SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ પટેલે પરિચય કરાવ્યો હતો. તેમણે સુરેશ દલાલને એક સારા કવિ જ નહીં, ઉત્તમ કવિતાપ્રેમી તરીકે પણ ઓળખાવ્યા. પ્રતિવર્ષ પોતાના કાવ્યસંગ્રહો આપવા ઉપરાંત, “કવિતા” કૈમાસિકનું એમનું સંપાદનકાર્ય ઉત્તમ કવિતાના એમના અનુવાદો, વિશ્વની ઉત્તમ કવિતાના એમણે આપેલા સંગ્રહો, અનેક મિત્રોને કવિતા પ્રતિ વાળવાનો એમનો પુરુષાર્થ – આ બધું એમની ઉત્કટ કવિતાપ્રીતિના પુરાવારૂપ છે. અતિથિવિશેષ શ્રી સુરેશ દલાલનું વક્તવ્ય : ત્યારબાદ શ્રી સુરેશ દલાલે પ્રસંગને અનુરૂપ, સૌને કાવ્યરસમાં તરબોળ કરતું વક્તવ્ય રજૂ કરીને યથાર્થ રીતે જ આજના આ સમારોહને ઓચ્છવના માહોલમાં ફેરવી નાખ્યો. કવિશ્રી સુરેશ દલાલે વક્તવ્યના આરંભે શ્રી મોહનભાઈને ઉચિત ભાવાંજલિ અર્પતાં કહ્યું કે “મોહનલાલ નામના માણસે આ પૃથ્વી ઉપર આવી, આવું મોટું કામ કર્યું. પણ આવા માણસનાં નામો કદી છાપાંની હેડલાઈનમાં હોતાં નથી; જયંત કોઠારી, જેવાની હાર્ટલાઈનમાં હોય છે. જે માણસ કોઈનું પણ સંપાદન કરે એ માણસ પોતાના પ્રેમની બહાર નીકળી જાય છે. કહેવાય છે કે મોહનલાલ અવ્યવસ્થાના માણસ હતા પણ કેટલાક એ અવ્યવસ્થામાંથી જ વ્યવસ્થા નિપજાવે છે. સંશોધનનું કામ એ અંધારામાં ફંફોસવાની ક્રિયા સમું છે. વકીલાતનું કામ તો મોહનભાઈ માટે જાણે આડપેદાશ હતું. રોજીરોટી પૂરતું એ કરવાનું હતું પણ એમણે મુખ્ય કામ તો આ હસ્તપ્રતોની શોધખોળનું કર્યું. અને એક વાર જે દેવ સ્થાપ્યા તે સ્થાપ્યા. જ્ઞાનનો જિપ્સી જ આ કરી શકે. એક જગાએથી બીજી જગાએ દોડી જવાનું વણઝારાનું એ કામ હતું. જયંતભાઈ વિશે એમણે કહ્યું કે : “મોહનભાઈએ “જૈન ગૂર્જર કવિઓમાં જેનું સંયોજન કર્યું એનું જયંતભાઈએ સંશોધન કર્યું. “સંયોજિતથી “સંશોધિત'ની આ યાત્રા ઘણી વિકટ છે. આવા કોઈ કામ માટે યુનિવર્સિટી જયંતભાઈને ડી.લિટ્રની ડિગ્રી આપે એમાં તો જયંતભાઈનું નામ બગડે. જયંતભાઈ જયંતભાઈ છે એ જ મહત્ત્વનું છે. મારા મિત્ર મહેશ દવેને મોઢે વારંવાર જે ત્રણ નામો હું સાંભળ્યા કરું છું તે સી. એન. પટેલ, કનુભાઈ અને જયંતભાઈનાં.” શાસ્ત્રીજીએ દેશીઓની વાત કરતાં “મુખડો' શબ્દનો કરેલો ઉલ્લેખ એમને ખૂબ 0142 luulil and $2. 'A good face is the recomendation note given by God' એ પંક્તિને એમણે યાદ કરી. એમણે કહ્યું કે “કાવ્યની પહેલી પંક્તિ તો હમેશાં જનોઈવઢ ઘા જેવી હોય.” ડૉ. હરિવલ્લભ ભાયાણી અને નિરંજના વોરાએ જે દેશીસૂચિ પ્રગટ કરી છે તેમાં દેશીઓની કેટલીક પંક્તિઓ ખૂબ સરસ છે. એનાં કેટલાંક દષ્ટાંતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy