SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મોટી સંશોધન-પ્રેરકતા ધરાવતા માતબર સૂચિગ્રંથો ૨૯ કહેલું કે, “આવા આકરગ્રંથનું અવલોકન લખવું એ મારા જેવાના સામર્થ્યની બહાર છે.” મોહનલાલ દેસાઈએ આ ગંજાવર સૂચિકાર્ય ઉપરાંત બીજા પણ ઘણાં બધાં લેખનકાર્યો કરેલાં. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એમણે આપ્યો, દસથી વધુ સંપાદનગ્રંથો કર્યા અને બે સામયિકો “જેનયુગ” તથા “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ' ઉત્તમ રીતે ચલાવ્યાં, એમાં સંશોધનમૂલક ઉપરાંત સાહિત્યિક-ઐતિહાસિક-ચરિત્રાત્મક વગેરે પ્રકારનાં 900 ઉપરાંત લેખો ને લખાણો પણ કર્યા. આ બધું જોતાં, જયંત કોઠારીએ એમને માટે “વિરલ વિદ્ધતુ-પ્રતિભા શબ્દો વાપર્યા છે એ યથાર્થ લાગે છે. એવું જ કામ જયંત કોઠારીનું છે. અત્યારે સંશોધક-સંપાદક તરીકે તે એમની પ્રતિષ્ઠાના શિખરસ્થાને છે પણ એ પ્રતિષ્ઠાની એક ખૂબ મજબૂત ભૂમિકારૂપે તેમજ એની સમાન્તરે એમનું વિવિધ દિશાનું ઉત્તમ વિવેચનકાર્ય અડીખમ ઊભું છે. એ વિવેચકની ઊંડી મર્મજ્ઞતા ને ઝીણી નજર તથા જટિલમાં જટિલ બાબતને પણ વિશદરૂપે મૂકી આપતું અધ્યાપકીય અભિવ્યક્તિકૌશલ - એમનાં આ સર્વ સંપાદન-સંશોધનકાર્યોને પણ અજવાળતાં રહ્યાં છે. જયંતભાઈ “જૈન ગૂર્જર કવિઓના પરિશોધિત સંપાદનના સંકલ્પ સુધી પહોંચ્યા એના મૂળમાં ગુજરાતી સાહિત્યકોશના સંપાદક તરીકેની એમની કામગીરી પડેલી છે. એ કામ કરતાં કરતાં, મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસો અને અન્ય સંદર્ભગ્રંથોની સામગ્રીમાં ડગલે ને પગલે સંશુદ્ધિઓ કરવાની આવી, અત્યંત ઉપયોગી નીવડેલાં સમર્થ પુસ્તકોમાં પણ. મધ્યકાલીન સાહિત્યકોશમાંનાં જૈન કર્તા-કૃતિઓ માટે સૌથી વધુ ઉપયોગી થયેલો સમર્થ ગ્રંથ તે આ “જેન ગૂર્જર કવિઓ'. એટલે આ અપ્રાપ્ય ગ્રંથનું કેવળ પુનર્મુદ્રણ નહીં પણ સંશોધિત સંસ્કરણ કરવામાં આવે તો મધ્યકાલીન સાહિત્યના ભાવિ અભ્યાસીઓ, ઇતિહાસકારો, કોશકારો ને સંશોધકોને એ વધુ ઉપયોગી ને ઘણું માર્ગદર્શક બની શકે એવા આશયથી, કોશકાર્ય પછીની નિવૃત્તિના સમયમાં તે આ ગ્રંથના પુનઃસંપાદનમાં લાગી ગયા. એમણે પણ એક તપ જેટલો, ૧૨ વર્ષનો સમય આ કામને આપ્યો. કેમકે એની શુદ્ધિ-વૃદ્ધિ તથા આ કામને વધુ શાસ્ત્રીય ને ઉપયોગી બનાવનારી પુનર્વ્યવસ્થા લાંબો સમય માગી લે એવાં હતાં જ. વચ્ચેનાં પચાસ વર્ષ દરમ્યાન થયેલા સંશોધનો-સંપાદનોની સામગ્રીનો તથા, વધુ તો, મધ્યકાલીન સાહિત્યકોશના કાર્યો સંપડાવેલી જાણકારીનો ને સંકલનશક્તિનો લાભ આ પરિશોધનને મળ્યો છે. મૂળ ગ્રંથોનાં ચાર હજાર પાનાંને બદલે નવી આવૃત્તિ પાંચેક હજાર પાનાંની થઈ એમાં કર્તા-કૃતિઓમાં ને છેલ્લા ત્રણ ભાગોમાં સળંગ મુકાયેલી (મૂળમાંની) પૂરક સામગ્રીમાં થયેલી વૃદ્ધિ ઉપરાંત ગણનાપાત્ર વૃદ્ધિ તો સૂચિગ્રંથ (ભાગ-૭)માં થઈ હોવાનું જણાય છે. દસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy