંહજીની પોળ, વડોદરા
૨૦૯. પ્રવર્તક મુનિ શ્રી કાંતિવિજયજી શાસ્ત્રસંગ્રહ, ઠે. મોટા દેરાસર પાસે, વાણિયાવાડ, છાણી
પ્રાચ્યવિદ્યામંદિર (મ.સ.યુનિ.) (જૂનું નામ ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ), વડોદરા [આ સંસ્થાની પ્રકાશિત હસ્તપ્રતસૂચિ: આલ્ફાબેટિકલ લિસ્ટ ઑવ્ મેન્યૂસ્ક્રિપ્ટ્સ ઇન ધ ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, બરોડા, વૉ.૨, સંપા. રાઘવન્ નામ્બિયાર, ૧૯૫૦
૨૧૧. પ્રાણજીવન મોરારજી શાહ પાસે, રાજકોટ
૨૧૨. પ્રૂશિઅન સ્ટેટ લાયબ્રેરી [આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ ઃ જૈન-હાન્ડશીપ્ટેન પ્રોઇસિશેન સ્ટાટ્સબિબ્લિઓથેક, સંપા. વાલ્ફેર શુમ્બિંગ, લિપઝિમ, ઓટ્ટો હારાસોવિત્ઝ, ૧૯૪૪ (જર્મન ભાષામાં)]
૨૧૦.
૨૧૩. શેઠ) પ્રેમચંદ રતનજી પાસેનો ભંડાર, ભાવનગર
૨૧૪. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ [ક્ર. ૩૩ વાળો સંગ્રહ અહીં સમાવિષ્ટ. આ સંસ્થાની પ્રકાશિત હસ્તપ્રતસૂચિઓ ઃ ૧. ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલી ભા. ૧-૨, તૈયાર કરનાર અંબાલાલ બુલાખીરામ જાની (૧૯૨૩) તથા ૨. ફાર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ, તૈયાર કરનાર અંબાલાલ બુલાખીરામ જાની, શંકરપ્રસાદ છગનલાલ રાવળ (૧૯૫૬)]
૨૧૫. બહાદુરમલ બાંઠિયા સંગ્રહ / બાંઠિયા સંગ્રહ, ભીનાસર
૨૧૬. બાઈઓનો ભંડાર, ઈડર ૨૧૭. (તિ) બાલચંદ, ખામગાંવ
બાલચંદ્ર યતિનો (રામઘાટ) કાશીભંડાર, કાશી જુઓ ક્ર.
૧૭૧
Page #102
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
(મુનિ) બાલચંદ્રજી પોળ, અમદાવાદ જુઓ ક્ર. ૧૯૯
૨૧૮. બાવિજયજી
૨૧૯. બાલુભાઈ અમરચંદ જ્ઞાનભંડાર, કબૂતરખાના, વડા ચૌટા, સુરત બાંઠિયા સંગ્રહ, ભીનાસર જુઓ ક્ર. ૨૧૫
બિકાનેર બૃહદ્ જ્ઞાનભંડાર, બિકાનેર જુઓ ક્ર. ૩૩૯
સાગરચંદ્રજી સંગ્રહ, પાર્શ્વચંદ્ર ગચ્છ ઉપાશ્રય, શામળાની
૮૩
(શ્રીમદ્) બુદ્ધિસાગરસૂરિ જ્ઞાનમંદિર, સ્ટેશન રોડ, વિજાપુર જુઓ ક્ર. ૧૨૨ ૨૨૦. બૃહદ્ જ્ઞાનભંડાર, બિકાનેર [આ ભંડારમાં ક્ર. ૭, ૧૬૬, અને ૨૩૮ સંગ્રહો સમાવિષ્ટ છે.]
૨૨૧. બોટાદ જૈન પાઠશાળા, બોટાદ -
૨૨૨. બ્રિટિશ મ્યૂઝિયમ
ભક્તિવિજય ભંડાર, ભાવનગર જુઓ ક્ર. ૩૦ ૨૨૩. ભદ્રસૂરિ જ્ઞાનભંડાર, જેસલમેર
૨૨૪. ભદ્રંકરસૂરિ જૈન જ્ઞાનભંડાર, સાણંદ
(મુનિ) ભાગ્યરત્ન પાસેનો ગ્રંથભંડાર (ખેડા ભં.નં. ૨), ખેડા જુઓ ક્ર.
૬૮
૨૨૫. ભાભાપાડા વિમલગચ્છ જૈન જ્ઞાનભંડા૨ / વિમલગચ્છ જૈન જ્ઞાનભંડાર, ભાભાનો પાડો, પાટણ [આ ભંડારની હસ્તપ્રતસૂચિ : કેટલૉગ ઑવ્ ધ મૅન્યુસ્ક્રિપ્ટ્સ ઇન પાટણ જૈન ભંડારઝ પાર્ટ-૪, પ્રકા. શા. ચી. રિસર્ચ એજ્યુ. સેન્ટર, શાહીબાગ, સંકલયિતા મુનિશ્રી પુણ્યવિજયજી, અમદાવાદ] ૨૨૬. ભારતીય વિદ્યાભવન, મુંબઈ [ક્ર. ૨૦૩વાળો સંગ્રહ અહીં સમાવિષ્ટ. આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ : ડિસ્ક્રિપ્ટિવ કેટલૉગ ઑવ્ મૅન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ભારતીય વિદ્યાભવન્ઝ લાઇબ્રેરી, સંપા. એમ. બી. વારનેકર, મુંબઈ, ૧૯૮૫]
ભાવસાર શ્રાવકોથી વહીવટ કરાતા રસુલપુરાના દેરાસરનો ગ્રંથભંડાર, ખેડા જુઓ ક્ર. ૬૮
૨૨૭. ભાવહર્ષીય ખરતરગચ્છ ભંડાર, બાલોત્તરા
૨૨૮. ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પૂના [આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ : ડિસ્ક્રિપ્ટિવ કેટલૉગ ઓપ્ મેન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પૂના. આ સંસ્થામાં ક્ર. ૧૫૧વાળો સંગ્રહ સમાવિષ્ટ છે.]
૨૨૯. (શ્રી) ભુવનસૂરિ જૈન જ્ઞાનભંડાર, શાંતિનાથની પોળ, પાટણ ૨૩૦. ભો. જે. સંશોધન વિદ્યાભવન / ગુજરાત વિદ્યાસભા / ગૂજરાત વર્નાક્યુલ૨ સોસાયટી, અમદાવાદ [આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ ઃ ૧. ડિસ્ક્રિપ્ટિવ કેટલૉગ ઑવ્ ગુજરાતી, હિન્દી ઍન્ડ મરાઠી મેન્યુસ્ક્રિપ્ટ્સ
Page #103
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
ઓ બી. જે. ઈન્સ્ટિ. મ્યુઝિયમ પાર્ટ-૧, સંપા. વિધાત્રી અવિનાશ વોરા, ૧૯૮૭ ૨. કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ, તૈયાર કરનાર હીરાલાલ ત્રિ. પારેખ, ૧૯૩૦. અહીં ક્ર. ૫૪વાળો સંગ્રહ
સમાવિષ્ટ છે.] ૨૩૧. ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ, વલ્લભસ્મારક, જી.ટી. કર્નાલ રોડ, દિલ્હી ૨૩૨. (શ્રી) ભ્રાતૃચંદ્રજી જૈન જ્ઞાનભંડાર, ઠે. પાર્જચંદ્રગચ્છ જૈન ઉપાશ્રય,
બોળ લીમડા, ખંભાત ૨૩૩. મગનલાલ બેચરદાસનો ભંડાર, ભાવનગર ૨૩૪. (સ્વ.) મણિલાલ બકોરભાઈ વ્યાસનો સંગ્રહ ૨૩૫. મણિસાગરસૂરિ સંગ્રહ, કોટા
(શ્રી) મહાયશવિજય જ્ઞાનમંદિર, ગિરિરાજ સોસાયટી, પાલીતાણા ૨૩૭. (શ્રી) મહાવીર જૈન વિદ્યાલય, ઑગસ્ટ, ક્રાન્તિ માર્ગ, મુંબઈ ૨૩૮. મહિમાભક્તિ ભંડાર, બિકાનેર બૃિહદ્ જ્ઞાનભંડાર, બિકાનેરમાં સમાવિષ્ટ] ૨૩૯. (મુનિ) મહેન્દ્રવિમલજી શાસ્ત્રસંગ્રહ, દેવશાનો પાડો, અમદાવાદ હિવે
લા.દ.ભા.સુ.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૪૦. મંગલચંદ માલૂ સંગ્રહ, બિકાનેર ૨૪૧. મુનિ) મંગળવિજયજી સંગ્રહ, લવારની પોળ, અમદાવાદ હિવે લા.દ.ભા.સં.
વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૪૨. (શ્રી) માણિક્યસિંહસૂરિ જૈન જ્ઞાનભંડાર, પાટણ હિવે હે.જૈ.શા.મં.,
પાટણમાં સમાવિષ્ટ]. ૨૪૩. (શેઠ) માણેકચંદ હીરાચંદનો બંગલો, ચોપાટી દિગંબર જૈન મંદિર,
મુંબઈ (ડા. ત્રિ. પ્રશસ્તિસંગ્રહ) ૨૪૪. (સ્વ.) માણેકચંદજીએ સંગ્રહેલ સર્વજ્ઞ મહાવીર જૈન પુસ્તકભંડાર, ધોરાજી ૨૪૫. માણેકભાઈ જ્ઞાનભંડાર, કપડવંજ ૨૪૬. માણેકમુનિનો ચોપડો ૨૪૭. માણેકવિજય યતિ, ઇંદોરનો ભંડાર, ઈદોર ૨૪૮. (મુનિ, માનવિજયજી શાસ્ત્રસંગ્રહ, ડભોડા હિવે લા.દ.ભા.સં.વિ.મં,
અમદાવાદમાં સમાવિષ્ટ]. ૨૪૯. મીઠાભાઈ ગુલાબચંદ જ્ઞાનમંદિર, દલાલવાડા, કપડવંજ ૨૫૦. મકનજી સંગ્રહ / (યતિ) મુકનજીશિષ્ય જયકરણ / (યતિ) જયકરણ,
બિકાનેર ૨૫૧. (શ્રી) મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથભંડાર, શ્રીમાળીવગો, ડભોઈ ૨૫૨. મુક્તિકમલ જૈન મોહન જ્ઞાનમંદિર, જૈન ઉપાશ્રય, કોઠી પોળ, રાવપુરા,
વડોદરા
Page #104
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
રિપ૩. (શ્રી) મુક્તિચંદ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર, તંબોળી શેરી, રાધનપુર ૨૫૪. મુક્તિવિજય શાસ્ત્રસંગ્રહ, છાણી ૨પપ. મુક્તિવિમલ જ્ઞાનભંડારઅમદાવાદ ૨૫૬. મુંબઈ કોટનો ઉપાશ્રય જૈન પુસ્તકાલય / કોટ ઉપાશ્રય, મુંબઈ પર (પં.) મેઘવિજય શાસ્ત્રભંડાર, વિદ્યાશાળા, અમદાવાદ જુઓ ક. ૧૨૭ ૨૫૭. મોકમચંદ મોદીનો ભંડાર / સાગરગચ્છ જૈન જ્ઞાનભંડાર, મણિયાતી
પાડો, પાટણ [હવે હે જે.જ્ઞા.મં., પાટણમાં સમાવિષ્ટ] - મોટા મંદિરમાં આવેલો પુસ્તકભંડાર, ખેડા જુઓ ક. ૬૮ ૨૫૮. મોટા સંઘનો ભંડાર, રાજકોટ ૨૫૯. મોતીચંદ ખજાનચી સંગ્રહ ૨૬૦. મોતીબાઈ ગ્રંથભંડાર, મોતી કડિયાની ધર્મશાળા, સુખડિયા બજાર,
પાલીતાણા ૨૬૧. મોરબી સંઘનો ભંડાર, મોરબી ૨૬૨. મોરારજી વકીલ (ઊનાવાળા)નો ચોપડો, ઊના (સંભવતઃ) ૨૬૩. મોહનલાલ દલીચંદ દેશાઈનો સંગ્રહ મુંબઈ હિવે ગોડીજી જૈન જ્ઞાનમંદિર,
મુંબઈમાં આ સંગ્રહ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.] ર૬૪. મોહનલાલજી જૈન જ્ઞાનભંડાર, ઈન્દોર હવે આ.કે.શા.મં., કોબામાં
સમાવિષ્ટ ૨૬૫. (શ્રી) મોહનલાલજી જૈન જ્ઞાનભંડાર, ભૂતિયાવાસ, ગોપીપુરા, સુરત ૨૬૬. (શ્રી) મોહનલાલજી સેન્ટ્રલ લાયબ્રેરી / મોહનલાલજી જ્ઞાનભંડાર /
પાંજરાપોળ ગલી, લાલબાગ, મુંબઈ ૨૬૭. મ્યુઝિયમ લાયબ્રેરી, જોધપુર ૨૬૮. યતિના અપાસરાનો ભંડાર / (શ્રી) પૂજ્યના અપાસરાનો ભંડાર (સ્વ.)
યતિ નાનચંદજીના શિષ્ય મોહનલાલના હસ્તકનો, રાજકોટ ૨૬૯. યતિનો ભંડાર / વિવેકવિજય યતિનો ભંડાર, ઘૂમટાવાલો ઉપાશ્રય,
ઉદેપુર
૨૭૦. (આચાર્યશ્રી) યશોદેવસૂરિ મહારાજ સાહેબ, જૈન સાહિત્ય મંદિર,
પાલીતાણા ૨૭૧. (શ્રી) યશોવિજયજી ગુરુકુલ જ્ઞાનભંડાર, પાલીતાણા ૨૭૨. (શ્રી) યશોવિજયજી ગ્રંથમાળા, હેરીસ રોડ, ભાવનગર ૨૭૩. (શ્રી) યશોવિજયજી જૈન જ્ઞાનભંડાર C/o સેવંતીલાલ હિંમતલાલ ઝોટા,
ટાવરરોડ, રાધનપુર (બનાસકાંઠા) ૨૭૪. (શ્રી) યશોવિજયજી જૈન જ્ઞાનમંદિર, વિનયસભા / નવીનચંદ્ર કાંતિલાલ '11" છે, કેરી, જૈન વાગા, ડભોઈ [આ સંસ્થામાં ક. ૧૦ અને
Page #105
--------------------------------------------------------------------------
________________
26
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
૨૭૭વાળા ભંડારો સમાવિષ્ટ ૨૭૫. યશોવૃદ્ધિ જૈન બાલાશ્રમ, મહુવા આ સંસ્થામાં ક્ર. ૭૩વાળો સંગ્રહ
સમાવિષ્ટ] ૨૭અ. રત્નચંદજીનો જ્ઞાનભંડાર હરિપુરા, સુરત ૨૭૬. રત્નવિજયનો ભંડાર (હાલ અમદાવાદ ડહેલાના અપાસરાનો ભંડાર,
દોશીવાડાની પોળ, અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૭૭. (શ્રી) રંગવિજયજી શાસ્ત્રસંગ્રહ હાલ શ્રી યશોવિજયજી જૈન જ્ઞા.મં.,
ડભોઈમાં સમાવિષ્ટ] ૨૭૮. રાજકીય પુસ્તકાલય / સ્ટેટ લાયબ્રેરી, બિકાનેર ૨૭૯. રાજપુર જૈન જ્ઞાનભંડાર, નવા ડીસા ૨૮૦. રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર, જોધપુર [આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ :
રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર કે હસ્તલિખિત ગ્રંથોની સૂચી ભા. ૧-૨,
સંપા. મુનિ જિનવિજય, (૧૯૫૯, ૧૯૬૦)] ૨૮૧. રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર [આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ :
રાજસ્થાન હસ્તલિખિત ગ્રંથસૂચી ભા. ૧-૨, સંપા. મુનિ જિનવિજય
(૧૯૬૦, ૧૯૬૧)]. ૨૮૨. (શ્રી) રાજેન્દ્રસૂરિ જ્ઞાનભંડાર, રાજેન્દ્રસૂરિ ચોક, હાથીખાના, રતનપોળ,
અમદાવાદ ૨૮૩. (શ્રી) રાજેન્દ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર, C/o રાજમલ ચુનીલાલ મોદી,
વિમલનાથની પોળ, થરાદ ૨૮૪. રાજેન્દ્રસૂરિ જ્ઞાનભંડાર, ગોપીપુરા, સુરત ૨૮૫. (આચાર્યશ્રી) રામચંદ્રસૂરિજી આરાધનાભવન, આરાધનાભવન માર્ગ,
ગોપીપુર, સુરત ૨૮૬. (આચાર્યશ્રી) રામચંદ્રસૂરીશ્વરજી જૈન જ્ઞાનભંડાર, મહારાષ્ટ્રભુવન જૈન
ધર્મશાળા, તળેટી રોડ, પાલીતાણા ૨૮૭. રામલાલ સંગ્રહ, બિકાનેર આ રાયચંદ્ર સાહિત્યમંદિર, અમદાવાદ જુઓ ક્ર. ૨૦૨ ૨૮૮. (પં.) રૂપવિજયગણિ જ્ઞાનભંડાર, દોશીવાડાની પોળ, અમદાવાદ ૨૮૯. રૉયલ એશિયાટિક સોસાયટી, ટાઉન હૉલ, મુંબઈ ૨૯૦.. લક્ષ્મીદાસ સુખલાલ, સુરત ૨૯૧. (શ્રી) લબ્ધિસૂરીશ્વરજી જ્ઞાનમંદિર - ગ્રંથભંડાર, વડાલી (સાબરકાંઠા) ૨૯. (શ્રી) લાકડીઆ જૈન જ્ઞાનભંડાર C/o કાન્તિલાલ મોહનલાલ મહેતા,
- લાકડીઆ (કચ્છ) ૨૩. લાયબ્રેરી, માંડલ
Page #106
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
૮૭
૨૯૪. (શેઠ) લાલભાઈ દલપતભાઈની પેઢી, લા.દ.વંડ, પાનકોર નાકા, અમદાવાદ
હિવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ] ૨૫. (શેઠ) લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ગુજરાત
યુનિ. પાસે, અમદાવાદ [આ સંસ્થામાં નીચેના ક્રમાંકોવાળા હસ્તપ્રતભંડારો સમાવિષ્ટ થયા છે. ક્ર. ૯, ૧૫, ૧૭, ૧૯, ૨૪, ૪૨, ૩, પપ, ૫૭, ૬૮, ૮૨, ૧૪૧, ૧૪૨, ૧૪૬, ૧૬૫, ૧૭૬, ૧૮૧, ૧૯૭, ૧૯૯, ૨૦૧, ૨૦૬, ૨૩૯, ૨૪૧, ૨૪૮, ૨૯૪, ૩૦૯, ૩૧૪, ૩પર, ૩પ૩. આ સંસ્થા દ્વારા પ્રકાશિત હસ્તપ્રતસૂચિ : મુનિરાજ પુણ્યવિજયજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રતસૂચી, સંકલયિતા મુનિરાજ શ્રી પુણ્યવિજયજી,
સંપા. વિધાત્રી વોરા (૧૯૭૮)] જ લાવયવિજય મુનિનો જૈન શાળાનો ભંડાર, ખંભાત જુઓ ક્ર. ૧૨૯ ૨૯૬. (શ્રી) લાવણ્યવિજયજી જૈન જ્ઞાનભંડાર, અખી દોશીની પોળ, રાધનપુર ૨૯૭. (શ્રી) લાવણ્યસૂરિજી જૈન જ્ઞાનભંડાર, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી,
મોટું દેરાસર, અંબાજી ચોક, બોટાદ ૨૯૮. લીંચ ભંડાર, લોંચ ૨૯૯, લીંબડીનો જૈન જ્ઞાનભંડાર, લીંબડી લીંબડીના જ્ઞાનભંડારોની હસ્તપ્રતસૂચિ :
લીંબડી જૈન જ્ઞાનભંડારોની હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર, સંપા. મુનિશ્રી
ચતુરવિજય, પ્રક. શ્રીમતી આગમોદય સમિતિ, મુંબઈ, ૧૯૨૮] ૩૦૦. લીંબડીપાડા જૈન જ્ઞાનભંડાર, પાટણ હિવે હે.જે.શા.મં, પાટણમાં સમાવિષ્ટ] ૩૦૧. લુહારપોળ ઉપાશ્રયનો જૈન છે.મૂ.પૂ.સંઘ / શ્રી વિજયનીતિસૂરિ ગ્રંથભંડાર
C/o આ. મંગલપ્રભસૂરિ જ્ઞાનમંદિર, લુહારની પોળ, આસ્ટોડિયારોડ,
અમદાવાદ ૩૦૨. લેહરુભાઈ વકીલ ભંડાર, સાગર ઉપાશ્રય, પાટણ હવે હૈ.જે.શા.મં..
પાટણમાં સમાવિષ્ટ] ૩૦ર૮. વડગચ્છના શ્રી પૂજ્યજીનો જૂનો ભંડાર, ડુંગરપુર ૩૦૩. વડા ચૌટા ઉપાશ્રય / સંઘ ઉપાશ્રય, સુરત ૩૦૪. વડા ચૌટા ઉપાશ્રય મોહનવિજયસંગ્રહ, સુરત ૩૦૫. વડોદરા સેંટ્રલ લાયબ્રેરી | સેંટ્રલ લાયબ્રેરી, વડોદરા આલિસ્ટઓઈ
ભા. રમાં યાદી પ્રસિદ્ધ) ૩૦૬. (શા.) વર્ધમાન રામજી, હેમરાજ શેઠનો માળો, મુંબઈ/નલિયા (કચ્છ) ૩૦૭. વાડી પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર, પાટણ હિવે હે.જે.જ્ઞા.મં. પાટણમાં
સમાવિષ્ટ ૩૦૮. વાસુપૂજ્ય સ્વામિ જૈન જ્ઞાનભંડાર, આગ્રા હિવે આ.કે.શા.મં, કોબામાં
સમાવિષ્ટ
Page #107
--------------------------------------------------------------------------
________________
૮ટ
એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ
૩૦૯. (આ.શ્રી) વિજયક્ષાંતિસૂરિજી શાસ્ત્રસંગ્રહ, હસ્તે પં. કીર્તિમુનિજી, ગોધાવી
હિવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ) ૩૧૦. વિજયગચ્છ જૈન જ્ઞાનભંડાર, જૈન શાળા, બજાર, રાધનપુર ૩૧૧. વિજયદર્શનસૂરિ જૈન જ્ઞાનશાળા, આ.ક. પેઢી સામે, તળેટી રોડ,
પાલીતાણા ૩૧૨. (શ્રી) વિજયદાનસૂરિ શાસ્ત્રસંગ્રહ, છાણી ૩૧૩. (શ્રી) વિજયદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, ૧૫૫૧, કાલુપુર, અમદાવાદ ૩૧૪. (આ.શ્રી) વિજયદેવસૂરિજી શાસ્ત્રસંગ્રહ, ઝવેરીવાડ, અમદાવાદ હિવે
લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ. ૩૧૫. વિજયધર્મસૂરિનો ભંડાર C/o વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર, બેલનગંજ, ન આગ્રા હિવે આ.કે.શા.મં, કોબામાં સમાવિષ્ટ ૩૧૬. વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર, આગ્રા [હવે આ.કે.શા.મં., કોબામાં સમાવિષ્ટ (શ્રી) વિજયનીતિસૂરિ ગ્રંથભંડાર C/o આ. મંગલપ્રભસૂરિ જ્ઞાનમંદિર,
લુહારની પોળ, અમદાવાદ જુઓ ક. ૩૦૧ ૩૧૭. વિજયનીતિસૂરિ ભંડાર, ખંભાત [હવે જૈન શાળા, ટેકરી, ખંભાતમાં
સમાવિષ્ટ]. ૩૧૮. (આ.) વિજયનેમિસૂરિ જૈન જ્ઞાનભંડાર, સંગ્રા. તપસ્વી મુનિ શ્રી
રત્નાકરવિજયજી મહુવા ૩૧૯. (આ.) વિજયનેમિસૂરિ જૈન જ્ઞાનભંડાર, કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત ૩૨૦. (આ.) વિજયનેમિસૂરિ જૈન જ્ઞાનમંદિર, પાંજરાપોળ, રિલીફરોડ, અમદાવાદ
[તાડપત્રો ૨૨ છે] ૩૨૧. (આ.) વિજયનેમિસૂરિ જૈન જ્ઞાનમંદિર / જ્ઞાનશાળા-ભંડાર, હેમચંદ્રાચાર્ય
ચોક, ખારવાડો, ખંભાત ૩૨૨. (આ.) વિજયપ્રેમસૂરિજી જૈન જ્ઞાનભંડાર, પીંડવાડા (રાજસ્થાન) ૩૨૩. (આ.) વિજયભદ્રસૂરિ જૈન જ્ઞાનમંદિર, બજાર, રાધનપુર ૩૨૪. (આ.) વિજયલક્ષ્મીસૂરિ જ્ઞાનભંડાર, બેલનગંજ, આગ્રા ૩૨૫. (આ.) વિજયવલ્લભસૂરિ જૈન જ્ઞાનભંડાર, પાટણ હિવે હે..શા.મં.,
પાટણમાં સમાવિષ્ટ ૩૨૬. વિજયવિજ્ઞાનકસૂરસૂરિ જૈન જ્ઞાનમંદિર, ગોપીપુરા, સુરત ૩૨૭. વિજયસભા જૈન જ્ઞાનમંદિર, જૈન વાગા, ડભોઈ : ૩૨૮. વિજયસિદ્ધિ-મેઘ-મનોહરસૂરિ જૈન જ્ઞાનભંડાર, પંકજ સોસાયટી, ભટ્ટા,
અમદાવાદ ૩ર૯. વિદ્યાચંદ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર, ભિન્નમાલ (રાજસ્થાન) ૩૩૦. વિદ્યાપ્રચારિણી જૈન સભા જયપુર
Page #108
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
૮૯
૩૩૧. વિદ્યાવિજયમુનિ વિજયધર્મસૂરિશિષ્ય) ૩૩૧૮. (મુનિ) વિનયવિજયજીનો ભંડાર સંઘની દેખરેખ હેઠળનો, જામનગર ૩૩૨. વિનયસાગરજી (મહોપાધ્યાય) સંગ્રહ, કોટા ૩૩૩. વિમલભંડાર, કાળુશીની પોળ, અમદાવાદ ૩૩૩અ. વિમલગચ્છ ઉપાશ્રય ભંડાર, હાજાપટેલની પોળ ઉપાશ્રય, અમદાવાદ ૩૩૪. વિમલગચ્છ ભંડાર, વિજાપુર ૩૩પ. વિમલગચ્છ શાસ્ત્રસંગ્રહ, દેવશાનો પાડો, અમદાવાદ ૩૩૬. વિમલગચ્છનો ભંડાર, ઈડર આ વિમલગચ્છ જૈન જ્ઞાનભંડાર, ભાભાનો પાડો, પાટણ જુઓ ક. ૨૨૫ ૩૩૭. વિરમગામ સંઘ જ્ઞાનભંડાર | શ્રી જૈન સંઘ પુસ્તકભંડાર, વિરમગામ ૩૩૮. વિરમગામ લાયબ્રેરી, વિરમગામ - વિવેકવિજય થતિનો ભંડાર, ઘૂમટાવાળો ઉપાશ્રય, ઉદેપુર જુઓ ક. ૨૬૯ ૩૩૯. વિકાનેર જ્ઞાનભંડાર / જ્ઞાનભંડાર વર્ધમાન ભંડાર (?) / બિકાનેર
બૃહદ્ જ્ઞાનભંડાર, બિકાનેર ૩૪૦. વીરબાઈ પાઠશાળા, પાલીતાણા ૩૪૧. વીરબાઈ પુસ્તકાલય, શેઠ નરસી કેશવજીની ધર્મશાળા સામે, પાલીતાણા ૩૪૨. વીરવિજય ઉપાશ્રય ભંડાર, ભઠ્ઠીની પોળ, અમદાવાદ [અહીં ક્ર. ૭૫વાળો
ભંડાર સમાવિષ્ટ ૩૪૩. (શ્રી) વીરવિજય જૈન શાસ્ત્રસંગ્રહ, મોટા દેરાસર પાસે, છાણી ૩૪૪. (શ્રી) વિશા ઓશવાળ જૈન જ્ઞાનભંડાર, ટેકરી, ખંભાત ૩૪૫. (શ્રી) વીશા શ્રીમાળી જૈન જ્ઞાનભંડાર, ઠે. પાઠશાળા, ચાંદી બજાર,
જામનગર ૩૪૬. વૃદ્ધિચંદ્ર ભંડાર, ભાવનગર ૩૪૭. (ખરતરાચાર્યશ્રી) વૃદ્ધિચંદ્રજી જૈન જ્ઞાનભંડાર, પાટણ હિવે હે.જે.શા.મં.,
પાટણમાં સમાવિષ્ટ ૩૪૮. શારદાબહેન ચીમનલાલ રિસર્ચ એજ્યુકેશન સેન્ટર, શાહીબાગ, અમદાવાદ ૩૪૯. શાંતિચંદ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર, ભાભર ૩૫૦. (શ્રી) શાંતિનગર જે.મૂ.પૂ. જૈન સંઘ, શાંતિનગર, આશ્રમરોડ, અમદાવાદ ૩૫૧. (શ્રી) શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભંડાર, C/o ચંપકલાલ ભાઈલાલ
શાહ, ખંભાત ૩પ૨. (શ્રી) શાંતિસાગર જૈન ઉપાશ્રય પુસ્તક ભંડાર, દેવશાનો પાડો, અમદાવાદ
હિવે લા.દ.ભા.સં.વિ.મં, અમદાવાદમાં સમાવિષ્ટ ૩પ૩. (અધ્યા.) શિવરામ પાનાચંદ, હાજા પટેલની પોળ, અમદાવાદ હિવે
લા.દ.ભા.સં.વિ.મં, અમદાવાદમાં સમાવિષ્ટ
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૦
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
૩૫૪. શુભવીર જૈન જ્ઞાનભંડાર, પાટણ હિવે હે.જે.જ્ઞા.મં., પાટણમાં સમાવિષ્ટ] ૩૫૫. શેઠિયા ભંડાર, બિકાનેર ૩૫૬. જે. મૂ. પૂ. તપગચ્છ આરાધના ભવન ટ્રસ્ટ, પાછીઆની પોળ,
રિલીફરોડ, અમદાવાદ ૩૫૭. જે. મૂ.પૂ. તપાગચ્છ સંઘ ભંડાર, હજુર પેલેસ, વર્ધમાનનગર, રાજકોટ આ સંઘ ઉપાશ્રય, સુરત જુઓ ક્ર. ૩૦૩ જ સંઘ ભંડાર, પાલણપુર જુઓ ક. ૧૧૪
સંઘભંડાર, પાટણ જુઓ ક્ર. ૧૧૩ ૩૫૮. સંઘભંડાર, રાધનપુર ૩પ૯. સંઘભંડાર, બિકાનેર ૩૬૦. (શ્રી) સંઘ જ્ઞાનભંડાર કચ્છમાંથી આવેલો) હવે હે.જે.જ્ઞા.ભં. પાટણમાં
સમાવિષ્ટ] ૩૬૧. સંઘ હસ્તકનો ઉપાશ્રયનો ભંડાર, માંગરોલ આ સંઘનો જ્ઞાનભંડાર, વિજાપુર જુઓ ક્ર. ૧૨૨ ૩૬૨. સંઘવી[ના પાડાનો ભંડાર, પાટણ હિવે હે.જે.શા.મ., પાટણમાં સમાવિષ્ટ] ૩૬૩. (મુનિ) સંપતવિજયજી પાસે ૩૬૪. (શ્રી) સંવેગી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર, હાજાપટેલની પોળ, અમદાવાદ ૩૬૫. સાગરગચ્છ જૈન ઉપાશ્રય, તંબોળી શેરી રાધનપુર
સાગરગચ્છ જૈન જ્ઞાનભંડાર, પાટણ જુઓ ક. ૨૫૭ ૩૬૬. સાગરગચ્છ જૈન જ્ઞાનભંડાર, સાણંદ હવે આ.કે.જ્ઞા.મ., કોબામાં
સમાવિષ્ટ] ૩૬૭. સારાભાઈ નવાબ પાસે, અમદાવાદ ૩૬૮. સિદ્ધિ મુનિજી પાસે
સિનોર ભંડાર જુઓ ક. ૧૦ ૩૬૯. સીમંધર સ્વામી જૈન સંઘ ભંડાર, તાળાવાળા પોળ, નાણાવટ, સુરત
- હિવે આ.કૅ.શા.મં, કોબામાં સમાવિષ્ટ ૩૭૦. સુદર્શનસૂરિ જ્ઞાનભંડાર, ડોળિયા જ (શેઠ) સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા, દોશીવાડાની પોળ, અમદાવાદ
જુઓ ક. ૧૨૭ ૩૭૧. સુબોધસાગરસૂરિ જૈન જ્ઞાનભંડાર, જૂના ડીસા ૩૭૨. સુબોધસાગરસૂરિ જ્ઞાનભંડાર, સાણંદ (મુનિ) સુભદ્રવિજયજી સંગ્રહ, ડહેલા ઉપાશ્રય, અમદાવાદ જુઓ ક્ર. ૯
હિવે લા.દ.ભા.સં.વિ.મ., અમદાવાદમાં સમાવિષ્ટ ૩૭૩. સુમતિરત્ન જૈન લાયબ્રેરી, ખેડા
Page #110
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ
૩૬૪. (તિ) સુમેરમલ, ભીનાસર
૩૬૫, સુત નં. ગૌજી વિહંસ દીપહંસજી, છાપરિયા શેરી. મુક્ત ૩૬૬. (આ.શ્રી) સુરેન્દ્રસૂરીશ્વર જૈન તત્ત્વ જ્ઞાનશાળા, પટણીની ખડકી,
અમદાવાદ
૩૬૬. (પતિ) સૂર્યમલનો સંગ્રહ, કલકત્તા
૩૭૮. (શ્રી) સૂર્યોદયસાગર જૈન જ્ઞાનમંદિર, ક્ષત્રિયવાડ, કપડવંજ
.
સેન્ટ્રલ લાયબ્રેરી, વડોદરા જુઓ ક્ર. ૩૦૫
સ્ટેટ લાયબ્રેરી, બિકાનેર જુઓ ક્ર. ૨૦૮
૩૬૮અ. સ્થાનકવાસીનો ભંડાર / છોટાલાલજી મહારાજનો ભંડાર, સગરામપુરા,
૯૧
સુરત
૩૬૯. હજી જૈનશાળા જ્ઞાનભંડાર, જામનગર
૩૮૦. (મુનિ) હિરસાગરસંગ્રહ / રિસાગરસૂરિ પાસે, બિકાનેર
૩૮૧. હંસવિજય પંન્યાસનો ભંડાર શાસ્ત્રસંગ્રહ, ઠે. આત્માનંદ જૈન જ્ઞાનમંદિર, નરસિંહની પોળ, વડોદરા
(શેઠ) હાલાભાઈ મગનલાલ જ્યાં રહેતા હતા તે, ફોલિયાવાડ, પાટણ જુઓ ક્ર. ૧૧૩
૩૮૨. (યતિશ્રી) હિમ્મતવિજયજી જૈન જ્ઞાનભંડાર, પાટણ હવે હે.જે.શા.મં., પાટણમાં સમાવિષ્ટ]
૩૮૩. (આ.શ્રી) હીરસૂરીશ્વરજી જૈન જ્ઞાનભંડાર C/o નવીનભાઈ દોશી, પથ્થર સડક, પાલનપુર
૩૮૪. (આ.શ્રી) હીરસૂરીશ્વરજી જૈન જ્ઞાનભંડાર, સાંચોર (રાજસ્થાન) ૩૮૫. હુકમમુનિ જૈન જ્ઞાનભંડાર, ગોપીપુરા, મેઈન રોડ, સુરત ૩૮૬. શ્રી) હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ [આ સંસ્થામાં નીચેના ક્રમાંકોવાળા હસ્તપ્રતભંડારો સમાવિષ્ટ થયા છે : ૪. ૪, ૬૯, ૧૧૩, ૧૫૪, ૨૦૫, ૨૦, ૨૪૨, ૨૫૭, ૩૦૦, ૩૦૨, ૩૦૭, ૩૨૫, ૩૪૭, ૩૫૪, ૩૬૦, ૩૬૨, ૩૮૨. આ સંસ્થાની હસ્તપ્રતસૂચિ ઃ કેટલાંગ વ્ ધ મેન્યૂસ્ક્રિપ્ટ્સ ઇન પાટણ જૈન ભંડારઝ પાર્ટ ૧-૨-૩, સંકલિયતા મુનિશ્રી પુણ્યવિજયજી, સંપા. મુનિ. જંબૂવિજયજી ૧૯૯૧, પ્રકા. શા. ચી. રિસર્ચ એજ્યુ. સેન્ટર, શાહીબાગ, અમદાવાદ]
૩૮૬. હોશિયારપુર ભંડાર, હોશિયારપુર
Page #111
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
હસ્તપ્રતભંડારો/જ્ઞાનમંદિરોની ગામવાર સૂચિ
અજીમગંજ : ક. ૧૬, ૧૦૧ કોટા : ક. ૨૪, ૨૫, ૩૨ અમદાવાદ : ક્ર. ૯, ૨૪, , ૪, કોડાય : ક. ૨૫
, પ૮. પ૫, ધ9. ૮૪, ૯૬, કોબા : ક્ર. ૧૨ ૯૬, ૧૦૮, ૧૨૫, ૧૨, ૧૨૮, ખંભાત : ક. ૪૧, ૧૨૯, ૧૪૫, ૧૮૬. ૧૬ ૨, ૧૮૧, ૧૮૮, ૧૯, ૨૩ર. ૩૧, ૩૧, ૩૪૮, ૧૯૨, ૧૯, ૧૯૯, ૨૨, ૩૫૧ ૨૩૦, ૨૯, ૨૪૧, રપપ, ખામગાંવ : ક. ૨૧ ૨૮૨, ૨૮૮, ૨૯૪, ૨૯૫, ખેડા : ક્ર. ૬૮, ૧૪૮, ૩99 ૩૮૧, ૧૨, ૩૧૪, ૨૨૮, ગારિયાધર : ક. 90 ૩૨૮, ૩૨૩, ૩૨૪, ૩૩પ, ગોધરા : ક. ૧૧૮ ઉ૪૨, ૧૪૮, ૩૫૦, ઉપર, ગોધાવી : ક. ૧૩૪, ૩૮૯ ઉપર, ૩પ૬, ૩૬,૪, ૩૨૩, ગોંડલ : ક્ર. ૮૧ ૩૦૬
ઘોઘા : ક્ર. ૮૨, ૨૦૬ અલવર : ક. ૧૨
ચાણસ્મા : ક. ૮૭, ૧૮૬ અંજાર : ક્ર. ૧૧,
છાણી : ક્ર. ૨૧, ૨૦૯, ૨૫૪, ૩૧૨, આગ્રા : ક્ર. ૮૯, ૩૦૮, ૩૧૫, ૩૧૬, ૩૪૨ - ૩૨૪
જયપુર : ક. ૩૧, ૧૬૯, ૧૦૮, ૧૯૪, આદરિયાણા : ક. ૧૬૪ આમોદ : ક્ર. ૮૫
જામનગર : ક્ર. ૧૪, 9૧, ૧પ૦, ઇન્દોર : ક. ૨૪૬, ૨૬૪
૧૫૨, ૧૭૫, ૩૩૧૫, ૩૪પ, ઈડર : ક. ૨૬, ૨૯, ૩૭, ૮૦, ૩૭૯ ૧૬ ૭, ૨૧૬, ૩૩૬
જાફરા: ક. ૧૮૯ ઉજ્જૈન ક્ર. ૮૬
જાલોર : કે. પ૩ ઉત્કંઠેશ્વર : ક. ૩૯
જીરા : ક્ર. ૧૯૫ ઉદયપુર : ક. ૩૪, ૮, ૯૪, ૨૯ સલમેર : ક. ૧૧૫, ૨૨૩ ઉંઝા : ક. ૪૧
જોધપુર : ક. ૧૦૦, ૨૬૭, ૨૮૦, ઊના ૯ ક. ૨૬૨
૨૮૧ કપડવંજ : ક્ર. ૮, ૧૩, ૨૪૫, ૨૪૯, ઝઘડિયા : ક્ર. ૧૨૪ 39૮
ઝીંઝુવાડા : ક. ૪૦ કલકત્તા : ક્ર. ૫૦, ૫૧, ૨, ૩99 ડભોઈ ક્ર. ૧૦૨, રપ૧, ૨૩૪, કાશી : ક્ર. ૬૬, ૯૨, ૧૧
૩ર૭ કુશળગઢ (મ.પ્ર.) : ક્ર. ૧૮૮૪ - ડભોડા : ક. ૨૪૮
Page #112
--------------------------------------------------------------------------
________________
હસ્તપ્રતભંડારો/જ્ઞાનમંદિરોની સૂચિ
ડીસા (જૂના) : ક્ર. ૪૪, ૩૭૧ ડીસા (નવા) ક્ર. ૧૮૩, ૨૭૯ ડુંગરપુર : ક્ર. ૩૦૨૨ ડોળિયા ઃ
*. ૩૭૦
થરાદ : ક્ર. ૨૮૩
દરામરા : ૩. ૧૪૧
સાડા : કે.
દિલ્હી : ક્ર.
૧૬૫
૨૩૧
દ્વારકા : ક.
૩૫
ધાનેરા ક્ર. ૧૮૦
:
ધોરાજી : ક્ર. ૨૪૪
ધોળકા : ક્ર.
૧૬૦
ધ્રાંગધ્રા : ક્ર.
૧૩૮
નડિયાદ : ક્ર. ૧૪૭ નલિયા (કચ્છ) ૬. ૩૦૬ નાગૌર ક્ર. ૧૫૬, ૧૫૭ પાટડી ઃ ક્ર. ૧૯૬
પાટણ : *.
પાલીતાણા : ક્ર. ૧૭, ૨૦, ૪૮, ૧૦૧,
૧૭૬, ૨૩૬, ૨૬૦, ૨૭૦, ૨૭૧, ૨૮૬, ૩૧૧, ૩૪૦, ૩૪૧
પાલી : ક્ર. ૧૭૩
પાવાગઢ : ક. ૩૬ પીંડવાડા : ક્ર. ૩૨૨ પૂના ઃ ૬. ૧૫૧, ૨૨૮ બાલાપુર : ક્ર. ૯૦
બાલોત્તરા : ક્ર. ૨૨૭
બિકાનેર : ક્ર. ૧, ૨, ૭, ૨૨, ૫૮,
૧૦૯,
૧૬૬,
૫૯, ૯૫, ૯૮, ૧૦૪, ૧૧૦, ૧૨૬, ૧૫૩, ૧૮૨, ૨૦૪, ૨૨૦, ૨૪૦, ૨૫૦,
૨૩૮,
૨૭૮, ૨૮૭,
૩૩૯, ૩૫૫, ૩૫૯, ૩૮૦,
બોટાદ : ક્ર. ૨૨૧, ૨૯૭ બોરસદ : ક્ર.
૩૨
ભચાઉ : ક્ર. ૧૧, ૧૦૩, ૧૩૬
ભરૂચ : ક્ર. ૧૪૨
ભાભર : *. ૩૪૯
૧૦૦, ૧૬૩,
૪, ૬૦, ૬૯, ૧૧૩, ૧૪૦, ૧૫૪, ૨૦૫, ૨૦૭, ૨૨૫, ૨૪૨, ૨૫૭, ૩૦૦, ૩૦૨, ૩૦૭, ૩૨૫, ૩૪૭, ૩૫૪,
૨૨૯,
૩૬૨, ૩૮૨, ૩૮૬
માંડલ : ક્ર. ૧૫, ૨૯૩
પાલનપુર ૬. ૧૧૪, ૧૪૬, ૧૫૫, મુંબઈઃ ક્ર. ૫, ૧૮, ૨૮, ૩૩, ૪૫,
:
૧૮૪, ૩૮૩
૭૭, ૧૦૫, ૧૧૨, ૧૨૦, ૧૩૨, ૧૪૩, ૧૭૦, ૧૮૫, ૨૦૩, ૨૧૪, ૨૨૬, ૨૩૭, ૨૪૩, ૨૫૬, ૨૬૩, ૨૬૬, ૨૮૯, ૩૦૬
૯૩
ભાવનગર : છૅ. ૩૦, ૫૬, ૯૯, ૧૨૩, ૨૧૩, ૨૩૩, ૨૭૨, ૩૪૬ ભિન્નમાલ : ક્ર. ૩૨૯
ભીનાસર : ક્ર. ૨૧૫, ૩૭૪
ભુજ : ૪. ૧૩૭
મહુડી : ક્ર.
૧૨૧
મહુવા ઃ ૬. ૧૫૮, ૨૭૫, ૩૧૮ મહેસાણા : ક્ર. ૬૩, ૧૩૧
માણસા ઃ ક્ર. ૧૩૩ માંગરોલ : ક્ર. ૩૬૧
મોરબી ક્ર. ૨૬૧
:
રાજકોટ ક્ર. ૭૬, ૨૧૧, ૨૫૮, ૨૬૮,
૩૫૭
રાધનપુર : ક્ર. ૨૫૩, ૨૭૩, ૨૯૬, ૩૧૦, ૩૨૩, ૩૫૮, ૩૬૫
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૪
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
લંડનઃ ક. ૩૪
સુરત : ક્ર. ૨૩, ૪૩, ૯૧, ૯૩, લાકડીઆ : ક્ર. ૨૯૨
૧૦૬, ૧૧૧, ૧૧૬, ૧૧૯, લીંચ : ક્ર. ૨૯૮
૧૪૪, ૧૪૯, ૧૬૮, ૧૭૪, લીંબડી : ક. ૩, ૨૫, ૭૯, ૨૯૯ ૧૭૯, ૧૮૩૮, ૧૯૦, ૧૯૮, વડાલી : ક. ૨૯૧
૨૧૯, ૨૬૫, ૨૭૫૪, ૨૮૪, વડોદરાઃ ક. ૧૯, ૨૦૮, ૨૧૦, ૨૫૨,] ૨૮૫, ૨૯૦, ૩૦૩, ૩૦૪, ૩૦૫, ૩૮૧
૩૧૯, ૩૨૬, ૩૬૯, ૩૭૫, વઢવાણ : ક્ર. ૬૧
૩૭૮અ, ૩૮૫ વલાદ : ક્ર. ૧૩પ
સુરેન્દ્રનગરઃ ક. ૨૬ વાવ : ક. ૧૧૭
હોશિયારપુરઃ ક. ૩૮૭ વાંકાનેર : ક્ર. ૧૩૯ વિજાપુર : ક. ૧૨૨, ૧૩૦, ૧૩૪ | અજ્ઞાત ગામો : ક્ર. ૬, ૪૯, ૫૨. વિરમગામ : ક. ૨૦૦, ૩૩૭, ૩૩૮ ૬૭, ૭૩, ૭૫, ૮૩, ૮૮, શિવગંજ : . ૧૭૨
૧૫૯, ૧૬૧, ૨૦૧, ૨૧૨, સાણંદ : ક. ૨૨૪, ૩૬૬, ૩૭૨
૨૧૮, ૨૨૨, ૨૩૪, ૨૪૬, સાંચોર : ક. ૩૮૪
૨૫૯, ૨૭૬, ૨૭૭, ૩૩૧, સાંતલપુર : ક. ૩૮
૩૬૦, ૩૬૩, ૩૬૮ સિનોર : ક. ૧૦
Page #114
--------------------------------------------------------------------------
________________
સાતસો વર્ષના સાહિત્યનો વિશાળ, વીગતપ્રચુર ને આંખ ઉઘાડનારો
દસ્તાવેજ રજૂ કરતો મહામૂલો મહાભારત સંદર્ભગ્રંથ જૈન ગૂર્જર કવિઓ
સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેસાઈ
સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિના
સંપાદક જયંત કોઠારી
વિક છે. આ
પ્રકાશક
શ્રી મહાવીર જૈન વિદ્યાલય
કરી શકશે
મુંબઈ
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિ
પ્રથમ ભાગ વિક્રમના તેરમા શતકથી તે સત્તરમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી જૂની ગુજરાતી ભાષાનો ઈતિહાસ” એ વિસ્તૃત પ્રસ્તાવના સમેત
પૃ.૨૪+૩૨૦૬૫૬, ૧૯૨૬, કિં.રૂ.૫
બીજો ભાગ વિક્રમના અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની
તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી જૈન કથાનામકોશ” “જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ”
તથા “રાજાવલી' સમેત પૃ.૨૪+૮૨૨, ૧૯૩૧, કિં.રૂ.૩
ત્રીજો ભાગ (ખંડ ૧) વિક્રમ ઓગણીસમા અને વીસમા શતકના અને પૂર્વે નહીં પ્રકટેલા ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી
પૃ.૪+૧૦૯૨, ૧૯૪૪, કિં.રૂ.૫
ત્રીજો ભાગ (ખંડ ૨) વિક્રમના ઓગણીસમા તથા વીસમા શતકના તથા પૂર્વે નહીં પ્રકટેલા ગુજરાતી ભાષાના જૈન કવિઓની સૂચી (ખંડ ૧થી ચાલુ)
દેશીઓની અનુક્રમણિકા” “જૈનેતર કવિઓ” અને જૈન ગચ્છોની ગુપટ્ટાવલીઓ (વધુ)' સમેત
પૃ.૪+૧૨૪૮, ૧૯૪૪, કિં.રૂ.૫
:
Page #116
--------------------------------------------------------------------------
________________
:
:
બીજી આવૃત્તિ
ભાગ ૧ વિક્રમ બારમા શતકથી સોળમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી
પૃ.૬૪+૫૦૮, ૧૯૮૬, કિં.રૂ.૧૦૦
ભાગ ૨ તથા ૩ વિક્રમ સત્તરમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી પૃ.૧૬+૪૦૪ તથા ૧૪+૩૯૫, ૧૯૮૦, કિં.રૂ.૭૫ તથા ૭૫
ભાગ ૪ તથા ૫ વિક્રમ અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી પૃ.૧૬+૪૬૪ તથા ૧૨+૪૩૭, ૧૯૮૮, કિં.રૂ.૯૦ તથા ૯૦
ભાગ ૬ વિક્રમ ઓગણીસમા તથા વીસમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચી તથા જૈન ભંડારોમાંથી પ્રાપ્ત થયેલી જૈનેતર કૃતિઓની સૂચી
પૃ.૧૬+૫૭૯, ૧૯૮૯, ર્કિ.રૂ.૧૦૦.
ભાગ ૭.
ભા.૧થી ૬માં રજૂ થયેલી સામગ્રીમાં આવેલા કર્તાઓ, કૃતિઓ, વ્યક્તિઓ, વંશગોત્રો, સ્થળો વગેરેનાં નામોની વર્ણાનુક્રમણીઓ તથા કૃતિઓની સંવતવાર અનુક્રમણિકા પૃ.૧૬+૮૫૪, ૧૯૯૧, કિં.રૂ.૨૨૦
ભાગ ૮ પૂરક સામગ્રી ખંડ ૧ : દેશીઓની અનુક્રમણિકા તથા જૈન કથાનામકોશ
પૃ.૮+૩૫૬, ૧૯૯૭, કિં.રૂ.૧૬૦
ભાગ ૧ પૂરક સામગ્રી ખંડ ૨ : જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ તથા રાજાવલી
પૃ.૧૦૩૭૪, ૧૯૯૭, કિં.રૂ.૧૬૦
ભાગ ૧૦. પૂરક સામગ્રી ખંડ ૩ : જૂની ગુજરાતી ભાષાની
પૂર્વપરંપરા અને અપભ્રંશનો ઇતિહાસ પૃ.૧૪+૨૪૨, ૧૯૯૦, કિં.રૂ.૧૨૦
Page #117
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ'નો બાદશાહી ખજાનો
એટલે
૧૪૦૦ ઉપરાંત જૈન કવિઓ અને એમની ૫૦૦૦ ઉપરાંત કૃતિઓની આવશ્યક માહિતી સાથે નોંધ
૮૦ ઉપરાંત જૈનેતર કવિઓ ને તેમની ૧૦૦ જેટલી કૃતિઓની નોંધ કૃતિઓના આરંભ-અંતના વિસ્તૃત ઉતારા ને એમાંથી પ્રાપ્ત થતી ઐતિહાસિક માહિતી
કૃતિઓની અસંખ્ય હસ્તપ્રતોનો એમનાં પ્રાપ્તિસ્થાનોની માહિતી સાથે નિર્દેશ અને પુષ્પિકાઓની નોંધ
આ નોંધો માટે ૪૦૦ જેટલા હસ્તપ્રતસંગ્રહો અને અન્ય સાધનોનો ઉપયોગ કવિઓની કાલાનુક્રમિક રજૂઆતથી ઊપસતું ઐતિહાસિક સાહિત્યવિકાસનું ચિત્ર
વર્ણાનુક્રમણીમાં કર્તા-કૃતિનામો ઉપરાંત ૮૦૦૦થી વધુ વ્યક્તિનામો, ૨૦૦થી વધુ વંશગોત્રાદિનાં નામો,
૧૭૦૦થી વધુ સ્થળનામો, ૨૫૦થી વધુ સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓનાં નામો, લહિયાઓનાં નામો વગેરેનો સમાવેશ
કૃતિનામોની સળંગ વર્ણાનુક્રમણી ઉપરાંત વર્ગીકૃત વર્ણાનુક્રમણી તથા પ્રકારનામોની યાદી વગેરે
સાધુનામો ગચ્છ અને ગુરુનામના નિર્દેશ સાથે
આ બધાં દ્વારા ઊઘડતું મધ્યકાલીન સાહિત્યસંસાર અને જનસમાજનું એક અજબ ચિત્ર
૩૦૦૦ જેટલી દેશીઓની એનાં પ્રયોગસ્થાનોના નિર્દેશપૂર્વક વર્ણાનુક્રમિક સૂચિ ૫૦૦ ઉપરાંત કથાનામોનો એના આધારગ્રંથોના નિર્દેશ સાથે વર્ણાનુક્રમિક કોશ
૨૦ જેટલા જૈન ગચ્છો ને એની ૭૦ જેટલી શાખાઓની પાટપરંપરા આચાર્યોની પ્રાપ્ય જીવનવિષયક માહિતી સાથે
મહાવીરનિર્વાણથી ગુજરાતના સુલતાનો સુધીની રાજવંશાવલી
આ બન્નેમાં મળતાં વ્યક્તિનામો, ગચ્છનામો, વંશગોત્રાદિનાં નામો, સ્થળનામો તથા કૃતિનામોની વિસ્તૃત વર્ણાનુક્રમણી
ગુજરાતીની પૂર્વપરંપરા લેખે અપભ્રંશ સાહિત્યનો ઇતિહાસ કર્તાઓ અને કૃતિઓના સદૃષ્ટાંત પરિચય સાથે એમાંનાં કૃર્તા-કૃતિઓ અને અન્ય વ્યક્તિામોની વર્ણાનુક્રમણીઓ
Page #118
--------------------------------------------------------------------------
________________
નવી આવૃત્તિ હવે અનિવાર્ય
કેમકે જૂની સામગ્રીમાંથી અનેક અશુદ્ધિઓ દૂર કરવામાં આવી છે તેથી કર્તાનામ, કૃતિના રચ્યા સંવત આદિ ઘણી માહિતીમાં ફેરફાર થયો છે કૃતિઓ પરત્વે મુદ્રિત હસ્તપ્રતસૂચીઓના તથા પ્રકાશનના સંદર્ભો
ઉમેરવામાં આવ્યા છે દરેક કવિની કૃતિઓની નોંધ એક સ્થાને સંકલિત કરી લેવામાં આવી છે પૂર્તિઓમાં વહેંચાયેલી સામગ્રીને એકસાથે લાવી દઈને અખંડ
કાલાનુક્રમિક વ્યવસ્થા નિપજાવવામાં આવી છે. “જૈન મરગુર્જર કવિ ઔર ઉનકી રચનાઓં, “કેટલોગ ધ ગુજરાતી એન્ડ રાજસ્થાની મેન્યૂસ્કિટ્સ ઇન ધ ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરી” તથા “જૈન હાન્ડશિપ્ટેન પ્રોઇસિરોન સ્ટાર્સબિબ્લિઓથેક
(પ્રશિયન સ્ટેટ લાયબ્રેરીની હસ્તપ્રતસૂચી) – એ વર્ણનાત્મક સૂચીઓમાંથી નવા કર્તાઓ અને કૃતિની માહિતી આમેજ કરવામાં
આવી છે આખીયે સામગ્રીની કૃતિઓની વર્ણાનુક્રમણી સળંગ તેમજ વર્ગીકૃત આપવામાં આવી છે (પહેલી આવૃત્તિના જુદાજુદા ભાગોમાં જુદાજુદા
પ્રકારની સૂચી હતી) આખીયે સામગ્રીની સ્થળનામસૂચી આપવામાં આવી છે (પહેલી
આવૃત્તિમાં ત્રીજા ભાગમાં જ આવી સૂચી હતી) વ્યક્તિનામસૂચી, સંસ્કૃત-પ્રાકૃતાદિ કૃતિનામોની સૂચી અને લહિયાઓનાં
નામોની સૂચી નવી જ કરવામાં આવી છે સંવતવાર અનુક્રમણિકા આખીયે સામગ્રીની આપવામાં આવી છે
(પહેલી આવૃત્તિમાં એ પહેલા બે ભાગમાં જ હતી). શુદ્ધિવૃત્તિનો પ્રયાસ સતત ને સઘનતાથી ચાલ્યો છે ને બીજી આવૃત્તિને
અંતે પણ ૫૦ ઉપરાંત પાનાંની સંકલિત શુદ્ધિવૃદ્ધિ આપી છે ગુરુપટ્ટાવલીઓ, રાજાવલી અને અપભ્રંશ સાહિત્યની માહિતી ઘણા
ઉમેરા સાથે અદ્યતન કરી લેવામાં આવી છે દેશી સૂચી અને કથાનાયકોશમાં પણ ઘણી સામગ્રી ઉમેરવામાં આવી છે
WWW.jainelibrary.org
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિ વિશેના અભિપ્રાયો
મોહનભાઈ જો ન જન્મ્યા હોત ' આ ગૌરવભરેલા ગ્રંથના “સંપ્રયોજક શ્રીયુત મોહનલાલ દ. દેશાઈ આ વિષયમાં અમારા સમવ્યસની અને સમસ્વભાવી ચિરમિત્ર છે. જૈન સાહિત્ય અને જૈન ઈતિહાસના પરિશીલનનો તેમને ઘણો જૂનો રોગ છે. જે વખતે અમને કલમેય ઝાલતાં નહોતી આવડતી તે વખતના એ જૈન ઇતિહાસ અને જૈન સાહિત્યના વિચારઘેલા અને અનન્ય આશક બનેલા છે. આ યુગના જૈન વ્યવસાયી ગૃહસ્થોમાં મોહનભાઈ જૂના જૈન સાહિત્યના અભ્યાસી તરીકે સર્વાગ્ર છે એમ જો કહીએ તો તેમાં જરાયે અમને અતિશયોક્તિ નથી લાગતી. ક્યાં તો વકીલાતનો વહેતો ધંધો અને ક્યાં આ અખંડ સાહિત્યસેવા ! કેવળ સાહિત્યપ્રવૃત્તિ એ જ જેમના જીવનનિર્વાહ ખાસ ઉપાય હોય અને એ જ જાતનું જીવન-જીવવા માટે જેઓ સરજાયા હોય તેવા પુરુષો પણ, જે કાર્ય મોહનભાઈએ કરી બતાવ્યું છે તે કરી બતાવવા ભાગ્યે જ ભાગ્યશાળી નીવડે છે. મોહનભાઈ જો ન જન્મ્યા હોત તો કદાચ જૈન ગૂર્જર કવિઓની ઝાંખી કરવા જગતને ૨૧મી સદીની વાટ જરૂર જોવી પડત. જૈન સાહિત્ય સંશોધક
જિનવિજય ફાલ્ગન સં.૧૯૮૩
આચાર્ય, ગુજરાત પુરાતત્ત્વ મંદિર
આવી સેવા બજાવનાર કોઈ નથી કોન્ફરન્સ એ પુસ્તક બહાર પાડી પરમ ઉત્સાહી સંશોધક મોહનલાલ દલીચંદ દેશાઈએ અંતરના ઉમંગથી લીધેલા પરિશ્રમની કદર કરી છે અને ગુજરાતી જૈન સાહિત્ય વિશે માહિતી સર્વસુલભ કરી ગુજરાતી સાહિત્યના અભ્યાસને અપૂર્વ અનુકૂળતા પૂરી પાડી છે. મહાભારત, રામાયણ અને પુરાણના આધારનું ગુજરાતી સાહિત્ય ચૌટેચકલે ગવાતું હતું. પરંતુ પુષ્ટિમાર્ગીય, સત્સંગી અને જૈન સાહિત્ય મંદિર અને ઉપાશ્રયમાં જ તેની પવિત્રતાની સુવાસ ફેલાવતું હતું. આ કારણથી ઈતર પંથ અને ધર્મની જાણ બહાર તે અત્યાર સુધી રહ્યું છે. આ સૂચિથી તે સંબંધી અજ્ઞાન ઘણે દરજે દૂર થશે.
તમે જૈન ગુજરાતી સાહિત્યની જેવી સેવા બજાવી છે તેવી જૈનેતર ગુજરાતી સાહિત્યની સેવા બજાવનાર કોઈ નથી. તા.૨૫–૧૧–૧૯૨૬
કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
મારા સામર્થ્યની બહાર આવા આકરગ્રંથનું અવલોકન લખવું એ મારા જેવાના સામર્થ્યની બહાર છે. તા.૯-૮-૧૯૩૧
નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા
સંગ્રહગ્રંથની કિંમત મોટી આ ગ્રંથ તેમની અથાગ મહેનતના ફળરૂપ છે. ગ્રંથના પ્રારંભમાં ૩૨૦ પૃષ્ઠનો જૂની ! ગુજરાતી ભાષાનો ઇતિહાસ આપેલો છે જે આપણી ભાષાના ઇતિહાસમાં મૂલ્યવાન ઉમેરો
Page #120
--------------------------------------------------------------------------
________________
ગણાવો જોઈએ. આ ગ્રંથ સ્વતંત્ર પુસ્તક તરીકે પણ બહાર પાડ્યો હોત તો સારું એમ પણ લાગે છે.
સંગ્રહની ગણના મૌલિક ગ્રંથથી ઊતરતી કરાય છે પણ આવા શાસ્ત્રીય સંપાદનની કિંમત સાહિત્યમાં ઘણી મોટી છે અને તેની મહેનત તો તે પ્રકારનું કામ કર્યું હોય તે જ સમજે છે. પ્રસ્થાન, દીપોત્સવી અંક ૧૯૮૩
રામનારાયણ વિ. પાઠક
Treasure House of Old Poems This is a treasure house of old poems written by Jain poets in Gujarati. The collection is the result of Mr. Desai's persistence and assiduity as he had left hardly a Jain bhandar unexplored. We congratulate him for his magnum opus. Modern Review, Jan. 27, 1927
K. M. Jhaveri
Liguists Owe a Debt of Gratitude
As regards the Introduction I have formed a very high opinion of the scholarship of Mr. M. D. Desai and can say that the world of liguists owe him a debt of gratitude for his effort in presenting in a systematic form the part played by the Jain poets in making of modern and ancient Gujarati. Dt.15–7–1931
Dr. P. L. Vaidya
A Wonder to Stare at The publication is the most monumental bibliographical work... He says that so many collections of Mss. in private possessions of priests remain to be examined. If all this booty be gathered, what a vast literature will be revealed! It would be really a wonder to stare at. 'Origin and Nature of the
Madhusudan Chimalal Modi Dialect called Apabhramsha'
A book for the Book-makers Your book is really a book for the book-makers. Dt.17–2–1927
Nanalal Chimanlal Mehta
એક જ પુસ્તક પૂરતું પ્રાચીન ગુજરાતી સાહિત્યની શ્રીવૃદ્ધિ મોટે ભાગે જૈનોને જ આભારી છે' એ સત્યને બહાર લાવવામાં ર. દેશાઈનું આ એક જ પુસ્તક પૂરતું છે. તા.૫-૮-૧૯૨૭
પં. હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠ
Page #121
--------------------------------------------------------------------------
________________
રેફરન્સ - તત્ત્વદર્શી સૂચક આકરગ્રંથ રા.રા. મોહનલાલ દલીચંદ દેશાઈએ પ્રાચીન જૈન સાહિત્યરૂપી અત્યાર સુધી અપ્રકાશિત રહેલી રત્નખાણમાંથી મહાન અનેક મૂલ્યવંતાં કવિરત્નોનો પરિચય કરાવ્યો છે. વળી તેમણે આ ગ્રંથ સાથે જૂની ગુજરાતી ભાષાનો વિશાળ અને સર્વગ્રાહી ઇતિહાસ આલેખ્યો છે. અને તે માટે જરૂરી સામગ્રી અને સાધનો એકઠાં કરવામાં વિશેષ બુદ્ધિપરિશ્રમ પણ કર્યો છે. તેમ તેમણે સાથેસાથે આ ગ્રંથ “રેફરન્સ' તત્ત્વદર્શી સૂચક આકરગ્રંથ તરીકે અભ્યાસકો તેમજ પર્યેષકોને પણ ઉપયોગી થઈ શકે તે સારુ તેના અંતભાગમાં વિવિધ સૂચિઓ અને અનુક્રમણિકાઓ અને આરંભમાં પણ વિસ્તૃત વિષયાનુક્રમણી સંયુક્ત કરી છે. ગુજરાતી, તા.૫-૮-૧૯૨૭
અંબાલાલ બુલાખીરામ જાની
સંયોજન અને સંવિધાનપૂર્વકનો ગ્રંથ જુઓ સાક્ષરશ્રી મોહનલાલ દલીચંદે સંયોજન તેમજ સંવિધાનપુરઃસર રચી પ્રકટ કરેલો મહાભારત સૂચિગ્રંથ “જૈન ગૂર્જર કવિઓ'. હરિલીલા ષોડશકલા', ઉપોદ્ઘાત
અંબાલાલ બુલાખીરામ જાની
અનંત પૈર્ય મૌટું દળદાર વૉલ્યુમ નિહાળી હું તો દંગ જ થઈ ગયો. આપની ધીરજને ખરેખર ધન્યવાદ ઘટે છે. સાહિત્ય એક સાધના છે. તેમાં અનંત પૈર્ય કેટલું આવશ્યક છે તે તમારા આ પ્રકાશન પરથી સમજાય છે. તા.૧૮-૧૨–૧૯૩૧
સુશીલ
અંધારી ગુફામાં મશાલ લઈ જનાર જૈન સાહિત્યકારોએ ગૂર્જરી વાણીની શી-શી સેવા કરી તેની આજ પ્રતીતિ પડે છે. નરસિંહ મહેતાની પૂર્વે પણ પાંચછ સદીઓ સુધી ગુર્જર સાહિત્યનું ગૌરવ, મધપૂડામાં મધ પૂરતી મધમાખીઓની માફક પુષ્કળ જૈન કવિઓ સંઘરી રહ્યા હતા – અને તે કેવળ એક જ દિશામાં નહીં, ઈતિહાસ, વાર્તા, કાવ્યો, સુભાષિતો, અલંકારશાસ્ત્રો અને કઠોર વ્યાકરણ : એવી સર્વદશીય સાહિત્યઆરાધનામાં સાધુઓ સુધ્ધાં શામિલ હતા. પાંચ સદીઓની આ અંધારી ગુફામાં મશાલ લઈ જવાનો યશ રા. મોહનલાલ દલીચંદ દેશાઈને મળે છે. સૌરાષ્ટ્ર, તા.પ-ર-૧૯૨૭
દિ
:
હકીકતની ખાણ તમારી વિસ્તૃત પ્રસ્તાવના જૂની ગુજરાતીના સંબંધમાં હકીકતની ખાણરૂપ છે. હું ધારું છું, તેમાં આવી છે તેવી અને તેટલી હકીકત એક ઠેકાણે તો માત્ર તમારા જ પુસ્તકમાં કેન્દ્રસ્થ કરવામાં આવેલી છે. વડોદરા, તા.૩૧-૧૨-૧૯૨૬
મંજુલાલ રણછોડલાલ મજમુદાર
ગુજરાતી સાહિત્યની અપૂર્વ સેવા ગુજરાતી ભાષાસાહિત્યના અભ્યાસીને જૈન સાહિત્ય અવગણવું પરવડે એમ નથી;
Page #122
--------------------------------------------------------------------------
________________
છે અને જેટલો એના અભ્યાસ પ્રતિ પ્રમાદ સેવાય એટલો તે ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસ અને અભિવૃદ્ધિમાં અંતરાયરૂપ થાય છે.
શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઈએ તૈયાર કરેલી જૈન કવિઓની સૂચી ભા.૧ અને ૨ હમણાં બહાર પડ્યાં છે તે જોતાં જૈન સાહિત્ય કેટલું બધું ખેડાયેલું અને વિસ્તૃત છે એનો સહજ ખ્યાલ આવે છે; અને સુપ્રસિદ્ધ ઓફેટના કેટલોગની પેઠે જૈન સાહિત્યના અભ્યાસ માટે આ સૂચીઓ ગુજરાતી સાહિત્યના પ્રેમીને કાયમ ઉપયોગી થઈ પડશે એ નિ:સંદેહ છે. આવું ભગીરથ અને મુશ્કેલ કાર્ય અનેક પ્રકારનો શ્રમ સેવીને પૂરું કરવા બદલ અમે શ્રીયુત ભાઈ મોહનલાલને અંતઃકરણપૂર્વક અભિનંદન આપીએ છીએ. એ યાદીઓ તૈયાર કરીને એકલા જૈન સમાજની નહીં પણ વાસ્તવિક રીતે ગુજરાતી સાહિત્યની અપૂર્વ સેવા એમણે કરી છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. બુદ્ધિપ્રકાશ, ડિસેંબર ૧૯૩૨
.
.
સુદીર્ઘ સાહિત્યયજ્ઞ “જૈન ગૂર્જર કવિઓ' એ મોહનલાલ દલીચંદ દેશાઈનું ગુજરાતી સાહિત્યને એક અનેરું અને યશકલગીરૂપ પ્રદાન છે. એક માણસ એકલે હાથે આટલી ગંજાવર સામગ્રી એકઠી કરી શકે અને આવી ચુસ્ત વૈજ્ઞાનિક વ્યવસ્થાથી ને વિષયની પોતાની સર્વ જાણકારીને કામે લગાડીને રજૂ કરી શકે એ ઘટનાનો ગુજરાતી સાહિત્યમાં તો જોટો જડવો મુશ્કેલ છે. શ્રી દેશાઈનો આ જ્ઞાનયજ્ઞ ૩૩ વર્ષ ચાલ્યો. એમણે હસ્તપ્રતભંડારો, વ્યક્તિગત હસ્તપ્રતસંચયો, સૂચિઓ, મુદ્રિત ગ્રંથો આદિ જે સાધનોના ઉપયોગ કર્યો છે એની સંખ્યા ૪૦૦ કે વધારે થવા જાય છે. આ હકીકત શ્રી દેસાઈના અસાધારણ પરિશ્રમની ગવાહી પૂરે છે. આજથી ૫-૭૫ વર્ષ પહેલાં આ બધાં સાધનો સુધી પહોંચવામાં કેટલી અગવડ હશે એનો વિચાર કરીએ ત્યારે શ્રી દેશાઈની સાહિત્યપ્રીતિ ને સંશોધનનિષ્ઠા વિશે પરમ આદર થયા વિના રહેતો નથી. જૈન ગૂર્જર કવિઓ', બીજી આવૃત્તિ
જયંત કોઠારી નિવેદન, તા.૧-૮-૧૯૮૬
સો સંશોધન નિબંધોની સામગ્રી આટલી પ્રચુર દસ્તાવેજી સામગ્રી ધરાવતો અન્ય કોઈ ગ્રંથ ગુજરાતીમાં તો નજરે જ નથી ચડતો, પરંતુ અન્ય ભારતીય ભાષામાં હશે કે કેમ એ વિશે શંકા રહે છે. પાનાંનાં પાનાં સુધી વિસ્તરતી સૂચિઓ જ “જૈન ગૂર્જર કવિઓ'ના અસાધારણ માહિતીભંડારનો આપણને અંદાજ આપે છે. આ તો બહુરત્ના વસુંધરા છે ! ખોદકામ કરનારા ને રત્નોને પરખનારા-પરખાવનારાની જ વાટ જુએ છે. એકલા “જૈન ગૂર્જર કરિઓને આધારે પીએચ.ડી.ની ડિગ્રી માટેની સો થિસીસો તૈયાર થઈ શકે. થિસીસો નહીં તો સંશોધન નિબંધો તો જરૂર થઈ શકે. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ
જયંત કોઠારી ભા.૭, નિવેદન તા.૮-પ-૧૯૯૧
Pas,
Page #123
--------------------------------------------------------------------------
________________
બીજી આવૃત્તિ વિશેના અભિપ્રાયો
થતી જ
દેવાલયના સમુદ્ધારનું પુણ્યકર્મ સંશોધક અને પંડિત મો. દ. દેશાઈ એટલે ચાળીશેક વરસનો અણથક કઠોર પુરુષાર્થ - બૌદ્ધિક તેમજ શારીરિક, અને તેના પરિણામસ્વરૂપ ૪૦૦૦ પાનાં “જૈન ગૂર્જર કવિઓ'નાં, ૧૨૫૦ પાનાં જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'નાં અને ૨૦૦/૩૦૦૦ પાનાં બીજા સંશોધનલેખો, સંપાદનો વગેરેનાં.
દેશાઈના બંનેય આકરગ્રંથના બાદશાહી ખજાનાનો હું પોતે મારા કામ માટે વરસોથી લાભ ઉઠાવતો આવ્યો છું. “જૈન ગૂર્જર કવિઓસ્વરૂપે તો એક વર્ણનાત્મક હસ્તપ્રતસૂચિ છે. પણ તે સાથે તેમાં એવી વિપુલ માહિતી સંચિત કરેલી છે, જેને લીધે તે મધ્યકાલનાં સાતસો વરસનો સાહિત્ય ને સંસ્કૃતિનો વૃત્તાંત તૈયાર કરવા માટેનો એક સામગ્રીભંડાર બની ગયો છે.
આ આવૃત્તિ જૈન ગૂર્જર કવિઓ'નો નવો અવતાર છે. કોઠારીએ ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી તૈયાર થઈ રહેલા સાહિત્યકોશના મધ્યકાલીન ખંડના સંપાદનકાર્ય સંદર્ભે જે બહુવિધ, બહુમૂલ્ય જાણકારી અને અનુભવ પ્રાપ્ત કર્યા છે તેથી જૈન ગૂર્જર કવિઓ'ની આ બીજી આવૃત્તિ સમૃદ્ધ બનતી રહેવાની એ એક અસાધારણ સુયોગ છે. અનેક બાબતમાં સંપાદનને કોઠારીની શાસ્ત્રીય ચોકસાઈ અને ઝીણી દૃષ્ટિનો લાભ મળ્યો હોવાનું વાચક જોઈ શકશે.
નવું દેવાલય બનાવવા કરતાં જૂનાને સમારવા-ઉદ્ધારવામાં જૈન પારંપરા વધુ પુણ્ય હોવાનું માને છે. જૈન ગૂર્જર કવિઓ'નો સમુદ્ધાર હાથ ધરીને કોઠારીએ મોટું પુણ્યાર્જન કર્યું
ભાષાવિમર્શ, એપ્રિલ-જૂન ૧૯૮૭
હરિવલ્લભ ભાયાણી
બે સંશોધન-તપનો સુંદર સમન્વય સ્વ. શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ કૃત “જૈન ગૂર્જર કવિઓ'નું પ્રો. જયંત કોઠારી - સંશોધિત સંવર્ધિત બીજી આવૃત્તિનું પ્રકાશન જૈન સાહિત્યના બે સંશોધક અભ્યાસીઓના તપનો સુંદર સમન્વય છે. પૂર્વસૂરિઓની સર્જક-કૃતિને સમયસમયે અવનવી પ્રતિભાઓના સંસ્પર્શથી અભિનવ રૂપ મળતું રહે છે. આવા નવાવતારો સર્જન જેટલા સંશોધનક્ષેત્રે પણ જરૂરી અને ઉપયોગી છેઆ બાબત કદાચ આપણને ઓછી સમજાઈ છે. એથી તો કોઈ વિષય અને ક્ષેત્રનું સંશોધન “હોય” એ સ્થાને જ રહી જાય છે.
જ્યારે કોઈ સંશોધકે જીવનસમગ્રના અભ્યાસતપનો નિચોડ કોઈ એક ગ્રંથમાં આપ્યો હોય ત્યારે તેની પૂરેપૂરી અભ્યાસનિષ્ઠા છતાં ઉપલબ્ધ સામગ્રીની અને કાલગત મર્યાદાઓને કારણે તેમાં કંઈક અપૂર્ણતા કે ક્ષતિ રહેતી હોય છે. આથી તો આ પ્રકારના સંશોધનમાં પણ અનુગામીનાં નિષ્ઠા, સૂઝ અને અભ્યાસભર્યા તપનું ઉમેરણ થવું જરૂરી છે. તે કાર્યને કાળની એક અનિવાર્યતા સમજીને સર્વસુલભ કરી આપવાની પરંપરા નથી તે નવી દિશાનો ઉઘાડ પ્રો. જયંત કોઠારી-સંપાદિત “જૈન ગૂર્જર કવિઓ'થી થાય છે. શબ્દસૃષ્ટિ, જાન્યુ. ૧૯૮૭
હસુ યાજ્ઞિક
sandy
said
WWW.jainelibrary.org,
Page #124
--------------------------------------------------------------------------
________________
કપૂરનું વૈતરું
‘જૈન ગૂર્જર કવિઓ' એક અદ્ભુત આકરગ્રંથ છે, આ ગૌરવગ્રંથનું સંશોધન-સંવર્ધન અતિઆવશ્યક હતું અને તે જયંત કોઠારી જેવા આપણા ચીવટવાળા, ખંતીલા અને તેજસ્વી સંશોધક વિદ્વાનને હાથે થયું એ આનંદની વાત છે. મોહનભાઈના ભારે કામને, સંસ્કૃત વાડ્મયનો શબ્દ પ્રયોજીએ તો, ‘કૃતપરિશ્રમ' જયંતભાઈએ પરિમાર્જન અને શોધન દ્વારા દિપાવ્યું છે.
જૈન ગૂર્જર સાહિત્યના આ આકરગ્રંથોના સંપાદન અને પરિશોધનનું ‘કપૂરનું વૈતરું' કરીને જયંતભાઈ કોઠારીએ ભારતીય ભાષાઓના અને વિશેષતઃ ગુજરાતી ભાષાસાહિત્યના અભ્યાસીઓને ઉપકૃત કર્યા છે. આ માતબર પ્રકાશનનો આર્થિક ભાર ઉપાડવાની દૂરદર્શિતા
માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકોને પણ ધન્યવાદ ઘટે છે.
બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ઑગસ્ટ
અને સપ્ટે, ૧૯૮૭માંથી સંકલિત
ભોગીલાલ જ. સાંડેસરા
ગુજરાત હંમેશનું ૠણી
ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યાસીને વિપુલ સામગ્રી પૂરી પાડતા દળદાર ગ્રંથો આપી સ્વ. મોહનલાલ દેશાઈએ એક ગંજાવર કાર્ય હાથ ધરી જે ઉત્તમ રીતે પૂરું કર્યું હતું તે માટે ગુજરાત એમનું હંમેશનું ૠણી છે. જે જમાનામાં સંશોધન માટે આવશ્યક દૃષ્ટિ, ઝીણવટ અને સમુચિત યોજનાનો આપણે ત્યાં ખાસ ખ્યાલ નહોતો તે જમાનામાં એકલપંડે ગજબની સંશોધનવૃત્તિ ને શક્તિ મોહનભાઈએ દાખવી એ જેવીતેવી વાત નથી.
આવા એક અસામાન્ય ગ્રંથનું નવસંસ્કરણ કરવું એ જેવીતેવી વાત નથી. જયંતભાઈ પોતાની આગવી ઝીણવટ, શાસ્રીય ચોક્સાઈ અને નિષ્ઠાપૂર્વકના ઊંડા અભ્યાસ માટે એટલા જાણીતા છે કે જૈન ગૂર્જર કવિઓ'ના નવસંસ્કરણ માટે એમની થયેલ વરણી સર્વથા સમુચિત અને પ્રશસ્ય છે. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક ઑક્ટો.-ડિસેં. ૧૯૮૭
ભૂપેન્દ્ર બા. ત્રિવેદી
સોનાની લગડીમાંથી ફેન્સી દાગીના
‘જૈન ગૂર્જર કવિઓ' એ ગુજરાતી સંશોધનનો આક૨ગ્રંથ છે. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના સંશોધનનું આ પાયાનું કામ છે અને આ કામ સદ્ગત મોહનલાલ દેશાઈએ એકલે હાથે ઉપાડ્યું અને લગાતાર એની પાછળ ભારે પરિશ્રમ કરી યશસ્વી રીતે પાર પાડ્યું એ આપણા સાહિત્યિક સંશોધનની એક ઘટના છે. એમના જેવી સજ્જતાવાળા અને હઠીલી જહેમતપૂર્વક કેવળ વિદ્યાપ્રેમથી પ્રેરાઈને આવો ભવ્ય પુરુષાર્થ કરનારા વિદ્યાવ્યાસંગી ભારતીય ભાષાઓમાં પણ ગણતર જ હશે.
સ્વ. મોહનલાલ દેશાઈને વર્ષો પછી જયંત કોઠારી જેવા અનુગામી સાંપડ્યા એ પણ એટલી જ આનંદપ્રદ ઘટના છે. જયંત કોઠારી માત્ર પ્રાસ્તાવિકો લખી ‘સંપાદક’ થનાર કુળના સંપાદક નથી ! તેમણે ‘સંપાદક' શબ્દની અર્થછાયા જ બદલી નાખી. સાચા સંપાદકે કેટલી મહેનત કરવી જોઈએ એનું એક ઉદાહરણ પૂરું પાડ્યું. સ્વ. મોહનલાલ દેશાઈના અક્ષરદેહને એમણે અજવાળીને રજૂ કર્યો. મૂળ સંપાદકના કર્તૃત્વને બિલકુલ આંચ ન આવે એ રીતે મૂળ ગ્રંથની સામગ્રીને અકબંધ જાળવીને વધુ વ્યવસ્થિત રૂપે એને પ્રસ્તુત કરી,
Page #125
--------------------------------------------------------------------------
________________
સંખ્યાબંધ સ્થળોએ ઉપલબ્ધ સંશોધનવીગતોને આધારે સંમાર્જન કર્યું અને મૂળ વિષયને ઉપકારક એવી સામગ્રી ઉમેરી આપીને ગ્રંથની સમૃદ્ધિમાં મૂલ્યવાન વધારો કરી આપ્યો છે. સંપાદકને આવશ્યક એવી સત્યનિષ્ઠાનો પરિચય તો સંવર્ધિત આવૃત્તિના પાનેપાને થશે. તેમણે કરેલી શુદ્ધિ અને વૃદ્ધિ (ગુજરાતી સંશોધનમાં આ ‘શુદ્ધિ-વૃદ્ધિ' શબ્દ પ્રચલિત કરવાનું માન પણ તેમના ફાળે નોંધાશે !) વગર સ્વ. મોહનલાલ દેશાઈનું કામ આટલું કદાચ ઊપસી આવ્યું ન હોત. મૂળ સોનાની લગડીમાંથી કોઠારીએ ફેન્સી દાગીનો કરી આપ્યો. સંશોધનક્ષેત્રે તેમણે કરેલી આ સેવા સ્મરણીય રહેશે. જન્મભૂમિ-પ્રવાસી, તા.૨૫-૫-૧૯૮૮
રમણલાલ જોશી
જંગી કાર્ય ને એનો પડકાર ઝીલનારા
‘જૈન ગૂર્જર કવિઓ'નાં બધાં મળીને ૪૦૬૧ પૃષ્ઠ અને આટલાંબધાં પૃષ્ઠ પર મુદ્રિત સામગ્રી એકઠી કરી તેને વ્યવસ્થિત કરનાર વ્યક્તિ એક જ. ફક્ત એક. નામે મોહનલાલ દલીચંદ દેશાઈ, જેમણે પોતાની જિંદગીનાં ૬૦ વર્ષમાંથી અર્ધા ઉપરનાં વર્ષ ગ્રંથની સામગ્રી એકઠી કરી તેને વ્યવસ્થિત કરવામાં ગાળ્યાં. આટલાં વર્ષે તેનું પુનર્મુદ્રણ અને તેય સંશોધિત અને સંવર્ધિત આવૃત્તિ રૂપે થયું. અગાધ પરિશ્રમ અને અનહદ ખર્ચ બન્ને દૃષ્ટિએ જંગી ગણાય એવું આ કાર્ય હાથ ધરીને પાર પાડવા માટે નવી આવૃત્તિના સંપાદક જયંતભાઈ કોઠારી તથા પ્રકાશક મહાવીર જૈન વિદ્યાલય અભિનંદનના અધિકારી બને છે.
૦
ફક્ત સાડા ચાર વર્ષના ગાળામાં આ સંદર્ભગ્રંથનો સાતમો ભાગ પ્રકાશિત થાય છે. મૂળ આવૃત્તિનાં ૪૦૬૧ પૃષ્ઠોમાં પ્રકાશિત સામગ્રીની એકેએક નોંધની ચકાસણી કરવી, જરૂર હોય ત્યાં સુધારાવધારા કરવા એ કામ હાથ ધરવાનો વિચાર ઝટ લઈને ન જ આવે, અને કદાચ આવે તો એ કામનો પડકાર ઝીલવા માટે આવશ્યક ધૃતિ, ચીવટ અને અભ્યાસવૃત્તિ – આ સર્વનો સુમેળ સધાયો હોય એવી વ્યક્તિમળી આવવી એ પણ મુશ્કેલ તો ખરું જ, પરંતુ શ્રી જયંતભાઈ કોઠારી અને તેઓ જે સહકાર્યકરોને પૂરેપૂરો જશ આપે છે એ સહકાર્યકરોએ યોજના સાથે અનુસ્યંત પડકાર ઝીલ્યો છે અને યોજના સફળ કરી બતાવી છે.
જન્મભૂમિ, તા.૩-૧૦-૧૯૮૮ તથા ૨૦-૪-૯૨માંથી સંકલિત
ભારતી વૈદ્ય
=
ગુજરાતીઓને મારવામાં આવતું મહેણું ભાંગશે
માત્ર સંશોધનપ્રીતિની ભાવના કેન્દ્રમાં હોય તો જ આવું કાર્ય કરી શકાય. એ માટે બીજું ઘણું જતું કરવું પડે. જયંતભાઈએ એ રીતે ઘણું જતું કરીને આપણને આ પ્રાપ્તિ કરવી છે. આ દ્વારા ભૂતકાળના સંશોધકો પ્રત્યેનું ઋણ અદા થયું છે અને ભાવી સંશોધકો માટે એક મહત્ત્વપૂર્ણ નમૂનો રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રકાશનને ભલે જૈન મંડળ તરફથી આર્થિક સહાય પ્રાપ્ત થઈ હોય પરંતુ એ દ્વારા સમગ્ર ગુજરાતી સાહિત્યની સેવા થાય છે એમ માનવું.
૦
હવે માત્ર ‘સૂચિ’ને આવરી લેતો આ સાતમો ખંડ પ્રગટ થાય છે. એના પરથી મૂળ યોજના કેવી વિરાટ હશે એનો ખ્યાલ મળશે. આવાં કામ ફરીફરીને નથી થતાં એટલે લોભી અને ચીકણા બનીને જયંત કોઠારીએ સૂચિગ્રંથને ફાલવા દીધો. ચીકણા એટલા માટે કે
Page #126
--------------------------------------------------------------------------
________________
એકેએક વીગતને તેમણે ચકાસીચકાસીને આપણી સામે ધરી છે. પાંચ-સાત મિત્રોની સહાયથી આ શુષ્ક કાર્ય એ આનંદપૂર્વક કરી શક્યા છે.
આ સૂચિગ્રંથ હવે ગુજરાતીઓને મારવામાં આવતું મહેણું ભાંગશે. મરાઠી-બંગાળી વિદ્વત્તા જેવી વિદ્વત્તા ગુજરાતીમાં જોવા ન મળે એવી ગુજરાતીની અને અગુજરાતીની માન્યતા. આવો ગ્રંથ હવે ભારતીય ભાષાઓ સમક્ષ જ નહીં પણ અંગ્રેજી-જર્મન જેવી ભાષાઓ સામે આપણે ગૌરવભેર ધરી શકીએ એમ છીએ. ગુજરાતમિત્ર, તા.૮-૧૦-૧૯૯૦ તથા ૧૭-૨-૧૯૯૨માંથી સંકલિત
શિરીષ પંચાલ
પ્રથમ પંક્તિનું ઐતિહાસિક સાધન
મોહનલાલ દલીચંદ દેશાઈએ સાહિત્ય અને ઇતિહાસના ક્ષેત્રે જે પુરુષાર્થ કર્યો તેને ભગીરથ કહ્યા વિના ચાલે તેવું નથી. આપણો વિદ્યાસંસાર જો ગુણજ્ઞ હોય તો આપણી કોઈ યુનિવર્સિટીમાં એમના નામની શિક્ષાપીઠ સ્થાપવી જોઈએ.
જૈન ગૂર્જર કવિઓ'માં સંગ્રહાયેલી સામગ્રીમાં કેટકેટલું વૈવિધ્ય છે ! અહીં દર્શન છે, સંસ્કૃતિ છે, ઇતિહાસ છે, સમાજદર્શન છે અને ગુજરાતી ભાષાના વિકાસની તો બહુરત્ના ખાણ છે. ‘મિરાતે અહમદી’ની પ્રસ્તાવનામાં પ્રસિદ્ધ ઇતિહાસકાર પ્રા. જદુનાથ સરકારે કહ્યું છે કે ભારતના સર્વ પ્રદેશોમાં ઐતિહાસિક સાધનોની સંખ્યા અને વૈવિધ્યની બાબતમાં ગુજરાત સૌથી વધુ સમૃદ્ધ છે. આવી ઐતિહાસિક સામગ્રીમાં ‘જૈન ગૂર્જર કવિઓ'નું સ્થાન પ્રથમ પંક્તિમાં લેખાય.
વર્ષોથી આ મહત્ત્વનો મહાગ્રંથ અપ્રાપ્ય હતો. પ્રા. જયંતભાઈ કોઠારીએ મહાપરિશ્રમ લઈને તેની નવી સંશોધિત અને સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરીને ગુજરાતનાં વિવિધ ક્ષેત્રોના અભ્યાસીઓ ઉપર ઉપકાર કર્યો છે. દાયકાઓ પહેલાં જેમ મોહનલાલ દલીચંદ દેશાઈએ ભગીરથ સંશોધનપ્રવૃત્તિ કરીને તેનાં મિષ્ટ ફળ ગૂર્જરી સરસ્વતીના મંદિરે ધર્યાં હતાં તેમ એવો જ ભગીરથ સંશોધનયજ્ઞ કરીને જયંતભાઈએ મૂળથીયે વધુ મિષ્ટ એવાં સુફળ ગુર્જરી સરસ્વતીના મંદિરે ધર્યાં છે. મહાવીર જૈન વિદ્યાલયે આ જ્ઞાનયજ્ઞ કરીને અસામાન્ય ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
ગુજરાત, દીપોત્સવી અંક, વિ.સં.૨૦૪૪માંથી સંકલિત
ધનવંત ઓઝા
ગુજરાતનું ભારતને પ્રદાન
આ સંદર્ભગ્રંથ ભારતીય ભાષાસાહિત્યના અભ્યાસીઓને પણ ખૂબ ઉપયોગી છે. આ ગ્રંથપ્રકાશનને હું ગુજરાત તરફથી ભારતને એક આદર્શ સંદર્ભગ્રંથના પ્રદાનરૂપ ઘટના ગણું છું.
પરબ, ઑગસ્ટ ૧૯૮૮
બળવંત જાની
ગ્રંથાલયોની સમૃદ્ધિ વધારનાર આકરગ્રંથ
આપણી શિક્ષણસાહિત્યસંશોધનની સંસ્થાઓનાં ગ્રંથાલયોની સમૃદ્ધિ ન કેવળ પુસ્તકોની સંખ્યાને આધારે, પરંતુ જૈન ગૂર્જર કવિઓ' જેવા આકરગ્રંથો એમણે સાચવ્યા છે કે કેમ તેને લઈને જ મૂલવી શકાય.
પ્રબુદ્ધ જીવન, તા.૧-૨-૧૯૮૭
કાંતિભાઈ બી. શાહ
Page #127
--------------------------------------------------------------------------
________________
An Invaluable Monumental Encyclopaedic Work 6
Jaina Gurjara Kavio' is an invaluable monumental encyclopaedic work documenting and enlisting Jaina literary writers and their works.. With great perseverance, sincerity and labour Mohanbhai collected huge data and scientifically arranged them, harmonizing all strings of facts. The work is the result of his 33 Years' continuous service to learning and literature.
This second edition is corrected and enlarged. It is a manner of great pleasure that the work has found in Prof. Jayant Kothari a sincere, well-equipped, truth-devoted and learning-lover editor. He has performed the duty of an editor honestly and sincerely. Withont damaging the structure of the original compiler, he has done his editing work in such a way as the important salient features of the work would stand out in great relief. His corrections and additions have made the work more authentic and thus enhanced its value as a reference book. Therefore, the language and linguistics departments of all the Universities should have the work in their libraries. Sambodhi Vol. 14, Feb. 1990
Nagin J. Shah
WAS
The Good Fortune of Indologists The Mahavira Jaina Vidyalaya, to the good fortune of indologists, has decided to reissue this standard work which has long been out of print. Jayant Kothari has thoroughly revised and enlarged this second edition of the descriptive catalogue of works in Gujarati by Jain poets. Reseaschers engaged in comparative work in the Indo-Aryan languages and literatures, especially in Jain studies will be pleased to learn their access facilitated. Jonrnal of the American Oriental Society 109.1 (1989)
Ernest Bender
22
ભાવી શોધખોળની વિપુલ શક્યતાઓ સાતમો ગ્રંથ કેવળ સૂચિઓનો રાખ્યો એ સારું કર્યું કેમકે સૂચિઓના સાધન વિના આવા ગ્રંથનો ઉપયોગ ન થઈ શકે. વળી સાતમા ગ્રંથની પ્રસ્તાવનામાં, આ વિષયમાં ભાવી શોધખોળની વિપુલ શક્યતાઓ માટે તમે કીમતી સૂચનો કર્યા છે એ પ્રસ્તુત કાર્ય પાછળનું Hu3 elj Ridala 9 431... SL4 SP-42 sui 88 ? તા.૨–૧૧-૧૯૯૧નો પત્ર
ભોગીલાલ જ. સાંડેસરા
અખંડ દીવાનો વિસ્તરતો ઉજાશ શ્રી મોહનભાઈએ “જૈન ગૂર્જર કવિઓ'ના સંપાદન દ્વારા એક વિદ્યાકાર્યનો અખંડ હિ
Page #128
--------------------------------------------------------------------------
________________
મહાયશ જ માંડ્યો. જીવનને તે સત્કાર્યથી ઉજાળ્યું અને અમર બનાવ્યું. તેઓને જાણે પોતાનું જીવનકાર્ય જડી ગયું, અને તેને સંપૂર્ણ સમર્પિત થઈને તેઓએ મધ્યકાલીન જૈન સાહિત્યના ઇતિહાસનો અખંડ દીવો પ્રગટાવ્યો. થોડા કાળમાં તેની શગ સંકેરવાની અને તેમાં ઘી પૂરવાની જરૂર પડી. તો શ્રી જયંતભાઈએ એ પુણ્ય કાર્ય એમની આગવી કુશળતાથી એવી રીતે કર્યું કે દીવાની જ્યોત વધુ પ્રકાશમાન થઈ અને અજવાળું દૂર સુધી ફેલાયું. ઉજાશ એવો તો પથરાયો કે તેમાં રહેલી ઝીણામાં ઝીણી વસ્તુ-વીગતો હસ્તામલકવત્ સ્પષ્ટ દેખાવા લાગી. જયંતભાઈને પણ પોતાના ઉત્તર જીવનને શણગારવાનું એક વિશેષ કાર્ય મળી ગયું. ‘જૈન ગૂર્જર કવિઓ’ના જૂના ત્રણ ભાગ (ને ચાર ગ્રંથ) જોયા પછી નવા દશ ભાગને જોઈએ ત્યારે લાગે કે જયંતભાઈ મોહનભાઈના માનસપુત્ર છે. મોહનભાઈએ અહીં આવું શા માટે લખ્યું છે/હશે, આ વાત આ રીતે કેમ મૂકી છે તે બધું જાણે કે જયંતભાઈએ પરકાયપ્રવેશની વિદ્યા સાધીને જાણ્યું હોય.
આવાં કામોને શકવર્તી કામ કહેવાય. તેને કાળનો કાટ લાગતો નથી. તેમાં હજુ ઉમેરવાનું અન્ય કોઈના હાથે બનશે પરંતુ તેને કોરાણે મૂકવાનું નહીં બને. જેને મધ્યકાલીન સાહિત્યમાં કશુંય જોવું હશે, નોંધવું હશે, કામ કરવું હશે તેને આના વિના નહીં જ ચાલે તેવું આ કામ બન્યું છે.
આવાં ઘણાં કામો આદર્યાં અધૂરાં રહે છે. પણ આ તો આદરીને તેને પરિપૂર્ણ કર્યું છે; કહો કે એક તપ પૂર્ણ થયું. આનો ઓચ્છવ કરીએ. ‘જૈન ગૂર્જર કવિઓ', બીજી આવૃત્તિ, ભા.૧૦ પુરોવચન, દીપોત્સવ, સં.૨૦૫૨
પ્રધુમ્નસૂરિ
સર્જક તથા સર્જનની પુનઃપ્રતિષ્ઠા
મો. ૬. દેશાઈ એ one man university છે. જે કાર્ય આજની સાધનસામગ્રીથી સભર પરિસ્થિતિમાં પણ એક આખી સંસ્થા કે વિશ્વવિદ્યાલય જ કરી શકે તેવું કાર્ય ટાંચાં લગભગ નગણ્ય – સાધનો દ્વારા આ વ્યક્તિએ એકલા હાથે કરી બતાવ્યું છે.
‘જૈન ગૂર્જર કવિઓ’ના નવા સંપાદનના દશ ગ્રંથોનું જરા નિરાંતે અવલોકન કરીએ તો જયંતભાઈની શોધકર્દષ્ટિ, ચીવટ અને હાથમાં લીધેલ કાર્યના એકાદ અક્ષરને પણ અન્યાય ન થઈ જાય તે માટેની સક્ષમ જાગૃતિ, તેમાં અક્ષરેઅક્ષરે જોવા મળશે.
મો. દ. દેશાઈ જેવા પોતાના મૂર્ધન્ય અને બહુશ્રુત જૈન વિદ્વાનને તથા તેના શકવર્તી સર્જન-સંશોધનકાર્યને જૈન સમાજ લગભગ ભૂલી ગયો હતો તેવે ટાણે જયંતભાઈએ આ ગ્રંથશ્રેણીના પુનરુદ્ધાર દ્વારા સર્જક તથા સર્જનની પુનઃપ્રતિષ્ઠા કરી છે અને દાયકાઓ સુધી આપણે આ સર્જનને તથા સર્જકને ભૂલીએ નહીં તેવી યોજના કરી આપી છે તે બદલ સમગ્ર જૈન સમાજે જયંતભાઈને વધાવવા જોઈએ.
આ બૃહત્ કાર્ય સાદ્યંત પાર પાડવાનું બીડું ઝડપીને મો. દ. દેશાઈનું સુયોગ્ય તર્પણ કરનાર સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પણ પૂરા આદર સાથે શતશઃ ધન્યવાદ આપવા ઘટે.
શીલચંદ્રસૂરિ
‘જૈન ગૂર્જર કવિઓ’, બીજી આવૃત્તિ, ભા.૧૦, પુરોવચન, તા.૬-૧૨-૧૯૯૬
Page #129
--------------------------------------------------------------------------
________________
જૈન ગૂર્જર કવિઓ'નાં પ્રાપ્તિસ્થાન
કરી શકો
શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઓગસ્ટ ક્રાન્તિ માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૩૬
શ્રી મહાવીર જૈન વિદ્યાલય
પાલડી ચાર રસ્તા, અમદાવાદ ૩૮૦ ૦૦૭
આર. આર. શેઠની કંપની • ૧૧૦-૧૨ પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨ • ગાંધીમાર્ગ, ફુવારા પાસે, અમદાવાદ ૩૮૦ ૦૦૧
આ નવભારત સાહિત્ય મંદિર • પ૩૧ કાલબાદેવી રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૨ • ગાંધીમાર્ગ, પતાસાપોળ પાસે, અમદાવાદ ૩૮૦ ૦૦૧
આ ગૂર્જર સાહિત્ય ભવન ગાંધીમાર્ગ, રતનપોળનાકા સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧
ગ્રંથાગાર
પોસ્ટ ઓફિસ પાછળ, નવરંગપુરા,
અમદાવાદ ૩૮૦ ૦ ૯
- સરસ્વતી પુસ્તક ભંડાર • રતનપોળ, હાથીખાના, અમદાવાદ ૩૮૦ ૦૦૧
Page #130
--------------------------------------------------------------------------
________________