SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ : વિમોચન અને પૂર્ણાહુતિ-સમારોહ અહેવાલ કોઈ અંતર હતું નહીં. પરસ્પરના ઉત્સવોમાં એકબીજાની હાજરી અચૂક રહેતી. ૧૯૩૩માં લાઠી ખાતે ભરાયેલા સાહિત્ય-પરિષદના ૧૧મા સંમેલન વેળાએ પાંચ દાયકા વટાવેલા મોહનલાલ દલીચંદ દેશાઈને એમણે સૌ પ્રથમ જોયેલા એ સ્મરણ પણ એમણે તાજું કર્યું. આજના આ સમારંભમાં મોહનભાઈના પુત્ર જયસુખભાઈને જોયા ત્યારે જાણે પોતે મોહનભાઈનું પુનઃ દર્શન કરતા હોય એવી અંગત અનુભૂતિ એમણે પ્રગટ કરી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અધ્યાપનકાર્યને નિમિત્તે “કવિચરિત' અને પછીથી “આપણા કવિઓ' અંગેનું લેખનકાર્ય ચાલતું હતું ત્યારે ઘણીબધી સામગ્રી “જૈન ગૂર્જર કવિઓપાસેથી જ મળેલી એની એમણે નોંધ લીધી. અમદાવાદ આવ્યા પછી શ્રી આનંદશંકરભાઈએ અપભ્રંશ વ્યાકરણના અધ્યાપનનું કામ એમને સોંપ્યું. ભો. જે. વિદ્યા.માંથી તે લા.દ.માં ગયા ત્યારે ૨૮00 હસ્તપ્રતો સોંપાઈ હતી. આજે ત્યાં એક લાખ હસ્તપ્રતો છે. મુનિ જિનવિજયજીની સાથે જેસલમેર ગયા ત્યારે ત્યાંના ભંડારોનો એમને પરિચય થયો. તેમને જૈનેતર હસ્તપ્રતોની નકલ કરવાની હતી. ત્યાંથી ૨૪૦૦૦ શ્લોકોનું કામ લાવી શક્યા. એ બધા ગ્રંથો લખાઈ ગયા છે અને એ રીતે એમનું કાર્ય સિદ્ધ થયું છે. આજે વિમોચન થઈ રહેલા આ ગ્રંથના ભાગ ૮-૯-૧૦ અંગે એમણે સંક્ષેપમાં પરિચય કરાવ્યો. એમણે કહ્યું કે આ ભાગોમાં સાહિત્યનો ઈતિહાસ તો ભરેલો છે જ, પણ તે ઉપરાંત અહીં દેશીઓના વિષયમાં અસામાન્ય કામ થયું છે. ખાસ્સાં ૩૦૦ પાનાં એમાં રોકાયેલાં છે અને કોઈપણ પ્રકારની સાંપ્રદાયિકતા અહીં જણાતી નથી. ઘણી દેશીઓ તો લોકગીતોની છે. લોકોમાં જે ગીતો ગવાય છે એ ગેયરચનાઓના મુખડા તે આ દેશીઓ છે. તેમણે કહ્યું કે કોઈ પૂર્વજન્મના સંસ્કારો જ એમની પાસે ૯૨ વર્ષની ઉંમરે પણ આવાં કામો કરાવી રહ્યા છે. ભ.ગો.મ.ના ચંદુભાઈને એમણે કહેલું કે તમે ભવિષ્યના કોશકારને ઘણી કાચી સામગ્રી પીરસી આપી છે. પછીથી પોતાને જ કોશનું કામ કરવાનું આવ્યું. જયંતભાઈએ પણ મધ્ય. શબ્દકોશનું એવું જ મોટું કામ કર્યું છે. એમ કહી આવું ભગીરથ કામ કરવા અંગે તેમણે જયંતભાઈને આશીર્વાદ આપ્યા હતા. અને નવી પેઢી પણ આવાં કામો ચાલુ રાખશે એવી અભિલાષા વ્યક્ત કરી હતી. ગ્રંથસમીક્ષા : તે પછી “જૈન ગૂર્જર કવિઓની સમીક્ષા રજૂ કરતાં બે વક્તવ્યો રજૂ થયાં હતાં. એક પ્રા. કનુભાઈ જાનીનું અને બીજું ડૉ. રમણ સોનીનું બિન્ને વક્તવ્યો માટે જુઓ આ પુસ્તિકાનાં પૃ.૧૫થી ૩૨]. અતિથિવિશેષનો પરિચય : ત્યાર બાદ આજના અતિથિવિશેષ કવિશ્રી સુરેશ દલાલનો પ્રા. ભોળાભાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy