________________
સંપાદકીય નિવેદન
શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ ઈ.સ.૧૯૨૬થી ૧૯૪૪ના સમય દરમિયાન જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૧-૨-૩ ક્રમશઃ પ્રગટ કરીને વિ.સં.ના ૧૩મા શતકથી માંડી ૧૯મા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિઓની એમની કૃતિઓ સહિત વર્ણનાત્મક વિસ્તૃત હસ્તપ્રતસૂચિના વિરલ એવા આકરગ્રંથની ભેટ ધરી હતી. એમનું આ વિઘાતપ પૂરાં ૩૩ વર્ષ ચાલ્યું. એ પછીના ગાળામાં આ મહત્ત્વનો સંદર્ભગ્રંથ અલભ્ય બન્યો હતો.
+
શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)એ આ ગ્રંથની સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિનું સંપાદનકાર્ય પ્રા. જયંતભાઈ કોઠારીને સોંપ્યું. એમણે ગંભીર માંદગી જેવા ભારે અવરોધની વચ્ચે પણ શાસ્ત્રીય સૂઝ અને ચોકસાઈપૂર્વક ગ્રંથસામગ્રીની શુદ્ધિવૃદ્ધિ કરીને, નવી સૂચિઓ આપીને કે એની પુનઃર્વ્યવસ્થા યોજીને આ મહત્ત્વના સંદર્ભગ્રંથનું ૧થી ૧૦ ભાગમાં નવસંસ્કરણ કરી આપ્યું. ગ્રંથના પુનઃસંપાદનનું જયંતભાઈનું આ વિદ્યાતપ ૧૯૮૬થી '૯૬ સુધી ચાલ્યું.
તા.
આવા વિરલ વિદ્યાતપની પૂર્ણાહુતિનો તો ઓચ્છવ કરવાનો હોય એવી ભાવના પૂજ્ય આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીના હૃદયમાં સ્ફુરી. એના લસ્વરૂપે ૧૯ જાન્યુઆરી ૧૯૯૭ના રોજ પૂજ્ય આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આ. શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને પૂજ્ય આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજની પુનિત નિશ્રામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)ના ઉપક્રમે, આંબાવાડી શ્વે. મૂ. જૈન સંઘના આતિથ્યસહયોગમાં જૈન ગૂર્જર કવિઓ'ના ભાગ ૮-૯-૧૦ના વિમોચનનો અને સમગ્ર શ્રેણીનો પૂર્ણાહુતિ-સમારોહ યોજવામાં આવ્યો. આ નિમિત્તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યવારસાના જતન અને પ્રકાશનના પ્રશ્નો' વિશે એક ગોષ્ઠિનું પણ આયોજન કરવામાં આવ્યું.
આ પુસ્તકમાં સમારોહનો વિસ્તૃત અહેવાલ, ‘જૈન ગૂર્જર કવિઓ' ગ્રંથ વિશે રજૂ થયેલાં સમીક્ષાત્મક વક્તવ્યો, ‘ગોષ્ઠિમાં વંચાયેલા નિબંધો અને નિબંધવાચન પછીની ખુલ્લી ચર્ચાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અહીં પુસ્તકના વિષયને ઉચિત એવી હસ્તપ્રતભંડારો/ જ્ઞાનમંદિરોની સૂચિ પણ તૈયાર કરીને સામેલ કરવામાં આવી છે. જે આ પુસ્તકની ઉપયોગિતામાં વધારો કરશે એવી શ્રદ્ધા છે.
પુસ્તકને અંતે, અગાઉ પ્રગટ કરાયેલી, જૈન ગૂર્જર કવિઓ'ની પ્રથમ અને દ્વિતીય આવૃત્તિના પરિચય અને અભિપ્રાયો રજૂ કરતી પુસ્તિકાને પણ પુનર્મુદ્રિત કરવામાં આવી છે.
જેમની નિશ્રામાં આ સમારોહ યોજાયો અને જેમની પ્રેરણાથી આ પુસ્તકનું પ્રકાશન થઈ શક્યું તે પૂજ્ય ગુરુભગવંતોનો, પ્રકાશક સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનદ મંત્રીશ્રીઓનો, પુસ્તકપ્રકાશનમાં મહત્ત્વનું માર્ગદર્શન પૂરું પાડનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org